________________
અંત!
૧૭૩ તેના આખા ચહેરા ઉપર આછી લાલાશ છવાઈ રહી. તે જાણે ફરી પાછી સજીવન થઈ ગઈ હતી – હંમેશ કરતાં વધુ મધુર, હંમેશ કરતાં વધુ સુંદર!
ઍફનુશિયસે તરત પોતાના લાંબા કાળા હાથ તેની આસપાસ વીંટાળી દીધા.
હું તને ચાહું છું! તું મરી ન જતી ! સાંભળ, મારી પ્રિય થાઈ ! મેં તને છેતરી છે! હું કમતરીન મૂરખ છું! ઈશ્વર – સ્વર્ગ એ બધું મિથ્યા છે. આ ભૌતિક જીવન અને મનુષ્ય-પ્રેમ સિવાય કશું જ સાચું નથી. ઊઠ, મારી સાથે ચાલી આવ; આપણે બંને અહીંથી ભાગી જઈએ. હું તને મારા હાથમાં ઊંચકીને લઈ જઈશ! આપણે પ્રેમ કરીએ– ખૂબ પ્રેમ કરીએ! પ્રિયતમા, તારે મને એક વાર બોલ કે, “હું જીવીશ; મારે જીવવું છે.' થાઈ, થાઈ, ઊભી થા! તું મરી ન જતી; તું સુખની અમૂલ્ય ખાણ છે!”
થાઈએ એની એક વાત સાંભળી ન હતી; – તેની આંખો અનંત તરફ મંડાઈ ચૂકી હતી.
છેવટે તે એટલું ગણગણી –
“સ્વર્ગના દરવાજા ખૂલી ગયા છે. દેવદૂતો, પેગંબરો અને સંતો મને આવતા દેખાય છે. આ બે દેવદૂતો તો મારી બહુ સમીપ આવી ગયા છે. અહા, મને ઈશ્વરનાં દર્શન થયાં!”
ત્યાર બાદ એક આનંદભર્યો નિ:શ્વાસ નાંખી તે પાછી ઓશિકા ઉપર ગબડી પડી. પણ એ તેનું ખાલી ખોળિયું જ હતું.
ઍફનુશિયસ તેને હતાશાના ગાઢ આશ્લેષમાં વળગી પડ્યો. વાસના, ક્રોધ અને કામભરી તેની આંખો થાઈને જાણે ભરખી રહી.
આલ્બિનાએ ક્ષણમાં આ બધું સમજી જઈ ચિત્કાર કર્યો – “દૂર હઠ, નીચ પાપી!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org