________________
૧૦
અંત !
થાઈને અંજીર-વૃક્ષની છાયામાં પથારી ઉપર સૂતેલી જોતાં જ પૅનુશિયસે ફાટેલા અવાજથી બૂમ પાડી —
“થાઈ!”
થાઈએ પોતાનાં પોપચાં ઊંચાં કર્યાં અને કીકીઓ વગરનો આંખનો સફેદ ભાગ, એ અવાજ આવ્યો તે તરફ ફેરવ્યો;— તેની આખર-ઘડી નજદીક આવી ગઈ હતી.
આલ્બિનાએ પ્રભુકીર્તન કરતી આસપાસ ઊભેલી સાધ્વીઓને જરા દૂર ખસી જવા નિશાની કરી.
66
થાઈ!” પૅનુશિયસે ફરીથી બૂમ પાડી.
66
તેણે માથું ઊંચું કર્યું; તેના ફીકા હોઠમાંથી હળવો શ્વાસ નીકળ્યો : તમે પધાર્યા, પિતાજી!... તમને પેલો ઝરો યાદ છે? અને જે ખજૂર આપણે ચૂંટયાં હતાં તે? તે દિવસે, પિતાજી, પહેલી વાર મારા અંતરમાં પ્રેમ પ્રગટયો શાશ્વત જીવન માટેનો પ્રેમ.”
પછી તે ચૂપ થઈ ગઈ અને તેનું માથું પાછું નીચે ઢળી ગયું. મૃત્યુ હવે તેને ઘેરી વળ્યું હતું; અને તેના કપાળ ઉપર અંતસમયની વેદનાનો પરસેવો વળ્યો હતો. એક કબૂતર કયાંકથી ઘૂઘવી ઊઠયું; અને સાથે સાથે જ કુંવારિકાઓનાં સ્તોત્રોમાં પૅફનુશિયસના નિસાસા ભળી ગયા.
અચાનક થાઈ પથારીમાં બેઠી થઈ ગઈ. ફાટેલી આંખે દૂરની પર્વતમાળા તરફ હાથ કરતી તે બોલી ઊઠી
ઃઃ
‘જુઓ, જુઓ! શાશ્વત પ્રભાતનાં ખીલેલાં ગુલાબ ! ”
"
Jain Education International
૧૭૨
For Private & Personal Use Only
www.jainelibrary.org