Book Title: Tapasya ane Nigraha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 181
________________ ઈશ્વર કે થાઈ ? ૧ પૅનુશિયસ માટેની આવી કારમી ભવિષ્યવાણી સાંભળીને તેના ઍન્ટિનો મઠના સાધુઓ ચિંતાભર્યા પ્રશ્નાર્થક ચહેરે સંત ઍન્થની તરફ જોવા લાગ્યા. તે જોઈ સંત ઍન્થનીએ તાકીદના સૂરે કહ્યું – પરમાત્માએ તેમનો છેવટનો ચુકાદો આપી દીધો છે; કશી ફરિયાદ કર્યા વિના તેની સમક્ષ માથું ઝુકાવો !” tr પરંતુ પૅનુશિયસના માથા પર વીજળી પડી હોય તેમ તે જડસડ થઈ ગયો : તે હવે આસપાસનું કશું દેખી કે સાંભળી શકતો નહોતો. તેના કાનમાં એક જ અવાજ રણકતો હતો: “થાઈ મરવાની તૈયારીમાં છે!” આજ સુધી આ વિચાર તેને કદી આવ્યો ન હતો! વીસ વર્ષથી મોતનું ચિંતન કર્યા કરતા આ સાધુને એ સૂઝયું જ ન હતું કે, એક દિવસ થાઈ પણ મૃત્યુ પામશે! “થાઈ મરવાની તૈયારીમાં છે! ખરેખર થાઈ આ પૃથ્વી ઉપરથી ચાલી જવાની હોય, તો પછી આ સૂર્ય, આ ફૂલ, આ ગ્રંથો – અરે આખી સૃષ્ટિ બાકી રહે તેનું શું પ્રયોજન?” અચાનક છલાંગ મારીને તે કૂદ્યો અને દોડવા લાગ્યો. તે કઈ તરફ વેગે દોડતો જતો હતો? તેને એવો કશો ખ્યાલ ન હતો; પરંતુ તેના પગ, અંત:સ્ફુરણાના દોર્યા, સીધા નાઈલ નદી તરફ જ ઊપડયા હતા. Jain Education International ૧૬૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194