________________
તપસ્યા અને નિગ્રહ
નદીનો આખો પ્રવાહ જાણે સઢોથી જ છવાઈ ગયો હતો. હબસીઓથી હંકારાતા એક જહાજ ઉપર તે કૂદીને ચડી ગયો અને આગળના ભાગ તરફ જઈ, બળતી આંખોએ શૂન્ય આકાશ તરફ જોતો જોતો, ક્રોધ અને શોકનો માર્યો પોકારી ઊઠયો–
૧૬૮
9 6
“મૂરખ! મૂરખ ! હું કેવો મોટો મૂરખ છું કે, જ્યારે વખત હતો ત્યારે થાઈને મેં પ્રાપ્ત ન કરી! આખી દુનિયામાં તેના સિવાય પ્રાપ્ત કરવા જેવું બીજું શું હતું વારુ? અહા, હું કેવો ગાંડપણમાં અટવાઈ રહ્યો અને ‘ ઈશ્વર, ’ ‘મુક્તિ, શાશ્વત જીવન ’વગેરે મિથ્યા ખ્યાલોને વળગી રહ્યો! અને તેય એક વાર થાઈને નજરે નિહાળ્યા છતાં! એ સુંદરીને કરેલું એક ચુંબન લાખ લાખ શાશ્વતતાઓને પણ આંટી જાય! તેના વિના જીવનનો અર્થ જ શો? તેના વિનાનું શાશ્વત જીવન, એ તો એક શાપ જ ગણાય! અરે મૂરખા, તારા હાથમાં થાઈ આવી અને તું પરલોકનાં શ્રેયોના મૃગજળ પાછળ દોડતો રહ્યો ! ધત્ કાપુરુષ ! તેને નજરે નિહાળ્યા પછી પણ તું ઈશ્વરના ડરથી અટકી રહ્યો? ઈશ્વર, સ્વર્ગ,- એ બધું વળી શું છે? અને થાઈ આપી શકે એવા સુખના લવલેશવાળી કઈ ચીજ તેઓ આપી શકે તેમ છે? અરે મૂરખ, તારી આંખો ઉપર કોણે આવા અવળા પાટા બાંધી દીધા હતા? જેણે તને આવા પરમ સુખ પ્રત્યે અંધ બનાવ્યો, તેના ઉપર લાખ વાર લ્યાનત હજો ! અને ધારો કે, થાઈના સહવાસથી કાયમની અધોગતિ પ્રાપ્ત થવાની હોય, પરંતુ તે કિંમતેય તેના પ્રેમસુખની એક ક્ષણ પામનારો મહાલાભ જ ખાટયો ગણાય. અહા, થાઈએ હાથ પહોળા કર્યા, ત્યારે હું તેના હૃદય ઉપર કેમ ચંપાઈ ન ગયો? મારા અંતરમાંથી ઉદ્ભવેલા કયા દુશ્મન-અવાજને હું આજ સુધી અનુસરતો આવ્યો? હાય! હવે તો નરકમાં પણ સાથે લઈ જવાને માટે થાઈ સાથેના સહવાસની એક ક્ષણની સ્મૃતિય મારી પાસે નથી! એટલું ભાથું મારી પાસે હોત, તો હું ઈશ્વરને પણ બેધડક પડકારત : હે લૂખા પ્રાણી ! ભલે મારા શરીરને
•
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org