Book Title: Tapasya ane Nigraha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004993/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આનાહોલ ફાંસ HICLES गान पल 00 Cascall અન Laps GE Only For Private & Personal Use Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ “હુંચઍક ફ નાત્રદામ ” ચાને વિષયવાસનાનું તાંડવ સાંÀત્ર] [પ્રેસમાં વિકટર હ્યુગેા ત આ વિખ્યાત નવલકથામાં પણ તપસ્યા અને અને નિગ્રહથી દબાવેલી વિષયવાસના કેવી વકરે છે, અને માણસના જીવનમાં તાંડવ મચાવી મૂકે છે, તેની અદ્ભુત કથા આવે છે. શ્રી. ગેાપાળદાસ પટેલે તૈયાર કરેલા આ વિસ્તૃત સંક્ષેપ ગુજરાતી ભાષાની તેજસ્વિતા પણ પુરવાર કરી આપે છે. પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ અમદાવાદ-૧૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ [ લેખક આનાતાલ ક્રાંસની નવલકથા “થાઈ']. સંપાદક યાળદાસ જીવાભાઈ પટેલ विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः । રસવ – –ગીતા ૨, ૫૯ શરીરધારી, પિતાની ઈદ્રિયોને તેમના વિષયથી દૂર રાખે, તો તેથી વિષ દૂર રહે છે, પણ તેમનામાંને રસ દૂર નથી થતો ...” પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ. અમદાવાદ–૧૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક કમુબહેન પુ॰ છે। પટેલ વ્યવસ્થાપક, પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ મુદ્રક જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ–૧૪ કિં॰ ૫૦૦ પહેલી આવૃત્તિ પ્રત ૨૦૦૦ મુખ્ય વિક્રેતા વર્લ્ડ ક્લાસિક મ્યુઝિયમ હિમાવન, અમદાવાદ-૭ સપ્ટેમ્બર, ૧૯૬૬ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન ‘સત્યાગ્રહ’ પત્રમાં હપ્તાવાર પ્રસિદ્ધ થયેલી આ સુંદર નવલકથા પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. આનંદ ખાસ તા એ વાતનો કે, ગાંધીજીના રહસ્ય-મંત્રી સ્વ૦ શ્રી મહાદેવભાઈ દેસાઈ આ કથા પર ભારે ખુશ હતા, અને ગુજરાતી ભાષામાં આ કથા ઊતરે એવી તેમની ખાસ ઇચ્છા હતી. એ ઇચ્છા પૂરી કરવાનો સંતોષ પરિવાર સંસ્થાને આટલાં વર્ષો બાદ પણ થાય છે. હમણાં થોડા દિવસ પર જ ગાંધીજીના આશ્રમના એક જૂના અંતેવાસી શ્રી. સુરેન્દ્રજી આ કથા પુસ્તક આકારે કયારે આપો છો તેની પૂછપરછ કરતા હતા. આ પરથી વાચક સમજી શકશે કે, પરદેશી લેખકની પરદેશી પાત્રોવાળી આ નવલકથા આઝાદીના એ તપસ્વી લડવૈયાઓને પણ કેવી આકર્ષતી હતી અને આકર્ષે છે. સુપ્રસિદ્ધ ફ્રેંચ લેખક, નૉબેલ-પ્રાઇઝ-વિજેતા આનાતોલ ફ઼્રાંસ (૧૮૪૪-૧૯૨૪)ની આ ખૂબ જાણીતી નવલકથા છે. આ વાર્તાનું વસ્તુ ગીતાજીમાં (અ૦ ૨, ૫૯) આવતું સુપ્રસિદ્ધ વાકય છે કે, તપસ્યા- અને નિગ્રહ- પૂર્વક ઇંદ્રિયોને તેમના વિષયોથી દૂર રાખીએ, તો તાત્પૂરતા વિષયો દૂર થયા હોય એમ લાગે, પરંતુ વિષયોમાંનો રસ તો કાયમ જ રહે છે. એ રસ તો વિષયોથી પર ––ઉત્તમ એવા બ્રહ્મ-રસને જાણીએ તો જ દૂર થાય. લેખક, કોઈ હિંદુ કથાકારની અદાથી, એ શ્લોકમાંના પ્રથમ અર્ધ ભાગનું આબેહૂબ ભાષ્ય આ નવલકથા દ્રારા રજૂ કરે છે. પૅનુશિયસ નામનો ઉગ્ર તપસ્વી પોતાની કઠોર તપસ્યાઓથી સૌ તપસ્વીઓમાં માગ મુકાવે છે. પરંતુ, પોતે વિષયો ને ઈંદ્રિયોને પૂરેપૂરાં જીતી લીધાં છે, એવા ઘમંડમાં આવી જઈ, અલેક્ઝાંડ્રયાની ( પૂર્વાશ્રામમાં તેને જાણીતી એવી ) પરમ રૂપસુંદરી નતિકા થાઈ, તેનો ઉદ્ધાર કરવા તે નીકળી પડે છે. થાઈ અતુલ વૈભવ અને સુખોપભોગમાં ગરક થયેલી હોય છે; પરંતુ, તેના બચપણના કંઈક સુસંસ્કારો જાગ્રત થતાં, તે પૅનુશિયસની પાછળ, બધું તને શુદ્ધ ભાવે નીકળી પડે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ત્યાર પછી બંને જણની ખરી કસોટી શરૂ થાય છે. પૈફનુશિયસ થાઈને તેની આત્મશુદ્ધિ માટે ઉગ્ર તપસ્યા કરાવવા આલ્બિના માતાના મઠમાં મૂકી આવે છે; પણ અવશે પોતે થાઈનું અને થાઈના સૌંદર્યનું સ્વપ્ન જ સેવ્યા કરે છે. પરિણામે સંગ-સંમોહ-વિભ્રમ આદિ ક્રમે તેનો બુદ્ધિનાશ થાય છે. ત્યારે થાઈ તો આલ્બિના-માતાની સુયોગ્ય દોરવણી હેઠળ, સાચી ઈશભક્તિના જળ વડે પોતાના અંતરનો મેલ ધોઈ કાઢે છે અને ખરેખર પરમકૃપાળુ પરમાત્માની કૃપા અને પ્રકાશ પ્રાપ્ત કરે છે. એ આખો ભાગ આલેખવામાં નવલક્થા-કારે અભુત કલમકુશળતા દાખવી છે. તે જમાનાનો આબેહૂબ દેખાવ રજૂ કરવા માટે તેમણે બીજાં પણ પાત્રોને ખૂબીભેર કામમાં લીધાં છે. આમ તે જમાનાના આચાર-વિચારનું નિરૂપણ કરતી તે કથાને આપણી માતૃભાષામાં દિલચશ્ય રીતે વંચાય એ રીતે ઉતારવામાં સંપાદકશ્રીએ પણ ભારે કુશળતા દાખવી છે. “સત્યાગ્રહપત્રના વિદ્રાન તંત્રી શ્રી. મગનભાઈ દેસાઈના ઝીણવટભર્યા તથા સચોટ સુધારાવધારાનો પણ આ વાર્તાને ખાસ લાભ મળ્યો છે, એની નોંધ લેવી જોઈએ. એ રીતે સુધારેલીવધારેલી આ વાર્તા પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવા શ્રી. મગનભાઈ દેસાઈએ અમને પરવાનગી આપી, તથા એની રજૂઆત રૂપે “પ્રેમભક્તિની સંજીવની” આમુખ લખી આપવાની અમારી વિનંતી સ્વીકારી, એ બદલ અમે એમનાં કણી છીએ. અંતે, નવજીવન ટ્રસ્ટના કાર્યકર્તાઓ તથા કલાકાર શ્રી. રજની વ્યાસનો ઉલ્લેખ કરવો ઘટે. તેમના ઉમળકાભર્યા સહકાર વિના આ પુસ્તક આવા સુરમ્ય સ્વરૂપે પ્રકાશિત કરી શકાયું ન હોત. ગુજરાતી વાચકને માનવ અંતરનાં ગૂઢ માનસિક પરિબળોનો સંઘર્ષ, ઉલ્લાસ અને વિકાસ નિરૂપતું આ સુંદર કથાનક વાંચતાં અપૂર્વ રસબોધ સાથે આત્મતૃપ્તિ થશે, એની અમને ખાતરી છે. તા. ૧૫-૮-૬૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ ? * * અ 0 8 6 આ છે છે ળ અનુક્રમણિકા પ્રકાશકનું નિવેદન પ્રેમભક્તિની સંજીવની મગનભાઈ દેસાઈ આનાતોલ ક્રાંસ [લેખકને ટૂંક પરિચય ] ખંડ ૧ લો. ૧. નાઈલ-કાંઠાના તપસ્વીઓ २. ध्यायतो विषयान् पुंसः ૩. ભલે સાધુ પેલેમેન ૪. અલેકઝાન્ડ્રિયા તરફ ૫. કૉસનો ટિમકિલસ ૬. નિસિયાસ ૭. “કામદેવ સાથે બાકરી ન બાંધીશ!” ૮. સ્વપ્ન ૯. થિયેટરમાં ૧૦. રંગમંચ ઉપર ૧૧. પૂર્વકથા - ૧ ૧૨. પૂર્વકથા - ૨ ૧૩. ન્યારા રાહ ! ૧૪. નર્તકી – પ્રેમિકા ૧૫. અલેકઝાંડ્રિયામાં પુનરાગમન ૧૬. મુલાકાત – ૧ ૧૭. મુલાકાત - ૨ ૧૮. હૃદયપલટો ૧૯. મિજલસ ૨૦. જ્ઞાનવૃક્ષનાં ફળ ૨૧. હેલનને અવતાર! છે જ ૪૮ ૫૮ ૭૦ ૯૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪, ૨૨. તારે અહીં જ સબડડ્યા કરવું છે? ૨૩. અપ્સરા-ભવનનો ધ્વસ ૨૪. મહાપ્રસ્થાન રપ. આબિનાના મઠમાં ૧૦૯ ૧૧૪ ૧૧૯ ૧૨૭ ૧૩૨ ૧૩૬ ખંડ ૨ જે ૧. સિદ્ધિને વળગાડ લાવ્યો! ૨. વળગાડના ઉતાર માટે ૩. એકદંડિયે તપેનિવાસ ૪. કટ્ટાનું ધર્માતર! પ. ભાગ્યે ૬. મારાથી ભાગીને ક્યાં જઈશ? ૭. અવધિ ૮. સંત ઍન્થનીની વિદાય ૯. ઈશ્વર કે થાઈ? ૧૦. અંત! ૧૪૨ ૧૪૭ ૧૫ર ૧૫૬ ૧૬૧ ૧૬૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રેમભક્તિની સંજીવની આ મનોરમ્ય કથાને આવકાર આપું છું. એના સંપાદનનું નિમિત્ત-કારણ સત્યાગ્રહ’ પત્ર બન્યું એથી કૃતાર્થ-આનંદ થાય છે. ૧૯૨૫-૬ના ગાળામાં આનાતોલ ફ્રાંસની આ વાત પહેલી જાણી હતી, તે સત્યાગ્રહ આશ્રમના દિવસો યાદ આવ્યા. તપોભૂમિ, આશ્રમ, અને તેના હેતુઓ તથા આદર્શ ઇ0ની ગંભીર ચર્ચા એ વખતે સત્યાગ્રહાશ્રમમાં ચાલતી. તેમાં, ખાસ કરીને, ભાઈશ્રી ભણસાળી, સ્વ૨ મહાદેવભાઈ આ કથા વિષે ખૂબ વાત કરતા. આશ્રમના गताः नः खलु ते दिवसाः । આ ચોપડી તે બધું તાજું કરાવે છે, એથીય ઋતાનંદ આવે છે. અને તે વાંચીને ભક્ત સૂરદાસની પેલી અમર પંક્તિઓ યાદ આવે दीनन-दुःख-हरन देव, संतन हितकारी । આગામી ગીધ વ્યTધ, રૂનમેં હો ન સાધ? पंछीको पद पढात, गणिका-सी तारी ॥ આ કથા એક ગણિકાના ઉદ્ધારની છે: ઉદ્ધારક ડૂબે છે–પતિતા પાર કરી જાય છે! અધ્યાત્મ-સિદ્ધિ અને મુક્તિ કેવી ગૂઢ અનુભવગમ્યતા છે! ઉદ્ધારક મનાતી વ્યક્તિ તારક નથી; બહુ બહુ તો ગુરુ પેઠે બાહ્ય નિમિત્ત તે બને; બાકી, અંતરયામી “સીતારામ' પ્રભુ પતિતપાવન સાચો તારક છે; જે દરેકના હૃદયમાં હાજરાહજૂર છે. છતાં, નિમિત્ત બનતી વ્યક્તિ જો અભિમાન કરે તો?— આ કથા એનો જવાબ આપશે. ઉપનિષદોએ તો માનવ અધ્યાત્મના ઇતિહાસના આદિકાળથી આત્માના આવા જાદુ વિશે કહી જ રાખ્યું છે– Page #12 -------------------------------------------------------------------------- ________________ १० न अयम् आत्मा प्रवचनेन लभ्यः न मेधया न बहुना श्रुतेन । यम् एष एव वृणुते तेन लभ्यः तस्य एष आत्मा विवृणुते तनूं स्वाम् ।। (મુંડ, રૂ-૨-૩) [આ આત્મા પ્રવચન – શાસ્ત્રાર્થની શક્તિથી, બુદ્ધિની ઝીણવટથી કે પુષ્કળ શાસ્રાવણથી મેળવી શકાતો નથી. જેને એ વરે છે, તેનાથી એ પમાય છે. તેને એ આત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે.] ઉદ્ધારક વસ્તુ વ્યક્તિનું આત્મજ્ઞાન છે, અને એ જ્ઞાનનો સોદો આત્મ-સ્વયંવરનો છે. એનો લક્ષવેધ મત્સ્ય-વેધ કરતાંય ઘણો ગહન છે – તે ભારે ‘મહાભારત' કામ છે. આ કથા કહે છે—મઠાધિપ, શિષ્યગણાચાર્ય, અને મહાપ્રતિષ્ઠ તપોધનને તેવો વેધ ન ફળે; એક ગણિકાનેં તે સદે અને સંભવે જ નહીં — ફળે પણ ! આ અમૃતસંજીવની મહાશક્તિ ભક્તિયોગમાં સંતાયેલી છે; ઈશાર્પણની પ્રેમશક્તિ એ છે. કેટલાય મહાનુભાવ શાસ્ત્રકારોએ, માનવ ગૌરવાભિમાનનાં લક્ષણ સમાં એવાં બુદ્ધિ અને અહંકાર તત્ત્વોની તરફ જોઈને,—આ જ વસ્તુને નિર્વાણ, બ્રહ્મનિર્વાણ, શૂન્ય, ઇ0 નામો વડે વર્ણવી છે. તે અભાવવાચકો છે; તે બધાનો ભાવ-વાચક તો તેમાં રહસ્યરૂપે રહેલી માનવહૃદયની પ્રેમ-નિવેદન-શક્તિ છે. 66 ‘પણ આ બધું તો ભારતની અધ્યાત્મ સંસ્કૃતિ પરથી ને તેની પરિભાષામાં કહેવાય. આ કથા તો યુરોપની ખ્રિસ્ત સંસ્કૃતિને સંબોધે છે, અને ગ્રીક હૅગન-યુગને આવરીને વાત કરે છે!” —આવી ટીકા મનમાં જાગે. આ કથા બતાવે છે કે, ભક્તિ અને પ્રેમભાવ દેશ-કાલાતીત અધ્યાત્મભાવો છે. અહીં વિશેષ એ છે કે, યુરોપના પ્રાચીન ગ્રીક ‘પૅગન ’—નિરીશ્વરી બુદ્ધિવાદની તુલનામાં, ભગવાન ઈશુ ખ્રિસ્તના પ્રેમભક્તિ-સંદેશને આલેખે છે. પૅગન-વાદમાં ભોગૈશ્વર્યની બુદ્ધિમાન્ય વિચારણા છે. (જુઓ, નિસિયાસ, ઝેનોથેમિસનાં પાત્રો.) તેની તુલના Page #13 -------------------------------------------------------------------------- ________________ ११ માં આપણને ગીતાકારે (અ૦ ૧૬માં) બે ભૂતસર્ગ કે બે સંપદાઓ આલેખ્યાં છે, તે યાદ આવે. કથાનો મૂળ લેખક આનાતોલ ફાંસ એ બધા અનુષંગમાં ચર્ચા નથી કરતો; પરંતુ, યુરોપનાં દેશકાળમાં — તેના વાગા ધરીનેય,—મૂળ વસ્તુ તો તત્ત્વત: બે ભૂતસર્ગ કે સંપદાની—એક જ છે. આનાતોલ ફ્રાંસ ઈં૦ સ૦નાં આદિ સૈકાંનો સમય ચીતરે છે. આજેય આપણે અર્વાચીન જગતમાં (‘સમૃદ્ધ સમાજ’ના નામથી બોલાતો) આ પ્રકારનો નવો પ્લૅગન-વાદ, વિજ્ઞાન અને યંત્રના જોર વડે, પેદા થતો બતાવી શકીએ. < એક બીજી બાબત પણ આ કથા કહે છે; – જે પરથી કથાના આ ગુજરાતી સંપાદનમાં તેનું નામ પાડયું છે તપસ્યા અને નિગ્રહ.' આ અંગે પણ ગીતાકારે પેલું નિદાન ચૂકતે આપી મૂકયું છે - प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति । ( ३-33 ) [પ્રાણીમાત્ર પોતાના સ્વભાવને અનુસરે છે; ત્યાં બળાત્કાર કરવાથી શું વળે?] ભૂતમાત્ર પ્રકૃતિને વશ છે; જાત પર જવા વિના રહી ન શકે કાંઈ તેને રોકી ન શકે. અને આ કથા બતાવે છે કે, મહા ઉગ્ર તપ પણ તેને કાંઈ ન કરી શકે. તો તરણોપાય શો? કથા બહુ જ સુંદર રીતે (તેના એક વૃદ્ધ સાધુજન પૅલેમૉન દ્વારા) એ બતાવે છેસાદું સરળ ને સર્વસુલભ હ્રામ-પરાયણ યજ્ઞકર્મ અને પ્રભુભક્તિ, ગીતાકારના શબ્દોમાં કહીએ તો પરમદર્શન — विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः । રસવર્ગ રસોવ્યસ્ય પર તૃષ્ણા નિવર્તતે ॥ (૨-૫૯) [દેહધારી જ્યારે નિરાહારી રહે છે, ત્યારે તેના વિષયો મોળા પડે છે, પણ રસ નથી જતો; તે રસ તો પરમ વસ્તુ કે પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી શમે છે.] આ થા ગીતાના આ સિદ્ધાંતનું સુંદર દૃષ્ટાંત ગણાય. Page #14 -------------------------------------------------------------------------- ________________ १२ મુખ્યત્વે બે વ્યક્તિઓનો જીવનવિકાસ આ ક્થા આલેખે છે—થાઈ અને પૅનુશિયસ. મનોવિશ્લેષણની દૃષ્ટિએ જોતાં, થાઈનો વિકાસ એટલો સ્પષ્ટ નથી આલેખાયો,... જેટલો તેના તપસ્વી ગુરુ ૉનુશિયસનો. કારણ એ કહેવાય કે, એકનો વિકાસ બાહ્ય તપનો ચમત્કાર છે, થાઈનો વિકાસ પ્રભુભક્તિ ને આત્માનો ચમત્કાર છે. એકમાં અભિમાનની લીલા જોઈએ છીએ, બીજામાં પ્રેમભક્તિની સંજીવની મૂક રીતે કામ કરે છે. દુનિયાની નજરે, થાઈ પતિતા ભ્રષ્ટા છે, પૅનુશિયસ મોટો સાધુ છે. પરંતુ, છેવટે નીવડે છે સાધુ કોણ? अपि चेत् सुदुराचारो भजते माम् अनन्यभाक् । साधुरेव स मंतव्यः सम्यग् व्यवसितो हि सः ।। क्षिप्रं भवति धर्मात्मा शश्वत्-शांति निगच्छति । નાતેય વ્રતિનાનીર્દિ ન મે મતઃ પ્રશ્યતિ ॥ (૯-૩૦,૩૧) [મોટો દુરાચારી પણ જો અનન્યભાવે મને ભજે, તો તે સાધુ થયો જ માનવો. કેમ કે હવે એનો સારો સંકલ્પ છે. એ તુરંત ધર્માત્મા થાય છે ને નિરંતર શાંતિ પામે છે. હે કૌંતેય ! તું નિશ્ચયપૂર્વક જાણજે કે, મારો ભક્ત કદી નાશ પામતો નથી.] આ કથા ભગવાનની આ વાણીનો કેવો આબેહૂબ દાખલો છે! ગુજરાતીમાં આ નાનકડી અધ્યાત્મ જીવનકથા ઉતારવાને માટે સંપાદક પ્રકાશકને ધન્યવાદ. ૧૮-૮-’૬૬ મગનભાઈ દેસાઈ * જોકે, થાઈનો સાચો દીક્ષાગુરુ તો સંત થિયોડોર હતો, કે જેણે નાનપણમાં તેને પ્રેમ-પીયૂષ પાઈને અધ્યાત્મ-બીજનું સાચું સિંચન કરી મૂકયું હતું; તે જ છેવટે પ્રાદુર્ભૂત થઈને થાઈને ફળ્યું. Page #15 -------------------------------------------------------------------------- ________________ આનાતાલ ફ્રાંસ લેખકને ટૂંક પરિચય) સુપ્રસિદ્ધ ફ્રેંચ લેખક, નૉબેલ-પ્રાઈઝ વિજેતા આનાતોલ જેક્સ થિબોલતનો જન્મ ઈ. સ. ૧૮૪૪ના એપ્રિલની સોળમી તારીખે પેરિસમાં થયો હતો. ‘ફ્રાંસ’ તો તેણે ધારણ કરેલું ઉપનામ છે. તેનો પિતા બૂકસેલર હતો; અને આનાતોલ ફ્રાંસ તેની દુકાનની અત્યુત્તમ સાહિત્યકૃતિઓમાંથી જ પોષણ મેળવીને ઊછર્યો. તેણે જર્મન કે અંગ્રેજી સાહિત્યનો બહુ ઓછો અભ્યાસ કર્યો છે, તે આખો ને આખો ફેંચ, લૅટિન અને ગ્રીક સાહિત્યનું ફરજંદ છે. તેના પિતાને પોતાનો છોકરો આમ હાલ્યા ચાલ્યા વિના ચોપડી હાથમાં લઈને બેસી રહે, તે ગમતું ન હતું. ‘છોકરો તો પ્રવૃત્તિશીલ હોવો જોઈએ, એમ તે માનતો. પરંતુ કુદરતે જાણે આ છોકરાને કપનાશક્તિવાળો કલાકાર બનાવવાનું નક્કી કર્યું હતું, અને પ્રવૃત્તિ કલ્પનાશક્તિને બુઠ્ઠી કરી નાખનારી વસ્તુ છે. જેમ કલ્પનાશક્તિ પ્રવૃત્તિને બુઠ્ઠી કરી નાખે છે! કૉલેજમાં પહોંચ્યા પછી, આધુનિક વિજ્ઞાન લેવું કે પ્રાચીન સાહિત્ય લેવું- એની પસંદગી કરવાની તેને આવી. તે બાબતમાં તેણે પોતાનાં માતાપિતાની પણ સલાહ લીધી. માતાને પુત્રની છાની રહેલી શક્તિઓમાં એટલો બધો વિશ્વાસ હતો કે, પોતાનો પુત્ર ગમે તે વિષય લેશે તોપણ ઝળકી આવશે જ, એમ માની તેણે તેને મનગમનું પસંદ કરી લેવાનું સૂચવ્યું. તેના પિતાને, તેથી ઊલટું, પુત્ર વિષે એટલો બધો અવિશ્વાસ હતો કે, તેણે તો તે કોઈ પણ વિષય લેશે તો પણ કશી જ ધાડ મારવાનો નથી, એમ માની, જેમ ફોડવું હોય તેમ ફોડી લે–એવો જ જવાબ આપ્યો! Page #16 -------------------------------------------------------------------------- ________________ આનાતોલ ફ્રાંસને, પોતાને, કેળવણીમાં આ બે વિષયો છેક જ છૂટા પાડી દેવાય, એ ગમતું ન હતું. તે માનતો કે, એમ કરવાથી હાનિ જ થાય છે: સાહિત્યથી છૂટું પાડેલું વિજ્ઞાન કેવળ યાંત્રિક કે હદયહીન બની રહે છે; અને વિજ્ઞાન વિનાનું સાહિત્ય કેવળ પોકળ શબ્દો બની રહે છે, કારણ કે, વિજ્ઞાનો જ સાહિત્યને સંભારરૂપ કાચો માલ બની રહે છે. તે કહેતો કે, આપણા રાજકારણીઓ માત્ર વિજ્ઞાનની જ તાલીમ પામેલા હોઈ, નરી યાંત્રિકતાથી જ ટેવાયેલા બની રહે છે, એટલે તેઓ સાચી રાજનીતિ આદરી કે આચરી શકતા નથી. તે માનતો કે થોડું ગ્રીક અને વધુ લેટિન સાહિત્ય કોલેજ-કક્ષાએ મળવું જ જોઈએ; અને જે માણસ પ્રાચીન સાહિત્ય-સંસ્કૃતિથી અણજાણ હોય, તેને રાજવહીવટમાં સ્થાન ન મળવું જોઈએ. . ગ્રેજ્યુએટ થયા પછી તે એક પ્રકાશન-સંસ્થામાં લાઇબ્રેરિયન અને 'રીડર તરીકે નિમાયો. અને ત્યાર બાદ ઈ. સ. ૧૮૭૬માં ફ્રેંચ સેનેટનો લાઇબ્રેરિયન નિમાયો. આ નિમણૂકથી તેની અભ્યાસી પ્રવૃત્તિ અને વૃત્તિ ઘણી વધી ગઈ. તેના આ જાતના અભ્યાસ-વ્યાસંગને કારણે તે પહેલેથી જ રૂઢિચુસ્ત પ્રકૃતિનો બનતો ગયો. ભૂતકાળની પરંપરાઓ અને માહિ – તીનો તેનો અભ્યાસ એટલો બધો હતો કે, તે ભવિષ્ય બાબતની ચિંતાથી જરાય સુબ્ધ થતો નહિ. તેને મન મુખ્ય કામ નવી કશી કલ્પના કરવા કરતાં, જે કંઈ પ્રાચીન કાળથી જણાઈ ચૂક્યું છે, તેને આચારમાંવર્તનમાં સ્થિર કરવું, એ જ હતું. અર્થાત્ મજબૂત અને સ્થિર રાજતંત્ર સ્થપાય, અને સાચી અને સારી બાબતો સુદૃઢ કરાય, એ જ કોઈ પણ રાજસત્તાનો મુખ્ય કાર્યક્રમ હોવો જોઈએ, એમ તે માનતો. માનવજાતનું ભલું કરવાની વિજ્ઞાનની શક્તિ વિષે તેને શંકા હતી. કારણ કે, વિજ્ઞાન માનવ પ્રકૃતિને બદલી શકતું નથી; અને Page #17 -------------------------------------------------------------------------- ________________ માનવ પ્રકૃતિ જો ન બદલાઈ, તો બીજું બહારનું કાંઈ બદલાય કે ન બદલાય તેથી શું ? કેળવણી સારાપણું નથી વધારતી; માત્ર ચાલાકી અને હોશિયારી જ વધારે છે. અને તેથી જ કેળવણી જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ ભ્રષ્ટાચાર અને છેતરપિડી જ જગતમાં વધતાં જાય છે, એમ તે માનતો. રાજકારણમાં પણ તે સારા અને ખોટાની પંચાતમાં પડવાને બદલે, રૂઢિ અને પરંપરાને જ પોતાનાં માર્ગદર્શક માનીને વર્તતો અને તેમાં જ ડહાપણ માનતો. પરંતુ ઈ. સ. ૧૮૯૫માં ફસ-કેસ આવ્યો. ફ્રેંચ લશ્કરના એક યહૂદી અમલદારે ગુપ્ત લશ્કરી માહિતી જર્મનીને વેચી હોવાનો આક્ષેપ તેના ઉપર મૂકવામાં આવ્યો. તેને સજા કરવામાં આવી અને ફ્રેંચ ગિયાનાના ‘ડેવિલ્સ આઇલૅન્ડ’ - ટાપુ ઉપર તેને દેશનિકાલ કરવામાં આવ્યો. પરંતુ થોડા જ વખતમાં, એ અમલદારને ખોટી રીતે, બનાવટી કાગળો ઊભા કરીને જ સજા કરવામાં આવી છે, એવો પોકાર ઊઠ્યો; અને બહાદુર ફેંચ લેખક એમિલ ઝોલાએ ‘હું આરોપ મૂકું છું” (“આઈ ઍકયુઝ') નામથી લખાણ કરીને, એ બધા પયંત્ર સામે પડકાર કર્યો. અત્યાર સુધી, આનાતોલ ફ્રાંસ, ઝોલાની નવલકથાઓનો બહુ કડવો ટીકાકાર હતો. ઝોલાની શૈલીને સુરુચિનો ભંગ કરનાર માનીને, ફોજદારી ગુના કરતાં પણ વધુ કારમાં ગુના તરીકે તે તેને વખોડ્યા કરતો. એણે એક વખત તો એમ પણ લખેલું કે, ઝોલા જભ્યો જ ન હોત તો સારું થાત! પણ ડ્રેફસ-મુકદ્દમા બાબત ઝોલાએ જે વલણ લીધું, તે આનાતોલ ફ્રાંસને સાચું લાગ્યું, અને તે તરત તેના ટેકામાં ખડો થઈ ગયો. ડ્રેફસને અન્યાય કરાવવામાં, ખ્રિસ્તી ધર્મતત્ર, લશ્કરી તંત્રને હાથમાં લઈ, પોતાની પહેલાંની સત્તા હાથ કરવા પ્રયત્ન કરેલો છે, એમ તેને લાગ્યું. અને એ વસ્તુ તેને ખતરનાક લાગી. Page #18 -------------------------------------------------------------------------- ________________ એટલે તે હવે મેદાનમાં કૂદી પડ્યો અને એ અંગે તેણે ખૂબ સાહિત્ય લખી લખીને બહાર પાડવા માંડ્યું. તેની કલમની તેજસ્વિતા અને ધાર બહુ તીવ્ર બનતાં ચાલ્યાં, અને લોકોનાં વિરોધી ટોળાંની ધાંધલથી ડર્યા વિના તે જુસ્સાદાર ભાષણ ઉપર ભાષણ આપવા લાગ્યો. આમ તેણે એ મુકદ્દમાની બાબતમાં બીજાઓ સાથે મળીને ભારે જંગ આદર્યો. છેવટે ડ્રેફસને છોડી મૂકવામાં આવ્યો તથા તેને તેની જગાએ ફરી સ્થાપિત કરવામાં આવ્યો, એટલું અહીં ઉમેરતા જઈએ. આનાતોલ ફ્રાંસની બાબતમાં આ મુકદ્દમો તેનું જીવન પલટી નાખનાર બન્યો. કારણ કે, અત્યાર સુધી માત્ર શંકાશીલ રહેનાર સ્કેપ્ટિક' મટી તે પોતાની કોઈ પણ શ્રદ્ધા કે માન્યતા માટે ઝૂઝનાર પક્ષકાર ચોદ્ધો બની રહ્યો; તથા પોતાનું સુખ સંભાળીને બેસી રહેનાર સ્વાર્થી વ્યક્તિવાદી મટી, પોતાના માનવબંધુની પડખે ઊભો રહી લડનાર સમાજવાદી બની રહ્યો. અને પહેલેથી જ સામાન્ય જનતા માટે તેના અંતરમાં પ્રશંસાભાવ અને પ્રેમ ભરેલાં હતાં. અને હવે તો તે પોતાની સાહિત્યકળાને પણ ‘કળા ખાતર કળા’ની વાત તજી, દલિત-પીડિત લોકોના પક્ષમાં વાપરવા ઉત્કંઠ થઈ ગયો; અને તે સોશિયાલિસ્ટ પાર્ટીનો સભ્ય બન્યો. સરકારે તેની કનડગત કરવામાં બાકી ન રાખી; પરંતુ તેથી જરા પણ ગભરાયા વિના તે પોતાના કામમાં મંડયો રહ્યો. લશ્કરવાદ અને સામ્રાજ્યવાદનો તે કટ્ટર દુશમન બન્યો, અને “ગોરું સંકટ’ એવું નામ દઈ, તેણે ગોરાઓના સામ્રાજ્યવાદને અને એશિયા આફ્રિકામાં તેમણે ઉપાડેલી અમાનુષી પ્રવૃત્તિને વખોડી કાઢ્યાં. અલબત્ત, ક્રાંતિકારીઓની પ્રવૃત્તિની પણ તે ટીકા નહોતો કરતો એમ નહિ. ‘રિવૉલ્ટ ઑફ ધ એન્જલ્સ' (૧૯૧૪) એ પુસ્તકમાં Page #19 -------------------------------------------------------------------------- ________________ ૫ તેણે બધી ક્રાંતિઓની સંકુચિત અને ભૂલભરેલી બાજુઓને વખોડતું સરસ રૂપક લખ્યું છે; અને ક્રાંતિ જીતે તથા પરિણામે એકને બદલે બીજી સત્તા આવે, તોપણ ખરેખર કશું બદલાતું નથી – એવું દુ:ખ તેમાં તેણે પ્રગટ કર્યું છે. - ૪ આનાતોલ ફ઼્રાંસ સાચા અર્થમાં તત્ત્વચિંતક-વિચારક-ફિલસૂફ હતો. છતાં તે માત્ર ફિલસૂફ કરતાં કે માનવમુક્તિના પક્ષમાં લડનાર એક યોદ્ધા કરતાં પણ વિશેષ હતો – તે એક જાદૂર હતો. એક કલાકાર તરીકે જ તે તેની પેઢીમાં – તેના જમાનામાં સર્વોચ્ચ પદે બિરાજ્યો હતો. તેની કલ્પનાશકિત એવી અદ્ભુત હતી કે, ભૂતકાળની બીનાઓને તે પોતાની કલ્પના સમક્ષ બિલકુલ તાદૃશ કરી દેતો અને પછી પોતાની અનુપમ શૈલીમાં તે એવું નિરૂપણ કરતો કે, એ બાબતમાં કોઈ તેને પહોંચી જ ન શકે. પોતાના લખાણની દરેક લીટીમાં – દરેક પાનની અંદર તે પોતાના અંતરનો સઘળો પ્રેમ અને સઘળી કાળજી રેડી દેતો. એમ ન કરવું એને જ બલ્કે તે ફોજદારી ગુના જેવો અપરાધ માનતો. માનવજાત માટે પ્રેમ, અને સંપૂર્ણ સુંદર ગદ્યલેખન, એ જ તેને માટે ધર્મરૂપ બનેલી ચીજો હતી. શૈલીને જ તે વિચારને ધારણ કરનારું અને સાચવી રાખનારું સુવર્ણ-પાત્ર માનતો. નવા વિચારો સર્જવાના હોતા જ નથી; તે બધા તો જુગજૂના ચાલ્યા આવે છે; પરંતુ તેમને નવી શૈલીમાં રજૂ કરવા, એ જ એકમાત્ર સર્જન માણસ માટે બાકી રહે છે, એમ તે કહેતો. આનાતોલ ફ઼્રાંસે પોતાના જમાનાના કોઈ પણ લેખક કરતાં સુંદર સાહિત્ય સર્જન કર્યું છે. તેની શૈલીની અનોખી મહેક પોતાના માદક જાદુથી આપણને એક પ્રકારના ઘેનમાં નાખી દે છે. શૈલીની અંદરના સૂક્ષ્મ વિચારને પણ એ નમણો દેહ આપે છે. આમ આંતરિક સૂક્ષ્મ વિચાર અને સુંદર શૈલીનો તેને મળેલો અનોખો Page #20 -------------------------------------------------------------------------- ________________ બાહ્ય દેહ, એ બે મળીને સત્ય અને સૌંદર્યનો એવો સુસંવાદ ઊભો કરે છે, જેથી તે શિવ-તત્ત્વ-સભર બની રહે છે. ૧૯૧૪માં વિશ્વયુદ્ધ આવ્યું ત્યારે તેની ઉંમર ૩૦ વર્ષની હતી, છતાં તેણે સ્વયંસેવક તરીકે નામ નોંધાવ્યું. ફ્રાંસ દેશ જેવો સુંદર સંસ્કૃતિનો ધારક દેશ પશુબળથી નારાજ થઈ રહે, એ વસ્તુ જ તેનાથી સહન થઈ શકી નહિ. પરંતુ ન્યાય, શાંતિ અને એકત્રિત યુરોપના તેના સ્વપ્નમાંથી વર્સોઇલ્સના કરારે તેને જગાડ્યો. આખા યુરોપને લશ્કરી વિનાશમાં ધકેલનાર આફત ઊભી કરનારા લોકોના હાથમાં જ બધી લગામ પાછી આવેલી જોઈ, તેને અત્યંત નિરાશા થઈ. અને તેથી રશિયાની સામ્યવાદી ક્રાંતિ તરફ તે કંઈક આશાની નજરે નિહાળવા લાગ્યો. તેને લાગ્યું કે, એ ક્રાંતિમાં ગમે તેવી ભૂલો કે હિંસા ભર્યા હશે છતાં, એ વસ્તુ આખા યુરોપને સુધરવા અથવા મટવા માટેના પડકારરૂપ તો નીવડવાની જ. એટલે તેણે ૧૯૨૧માં પોતાને મળેલા સાહિત્ય માટેના નોબેલ પ્રાઈઝની ૪૦,૦૦૦ ફૂાંક જેટલી રકમ રશિયાના પીડિત લોકોને રાહત માટે આપી દીધી. અલબત્ત, તેનું સામ્યવાદ-તરફી વલણ જોઈ ફ્રેચ-અકાદમીએ નૉબેલ-પ્રાઈઝ મેળવવા બદલ તેનો જાહેર સત્કાર કરવાનું માંડી વાળ્યું. પરંતુ ૧૯૨૪માં ૮૦ વર્ષની ઉંમરે તે જ્યારે ગુજરી ગયો, ત્યારે ફ્રાંસના પ્રમુખ અને વડા પ્રધાન પણ તેની કફન-પેટી આગળ વિદાય અર્પવા સવારથી સાંજ સુધી ચાલુ રહેલા દર્શનાર્થીઓમાં જોડાયા; અને તેની સ્મશાનયાત્રા નીકળી, ત્યારે પાંચ માઈલ સુધીનો રસ્તો, પાંચથી માંડી દશ માણસ સુધીની ઘેરી પંક્તિઓમાં ધીરજપૂર્વક રાહ જોતા ઊભા રહેલા હજારો લોકોથી છવાઈ રહ્યો હતો. વિકટર હૃગોના મૃત્યુ પછી કૂસે બીજા કોઈ પોતાના સપૂતને આટલું માન આપ્યું ન હતું, કે તેને માટે આટલું કલ્પાંત કર્યું ન હતું. Page #21 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ કિંચ લેખક આનાતાલ સની નવલકથા થાઈ”] ખંડ ૧ લે Page #22 -------------------------------------------------------------------------- ________________ Page #23 -------------------------------------------------------------------------- ________________ નાઈલ-કાંઠાના તપસ્વીઓ ઈસ્વી સનનાં આદિ સૈકાના સમયની વાત છે. તે દિવસોમાં કેટલાક તપસ્વીઓ મિસરના વેરાન રણ-વિસ્તારમાં વસવાટ કરીને રહેતા હતા. નાઈલ નદીને બંને કાંઠે, માટીથી છાંદેલી ડાળખીઓની બનાવેલી એ એકાંતવાસીઓની ઝૂંપડીઓ, એકબીજથી ઠીક ઠીક દૂર પથરાયેલી હતી, – જેથી તપસ્વીઓના એકલવાસમાં વાંધો ન આવે, અને છતાં જરૂર પડયે એકબીજાને મળી શકાય. આ તપસ્વીઓ તેમ જ સાધુઓ કઠોર સંયમી જીવન જીવતા. સૂર્યાસ્ત થતા પહેલાં તેઓ કશો આહાર ન લેતા; અને લે ત્યારેય લૂખી રોટી, મીઠું અને ભાજીપાલો. કેટલાક તો કાંઠાથી વધુ દૂર વેરાનમાં ઊંડે ચાલ્યા જતા અને ત્યાં કોઈક ગુફામાં કે પુરાણી કબરોનાં નિર્જન ખંડેરમાં વસવાટ કરી, વધુ રહસ્યમય તપસ્વી જીવન ગાળતા. મૂળપુરુષ આદમે કરેલા પાપને કારણે માનવમાત્રમાં ઊતરી આવેલી કામવૃત્તિને ડામવા તેઓ શરીરને કશાં સુખ-સગવડ તો ન જ ભોગવવા દેતા; પરંતુ આજના જમાનામાં અનિવાર્ય આવશ્યકતારૂપ ગણાય એવી શરીરની સામાન્ય દરકાર પણ તેઓ ન લેતા. તેઓ એમ માનતા કે, આપણાં શારીરિક અંગોને જે કાંઈ તકલીફો થાય, તેથી આપણા અંતરાત્માની શુદ્ધિ થાય છે, અને તેના ઉપર જામતા ઘા કે ચાંદાં જેવી બીજી કશી આધ્યાત્મિક શોભા શરીરની હોઈ શકે નહીં. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તપસ્યા અને નિગ્રહ સ્વર્ગના ફિરસ્તાઓ જુવાનોનું રૂપ ધરી, હાથમાં દંડવાળા મુસાફરો તરીકે આ તપસ્વીઓની મુલાકાતે આવતા. બીજી બાજુ અસુરો યુથોપિયાના વતનીઓનાં કે જાનવરોનાં રૂપ લઈ, તેમનું પતન સાધવા, તેમની ઝુંપડીઓની આસપાસ ભટક્યા કરતા. સવારના જયારે સાધુઓ ઝરણામાં પોતાનો ઘડો ભરવા જાય, ત્યારે તેઓ રેતીમાં પડેલાં તેમનાં પગલાં જોતા. થિÁદની ભૂમિ, આમ, સર્વ કાળ, અને ખાસ કરીને રાતે, સ્વર્ગ અને નરક, દેવ અને અસુર વચ્ચેના તુમુલ યુદ્ધનું રણક્ષેત્ર બની રહેતી. * તપસ્વીઓને અસુરો કેવાય મનોહર રૂપો ધારણ કરીને પણ દેખા દેતા;- જોકે, અસુરો આમ તો બહુ કદરૂપા હોય છે! પરિણામે, થિબૈદના તપસ્વીઓને પોતાની ઝૂંપડી-કોટડીઓમાં કોઈ કોઈ વાર કામભોગના એવા ઉન્માદક આભાસો કે અનુભવો પ્રાપ્ત થતા, જેવા તે જમાનાના ભોગવિલાસી લોકોને કદી કલ્પનામાં પણ આવ્યા ન હોય. તપસ્વીઓ તે આભાસો સામે ઈશ્વર અને ફિરસ્તાઓની મદદથી, ઉપવાસ, પ્રાર્થના અને કઠોર દેહદંડનની તાકાતથી, આત્મરક્ષણ કરતા. આ રણ-પ્રદેશના વૃદ્ધ તપસ્વીઓનો પ્રભાવ સૌ પાપીઓ અને નાસ્તિકો સુધી જાણીતો હતો. તપસ્વીઓનું સત કોઈ કોઈ વાર કારમું નીવડવું કહેવાતું. સાચા અને એકમાત્ર ઈશ્વર સામેના બધા અપરાધોની સજા કરવાની સત્તા તેમને ધર્મ-દૂતો તરફથી જાણે મળ્યા કરતી; અને જેને તેઓ સજા કરે, તેને તેમાંથી બચાવવાની પૃથ્વી ઉપર કોઈની તાકાત નહોતી. આ સંતોમાંના એકે, પોતાના દંડ વડે કેટલાક દુષ્ટ પાપીઓને પ્રહાર કરતાં જ, પૃથ્વી ફાટીને કેવી રીતે તેમને ગળી ગઈ, એવી અદભુત વાતો અલેકઝાડ્યિા સુધીનાં નગરોમાં પહોંચતી અને લોકોમાં પ્રચાર પામતી. તેથી બધા દુરાચારીઓ આ લોકોથી બીતા જ રહેતા – ખાસ કરીને ભાંડભવૈયાઓ, ગુરુ-ઘંટાલો, પરણેલા પાદરીઓ અને વેશ્યાઓ. Page #25 -------------------------------------------------------------------------- ________________ નાઈલ-કાંઠાના તપસ્વીઓ સંત ઍન્થની* સો વર્ષથી વધુ ઉંમરના થતાં, પોતાના બે પ્રિય શિષ્યો સાથે કોઝિન પર્વત ઉપર ચાલ્યા ગયા. એટલે આખા પ્રદેશમાં સાધના-તપસ્યાની બાબતમાં પૅફનુશિયસ કરતાં વધુ વિખ્યાત કોઈ તપસ્વી રહ્યો નહિ. ઍફનુશિયસ ઍન્ટિનોના મહંત તરીકે ઓળખાતી. બીજા મહંતોના અનુયાયીઓની સંખ્યા ભલે ઘણી મોટી હશે, અને પોતપોતાના મઠોની આધ્યાત્મિક અને ભૌતિક હકૂમતની બાબતમાં ભલે તેઓ પૅફનુશિયસથી વધુ પ્રભાવશાળી ગણાતા હશે; પરંતુ તપસ્યાની બાબતમાં પંફનુશિયસ તેઓથી કયાંય આગળ હતો. તે ઘણા આકરા ઉપવાસો કરતો અને ઘણી વાર તો લાગલગાટ ત્રણ દિવસ સુધી કશું મોઢામાં મૂકતો નહિ. તે વાળનું ઘણું ખરબચડું કુરતું પહેરતો, દેહદમન માટે સવારસાંજ પોતાની જાતને ચાબૂકથી ફટકારતો, અને જમીન તરફ મોં રાખી કલાકો સુધી (રુદન-મુદ્રામાં) પડી રહેતો. તેના ચોવીસ શિષ્યોએ તેની ઝૂંપડીની પાસે જ પોતાની ઝુંપડીઓ બાંધી હતી. તેઓ પણ તેની તપસ્યાઓનું અનુકરણ કરતા. ઈશુ ખ્રિસ્તનાં સંતાનો તરીકે પૈફનુશિયસ એ સૌને વહાલપૂર્વક ચાહતો અને સત્કૃત્યો કરવા તેમને નિરંતર આગ્રહ કર્યા કરતો. તેનાં આધ્યાત્મિક સંતાનોમાં એવા માણસો પણ હતા, જેઓ વર્ષો સુધી નામીચા લુટારુઓ હતા; પરંતુ, આ પવિત્ર મહંતના ઉપદેશથી તેમણે સાધુજીવન સ્વીકાર્યું હતું, અને અત્યારે તો પિતાની સાધનાઓથી તેઓ પોતાના સાથીઓને પણ પ્રેરણારૂપ થઈ પડયા હતા. * ઈજિપ્તને આ સંતપુરુષ ખ્રિસ્તી સંતમાળામાં મુખ્ય એક ગણાય છે. તેમને જન્મ ઈ.સ. ૨૫૧ આસપાસ મનાય છે. તપસ્યાની બાબતમાં આ સંતે હદ કરી હતી, એવી નામના છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તપસ્યા અને નિગ્રહ પૈફનુશિયસ પોતાના શિષ્યોને ઉપદેશ આપવામાં અને વિવિધ તપસ્યાઓમાં પોતાનું જીવન ગાળતો. પવિત્ર-શાસ્ત્રનાં સુવાક્યો ઉપર તે ઘણી વાર ચિંતન-મનન કર્યા કરતો અને તેમના બાહ્ય અર્થ પાછળ છુપાયેલ રૂપકના ગૂઢાર્થનો ફોટ કરવાની બાબતમાં તે ઘણો પાવરધો હતો. આમ, તે જુવાન હતો તેમ છતાં, સાધનાની બાબતમાં ઘણો આગળ વધેલો હતો. સાધુ-તપસ્વીઓ ઉપર તુચ્છકારપૂર્વક હુમલા કરનારાં આસુરી સર્વી તેની નજીક ટૂંકવાની પણ હિંમત કરી શકતાં નહિ. રાતે સાત નાનાં શિયાળવાં, કાન ઊંચા કરી, ચંદ્રના પ્રકાશમાં તેની ઝૂંપડી બહાર, હાલ્યા ચાલ્યા વિના ચૂપ બેસી રહેતાં. તે સાતેય શિયાળો ખરી રીતે સાત અસુર હતાં. પરંતુ ઍફનુશિયસના સતના કારણે, તેઓ ઝૂંપડીનો ઊમરો ઓળંગી અંદર દાખલ થઈ શકતાં ન હતાં, એમ મનાતું. ઍફશિયસ મૂળે એલેકઝાન્ડ્રિયાનાં ખાનદાન માતપિતાને ત્યાં જન્મ્યો હતો. તેઓએ તેને બધી ભૌતિક વિદ્યાઓની તાલીમ અપાવી હતી. કવિઓનાં સાહિત્ય-જૂઠાણાંથી પણ તે એક વાર ખેંચાયો હતો, અને શરૂઆતના દિવસોમાં તો તે પંડિત-ફિલસૂફો સાથે ઈશ્વરનું સ્વરૂપ, તેના ગુણો અને તેના અસ્તિત્વ બાબત પણ ચર્ચાઓ કરતો. પછી તો તેણે, બિન-ધર્મો નાસ્તિકોની રીતે, ભોગવિલાસનું જીવન જ આદર્યું હતું. તે પોતાના એ પૂર્વજીવનની વિગતોને શરમ અને ત્રાસની લાગણી સાથે જ યાદ લાવી શકતો. તે પોતાના તપસ્વી-બંધુઓને કહેતો, “તે દિવસોમાં હું વિવિધ ભોગવિલાસોના ચરુમાં સિઝાતો હતો.” એ પ્રમાણે વીસ વર્ષની ઉંમરનો થયો, ત્યાં સુધી તે એ જમાનાના ચાલુ વિલાસી જીવનમાં મશગૂલ રહ્યો. છેવટે મૅક્રિનસબુવાના ઉપદેશોથી પલટાઈને તે નવો માણસ બની રહ્યો. Page #27 -------------------------------------------------------------------------- ________________ ध्यायतो विषयान् पुंसः ૧૩ તેણે ક્રૂસ ઉપર ચડાવેલ ઈશુ ખ્રિસ્તને પોતાના ઇષ્ટ ધ્યાન-દેવ તરીકે સ્વીકાર્યા; અને તેમના નામ પર પોતાની બધી મિલકત વેચી નાખી, તથા ઊપજેલા પૈસા દાનમાં વહેંચી દઈ, સાધુજીવન સ્વીકાર્યું. પછી તેણે માણસોથી દૂર દશ વર્ષ ગાળ્યાં; તે દરમ્યાન તેણે મિથ્યા સુખોના વેગમાં અટવાવાને બદલે, પશ્ચાત્તાપનાં રસાયણોમાં પોતાના શરીરને લાભદાયક રીતે તાવ્યું અને ગાળ્યું. ध्यायतो विषयान् पुंसः પોતાના નિત્ય નિયમ મુજબ, એક દિવસ પૅનુશિયસ, ઈશ્વરથી જુદાઈમાં પોતે ગાળેલા દિવસા યાદ લાવી લાવી, પોતાનાં પાપોને એક પછી એક તપાસતો હતો, જેથી એ પાપોની ભીષણતા ઉપર પોતે વધુ સારી રીતે પશ્ચાત્તાપ કરી શકે. એવામાં તેને યાદ આવ્યું કે, અલેક્ઝાન્ડ્રિયાના એક થિયેટરમાં તેણે થાઈ નામની એક અતિ સુંદર નટી જોઈ હતી. તે સ્રી કશા સંકોચ વિના જાહેર મેળાવડાઓમાં હાજર થઈ એવા નાચ કરતી, કે જે દરમ્યાન કુશળતાપૂર્વક દાખવેલી અંગભંગી પ્રેક્ષકોમાં કારમો કામોન્માદ ફેલાવી દેતી. કેટલીક વાર તો નાસ્તિકોની દેવીઓએ કરેલાં ભયંકર પાપી ચરિત્રોનો અભિનય પણ તે કરતી. કેટલાય સુંદર જુવાનિયાઓ કે તવંગર વૃદ્ધો કામવાસનાથી પ્રેરાઈ તેને બારણે પુષ્પમાળ લટકાવવા આવતા, ત્યારે તેમનું તે સ્વાગત કરતી અને પોતાનું શરીર તેમને સોંપતી. આમ, તે પોતાના અંતરાત્માનું અકલ્યાણ તો કરતી જ હતી; પણ સાથે સાથે બીજા કેટલાયની અધોગતિ સાધતી. 9 Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૪ • તપસ્યા અને નિગ્રહ અરે, ઍફનુશિયસને તો તેણે પોતાના મોહપાશમાં લગભગ ખેંચી જ લીધો હતો. એક દિવસ તે થાઈને ઘેર જઈ પહોંચ્યો હતો. પરંતુ તેના ઘરના ઊમરા આગળ જ તે થોભી ગયો: કંઈક તો પોતાની એક નાની ઉંમર (તે એ વખતે પંદર વર્ષનો હતો,)– તેને લીધે સ્વાભાવિક રીતે હોતા શરમાળપણાને લીધે; અને કંઈક પોતાની પાસે પૈસા ન હોવાથી પોતાને પાછો ધકેલી કાઢવામાં આવશે એ બીકે !– કારણ કે, તે ઉડાઉપણે બહુ ખર્ચ કરી ન નાખે, તેની તેનાં માબાપ પૂરી કાળજી રાખતાં. આમ, ઈશ્વરે પોતાની કૃપાળુતાથી તેને એક મહાપાપ કરતો આ બે બાજાએથી રોકી લીધો હતો. પરંતુ. ઍફનુશિયસે તે વખતે ઈશ્વરનો જરાય આભાર માન્યો ન હતો; કારણ કે, તે વખતે તો તે પોતાના સાચા હિત પ્રત્યે સદંતર અંધ હતો; અને તેને ખબર પણ ન હતી કે, મિથ્યા સુખોની કામના કરતો પોતે મહાપાપમાંથી બચી ગયો હતો. પણ અત્યારે તો પોતાની ઝૂંપડીમાં પવિત્ર ફૂસ-મૂર્તિની સામે ઘૂંટણિયે પડીને – કારણ કે, એ ક્રૂસમૂર્તિ આખા જગતને તેના મહા પાપભારમાંથી છોડાવવા ઈશુએ આપેલા મહાબલિદાનના પ્રતીકરૂપ હતી,-ૉફનુશિયસે થાઈનો વિચાર કરવા માંડયો. પોતાના પાપ અને અજ્ઞાનના દિવસોમાં, એ સ્ત્રીએ પોતાને ભયંકર તથા કારમાં ઇંદ્રિયસુખો પ્રત્યે લલચાવ્યો હતો, તે બીના ઉપર તેણે લાંબો વખત ચિંતન કર્યું. થોડો વખત એ રીતના ધ્યાન-ચિંતન બાદ, થાઈની આકૃતિ તેને સ્પષ્ટ અને ચોખ્ખી દેખાવા લાગી. પહેલાં જ્યારે થાઈએ તેને પોતાના સર્વાગીણ સૌંદર્યથી આકર્મો હતો, તે વખતે તેણે તેને જેવી જોઈ હતી, બરાબર તેવા જ આબેહૂબ સ્વરૂપે તે તેને અત્યારે પાછી દેખાવા લાગી. પેફનુશિયસ પોતાની છાતી કૂટતો બોલી ઊઠયો “હે ઈશ્વર! તમે સાક્ષી છો કે, મારું પાપ કેવું કરપીણ હતું, એનું જ હું અત્યારે ચિંતન કરી રહ્યો છું, કોઈ સ્ત્રીનાં મોહક Page #29 -------------------------------------------------------------------------- ________________ ध्यायतो विषयान् पुंसः ૧૫ અંગોનું નહિ! હું આ સ્ત્રીનો કંઈકે વિચાર કરું છું, તે એ કારણે કે, એ તારી કૃતિ – તારું સર્જન છે. હે પ્રભુ, એ સ્ત્રી પણ તારા મુખની ફૂકથી સજીવ નથી બની? તારું એ અનોખું સર્જન અનેક નાગરિકો અને અજાણ્યાઓને લોભાવતું અને તેઓની સાથે પાપ આચરતું ન રહો! મારા હૃદયમાં તે યુવતી માટે મહાઅનુકંપા ઊભરાઈ રહી છે. તેના તિરસ્કાર-પાત્ર દુરાચારોની કલ્પના કરતાં પણ મારું લોહી થીજી જાય છે. અરેરે ! જમડાઓ તેને શાશ્વત કાળ માટે કેટલી કેટલી યાતનાઓમાં તાવશે! મારું અંતર એ વાતનો વિચાર કરતાં ભાગી પડે છે.” ધીમે ધીમે મૃદુ પુછપશય્યા ઉપર આડી પડેલી, સૌંદર્ય-રાણી થાઈની આકૃતિ તેની સમક્ષ સાકાર થવા લાગી. અચાનક ઑફનુશિયસે પોતાના પગ આગળ એક નાના શિયાળને સૂતેલું જોયું. એ જોઈને તેને ખૂબ નવાઈ લાગી; કારણ કે તેની ઝૂંપડીનું બારણું સવારથી બંધ જ હતું. એ પ્રાણી જાણે મહંતના વિચારો વાંચી શકતું હોય તેમ, કૂતરાની પેઠે પોતાની પૂંછડી પટપટાવતું હતું. ઍફનુશિયસે ગભરાઈને તેની સામે ક્રૂસની મુદ્રા કરી, તેની સાથે જ એ પ્રાણી અલોપ થઈ ગયું. ત્યારે તેને ખબર પડી કે, પહેલી વાર સેતાન તેની કોટડીમાં પ્રવેશવા શક્તિમાન થયો હતો. Page #30 -------------------------------------------------------------------------- ________________ ભલે સાધુ પેલેમાન બીજી સવારે, ફશિયસ પોતાનાં પૂજા-પાઠ પરવારીને, થોડે દૂર રહેતા પૅલેમૉન નામના એક વૃદ્ધ સાધુની મુલાકાતે જવા નીકળ્યો. પૅલેમોન પોતાની હંમેશની રીત મુજબ, શાંતિથી, ધીમે ધીમે મરકતે ચહેરે, પોતાની નાનીશીક વાડીની જમીન ખોદતો ગોડતો હતો. ઈશ્વરનો જય થાઓ! ભાઈ પૈફનુશિયસ,” પેલેમોને કોદાળીને ટેકે ઊભા રહી તેનું સ્વાગત કર્યું. “ઈશ્વરનો જય થાઓ! ભાઈ, તમને શાંતિ પ્રાપ્ત થાઓ!” ઍફનુશિયસે જવાબ આપ્યો. તમે પણ ભાઈ એવી જ શાંતિ પામો,” એમ કહી, પેલેમોને કપાળ ઉપરથી પોતાની બાંય વડે પરસેવો લૂછી નાખ્યો. ઍફનુશિયસે કહ્યું, “ભાઈ પૅલેમૉન! આપણી બધી વાતચીત ઈશ્વરને અર્થે જ હોવી જોઈએ; કારણ કે, ભગવાનને નામે જ્યાં જ્યાં બે કે ત્રણ જણ ભેગા થાય છે, ત્યાં પોતે પણ હાજર રહેવાનું ભગવાનનું બિરુદ છે. હું પણ મહાન ઈશ્વરની સુકીર્તિ વધે એવી એક યોજનાની વાત કરવા જ તમારી પાસે આવ્યો છું.” ભાઈ પૅફશિયસ, ઈશ્વર તમારી યોજના ઉપર આશીર્વાદ વરસાવો – જેમ તે મારી આ વાડી ઉપર દર સવારે ઝાકળરૂપે પોતાની કૃપા વરસાવે છે, જેથી મને મબલક તડબૂચ અને કાકડી પ્રાપ્ત થાય છે. તેમની તે કૃપાળુતાનાં ગુણગાન નિરંતર હું ગાઉં છું. ૧૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ ભલો સાધુ પૅલેમૉન ૧૭. આપણાં અંતરને પીડતી ઉદ્ડ વાસનાઓથી તે આપણને સુરક્ષિત રાખે તે માટે પણ, ભાઈ, આપણે તેની સ્તુતિ કર્યા કરવી જોઈએ. એ વાસનાઓ જ્યારે આપણામાં વ્યાપી રહે છે, ત્યારે આપણે પીધેલા ઉન્મત્ત માણસ જેવા બની જઈએ છીએ અને સતત આમથી તેમ અડબડિયાં ખાઈએ છીએ. “કેટલીક વાર એ વાસનાઓ માણસને અનોખી લહેરમાં ઉછાળી નાખે છે. તેવો માણસ પછી પોતાનાં ખડખડાટ હાસ્યોથી વાતાવરણને ગજવી મૂકે છે. એ જૂઠો આનંદ પાપીને બધી જાતનાં દુષ્કૃત્યો કરવા તરફ દોરી જાય છે. પરંતુ કેટલીક વખત અંતરાત્મા તથા ઇંદ્રિયોના એ વિકારો આપણને ઘેરી ખિન્નતામાં પણ ગરકાવ કરી દે છે; અને એ ખિન્નતા તો પેલા ઉન્મત્ત આનંદ કરતાં પણ વધુ ભયંકર વસ્તુ છે. ભાઈ પૅફશિયસ, હું તો એક પામર પાપી માણસ છું. પરંતુ મેં મારા દીર્ધા જીવનમાં જોયું છે કે, એ ખિન્નતા જેવો તપસ્વીનો બીજો કોઈ ખરાબ દુશ્મન નથી. મારો કહેવાનો અર્થ એ છે કે, એ હઠીલી ખિન્નતા અંતરાત્મા ઉપર ધૂમસની જેમ છાઈ રહે છે, અને ઈશ્વરના પ્રકાશને પ્રગટતો રોકે છે. એના જેવું મુક્તિનું ઘાતક બીજું કાંઈ નથી. સેતાન જો આપણને માત્ર સુખપૂર્ણ ઉજજવળ આકર્ષણો જ મોકલી શકતો હોત, તો તો આપણે અત્યારે તેનાથી બીએ છીએ તેના કરતાં અર્ધા પણ બીતા રહેવું ન પડત. - “આપણા પિતા-ગુરુ સંત ઍન્થની જ્યારે આપણી વચ્ચે રહેતા હતા, ત્યારે મને તેમનો પરિચય હતો. તે પોતાના શિષ્યો સાથે હંમેશ ખુશમિજાજથી રહેતા; તેઓ કદી ખિન્નતાને વશ થતા નહિ. પણ ભાઈ, તમે તો તમારા મનમાં ઘડેલી કોઈ યોજનાની વાત મને સંભળાવવા આવ્યા છો, ખરું ને? તેને બદલે હું જ ગાંડુંઘેલું બધું તમને સંભળાવવા લાગી ગયો ! હવે ભાઈ, મને મૂરખને તમારી યોજના ત.-૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તપસ્યા અને નિગ્રહ કહી સંભળાવો,– કારણ કે, તમે કહો છો તેમ, તે યોજના ઈશ્વરની સુકીર્તિ વધારવા અર્થે જ હશે.” ભાઈ પૅલેમૉન, હું જે કંઈ યોજના રજૂ કરું છું, તે ખરેખર ઈશ્વરની સુકીર્તિ અર્થે જ છે. એટલે તમે તમારી સલાહ-સૂચનથી મારા નિરધારને સુદૃઢ બનાવજો. તમે ઘણી ઘણી સૂક્ષ્મ બાબતો જાણો છો, તથા પાપ તમારા ચિત્તની નિર્મળતાને કદી કલુષિત કરી શકતું નથી.” ભાઈ પૈફનુશિયસ, હું તો તમારા જોડાની દોરી છોડવા માટે પણ લાયક નથી; અને મારાં પાપો તો આ રણની રેતીના કણ કરતાં પણ અસંખ્ય છે. પરંતુ, હું ઘરડો માણસ છું, એટલે મારા અનુભવમાંથી કાંઈ મદદ તમને આપી શકાતી હશે, તો પાછો નહીં પડું.” “તો ભાઈ પૅલેમૉન, હું તમારા ઉપર વિશ્વાસ મૂકીને મારા મનની વાત કહી દઉં: એલેકઝાન્ડ્રિયામાં રહેતી થાઈ નામની ગણિકા પાપાચારમાં જ જીવી રહી છે, અને લોકોને માટે પણ પાપનું દ્વાર બની રહી છે. તેનો વિચાર કરતાં મને ખરેખર બહુ ખેદ થાય છે.” ભાઈ પૅફનુશિયસ, ખરેખર, એ મહા-પાપને તો જેટલું વખોડીએ તેટલું ઓછું. બિન-ધર્મીઓમાં એવી કેટલીય સ્ત્રીઓ એ જાતનું જીવન જીવતી હોય છે. તો, એ કારમા અનિષ્ટને સુધારવાનો કોઈ ઉપાય તમે વિચારી કાઢયો છે શું?” ' “ભાઈ પૅલેમૉન, હું અલેક્ઝાન્ડ્રિયા જઈ, એ સ્ત્રીને મળીને, ઈશ્વરની કૃપાથી તેનો હૃદયપલટો કરવા માગું છું. મારા એ નિરધાર સાથે તમે સહમત થાઓ છો?” ભાઈ પૅફનુશિયસ, હું તો એક કંગાળ પાપી માણસ છું; પરંતુ આપણા પિતા-ગુરુ સંત ઍન્થની કહેતા કે, “તમે જે જગાએ હો, ત્યાંથી બીજે જવા ઉતાવળા ન થતા.” Page #33 -------------------------------------------------------------------------- ________________ ભલો સાધુ પૅલેમૉન ૧૯ “ભાઈ પૅલેમોન, તો શું તમે મારી યોજના સાથે સહમત થતા નથી?” ઑફનુશિયસે આતુર ભાવે પૂછયું. “ભાઈ ફશિયસ, તમારા જેવા ધર્મ-બંધુની બાબતમાં બદઇરાદાનો વહેમ લાવું, તો ઈશ્વર મને સજા કરે. પણ પિતાજી ઍન્થનીએ એમ પણ કહ્યું હતું કે, ‘માછલાં જેમ સૂકી જમીન ઉપર મરી જાય છે, તેમ જે સાધુઓ પોતાની ઝૂંપડી છોડી સંસારી મનુષ્યોમાં ભળવા જાય છે, તેમનું પણ થાય છે. કારણ કે, સંસારી મનુષ્યોમાં એક સારી વાત હોતી નથી.” આટલું કહી, એ બુઢ્ઢો માણસ ફળથી લચી ગયેલા અંજીરના ઝાડની આસપાસ કોદાળી વડે પાછો ખોદવા લાગી ગયો. તે એ કામે લાગ્યો હતો, એટલામાં બાજુનાં ઝાડવાં તરફ કશો સળવળાટ થતો સંભળાયો. એક હરણું બગીચાની વાડ ઠેકીને અંદર આવ્યું, અને બુટ્ટા પેલેમોન પાસે દોડી જઈ, તેણે પોતાનું મનોહર માથું, તેમની છાતી ઉપર ઢાળી દીધું. રણ-વેરાનનાં આ હરણાં ઈશ્વરની કેવી યાદ અપાવે છે!” એટલું બોલી પેલેમોન પોતાની ઝૂંપડીમાં ગયો. પેલું હરાણું પણ નાજુક પગે ઠેક ઠેકતું તે તરફ વળ્યું. બુઢ્ઢો અંદરથી કાળી રોટી લઈ આવ્યો, જે પેલું તેના હાથમાંથી સીધું ખાવા લાગ્યું. ઍફનુશિયસ થોડો વખત વિચારમાં પડી જઈ, પોતાના પગ પાસેના પથરાઓ ઉપર આંખો સ્થિર કરી ઊભો રહ્યો. પછી પોતે સાંભળેલી વાત ઉપર વિચાર કરતો તે પોતાની ઝૂંપડીએ પાછો ફર્યો. રસ્તામાં તેના મનમાં ભારે ગડમથલ મચી રહી હતી : એ બુઢ્ઢો તપસ્વી સારી સલાહ આપે છે, તે સમજદાર છે. મારો ઇરાદો ડહાપણભર્યો છે, એવું તે માનતો લાગતો નથી. છતાં થાઈને જકડી રાખનાર સંતાનના પંજામાં તેને હજુ જકડાયેલી રહેવા Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તપસ્યા અને નિગ્રહ દેવી, એ તો નરી ક્રૂરતા કહેવાય. ઈશ્વર મને સાચી સલાહ અને માર્ગદર્શન આપે!” ઍફશિયસ રસ્તે રસ્તે ચાલ્યો આવતો હતો, એટલામાં તેણે એક હૂવર પંખીને પારધિએ રેતી ઉપર બિછાવેલી જાળમાં સપડાયેલું જોયું. તે માદા-પંખી હતું, અને તેનો નર જાળ ઉપર ઊડી ઊડીને એક પછી એક દોરીઓ કાપતો હતો. પંફનુશિયસે જોયું કે, પેલી માદા બહાર નીકળી શકે એટલું બાકોરું જાળમાં પડ્યું, ત્યાં સુધી નર-પંખી પોતાના પ્રયાસમાં મચ્યું રહ્યું. ઑફનુશિયસે આ બધું લક્ષપૂર્વક નિહાળ્યું. પોતાના સંતપણાને લીધે તેને કુદરતી બનાવો પાછળ રહેલું ગૂઢ , રહસ્ય સમજાઈ જતું; એથી આ દાખલામાં તેને લાગ્યું કે, આ જાળમાં સપડાયેલું પંખી તે ખરેખર થાઈ છે; તે પાપ રૂપી જાળમાં ફસાયેલી છે; અને નર-પંખીએ જેમ એ જાળની દોરીઓ પોતાની ચાંચ વડે તોડી નાખી, તેમ જ પોતે પણ થાઈ જે અદૃશ્ય બંધો વડે પાપમાં જકડાઈ રહી છે તે બધા, પોતાની વાણીની શક્તિ વડે, જરૂર કાપી નાખી શકશે. તેણે આ પારખાને માટે ભગવાનનો આભાર માન્યો, અને તે વડે પોતાના નિરધાર માટે ટેકો મળ્યો એમ માન્યું. પરંતુ આ શું? પેલા નર-પંખીના પગ જ હવે પોતે કાપેલી દોરીઓમાં અટવાઈ ગયા! માદાને છોડાવનારું તે નર-પંખી પોતે જ હવે એ દોરીઓમાં બંધાઈ ગયું. ઍફનુશિયસ ફરી પાછો અનિશ્ચયના વમળમાં ગળચવાં ખાવા લાગ્યો. Page #35 -------------------------------------------------------------------------- ________________ અલેકઝાન્ડ્રિયા તરફ ઍફનુશિયસ એ આખી રાત ઊંદયો નહિ. મળસકું થવા આવતાં તેને એક દૃશ્ય દેખાયું: થાઈ તેની સામે ઊભી હતી. પરંતુ આ વખતે તેના મોં ઉપર કામવિલાસનો પાપી આનંદ છવાઈ રહ્યો ન હતો, કે ન તો તેણે રિવાજ મુજબ પારદર્શક કપડાં પહેર્યા હતાં; તેણે તો કફન જેવું કાળું કપડું ઓઢયું હતું, અને તેનું માં એટલું બધું ઢાંકેલું હતું કે, પ્રેફનુશિયસને તેની બે આંખો જ દેખાતી હતી. તે આંખોમાંથી આંસુનાં મોટાં સફેદ બિંદુઓ ઢળકતાં હતાં. આ દૃશ્ય જોતાં જ પેફનુશિયસનું દિલ આજંદ કરી ઊઠયું. તેને ખાતરી થઈ ગઈ કે, આ દૃશ્ય ઈશ્વરે જ મોકલ્યું છે. જરા પણ દ્વિધામાં રહ્યા વિના હવે તે ઝટ ઊઠીને ઊભો થયો. તેણે ખ્રિસ્તી ધર્મના ચિહનરૂપ પોતાનો દંડો હાથમાં લીધો અને ઝુંપડીની બહાર નીકળી તેનું બારણું વાસી દીધું; જેથી રણપ્રદેશનાં જાનવરો કે હવામાં ઊડતાં પંખીઓ અંદર પેસીને તેની પથારીને ઓશિકે કાયમ રહેતા પવિત્ર ધર્મગ્રંથને અપવિત્ર ન કરે. પછી તેણે પોતાના મદદનીશ ફલેવિયનને બોલાવ્યો. તે ભારે શાસ્ત્ર પંડિત હતો તથા સારો પ્રવક્તા હતો. તેને, પોતાની ગેરહાજરીમાં, પોતાના તેવીસ શિષ્યો ઉપર અધિશાસન સોંપી, શરીર ઉપર એક લાંબો કાળો જબ્બો ઓઢી, ઍફનુશિયસે પોતાના મઠની વિદાય લીધી. તેણે નાઈલ નદી તરફ ચાલવા માંડ્યું. તેનો ઇરાદો તે નદીને કિનારે કિનારે ઝટપટ અલેક્ઝાન્ડ્રિયા પહોંચવાનો હતો. પ્રભુકાર્યમાં ૨૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તપસ્યા અને નિગ્રહ વળી ઢીલ કેવી ! થાક, ભૂખ કે તરસની પરવા કર્યા વિના સવારથી સાંજ સુધી તેણે ચાલ ચાલ કર્યું. જ્યારે ઊછળતી વિકરાળ નાઈલ નદી તેની નજરે પડી, ત્યારે સૂર્ય ક્યારનો ક્ષિતિજ ઉપર ઢળી પડયો હતો. સૂર્યના લાલ લાલ પ્રકાશમાં રાતાચોળ દેખાતા ખડકો વચ્ચે થઈને એ નદીનાં લોહી જેવાં લાલ પાણી ધસમસતાં વહેતાં હતાં. નદીના કિનારાને જ વળગી રહી, પૅફનુશિયસ આગળ વધવા લાગ્યો. રસ્તામાં જે એકલદોકલ કે રડીખડી ઝૂંપડીઓ આવતી, ત્યાં જઈ તે ઈશ્વરને નામે રોટી માગતો. ત્યાં અપમાન, નકાર કે ધમકીઓ જે કંઈ મળે, તે બધું એ પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લેતો. તેને લુટારુઓ કે જંગલી પ્રાણીઓની બીક લાગતી ન હતી, પરંતુ શહેરો કે ગામડાંથી દૂર રહેવાની તે ખાસ કાળજી રાખતો. કારણ કે, ઘર-આંગણામાં રમતાં છોકરાં પોતાની નજરે પડે, કે કૂવા આગળ ભૂરી સલવાર પહેરેલી પનિહારીઓ તેને જોઈ, ઘડા નીચે મૂકી, તેની સામે હસવા લાગે,– એ વાતની તેને બહુ બીક રહેતી. તપસ્વીને ઘણી બાબતથી બીતા રહેવું પડે. ખાસ કરીને બીજા નાગરિકોનો સ્ત્રી-પુત્રાદિ સંસાર-વ્યવહાર જોઈને તેનું મન વિક્ષિપ્ત થઈ જાય તેનાથી. આમ, તે નિર્જન માર્ગે જ પ્રવાસ કર્યા કરતો. જ્યારે સાંજ પડે અને વૃક્ષોમાં પવનનો ગુંજારવ તેને સંભાળાય, ત્યારે તે પોતાના માથા ઉપરનું ઢાંકણ આંખો ઉપર વધુ આગળ ખેંચી લાવતો, જેથી કુદરતનું મનોહર સોંદર્ય તેની નજરે ન પડે. આમ, છ દિવસ ચાલ્યા પછી, તે સિલસિલી નામક સ્થાને આવી પહોંચ્યો. ત્યાં આગળ નદી એક સાંકડી ખીણમાં થઈને વહે છે; અને તેને બંને કિનારે મોટા મોટા ખડકોની બેવડી સાંકળ નદીના Page #37 -------------------------------------------------------------------------- ________________ અલેકઝાન્ડ્રિયા તરફ ૨૩ પ્રવાહને દબાવતી દૂર સુધી લંબાય છે. ઇજિશ્યનોએ પોતાની અસુરપૂજાના દિવસોમાં તે ખડકોમાં જ મોટી મોટી મૂર્તિઓ કોતરેલી હતી. ઍફનુશિયસે જંગી નક્કર ખડકમાં કોતરેલી સિફસ-મૂર્તિ* જોઈ. હજુ તે મૂર્તિમાં જૂના આસુરી ભાવો કાયમ રહ્યા હશે, એમ માની તેણે ક્રૂસ-મુદ્રા કરી અને ઈશુ ખ્રિસ્તનું નામ લીધું. તરત જ એ રાક્ષસી મૂર્તિના કાનમાંથી એક ચામાચીડિયું બહાર ઊડી જતું તેણે જોયું. પૅફશિયસને ખાતરી થઈ કે, તેણે સૈકાઓથી એ મૂર્તિમાં પેસી રહેલ આસુરી તત્ત્વને હાંકી કાઢયું છે. તેનો ઉત્સાહ હવે ઓર વધી ગયો, અને તેણે એક મોટો પથ્થર ઉપાડી એ મૂર્તિના મોં ઉપર છૂટો માર્યો. હવે તે આગળ ચાલ્યો. એ ખીણપ્રદેશ ધીમે ધીમે સાંકડો મટી પહોળો થવા લાગ્યો, અને એક જગાએ પ્રાચીન વિશાળ નગરીના અવશેષો તેણે જોયા. એક પ્રાચીન મંદિરનું ખંડેર સ્તંભ તરીકે ગોઠવેલી સ્ત્રી-મૂર્તિઓ ઉપર ખડું હતું. એ મૂતિઓનાં માથાં સ્ત્રીઓનાં હતાં, પણ તેમના ઉપર ઊંચાં ગાયનાં શીંગડાં કોરેલાં હતાં. એ સ્ત્રીઓએ ઍફનુશિયસ તરફ જાણે એવી લાંબી પલકે જોયું કે, તે એકદમ ફીકો પડી ગયો. આમ તેણે સત્તર દિવસ સુધી મુસાફરી કરી. એ દિવસો દરમ્યાન તેણે થોડાં કાચાં કંદ-મૂળ જ ખાધાં હતાં અને રાતે પ્રાચીન ખંડેરોમાં જંગલી બિલાડીઓ અને ઉંદરો વચ્ચે વિસામો કર્યો હતો. ત્યાં કોઈ કોઈ વાર નીચેના અર્ધા ભાગમાં મોટાં ભીંગડાં સાથેની પૂંછડીઓવાળી સ્ત્રીઓ તેને દેખા દેતી. એ બધાં નરકનાં * ગ્રીક પુરાણ-કથાનું એક પાત્ર: માથું સ્ત્રીનું અને શરીર સિંહણનું. ઇજિપ્તમાં પિરામિડો નજીક એની જંગી મૂર્તિ છે. રસ્તે જતા વટેમાર્ગુઓને એ પ્રશ્નો પૂછે, અને જેઓ જવાબ આપી ન શકે તેમને મારી નાંખે, એવી માન્યતા હતી. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તપસ્યા અને નિગ્રહ સત્ત્વો છે, એમ ઍફનુશિયસ તરત જાણી જતો. તેમની સામે કુસમુદ્રા કરતાં જ તે બધી તરત ભાગી જતી. અઢારમે દિવસે તેણે તાડછાંની બનાવેલી એક તુચ્છ ઝૂંપડી દૂરથી જોઈ. આસપાસ દૂર સુધી કોઈ ગામ કે ગામડું ન હતું, અને રણના પવનથી ઊડી આવેલી રેતીમાં તે અધધધ દટાઈ ગયેલી હતી. એટલે, કોઈ પવિત્ર તપસ્વી તેમાં રહેતો હશે એમ માની, તે એ તરફ ગયો. ઓઘા જેવી તે ઝૂંપડીમાં – કારણ કે, તેને ઝાંપો કે બારણા જેવું કશું જ ન હતું,– એક ઘડો, ડુંગળીનું ઝૂમખું, અને સૂકાં પાંદડાંની પથારી –એટલાં વાનાં તેના જોવામાં આવ્યાં. એ ઝૂંપડીના તપસ્વીને મળી, તેને શાંતિ-ચુંબન કરી, તેની સાથે શાશ્વત તત્ત્વો અંગે વાર્તાલાપ કરવાના ઇરાદાથી, તે એ ઝૂંપડીની ચોતરફ ફરી વળ્યો; પણ તેના જોવામાં કોઈ ન આવ્યું. પછી સોએક ડગલાં આગળ ચાલતાં જ નદીકિનારે આસન વાળીને બેઠેલો એક માણસ તેણે જોયો. તે તદ્દન દિગંબર હતો; તેના માથાના વાળ તેમ જ દાઢી તદ્દન સફેદ હતાં; અને તેનું શરીર ઈંટ કરતાં વધુ રાતુંચોળ હતું. - પૅફનુશિયસે તપસ્વીઓ એકબીજાને મળે ત્યારે જે રીતે અભિવાદન કરે તે રીતે અભિવાદન કરતાં કહ્યું – બંધુ! તમને શાંતિ પ્રાપ્ત થાઓ! તથા સ્વર્ગના મધુર આનંદોના તમે ઉપભોક્તા બનો!” પેલાએ કંઈ જવાબ ન આપ્યો. તેને સમાધિસ્થ જાણી, ઍફનુશિયસ હાથ જોડી, ઘૂંટણિયે પડી, સૂર્યાસ્ત થતાં સુધી તેની બાજુમાં બેસી રહ્યો. છતાં પેલા ધ્યાનીને જરાય હાલતો ન જોઈ, પૈફનુશિયસે તેને કહ્યું, “પિતાજી, તમે જો હવે સમાધિમાંથી જાગ્રત થયા હો, તો મને આપણા પ્રભુ ઈશુ ખ્રિસ્તને નામે આશીર્વાદ આપશો ?” Page #39 -------------------------------------------------------------------------- ________________ અલેકઝાન્ડ્રિયા તરફ ૨૫ પેલાએ માથું પણ હલાવ્યા વિના જવાબ આપ્યો, “અજાણ્યા પુરુષ, મને તારું કહેવું સમજાયું નહિ; મેં તારા પ્રભુ ઈશુ ખ્રિસ્તનું નામ સાંભળ્યું નથી.” “હું! એ તે શી વાત છે? પેગંબરોએ તેમના આગમનની જાહેરાત કરી છે; સેંકડો શહીદોએ તેમના નામનું શરણ લીધું છે; સીઝર બાદશાહે પોતે તેમની સ્તુતિ કરી છે, છતાં તમે તેમનું નામ ન જાણતા હો, એ સંભવિત નથી.” એ વસ્તુ સંભવિત તો શું, પણ નિશ્ચિતેય છે કે, મેં એ નામ સાંભળ્યું નથી.” ઍફનુશિયસ એ માણસનું ન માની શકાય એવું અજ્ઞાન જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો, તેમ જ સાથે સાથે દિલગીર પણ થયો. “જો તમે ઈશુ ખ્રિસ્તને ન જાણતા હો, તો તમારા બધાં ક્રિયાકર્મ નિરર્થક છે; અને તમે કદી શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકવાના નથી, એ નક્કી જાણજો.” પણ ક્રિયા-કર્મ કરવાં કે ન-કરવાં, એ બધું જ નિરર્થક છે; – આપણે જીવીએ કે મરીએ એના જેટલું જ!” હું, શું? તમારે શાશ્વત જીવન પ્રાપ્ત કરવું નથી? તો પછી તમે તપસ્વીઓની પેઠે આ રણ-વેરાનમાં ઝૂંપડી બાંધીને રહો છો શું કામ? તમે નગ્ન દશામાં, સુખ-સગવડનાં કશાં સાધન વિના, કંદમૂળ ખાઈને, બ્રહ્મચર્ય પાળતા આમ રહો છો, તો જરૂર મારી પેઠે જ શાશ્વત જીવનની પ્રાપ્તિ અર્થે, ઈશ્વર-પ્રીત્યર્થે જ એ બધું કરતા હોવા જોઈએ. સ્વર્ગનાં શાશ્વત સુખ મેળવવાની આશા તમને ન હોય, તો પછી આ સંસારના સારા સારા પદાર્થોનો ત્યાગ તમે શા માટે કર્યો હોય વા?” ભલાદમી, હું શા માટે કોઈ પણ સારી વસ્તુને તજી દઉં? હ તો મારી જાતને શાબાશી આપું છું કે, મેં પૂરેપૂરો સંતોષ આપી શકે તેવી જીવન-પદ્ધતિ શોધી કાઢી છે. બાકી કોઈ પણ વસ્તુને Page #40 -------------------------------------------------------------------------- ________________ છે સરખા જ રાઓને નિદવા ૨૬ તપસ્યા અને નિગ્રહ આપણે નિશ્ચિતપણે “સારી” કે “ખોટી' શી રીતે કહી શકીએ? પોતાની મેળે કઈ વસ્તુ સત્ કે અસત્, ન્યાયી કે અન્યાયી, સુખયુક્ત કે દુ:ખમુક્ત, સારી કે ખોટી હોય છે? આપણે પોતે વસ્તુઓને જેવી માનીએ છીએ, તેવી તે આપણને લાગે છે.” “તો પછી તમારે મતે નિશ્ચિત સત્ય જેવું કશું જ નથી એમ? કાદવમાં આળોટતા કતરાની જેમ તમે તો અજ્ઞાનમાં સબડતા લાગો છો!” “ભલાદમી, કૂતરાઓને નિદવા કે ફિલસૂફોને નિદવા એ બંને વાનાં સરખાં જ નિરર્થક છે. કૂતરાઓ કોણ છે કે આપણે કોણ છીએ, એ બાબતમાં આપણે શું જાણીએ છીએ?” તો તમે પેલા શંકાવાદીઓ-અજ્ઞેયવાદીઓના પંથના છો કે શું? એ પામર અજ્ઞો ગતિ અને સ્થિતિ, સૂર્યનો પ્રકાશ કે ઘોર અંધારું, એવી બધી બાબતોનો તફાવત પણ નિશ્ચિતપણે જાણી શકાય એમ નથી માનતા!” મિત્ર, વસ્તુતાએ હું અજ્ઞેયવાદી જ છું. તને એ મત તુચ્છકારવા લાયક લાગે છે, પણ મને એ મત પ્રશંસાપાત્ર લાગે છે. કારણ કે, દરેક વસ્તુ જુદે જુદે વખતે અને દૃષ્ટિભેદે જુદી જુદી દેખાય છે, તે વસ્તુનું પોતાનું સાચું સ્વરૂપ શું છે, એ કોણ જાણી શકે છે? આપણે વસ્તુઓનો બાહ્ય દેખાવ જ જોઈ શકીએ છીએ. અને એ જ આપણે માટે સાચો છે.” પણ તો પછી હું એમ પૂછું છું કે, તમે ખજૂર અને ડુંગળી ખાઈને રણમાં શા માટે પડી રહો છો? આવું દુ:ખકષ્ટ વેઠવાની શી જરૂર? હું તમારા જેટલાં જ દુ:ખકષ્ટ વેઠું છું, તથા નિર્જન સ્થળે રહી સંયમી તથા નિગ્રહી જીવન ગાળું છું, પરંતુ તે તો ઈશ્વરને પ્રસન્ન કરવા તથા ભવિષ્યમાં શાશ્વત જીવન પ્રાપ્ત થાય તે માટે કરું છું. પરંતુ એવા કશા ઇરાદા વિના નાહક આવાં દુ:ખકષ્ટ વેઠવા, એ તો મૂર્ખાઈ જ કહેવાય. “શરીરનાં દુ:ખકષ્ટ આત્માની મુક્તિ માટે આવ Page #41 -------------------------------------------------------------------------- ________________ કોસનો ટિમોકિલસ ૨૭ શ્યક છે -એ સત્ય ઈશ્વરે આપણને પેગંબરોને મુખે પ્રગટ કરી આપેલ છે; તથા અનેક સંત-શહીદોએ એ વાતની સાહેદી પૂરી છે. અરે, ઈશ્વરના સુપુત્રે તેનું જવલંત ઉદાહરણ આપણને પૂરું પાડયું છે; અને તેના મહા-શિષ્યો તથા મહા-પરિષદોએ તે સત્યોને પ્રમાણ્યાં છે. તે સત્યોમાં મને શ્રદ્ધા ન હોય, તો હું તો તરત સંસારી લોકોમાં પાછો ચાલ્યો જાઉં, તથા ધન પ્રાપ્ત કરી, સ્રીઓ અને દાસીઓથી વીંટળાઈ, સુરા વગેરે ઉન્માદક પીણાં તેમને હાથે રેડાવીને પીતો સુખભોગમાં ગરક થઈ જાઉં. પણ તું તો મૂરખ, કશા પ્રયોજન વિના નાહક એ બધાં સુખોથી વંચિત રહે છે. એમ કરવામાં આખરે તારો હેતુ શો છે, એ તો કહે!” ૫ કાસના ટિમલિસ ૉનુશિયસે આકળા થઈ, તુંકારે ચડીને પૂછેલા પ્રશ્નના જવાબમાં પેલા વૃદ્ધ તપસ્વીએ સ્વસ્થતાથી કહ્યું — “હે ભાઈ, હું બોલું કે ચૂપ રહું એ બંને વાનાં મારે માટે તો સરખાં જ છે; છતાં હું આ પ્રમાણેનું જીવન સ્વીકારવાનાં મારાં કારણો તને જણાવી દઉં. સામેથી હું તને તારાં કારણો પૂછવાનો નથી; કારણ કે, મને તારામાં લેશમાત્ર રસ નથી. તું સુખી થાય કે દુ:ખી, અથવા તું એક જાતનો વિચાર ધરાવે કે બીજી જાતનો, એનો મને શું ઉચાટ ! ઉપરાંત, મારે તને શા માટે ચાહવો પણ જોઈએ કે ધિક્કારવો પણ જોઈએ? ડાહ્યો પુરુષ રાગ અને દ્વેષ બંનેથી દુર રહે છે. પણ તેં મને પૂછયું જ છે, તો સાંભળ :— “મારું નામ ટિમોલિસ છે. કૉસ મુકામે વેપારધંધાથી તવંગર બનેલાં માતાપિતાને ત્યાં હું જન્મ્યો હતો. મારા પિતાની માલિકીનાં ઘણાં વહાણો દેશદેશાવર ખેડતાં હતાં. મારે બે ભાઈઓ હતા, તેઓય Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તપસ્યા અને નિગ્રહ મારા પિતાની જેમ વહાણોના માલિક – મોટા વહાણવટી હતા. જોકે હું તો પહેલેથી જ્ઞાન પાછળ પડ્યો હતો,– ધન પાછળ નહિ. - “મારા પિતાએ મારા મોટાભાઈને તિમિસા નામની એક કૅરિયન સ્ત્રી સાથે પરાણે પરણાવ્યો હતો. મારા ભાઈને તે બાઈએ એટલો દુ:ખી કરી મૂકયો હતો કે, મારા ભાઈ માટે તેની સાથે રહેવું અશક્ય થઈ પડયું હતું. દરમ્યાન તે સ્ત્રીએ અમારા નાનાભાઈને પણ પોતાની ચુંગલમાં લીધો હતો. તે તો ભાભી પાછળ જાણે ગાંડો જ થઈ ગયો હતો. જોકે, એ સ્ત્રી ખરી રીતે તો એ બંને ભાઈઓને સરખા જ ધિક્કારતી હતી; કારણ કે, તે ત્રીજા જ માણસને – એક બંસીવાદકને ચાહતી હતી, અને રોજ તેને પોતાના શયનકક્ષમાં નોતરતી હતી. “એક વખત પેલો બંસીવાદક પાછો જતી વખતે પોતાનો હાર પેલીની પથારી ઉપર ભૂલી ગયો. મારા બંને ભાઈઓ એ હારને ઓળખતા હતા; કારણ કે, ઉજાણીઓ વખતે તે બંસીવાદક આ હાર ખાસ પહેરતો. બંને જણા ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેઓએ પેલાને શોધી કાઢી ચાબુક મારી મારીને પૂરો કર્યો. અંતકાળે પેલો દયા માટે આજીજી કરતો એવા પોકારો કરતો હતો તથા આંસુ વહાવતો હતો કે ન પૂછો વાત. મારી ભાભી તો એના યારનો એ માર જોઈને ગાંડી જ બની ગઈ. પછી મારા બંને ભાઈઓ પણ આ કિસ્સાને કારણે ગાંડા બની ગયા. એ ત્રણે ગાંડાં કૉસના કિનારાઓ ઉપર વરુની પેઠે ચીસો પાડતાં અને મોંએ ફીણના ગોટા લાવતાં આમથી તેમ રવડ્યા કરતાં. છોકરાં તેમના ઉપર શંખ-છીપલાં ને કાંકરા વરસાવતાં અને તેમનો હુરિયો બોલાવતાં તેમની પાછળ દોડ્યા કરતાં. થોડા વખત બાદ તે ત્રણે જણ એક પછી એક મરી ગયાં; ત્રણેયને મારા પિતાએ પોતાને હાથે દાટયાં. ત્યાર બાદ મારા પિતાની હોજરી છેક જ મંદ પડી ગઈ. એ મંદાગ્નિથી એક કોળિયો અન્ન પણ તેમનાથી ખાઈ શકાય Page #43 -------------------------------------------------------------------------- ________________ કોસનો ટિમોકિલાસ એમ રહ્યું નહિ. છેવટે, આખા એશિયાનાં બજારોમાંથી જોઈએ તેટલા ખાદ્ય પદાર્થો ખરીદી શકે તેવી સંપત્તિવાળો એ માણસ ભૂખથી જ મરણ પામ્યો! તેમના પછી મારા હાથમાં તેમની બધી મિલકત આવશે, એ વાતનું તેમને છેવટના દિવસેમાં ખૂબ ખૂબ દુ:ખ રહેતું હતું. અને વાત પણ ખરી હતી. મારા હાથમાં તેમની મિલકત આવતાં જ હું વેપારધંધો છોડી, જ્ઞાનપ્રાપ્તિ અર્થે પ્રવાસે નીકળી પડ્યો. હું ઇટાલી, ગ્રીસ અને આફ્રિકા એમ ઘણા દેશો ફરી વળ્યો; પણ મને એક પણ ડાહ્યો તથા સુખી માણસ જોવા ન મળ્યો. મેં આથેન્સ અને અલેક્ઝાન્ડ્રિયામાં રહી ફિલસૂફીનો અભ્યાસ કર્યો. છેવટે ફિલસૂફોના બરાડિયા તર્કોથી મારા કાન બહેરા થઈ ગયા, અને તે બધું છોડી, ફરતો ફરતો હું દૂર ભારત સુધી જઈ પહોંચ્યો. ત્યાં ગંગાનદીને કિનારે મેં એક દિગંબર પુરુષને પદ્માસન વાળીને બેઠેલો જોયો. એ સ્થિતિમાં હાલ્યા ચાલ્યા વિના તે ત્રીસ વર્ષથી બેઠેલો હતો, એમ મેં સાંભળ્યું. તેના શરીર ઉપર વેલા વીંટળાઈ વળ્યા હતા અને તેના વાળમાં ચકલાંએ માળા કર્યા હતા ! તેનું દર્શન થતાં જ મને મારા બે ભાઈ, મારી ભાભી, અને મારા પિતા સૌ યાદ આવ્યાં. મને તરત જ સમજાઈ ગયું કે, લોકો દુ:ખી થાય છે તેનું કારણ એટલું જ છે કે, તેઓને જે વસ્તુ પ્રિય લાગતી હોય છે, તે તેમના હાથમાંથી ચાલી જાય છે; અથવા જયાં સુધી તેમની પાસે હોય છે, તે દરમિયાન પણ તે ચાલી જવાની બીક તેમને રહ્યા કરે છે; ઉપરાંત જે વસ્તુ તેમને અપ્રિય લાગતી હોય છે, તે તેમના ઉપર પરાણે આવી પડે ત્યારે તેને તેઓ ટાળી શકતા નથી. માટે પ્રિય-અપ્રિયની ઝંઝટમાંથી નીકળી જવું, એ જ સુખી થવાનો માર્ગ છે. મને એ ભારતીય દિગંબર ખરેખર જ્ઞાની અને ડાહ્યો લાગ્યો. એટલે હું પણ હવે તેની Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તપસ્યા અને નિગ્રહ પેઠે, જગતના પ્રિય-અપ્રિય પદાર્થોથી અળગો થઈ, લાભ-હાનિ કશાની ચિંતામાં પડ્યા વિના, ચૂપ તથા સ્થિર થઈને અહીં રહું છું.” ઍફનુશિયસે એ વૃદ્ધ પુરુષની આ વાત લક્ષપૂર્વક સાંભળીને તેને જવાબ આપ્યો – કોસના વતની હે ટિમોકિલસ, તમારી વાત છેક સમજ વિનાની છે, એમ તો હું કહી શકતો નથી. દુન્યવી પદાર્થો અને ધનસંપત્તિનો ત્યાગ કરવો, એ ખરેખર ડહાપણભર્યું છે. પરંતુ પોતાના શાશ્વત કલ્યાણની પણ અવજ્ઞા અને એમ કરી ઈશ્વરની ખફીમરજીના ભોગ બનવું, એ પણ અવિચારીપણું જ કહેવાય. મને એ વિષે તમારા અજ્ઞાનની દયા આવે છે. માટે હે ટિમોકિલસ, હું તમને સત્ય જ્ઞાનનો ઉપદેશ આપું તે તમે સાંભળો, અને ત્રિમૂર્તિ* રૂપે સમજાતે ઈશ્વર ખરેખર છે જ એવું જાણી, બાળક પોતાના પિતાની આજ્ઞા જે રીતે માને તે રીતે, તમે પણ ઈશ્વરની આજ્ઞાઓ માથે ચડાવો.” ટિમોકિલસે વચ્ચેથી જ તેને બોલતો રોકીને કહ્યું “ભલાદમી, તારા સિદ્ધાંતો મને સંભળાવવાની ખટપટમાં ન પડીશ, તથા તારા એ મતો સાંભળી હું તેમને સ્વીકારી લઈશ એવા ભ્રમમાં ન રહીશ. બધા વાદો કે મતમતાંતરો નકામાં જ છે. એમની વાદાવાદીમાંથી મુક્ત રહેવું એ જ સુખી થવાનો માર્ગ છે. માટે તું તારે રસ્તે જા અને મારી પંચાત છોડ. હું તો એ બધી જંજાળ અને કડાકૂટ લાંબો વખત વેક્યા પછી, તેમાંથી નીકળી જઈ, હવે ભારે સુખમાં-નિરાંતમાં મહાલું છું.” * ઈશ્વર, તેનો સુપુત્ર ઈશુ ખ્રિસ્ત, અને જીવાત્મા – એ ત્રણેનું તત્વ એક જ છે, એવો ખ્રિસ્તી ત્રિમૂર્તિનો સિદ્ધાંત છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ કાસનો ટિોલિસ ૩૧ પૅનુશિયસ આમ તો પોતાના ધર્મસિદ્ધાંતોનો સારો જાણકાર હતો. તેને આધારે તેણે કલ્પના કરી કે, આ બુઢ્ઢા ટિમોલિસ ઉપર હજુ ઈશ્વરની કૃપા ઊતરી નથી, એટલે તે મૂઢાત્મા હઠપૂર્વક અકલ્યાણ કરવા તરફ જ ઢળેલો છે; મુક્તિમાર્ગે પ્રયાણ શરૂ કરવાનો કૃપાદિન હજુ તેને માટે આવ્યો નથી. એવા અનધિકારીઓને સત્ય ધર્મોપદેશ આગ્રહપૂર્વક આપવા જતાં, મૂઢગ્રાહથી તેઓ પોતાના અવળ-માર્ગને વધુ હઠપૂર્વક વળગે છે, અને તેમનું ઊલટું અકલ્યાણ થાય છે. એટલે ડાહ્યા પુરુષે પોતાની પાસેના સત્યનો પ્રચાર કરવામાં સામાનો અધિકાર વિચારવા જેટલી સમજદારી દાખવવી રહી. એટલે બુઢ્ઢા ટિમોલિસની વિદાય લઈ, એક ઊંડો નિસાસો નાખી, પૅનુશિયસ અંધારી રાત દરમ્યાન જ પોતાની પવિત્ર યાત્રાએ પાછો આગળ વધ્યો. ૩ છેવટે પૅનુશિયસ અલેકઝાન્ડ્રિયા પહોંચ્યો. નગરના સૂર્યદરવાજેથી તે શહેરમાં દાખલ થયો. પથ્થરના સુંદર બાંધકામવાળા એ દરવાજાની કમાનોની છાયામાં બેસીને કેટલાય કંગાળ દરિદ્રો વિવિધ પોકારો કે વિલાપો કરતા ભીખ માગતા હતા અથવા લીંબુ અને અંજીર વેચતા હતા. તે આગળ ચાલ્યો; રસ્તામાં એક ચીંથરેહાલ બુઢ્ઢી અચાનક ઑફનુશિયસના ઝભ્ભાના છેડાને હાથમાં પકડી ચુંબન કરતાં બોલી – “હે ભક્તરાજ, મને આશીર્વાદ આપો, જેથી ઈશ્વર મારા ઉપર કૃપા વરસાવે. પરલોકમાં મને ઘણાં ઘણાં સુખ મળે તેની આશાએ આ લોકમાં મેં ઘણાં ઘણાં દુ:ખ-કષ્ટ વેઠયાં છે; તમે ભગવાન પાસેથી જ આવતા લાગો છો; તમારા ચરણોની રજ સોના કરતાં પણ વધુ કીમતી છે.” Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૨. તપસ્યા અને નિગ્રહ - ઑફિનુસિયસે હાથ વડે એ બુઠ્ઠીના માથા ઉપર તેનાં પાપોની વસૂલાત (ઈશુ ખ્રિસ્તના બલિદાન દ્વારા) થયેલી હોવાની મુદ્રા કરી અને કહ્યું, “ઈશ્વરનો જય!” - પરંતુ ત્યાંથી તે ભાગ્યે વીસેક ડગલાં આગળ વધ્યો હશે, તેવામાં છોકરાંઓનું એક ટોળું તેનો હુરિયો બોલાવતું અને તેના ઉપર પથરા ફેંકતું તથા કિલકારીઓ કરવું તેની પાછળ પડ્યું - હરામજાદો સાધુડો! દાઢીવાળો બકરો ! કાળમુખો વાનર!” અલ્યા તેને ઝાડે લટકાવી તેના મડદાનો ચાડિયો બનાવી દો. એટલે પંખીઓ ડરીને વાડીનાં ફળ ખાવા ન પેસે!” બીજું ટોળું બોલ્યું. જો જો અલ્યા એમ કરતા! એ અક્કરમી જ્યાં હશે ત્યાં કરા વગેરેના ઉપદ્રવો જ ખેંચાઈ આવશે. તેને તો ગીધ-કાગડાને ફાડી ખાવા નાખી દો !” ત્રીજું ટોળું બોલ્યું. “ભગવાન આ છોકરાંનું કલ્યાણ કરો!” ઑફનુશિયસ ગણગણ્યો; અને પછી પોતાને રસ્તે આગળ વધ્યો. તેને વિચાર આવ્યો, “પેલી બુઠ્ઠીએ મારું પૂજન કર્યું અને આ છોકરાં મારો તિરસ્કાર કરે છે. એક જ વસ્તુને માણસો પોતપોતાની સાચી-ખોટી દૃષ્ટિ પ્રમાણે કેવી જુદી જુદી જુએ છે! એ દૃષ્ટિએ આ બધા આસ્તિક ગણાતા મૂર્તિપૂજકો કરતાં પેલો નાસ્તિક ટિમોકિલસ વધુ સારો નહિ? કારણ કે, આ લોકો તો, પોતે જ સાચા અને બીજા બધા ખોટા, એમ માનીને વર્તે છે; ત્યારે પેલો તો એમ માનીને ચાલતો હતો કે, પૂરું સત્ય કોઈથી જાણી શકાતું નથી, માટે દરેક જણે પોતાનું સત્ય બીજા ઉપર ઠોકી બેસાડવા પ્રયત્ન કરવો ખોટો છે. ખરે જ, આ જગતનાં માન-પાન બધું મિથ્યા જ છે – ક્ષણભંગુર છે: એકલો ઈશ્વર જ અવિચળ – અવિનાશી છે.” Page #47 -------------------------------------------------------------------------- ________________ નિસિયાસ ઍફનુશિયસ હવે ઝડપી પગલે આગળ વધવા માંડ્યો. દસ વર્ષ બાદ અલેકઝાધ્યિામાં આવતો હોવા છતાં, તે આ શહેરના એકેએક પથ્થરને પિછાનતો હતો. એ દરેક પથ્થર જાણે તેના એક એક પાપની યાદ તેને આપતો હતો. સેરાપિસનું મહામંદિર ડાબી બાજુએ મૂકી, તે મોટી મોટી મહેલાતોથી શોભી રહેલા રસ્તા ઉપર થઈને આગળ ચાલ્યો. એ મહેલાતોની આસપાસના બગીચાઓનાં પુષ્પોથી એ રસ્તો મહેક મહેક થઈ રહ્યો હતો, અને તેમનાં અધ-ઉઘાડાં દ્વારોમાંથી આરસના ચબૂતરાઓ ઉપર ઊભાં કરેલાં કાંસાનાં મનોહર પૂતળાં દેખાતાં હતાં. આ એકાંત આવાસોને બહારનો કશો અવાજ કે ઘોંઘાટ પજવી શકે તેમ નહોતું. એ બધી મહેલાતોની અપેક્ષાએ કંઈક નાની પણ સુંદર સુઘટિત સ્તંભોવાળી અને સુપ્રમાણ એવી એક મહેલાત આગળ આવીને તે ઊભો રહ્યો. આસપાસથી તેને પ્લેટો, સૉક્રેટિસ, ઍરિસ્ટોટલ, એપિકયુરસ, ઝેનો વગેરેનાં કટી-લગ પૂતળાંથી સુશોભિત કરવામાં આવી હતી. ઍફનુશિયસ બારણા ઉપર મોગરીથી ટકોરો મારી, બારણું ઊઘડે તેની રાહ જોતો પેલા ફિલસૂફોનાં પૂતળાં તરફ જોઈને ગગણ્યો: આ જૂઠા ઋષિઓની ધાતુની મૂર્તિઓ બનાવી તેમને પ્રતિષ્ઠા આપવી, એ નરી મિથ્યા પ્રવૃત્તિ છે. એ લોકોએ પ્રવર્તાવેલાં જૂઠાણાં કેવળ બુદ્ધિભ્રંશ કરાવે છે, અને તેઓના આત્મા નરકમાં અધોગતિ પામેલા છે.” Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તપસ્યા અને નિગાહ એક ગુલામે દરવાજો ઉઘાડ્યો. પણ મીનાકારીના ઊમરા ઉપર ખુલ્લા પગે ઊભેલા એક કંગાળ માણસને જોઈ, તેણે તરત તુચ્છકારપૂર્વક કહ્યું,–“હરામજાદા, બીજે ક્યાંક જઈને ભીખ માગ. અહીંથી ભાગ, નહિ તો પૂંછડા પર દંડો પડ્યો જાણ!” ભાઈ, તું મને તારા માલિક નિસિયાસ પાસે લઈ જા, એટલી જ મારી માગણી છે.” એ સાંભળી, પેલા ગુલામે પહેલાં કરતાં પણ વધુ ગુસ્સે થઈને કહ્યું, “મારા માલિક તારા જેવા રખડુ કૂતરાને મળવા નવરા નથી, સમજ્યો?” બેટા, હું કહું છું તેમ કર; તારા માલિકને જઈને કહે કે, હું તેમને મળવા માગું છું.” જવાબમાં પેલાએ તો ગુસ્સામાં આવી જઈ, પોતાનો દંડો ઉગામી સીધો તેને ફટકારી દીધો. ઑફિશિયસે પોતાના હાથ છાતી ઉપર અદબ વાળીને જ રાખેલા હોવાથી, એ ફટકો તેના મોં ઉપર જ વાગ્યો. પારાવાર વેદના થતી હોવા છતાં, ઑફનુશિયસે નમ્રતાથી એટલું જ કહ્યું “બેટા, હું કહું છું તે પ્રમાણે કર.” મારની પણ જેને પરવા નથી એવો આ માણસ તે કોણ હશે, એવા ડરથી ધ્ર જતો પેલો દરવાન તરત જ પોતાના માલિકને ખબર આપવા દોડ્યો. નિસિયાસ હમણાં જ સ્નાન પરવારીને બહાર આવ્યો હતો. બે સુંદર ગુલામડીઓ તેના ખુલ્લા શરીરને કશીક ખરબચડી વસ્તુથી ઘર્ષણ કરતી હતી. નિસિયાસ પ્રસન્ન ચહેરાવાળો માણસ હતો તથા તેના મોં ઉપર માયાળુતા મિશ્રિત કંઈક હળવા કટાક્ષની રેખા વિલક્ષ્યા કરતી. ઍફનુરિયસને જોતાં જ તે ઊઠીને ઊભો થયો અને તેને ભેટી પડવા હાથ પહોળા કરી, આગળ આવ્યો. Page #49 -------------------------------------------------------------------------- ________________ નિસિયાસ ૩૫ “ઓહો! મારો સહ-પાઠી પેફનુશિયસ! મેં તને કેવો ઓળખી કાઢયો? જોકે, તારો દેખાવ માણસ કરતાં જંગલી જાનવર જેવો વધુ છે! આપણે વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર અને ફિલસૂફી સાથે ભણતા હતા. તે વખતે પણ તું ગમગીન અને ઉદ્દામ પ્રકૃતિનો તો હતો જ; પરંતુ તારા અંતરની સંપૂર્ણ નિખાલસતાથી હું તારા પ્રત્યે આકર્ષાયો હતો. ત્યારે તને તારા પૈસા કે જીવનની કશી પરવા જ ન હતી; બધું મોકળે હાથે તું વેડફી રહ્યો હતો. તેમ છતાં તારામાં વિભૂતિમાન માણસનું ધૂનીપણું હતું, અને તેથી તારી વિચિત્રતાઓમાં પણ મને ઊંડો રસ હતો. દસ દસ વર્ષની ગેરહાજરી બાદ, તું રણપ્રદેશનો વસવાટ તથા બધા ખ્રિસ્તી વહેમો છોડીને પાછો અમારી વચ્ચે તથા તારા જૂના જીવન-વ્યવહારમાં પાછો પ્રવેશે છે, એ ઉજજ્વળ દિવસની યાદગીરીમાં હું એક સફેદ પથ્થર ઊભો કરાવીશ.” આટલું ઑફ શિયસને કહ્યા પછી, તેણે પોતાની બે ગુલામડીઓને કહ્યું, “જુઓ, તમે મારા આ પ્રિય મહેમાનના હાથ, પગ અને દાઢી સ્વચ્છ તથા સુવાસિત કરો.” પેલી બે સુંદરીઓ હસતી હસતી એક જળકુંડી, અત્તરની કુપ્પીઓ તથા ધાતુનો અરીસો લઈ આવી. પરંતુ ઑફનુશિયસે સર્વસત્તાધીશની અદાથી તેમને દૂર રહેવા કહ્યું તથા પોતાની આંખો નીચી કરી દીધી, જેથી તેઓનું નગ્ન દેહ-સૌંદર્ય પોતાની નજરે ન પડે. તેણે હવે નિસિયાસને સંબોધીને કહ્યું, “તે કહ્યું તેમ હું ખ્રિસ્તી વહેમોને ત્યાગીને અહીં પાછો નથી આવ્યો. ખ્રિસ્તી સિદ્ધાંત તો પરમ સત્યોનું પરમ સત્ય છે. પરમાત્માએ પોતાના શબ્દથી આ બધું ઉત્પન્ન કર્યું છે; અને પરમાત્મા વિના કશું ઉત્પન્ન થઈ શકતું નથી. એમનામાં જ જીવન-સવ રહેલું છે; અને એ જીવન-સત્ત્વથી જ માનવ અંતર પ્રકાશિત થાય છે.” Page #50 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ નિસિયાસે હવે સુગંધિત કુરતું પહેરી લીધું હતું; તેણે કહ્યું, વહાલા મિત્ર પૅનુશિયસ, તું અણઘડપણે ફાવે તેમ જોડી કાઢેલા અને ખાલી ગણગણાટ જેટલા મૂલ્યના શબ્દો રટીને મને ચકિત કરવા માગે છે કે શું? તું ભૂલી ગયો કે, હું પોતે જ એક ફિલસૂફ છું! એમિલિયસ, પોફિરી અને પ્લેટો જેવા મહારથીઓની સર્વોત્તમ કૃતિઓ પણ મને સંતોષ નથી આપી શકી; તો પછી એમિલિયસ જેવાના પોશાકમાંથી અજ્ઞાન લોકોએ ફાડી લીધેલાં થોડાંક ચીંથરાં જેવા તારા ખ્રિસ્તી તત્ત્વસિદ્ધાંતો મને સંતોષ આપી શકશે શું? ઋષિઓએ ઊભા કરેલા કહેવાતા તે તત્ત્વસિદ્ધાંતો, માનવોની નાદાન બાલિશતાને પંપાળવા કલ્પી કાઢેલી તોતાકહાણીઓ છે. અને જેમ ઘેટા-સસલાની કે ચકલા-ચકલીની વાતોથી બાળકો આનંદ પામે, તેમ એ વાતોથી તેઓનું મનોરંજન થાય છે.” ૩૬ 66 આટલું કહીને પછી પોતાના મહેમાનનો હાથ પકડી, તે તેને પોતાના પુસ્તક-ભંડારમાં લઈ ગયો,જ્યાં જુદી જુદી કરંડિકાઓમાં પેપીરી-પત્રો ઉપર લખેલાં પુસ્તકોના વીંટા ઉપર વીંટા ગોઠવેલા હતા. પોતાનો એ મોટો ગ્રંથભંડાર બતાવીને નિસિયાસે પૅનુશિયસને કહ્યું, “ફિલસૂફીએ આ વિશ્વની ઉત્પત્તિ અને સ્વરૂપ વગેરે સમજાવવા જે કંઈ વિવિધ દર્શનો રચ્યાં છે, તેનો આ તો બહુ અલ્પ હિસ્સો છે. એ જાતનું બધું સાહિત્ય તો ધનસંપત્તિથી છલકાતા સેરાપિસના મહામંદિરના ગ્રંથભંડારમાં પણ સંઘરી ન શકાય. જોકે, એ બધું છેવટે માંદા માણસોએ કરેલા કલ્પનાવિહાર તુલ્ય છે, એટલું સમજી રાખ. "" પછી તેણે પોતાના મહેમાનને હાથીદાંતની એક ખુરશીમાં ત્યાં જ બેસાડયો. પૅનુશિયસ કાળું-અંધાર મે કરી, એ બધાં પુસ્તકો તરફ જોઈ ઘૂરકવા લાગ્યો. છેવટે તે બોલ્યો—“આ બધું બાળી નાંખવું જોઈએ !” Page #51 -------------------------------------------------------------------------- ________________ નિસિયાસ ૩૭ “ના, ના, મારા પ્રિય મહેમાન, આ બધું બળી જાય, એ તો ભારે કરુણાજનક ઘટના બની કહેવાય. કારણ કે, માંદા માણસનાં આ સ્વપ્ન પણ કોઈ કોઈ વાર મજાનાં હોય છે. ઉપરાંત, જો આપણે પૃથ્વી ઉપરથી મનુષ્યોના આવા બધા ભ્રમો અને સ્વપ્નો નષ્ટ કરી નાંખીએ, તો પૃથ્વીનાં રૂપ-રંગ જ નાશ પામી જાય, અને પછી આપણે જડ તામસમાં વિચરતાં પ્રાણીઓ જ બની રહીએ.” પણ પેફનુશિયસે તો પોતાની જ રગે ચડીને આગળ કહ્યું, “ગેર-ધર્મી લોકોના તત્ત્વસિદ્ધાંતો મિથ્યા જૂઠાણાં જ છે; પરંતુ સત્યસ્વરૂપ ઈશ્વર ચમત્કાર સરજીને, કૃપા કરીને, મનુષ્યોમાં પ્રગટ થયા છે; અને પુત્ર ઈશુ રૂપે દેહધારી થઈને આપણી વચ્ચે રહી ગયા છે. તેમને પ્રગટ કરેલાં સત્ય જૂઠાં હોઈ શકે નહીં.” નિસિયાસે જવાબ આપ્યો, “વહાલા મિત્ર, તું કહે છે કે, ઈવર દેહધારી થઈને અવતર્યા હતા. હવે ઈશ્વર જો આપણ મનુગોની પેઠે વિચારે, વર્તે, બોલે, અને ધરતીતળ ઉપર ફરે, તો તેને બીજા માણસો જેવો માણસ જ ગણવો જોઈએ. પેરિકિલસના સમયમાં જુપિટર દેહધારી થઈને આથેન્સમાં ફરતો મનાતો, તે વખતે આથેન્સનાં નાનાં ભૂલકાં પણ તેને પરમદેવ માનતાં ન હતાં; તો પછી દેહધારી થઈને આપણી પેઠે વર્તતા આ નવા જુપિટરમાં આપણે બધા જ શ્રદ્ધા રાખીએ, એવી અપેક્ષા નું શી રીતે રાખી શકે? પણ એ બધી ચર્ચા પડતી મૂકીએ. તું કંઈ ઈશ્વરની ત્રિમૂર્તિની વાસ્તવિકતા અંગે મારી સાથે ચર્ચા કરવા તો નહિ જ આવ્યો હોય! તો મારા પ્રિય સહપાઠી મિત્ર! તારા આગમનનું શું પ્રયોજન છે, અને મારે તારે માટે શું કરવાનું છે, એ તું મને જણાવી દે!” “તારે મારે માટે એક પુણ્ય-કૃત્ય જ કરવાનું છે; કશું અપકૃત્ય કરવાનું નથી. તે હમણાં સ્નાન બાદ પહેર્યો એવો એક સુગંધી જભો તું મને આપ; તથા સોનેરી સંડલની એક જોડ અને મારા વાળ અને દાઢી ઉપર લગાવવા માટે સુગંધીદાર અત્તરની એક Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તપસ્યા અને નિગ્રહ કુપ્પી આપ. સાથે એક હજાર રૂપૈયા ભરેલો વાટવો પણ આપ. આપણી જૂની મિત્રતાની યાદગીરીમાં તથા ઈશ્વર-પ્રીત્યર્થે આટલાં વાનાં તારી પાસે હું માગું છું. “અને નિસિયાસ, એ બધું લઈ, હું કશું અપકૃત્ય કરવા જાઉં છું, એમ પણ માની ન લઈશ. તારા એ જણ્ણાનો, થેલીનો અને સેંડલનો બહુ પવિત્ર-ધાર્મિક ઉપયોગ જ હું કરવાનો છું.” G “ કામદેવ સાથે માકરી ન બાંધીશ! ' પૅનુશિયસે કરેલી માગણીના જવાબમાં નિસિયાસે તરત તેની પેલી બે સ્વરૂપવતી દાસીઓને પોતાનો સારામાં સારો જરી ભરેલો જો લઈ આવવા ફરમાવ્યું. પેલી બે જણીઓ એક મહામૂલો જભ્ભો લઈ આવી, તથા પહેરાવવા માટે તેને ખુલ્લો કરી, પેફનુશિયસ પોતાનો જૂનો જમાો ઉતારી કાઢે, તેની રાહ જોઈને ઊભી રહી. પણ પૅનુશિયસે તે જમાો પોતાના જૂના જન્મા ઉપર જ પોતાને પહેરાવી દેવા તેમને જણાવ્યું. એ રીતે બે જણ્ણા ઓઢેલા એ સાધુનો જે દેખાવ થયો, તે જોઈ પેલી દાસીઓ ખડખડાટ હસવા લાગી. તેઓ ગુલામ-દાસીઓ હતી, પણ મહાસુંદર રૂપગર્વિતાઓ હોઈ, પુરષોથી બીતી-છપાતી ન હતી. પૅનુશિયસ ભગવાનને યાદ કરતો કરતો, તેમનાથી આડું જોઈ રહ્યો. પછી તેણે સોનેરી સૅન્ડલના પટા પગે તાણી બાંધ્યા, તથા પેલી રૂપૈયા ભરેલી થેલી કમરપટે લટકાવી દીધી. નિસિયાસ આ બધું હસતે મોંએ જોઈ રહ્યો હતો. પૅનુશિયસે તેને ફરીથી ખાતરી આપવા માંડી કે, તે આ બધાનો કશો દુરુપયોગ નથી કરવાનો, પરંતુ ધર્માર્થ સદુપયોગ જ કરવાનો છે. ત્યારે તેણે જવાબમાં કહ્યું, Page #53 -------------------------------------------------------------------------- ________________ “કામદેવ સાથે બાકરી ન બાંધીશ !” ૩૯ “પ્રિય મિત્ર, તું કશું અપકૃત્ય કરવા નીકળ્યો છે, એવી મને જરા પણ શંકા નથી. કારણ કે, હું માનું છું કે, માણસો તદ્ન સારું કે તદ્દન ખોટું એવું કશું કરવાને અશક્તિમાન છે. ઉપરાંત, કોઈ કૃત્યને તદ્દન સારું કે તદ્દન ખોટું કહેવું, એ તો કેવળ અભિપ્રાય અને માન્યતાનો સવાલ છે. ડાહ્યો માણસ આવી બધી બાબતોમાં રૂઢિ કે પરંપરાની દોરવણી અનુસાર વર્તે છે. હું અલેક્ઝયા શહેરમાં જે માન્યતાઓ કે પૂર્વગ્રહો પ્રચલિત છે, તે બધાંને સર્વતોભાવે અનુસરું છું; અને તેથી હું પ્રમાણિક સજ્જન ગણાઉં છું. માટે ભાઈ, જા અને મનમાં આવે એમ મોજ કર!” પરંતુ પૅનુશિયસને લાગ્યું કે, પોતાનો મિજબાન આ બધાનો કંઈક ભળતો જ હેતુ કલ્પતો હોઈ, પોતાના સાચા ઇરાદાની જાણ તેને કરી દેવી જોઈએ. એટલે તેણે કહ્યું, “થિયેટરમાં ખેલો વખતે ભાગ લેતી પેલી જાણીતી નટી થાઈને તો તું ઓળખે છે ને?” C4 હા, તે અતિ સ્વરૂપવતી છે. એક વખત મને પણ તે બહુ પ્રિય હતી. અને તેની સાથે ભોગવિલાસ કરવા પાછળ મેં મારી એક યંત્ર-ઘંટી અને બે ખેતરો વેચી નાંખ્યાં હતાં. તેના માનમાં મે ધૂળધમા જોડકણાંનાં ત્રણ પુસ્તકો પણ લખ્યાં છે. ખરેખર, આ જગતમાં સૌંદર્ય જેવું બીજું શક્તિશાળી ચાલક બળ બીજું કોઈ નથી; અને જો આપણે કાયમને માટે તે સૌંદર્યનો ઉપભોગ કરી શકતા હોઈએ, તો પછી ફિલસૂફોના ઘટ-પટના લવારા સાંભળવાની કોઈને ભાગ્યે કશી જરૂર રહે! પરંતુ મારા ભલા મિત્ર પૅનુશિયસ, મને નવાઈ એ વાતની થાય છે કે, તું થાઈ બાબત આ પ્રશ્ન પૂછવા જ છેક થિબૈદના રણના ઊંડાણમાંથી અહીં સુધી ચાલ્યો આવ્યો નહિ હોય ! ” પૅનુશિયસ હવે નિસિયાસ તરફ ત્રાસભરી નજરે જોઈ રહ્યો: કોઈ માણસ થાઈ સાથેના પોતાના વેશ્યાગમન જેવા મહાપાપની વાત આમ ઠંડે પેટે બીજાને કહી શકે, એ તેને શકય જ લાગ્યું નહિ. પૃથ્વી ફાટી પડીને પોતાની જવાળાઓમાં નિસિયાસને ગળી જાય Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તપસ્યા અને નિગ્રહ તોય સારું, એમ તેને થયું. પણ પૃથ્વી તો કંઈ ફાટી નહિ, અને નિસિયાસ પણ પોતાના ગત યૌવનની સ્મૃતિઓ તાજી કરી ખિન્નતાપૂર્વક હસતો હસતો કપાળે હાથ મૂકી, તેની સામે જ ચૂપ બેસી રહ્યો. ઍફનુશિયસ હવે ઊડ્યો અને ગંભીર અવાજે બોલ્યો “તો હે નિસિયાસ, તું હવે જાણી રાખ કે, ઈશ્વરની સહાય અને કૃપાથી હું એ જ થાઈને દુનિયાની પાપી પ્રીતમાંથી છોડાવી લઈ, ઈશુ ખ્રિસ્તને પ્રેમસખી તરીકે સમર્પશ: હું જો જીવતો રહ્યો, તો એ સ્ત્રીને આ શહેરની પાપી ચુંગલમાંથી હંમેશ માટે આંચકી લઈ, તેને સાધ્વીઓના મઠમાં દાખલ કરીને જ જંપીશ.” “જોજે ભાઈ, એમ કરતાં કામદેવને* ગુસ્સે ન કરી બેસતો! તે બહ પ્રબળ દેવ છે; અને થાઈ જેવા તેના મહા-બાણને તું તેના હાથમાંથી ઝૂંટવી લેવા તાકીશ, તો તે બહુ કારમી સજા તને કરશે.” ઈશ્વર મારું રક્ષણ કરશે! તે જ મારા અંતરને પ્રકાશિત કરો! તથા અજ્ઞાન-કૂપમાંથી તારો પણ ઉદ્ધાર કરો!” આટલું કહી તે તરત કમરા બહાર જવા લાગ્યો. નિસિયાસ તેની પાછળ દોડી ગયો અને છેક ઊમરા આગળ તેને પકડી પાડીને, તેના ખભા ઉપર હાથ મૂકી, કાનમાં ધીમેથી બોલ્યો – “ભાઈ, કામદેવ સાથે બાકરી બાંધવા ન જઈશ; એ બહુ કારમી વેરવૃત્તિ રાખનારો દેવ છે.” ઍફનુશિયસ એ તુચ્છ શબ્દો તરફ છેક તિરસ્કારનો ભાવ દાખવતો, પાછું વળીને જોયા વિના જ ચાલતો થયો. તેને નિસિયાસ ઉપર ધૃણા આવી ગઈ હતી. આ તેના પૂર્વમિત્રે થાઈને ભોગવી હતી! બીજી કોઈ સ્ત્રી સાથે તેણે એ પાપકર્મ કર્યું હોત, તો તેને આટલું બધું ન લાગત; પરંતુ થાઈની સાથે! એ તો તેને દુષ્ટતાની અવધિ * મૂળમાં વિનસ છે, તે કામ-સૌંદર્યની રોમન દેવી છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ “કામદેવ સાથે બાકરી ન બાંધીશ!” ૪૧ જ લાગતી હતી; અને ત્યારની ઘડીથી નિસિયાસ તેને માટે એક શાપિત વ્યક્તિ બની રહ્યો. હવે તો થાઈને આ બધા ગેર-ધર્મીઓના હાથમાંથી છોડાવવા ઑફનુશિયસ વિશેષ અધીરો થઈ ગયો. પરંતુ થાઈના ઘરમાં પ્રવેશવા માટે દિવસનો તડકો દૂર થાય તેની રાહ જોવાની જરૂર હતી; અને હજુ તો હમણાં જ પ્રાત:કાળ પૂરો થવા આવ્યો હતો. એટલે, વખત કાઢવા, લોકોના અવરજવરવાળી શેરીઓમાં ઍફનુશિયસે ભટકવા માંડ્યું. એ દિવસે તેણે ઉપવાસ કરવાનું જ નક્કી કર્યું હતું, જેથી ઈશ્વર પાસે યાચેલી કૃપાઓ માટે પોતે વધુ લાયક બને. કોઈ દેવળમાં તો તેને જવાનું હતું નહિ, કારણ કે, પૂર્વના સમ્રાટના ટેકાથી અહીંના વિદ્રોહીઓએ અલેક્ઝાંડ્રિયાના ખ્રિસ્તી ધર્મતંત્રને ઉજાડી નાંખ્યું હતું.* ફરતાં ફરતાં પંફનુશિયસ હવે બંદરના ધક્કા ઉપર આવી પહોંચ્યો. કેટલાંય વહાણો બંદરમાં લાંગરેલાં હતાં, અને તેમની પાર ભૂરા અને રૂપેરી રંગે ઓપતો સમુદ્ર પથરાયેલો હતો. ચાંચ ઉપર જલપરીની આકૃતિવાળું એક વહાણ તે વખતે જ લંગર ઉપાડી, દરિયા તરફ ચાલતું થયું; તે જોઈ ઍફશિયસને યાદ આવ્યું કે, પોતે પણ એક વખત આમ દરિયો ખેડી પરદેશ જવાનો વિચાર કરતો હતો. આવી જ કોઈ જલપરી તેને પણ પરદેશ ઉપાડી ગઈ હોત. એટલે, તેણે પરમાત્માનો આભાર માન્યો કે, વખતસર પોતાની * ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થવા લાગતાં ઈશુના દેવત્વ વગેરે અંગે ખ્રિસ્તીઓમાં જ તીવ્ર મતભેદ ઊભા થવા લાગ્યા હતા. તેઓ પરસ્પર એકબીજાને નાસ્તિક કહેતા અને એકબીજાનું દમન કરવાની તક સાધી લેતા. રોમન ચર્ચ સંતોની અને ખાસ કરીને ઈશુની માતા મેરીની મૂર્તિની પૂજાને ઉત્તેજન આપવું; ત્યારે ગ્રીક ચર્ચ તેનો સખત વિરોધ કરતું અને તે પૂજા કરનારાઓને નાસ્તિક ગણી કાઢતું. Page #56 -------------------------------------------------------------------------- ________________ * તપસ્યા અને નિગ્રહ મૂર્ખાઈ તેને સમજાઈ ગઈ અને પોતે દરિયો ખેડવાનું માંડી વાળી ઈશુ-શરણે ગયો! આવા આવા વિચારોમાં, પાસે પડેલા દોરડાના એક વીંટા ઉપર તે થાકીને બેઠો, અને બેઠો બેઠો ત્યાં જ ઊંઘી ગયો. સ્વપ્ન બંદરના ધક્કા ઉપર દોરડાંના વીંટા ઉપર બેઠાં બેઠાં જ ઊંઘવા માંડેલા ઍફનુશિયસે એક સ્વપ્ન જોયું : દુંદુભિ ગગડી રહ્યાં હતાં ભેરી વાગી રહી હતી, અને આખું આકાશ રક્તવણું બની ગયું હતું. એ પરથી તે સમજી ગયો કે, કયામતનો દિવસ પાસે આવી પહોંચ્યાની એ નિશાનીઓ હતી. તરત જ તેણે ઈશ્વરની પ્રાર્થના કરવા માંડી. એવામાં એક વિરાટકાય રાક્ષસી આકૃતિને તેણે પોતાના તરફ ધસી આવતી જોઈ. તે આકૃતિને તેણે તરત ઓળખી કાઢી – તે સિલસિલીનું ફિક્સ હતું! ફિકસે આવી તેને પોતાની રાક્ષસી દૃષ્ટાઓથી ઉપાડ્યો અને પહાડો, નદીઓ અને દેશો ઓળંગી, છેવટે એક વેરાન પ્રદેશમાં એક કરાડ ઉપર લાવીને મૂક્યો. એ આખો પ્રદેશ ઘૂરકતા ખડકો અને બળબળતા અંગારાઓથી છવાયેલો હતો; જમીન ઘણી જગાઓએ ચિરાઈ ગયેલી હતી; અને એ તરાડોમાંથી ધીકતી હવા બહાર ભભૂકતી હતી. ફિકસે પૈફનુશિયસને સંબોધીને કહ્યું –“નીચે જો!” ઍફનુશિયસે કરાડ ઉપરથી નીચે દેખાતી ખાઈમાં જોયું, તો અગ્નિની એક નદી બે કાળા પહાડો વચ્ચે થઈને ઊંડે ઊંડે વહેતી જતી હતી. ત્યાં ભૂખરા પ્રકાશમાં નરકનાં મલિન સત્ત્વો પાપીઓના જીવાત્માઓને પીડતાં હતાં. એ જીવાત્માઓ શરીરધારી દશાનાં પોતાનાં શરીરોના www Page #57 -------------------------------------------------------------------------- ________________ ને. આભાસવાળા હતા. તેઓ તેમની એ યાતનાઓ વચ્ચે પણ શાંત સ્વસ્થ જેવા દેખાતા હતા. તેઓમાંના એક ઊંચા અને સફેદ રંગના જીવાત્માએ માથાની આસપાસ પટ્ટાનું બાંધણ બાંધેલું હતું અને તેના હાથમાં દંડ હતો. તે દેવો અને વીરો વિશે ગીત ગાતો હતો. નાનાં લીલા રંગનાં પિશાચો તેના હોઠ તથા ગળામાં લાલચોળ ધીકતા સળિયો ખોસતાં હતાં; છતાં હોમરનો એ આભાસ ગાયા જ કરતો હતો. પાસે જ ટાલિયો અને બુટ્ટો એનેક્ષેગોરાસ, કંપાસ વડે ધૂળ ઉપર આકૃતિઓ દોરતો હતો. એક રાક્ષસ તેના કાનમાં ઊકળતું તેલ રેડતો હતો, છતાં એ ચિંતક તેની એકાગ્રતામાંથી વિચલિત થતો ન હતો. એ અગ્નિમયી નદીના કાળા કિનારાની બાજુઓએ બીજા પણ કેટલાક જીવાત્માઓ વાંચતા હતા, કે ફરતા ફરતા વાતો કરતા હતા. ટિમોકિલસ એકલો એ બધાથી દૂર ખસી, માથું ધુણાવી નન્નો ભણતો હતો. એક રાક્ષસ તેની આંખો સામે સળગતી મશાલ હલાવી રહ્યો હતો, પણ ટિમોકિલસ જાણે એ રાક્ષસ કે એની મશાલને જોતો જ ન હતો. આ દૃશ્યથી નવાઈ પામી, પૂંફનુશિયસે દિમૂઢ થઈને પોતાને અહીં ઉપાડી લાવનાર ફિકસ તરફ જોયું. તો તે સત્ત્વ તો ક્યારનું અદૃશ્ય થઈ ગયું હતું અને તેની જગાએ એક બુરખાધારી સ્ત્રી ઊભેલી હતી. તે સ્ત્રીએ ઑફશિયસને કહ્યું – જો, અને સમજ! આ ગેર-ધર્મીઓની હઠીલાઈ એવી છે કે, નરકમાં પણ તેઓ પૃથ્વી ઉપર વિચરતી વખતના પોતાના ભ્રમોના જ શિકાર બની રહે છે. મૃત્યુ પણ તેમના ભ્રમો દૂર કરી શકયું નથી. આમ જેઓ જીવનકાળ દરમ્યાન સત્યથી વંચિત રહે છે, તેઓ હંમેશાં સત્યથી વંચિત જ રહેવાના. નરકના દૂતો આ જીવાત્માઓને ગમે તેટલી યાતનાઓ આપે, છતાં તેમને કશી અસર થતી નથી. સત્યથી વંચિત હોવાને લીધે, પોતાની અધોગતિને પણ તેઓ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તપસ્યા અને નિગ્રહ જાણતા નથી. ઈશ્વર પોતે પણ તેઓને દુ:ખ વેઠવાની ફરજ પાડી શકતો નથી!” - “ઈશ્વર બધું જ કરી શકે, ”ફનુશિયસે વિરોધ કરતાં કહ્યું. “ઈશ્વર પણ અઘટિત વસ્તુ ન કરી શકે; કારણ કે, તેમને સજા કરવી હોય, તો તેમને સાન-સમજ આપવી જોઈએ; અને એક વાર જો તેઓ સત્ય-વાન બને, તો પછી તેઓ જ્ઞાની-મુક્ત જેવા જ બની ગયા કહેવાય !” ઍફનુશિયસે મૂંઝાઈને તથા ત્રાસીને ફરીથી એ કરાડ ઉપરથી નીચે ખીણમાં જોયું. આ વખતે તેને નિસિયાસનો જીવાત્મા દેખાયો, તેના માથા ઉપર ફૂલમાળા હતી; તે એક બળેલા ઝાડ નીચે બેસી, પોતાના સાથીદાર સાથે પ્રેમ અને ફિલસૂફીની વાતો કરી રહ્યો હતો. અગ્નિનો વરસાદ તે બંને ઉપર, જાણે તાજગીભર્યું ઝાકળ પથરાનું હોય તેમ પડતો હતો; અને ધરા ધીકતી હતી તોપણ તેઓએ કુમળા ઘાસ ઉપર મૂક્યા હોય તેમ પોતાના પગ નિરાંતથી ગોઠવ્યા હતા. ઑફશિયસ એ દૃશ્ય જોઈ પોકારી ઊઠયો– “હે પ્રભુ! હે પરમાત્મા! આ દુષ્ટને કારમી સજા કરો; એ તો નિસિયાસ છે! તે રડે– ચીસો પાડે તેટલી યાતના તેને આપો! તે બદમાશે થાઈ જોડે ભોગ ભોગવ્યા છે!” તે જ ઘડીએ ઑફનુશિયસ ઊંઘમાંથી જાગી ઊઠ્યો. એક ખલાસીએ તેને હાથમાં પકડી લીધો હતો. તેણે કહ્યું, “સાંસતો થા, સાંસતો થા, ભાઈ! આમ ડક્કાની કિનારી ઉપર તે સુવાય? મેં તને પકડી ન લીધો હોત, તો તું પાણીમાં જ ગબડ્યો હોત. વખતસર આવીને મેં તારી જિંદગી બચાવી છે.” - “પરમાત્માનો આભાર માનું છું,” ઑફનુશિયસે જવાબ આપ્યો. પછી તે ઊભો થઈ, પોતે જોયેલા દૃશ્ય ઉપર વિચાર કરતો કરતો ત્યાંથી પાછો ફર્યો. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૫ થિયેટરમાં તે સમજી ગયો કે, આ સ્વનું મેલાં સત્ત્વોએ મોકલેલું દુ:સ્વપ્ન જ હતું. પણ તો પછી પરમાત્માએ તેને આમ મલિન સત્ત્વોના હાથમાં કેમ સપડાવા દીધો છે? પોતે તો પરમાત્મા-પ્રીત્યર્થે થાઈ જેવા પતિત આત્માનો ઉદ્ધાર કરવાને કામે આવેલો છે! પરમાત્માને એ બદલ ઠપકો આપતો તે વિચારમાં ને વિચારમાં તણાતો આગળ વધતો હતો. તેવામાં તેને અચાનક લાગ્યું કે, પોતે અમુક દિશામાં વેગે ધસતા લોકોના ટોળામાં ખેંચાતો જતો હતો. થિયેટરમાં પોતાની આસપાસના લોકોના પ્રવાહને એક જ દિશામાં વેગે ધસતો જોઈ, ઍફનુશિયસે પાસેના એક જણને પૂછયું, “આ લોકો આમ ક્યાં દોડી જાય છે, વારુ?” વાહ! અજાણ્યા ભાઈ, તને ખબર નથી કે અત્યારે ખેલ થવાનો છે, અને થાઈ તેમાં ભાગ લેવાની છે? આ બધા નગરજનો તે તરફ જાય છે અને હું પણ જાઉં છું. તારે મારી સાથે આવવું છે?” ખેલમાં ભાગ લેતી થાઈને જોવાથી, તેને સંસાર છોડાવવાના પોતાના નિરધારને ટેકો મળશે એમ માની, ઍફનુશિયસ એ અજાપ્યાની પાછળ પાછળ ચાલવા લાગ્યો. થોડી વારમાં તેઓ વિશાળ થિયેટરની નજીક આવી પહોંચ્યા. તેની ગોળાકાર તોતિંગ બાહ્ય દીવાલ ઉપર અસંખ્ય મૂર્તિ-શિલ્પ કોતરેલાં હતાં. ટોળાની સાથે ઘસડાતા તેઓ એક સાંકડા પ્રવેશમાર્ગમાં થઈને અંદર દાખલ થયા. તેને છેડે પહોંચતાં જ અંદરનું જળાંહળાં થતું આખું વિશાળ ઍન્ફિથિયેટર તેમની નજર સમક્ષ પથરાઈ રહ્યું. તેઓ એક બેઠક ઉપર જઈને બેઠા. ત્યાંથી પગથિયાંની હારમાળા વચ્ચેના રંગમંચ સુધી પહોંચતી હતી. પડદા વગરનો રંગમંચ ખાલી Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૬ તપસ્યા અને નિગ્રહ હતો, પણ બહુ ભવ્ય રીતે સજાવેલો હતો. તેની વચ્ચે એક ચિતા જેવું ખડકેલ હતું અને તેની આસપાસ લશ્કરી પડાવનો દેખાવ હતો. તંબુઓ સમક્ષ ભાલાઓને ઝૂડીબંધ ખડા કરવામાં આવ્યા હતા, અને શંભો ઉપર સોનેરી ઢાલો લટકાવેલી હતી. આસપાસ વૃક્ષોની ડાળીઓ વડે વનનો દેખાવ સજાવ્યો હતો. રંગમંચ ઉપર તો ચુપકીદી હતી; પણ પ્રેક્ષકોના ટોળામાંથી ઊભો થતો મેઘ-ધ્વનિ જેવા ગણગણાટનો ઘેરો રવ ચોમેરથી ઊઠી રહ્યો હતો. બધાનાં મુખ રંગમંચ તરફ મંડાયેલાં હતાં. સ્ત્રીઓ હસતી હતી તથા શરબતી લીંબુ ચૂસ્યા કરતી હતી; અને થિયેટરના રોજના રસિયાઓ એકબીજાને પોતાની બેઠકથી સંબોધીને રાજી થતા હતા. ઍફનુશિયસના જોડીદારે હવે તેની સાથે વાતો કરવા માંડી – “પહેલાંના વખતમાં નટો મહોરાં પહેરી, મહાકવિઓની છંદોબદ્ધ વાણી લલકારતા. હવે તો તેઓ નાટકમાં કશું બોલતા નથી, પણ મૂંગો અભિનય જ કરે છે. પહેલાંનાં નાટકોના એ શબ્દો ખરેખર ભાવુક અને સહૃદય માણસ જ માણી શકતો; હવે તો ગમે તેવો જંગલી પણ સમજી શકે એવાં કેવળ અંગભંગી અને અભિનય જ બાકી રહ્યાં છે! આથેન્સના પહેલાંના લોકો અત્યારની આપણી રંગભૂમિ જુએ, તો રંગભૂમિ ઉપર પ્રત્યક્ષ સ્ત્રીને આવતી જોઈને, આપણા વિશે શું ધારે? કોઈ સ્ત્રીએ જાહેરમાં ખુલ્લે મોંએ આમ રંગભૂમિ ઉપર આવવું, એ છેક જ અશિષ્ટ વસ્તુ છે. એ વસ્તુ સહન કરી લેનારા આપણે અત્યારે કેટલી અધોગતિ પામ્યા છીએ, વારુ? મારું નામ ડોરિયન જેટલું સારું છે, તેટલી જ એ વાત પણ સાચી છે કે, સ્ત્રી તો પુરુષની કુદરતી દુશ્મન છે, અને માનવજાતના કલંકરૂપ છે; તેને આમ ખેલાવીને જોવી – અરેરે!” તું સાચું કહે છે, ભાઈ,” પેફનુશિયસે જવાબ આપ્યો; “સ્ત્રી આપણને સુખ આપવાનો દેખાવ કરીને જ આપણા જ્ઞાન-વિજ્ઞાનનો નાશ કરે છે.” Page #61 -------------------------------------------------------------------------- ________________ થિયેટરમાં “પરંતુ, સ્ત્રી વળી પુરુષને સુખેય કયાં આપે છે? એ તો નર્યો ખેદ, કલેશ અને કાળી ચિંતાઓ જ આપે છે. આપણાં કારમાં અનિષ્ટોનું મૂળ કારણ સ્ત્રીનો પ્રેમ જ છે. જો સાંભળ, હું જ્યારે જવાન હતો ત્યારે ટ્રોઝેન તરફ પ્રવાસે ગયો હતો, ત્યાં એક જાતની મેંદીનું ઝાડ થાય છે, જેનાં પાન ઉપર અસંખ્ય છિદ્રો હોય છે. તેની કહાણી એવી છે કે, પોતાના ભાઈ પ્રત્યે અનુચિત પ્રેમ દાખવનારી ફિડા રાણી એ ઝાડ નીચે આવીને બેસતી અને પોતાનો કંટાબાભર્યો દિવસ પૂરો કરતી. તે વખતે સૂતી સૂતી તે, મનોરંજન અર્થે, પોતાના માથાના વાળમાંની સોનાની સોય કાઢી તે વડે આ ઝાડનાં પાનમાં કાણાં કર્યા કરતી. પછી પોતાના ભાઈને પોતાના અનુચિત પ્રેમથી બરબાદ કર્યા બાદ, તે પોતે પણ, નવોઢા માટે સજાવેલા શયનખંડમાં હાથીદાંતની એક ખીંટીએ પોતાનો સોનાનો કંદોરો ભેરવી, તેનો ફાંસો ખાઈને મરી ગઈ. તે દિવસથી આ મેંદીના વૃક્ષને નવાં પાન હજારો કાણાં પડેલી સ્થિતિમાં જ ફૂટે છે. મેં એ ઝાડનું એક પાન તોડી લીધું હતું. હું તે પાનને મારી પથારીને ઓશિકે મૂકી રાખું છું; જેથી, એના ઉપર નજર પડતાં જ સ્ત્રી પ્રત્યેનો કામાગ્નિ આપણી શી વલે કરે છે, એ યાદ આવ્યા કરે. ત્યારથી મેં એપિકયુરસના* સિદ્ધાંતનું શરણ લીધું છે અને હું દુ:ખ પરિણામી બધાં સુખોથી બચતો રહું છું.” ઍફનુસિયસે પૂછયું, “ભાઈ ડોરિયન, તો તું હવે કયાં સુખો પસંદ કરે છે વારુ?” * એક ગ્રીક ફિલસૂફ (ઇ. સ. પૂ. ૩૪૨ – ૨૭૦). સુખ ભોગવવું એ તેનો સિદ્ધાંત હતો; પરંતુ જે સુખ પરિણામે દુ:ખ આપે, એ સુખ તે વર્જ્ય ગણાવતો. આમ સુખવાદી હોવા છતાં, ઘણાં સુખો, તેના સિદ્ધાંત અનુસાર વર્ષ ગણાતાં હોઈ, તેના અનુયાયીઓ ચાલુ અર્થમાં વિલાસી ન હતા. Page #62 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ “હવે હું એક જ પ્રવૃત્તિમાં સુખ અનુભવું છું, અને તે છે ધ્યાન-ચિંતન. જે માણસ અજીર્ણથી પીડાતો હોય, તેણે બીજા આનંદો તરફ નજર ન કરવી જોઈએ.” ૪૮ પૅનુશિયસ ડોરિયનને ભગવદ્-ધ્યાનના આનંદ તરફ વાળવા માટે યોગ્ય અધિકારી ગણીને તેને ખ્રિસ્તી ધર્મસિદ્ધાંતોનો ઉપદેશ આપવા જતો હતો, તેવામાં આસપાસના પ્રેક્ષકોએ તેઓ તરફ ગુસ્સાની નજરે જોઈ, તેમને ચૂપ રહેવા ફરમાવ્યું. આખા થિયેટરમાં સ્મશાન સમાન ચુપકીદી છવાઈ ગઈ હતી; અને થોડી વારમાં જ રંગમંચ ઉપરથી શૂર-સંગીતના સૂરો રેલાવા શરૂ થયા. રંગમંચ ઉપર ખેલ શરૂ થયો : સૈનિકો પોતપોતાના તંબૂઓમાંથી બહાર નીકળ્યા, અને તે જ ઘડીએ, ચમત્કારની જેમ, ચિતાની ટોચ ઉપર એક વાદળ છવાઈ ગયું. એ વાદળ ખસી જતાં, તેની જગાએ સોનેરી બખ્તરધારી ઍકિલીઝનો પ્રેતાત્મા દેખાયો. પોતાના હાથ બધા સૈનિકો તરફ લાંબા કરીને તે જાણે તેઓને સંબોધીને કહેતો હતો, “શું તમે બધા મારી ચિતાને મારો ગમતો ભોગ ચડાવ્યા વિના જ આપણા વતને પાછા ફરશો? જે વતન હું હવે ફરી કદી જોઈ શકવાનો નથી!” તરત જ મુખ્ય મુખ્ય ગ્રીક નાયકો ચિતા આગળ ભેગા થઈ ગયા. ઍકિલીઝનો જુવાન પુત્ર તો ધૂળમાં જ આળોટી ગયો. પુલિસીસે અભિનયથી જણાવ્યું કે, તે પોતે વીર ઍકિલીઝના પ્રેતાત્માની માગણી સાથે સહમત છે. તેણે રાજા ઍગમૅમ્નૉનને સંબોધીને એવું કહેવાનો અભિનય કર્યો – “ ઍકિલીઝ આપણા દેશ માટે વીરતાપૂર્વક લડતો મરણ પામ્યો છે. તેની ચિતા ઉપર પ્રિયામની પુત્રી કુમારી પોલિકસેનાનું બલિ Page #63 -------------------------------------------------------------------------- ________________ રંગમંચ ઉપર ૪૯ દાન ચડાવવામાં આવે એવી તેની ઇચ્છા છે. હે ગ્રીકો! એ વીરના પ્રેતાત્માને તૃપ્ત કરો, જેથી તે પાતાળલોકમાં સુખેથી રહે.” પણ ઍગમેગ્નૉન પોલિકસેનાની બહેનનો પ્રિયતમ હતો. તેણે દલીલ કરી કે, પ્રિયામના વંશ ઉપર ઘણીય આફતો પડી છે; હવે તેના વંશનાં માણસોને ખમા કરવી જોઇએ – રાહત મળવી જોઈએ. અલિસીસે પોલિકસેનાની બહેનની શધ્યાને ઍકિલીઝના ભાલાને બદલે વધુ વહાલી ગણવા બદલ ઍગમેગ્નૉનને ઠપકો આપ્યો. બધા ગ્રીકોએ, પોતાનાં આયુધો ખખડાવીને, યુલિસીસના મતને ટેકો આપ્યો. એટલે પોલિકસેનાનું બલિદાન આપવાનું નક્કી થયું અને ઍકિલીઝનો પ્રેતાત્મા સંતુષ્ટ થઈ ચાલ્યો ગયો. સંગીત પણ આ બધાં પાત્રોના વિચારોને વ્યક્ત કરતું હોય તેમ ઊંચા-નીચા સૂરોથી સાથ આપવા લાગ્યું. ઍફનુશિયસ આ જોઈ ધૃણાપૂર્વક બોલી ઊઠ્યો, “અહા! મિશ્યા દેવ-દેવીઓને પૂજનારા આ ગેર-ખ્રિસ્તી લોકો કેવા ક્રૂર હતા, એ આ દંતકથા ઉપરથી જણાય છે.” “બધા ધર્મપંથો આવા આવા લોહી-ખરડયા ગુનાઓને જ જન્મ આપે છે. આમાં તો એપિકયુરસ જ, ગ્રીક હોવા છતાં, ડાહ્યો નીકળ્યો, કે જેણે માણસોને અજ્ઞાત ભયો અને મિથ્યા વહેમોમાંથી ઉગારી લીધા -” એમ ડોરિયન પોતાનું ડહોળવા લાગ્યો. પરંતુ એટલામાં જ મંચ પર પોલિકસેનાની માતા હકૂબા, ચીંથરેહાલ દશામાં, પોતાના માથાના શ્વેત કેશ ફગફગાવતી, પોતાને જે તંબૂમાં કેદ રાખવામાં આવી હતી ત્યાંથી બહાર નીકળી આવી. તેને સ્વપ્નમાં એવી આગાહી મળી હતી કે, તેની પુત્રીને અને તેને પોતાને માથે આફત છે. તેની પુત્રીનું બલિદાન ચડાવી દેવામાં આવશે. યુલિસીસે હકૂબા પાસે આવી પોલિકસેનાને રાજીખુશીથી સોંપી દેવા જણાવ્યું. એ સાંભળી દુ:ખની મારી તે બદ્રી સ્ત્રી પોતાના માથાના વાળ ખેંચવા લાગી, ગાલમાં નખ ભરવા લાગી, અને Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તપસ્યા અને નિગ્રહ એ બધા કઠોર ગ્રીક નાયકોના હાથ ચૂમી તેમને આજીજી કરવા લાગી. પણ તેઓએ એ ડોસીને અભિનયથી સમજાવી કે, ‘એમ તો અમારી ઘણી માતાઓએ પોતાનાં સંતાન ગુમાવ્યાં છે; તું પણ, વધુ પંચાત કે કલ્પાંત કર્યા વિના, તારી પુત્રી અમને સોંપી દે.’ એશિયાના સમૃદ્ધ નગરની એક વખતની મહારાણી અને અત્યારે ગુલામ બનેલી હકૂબાએ પોતાનું માથું ધૂળમાં રગદોળવા માંડયું. પણ તે જ ઘડીએ આગળના તંબૂઓમાંથી એકનો પડદો ઊંચો થયો અને કુમારિકા પોલિકસેનાએ દેખા દીધી. સૌ પ્રેક્ષકોમાં એ જોઈ આનંદની એક લહરી પસાર થઈ ગઈ; તે થાઈ હતી! પછી તો એના એ અભિનયને બિરદાવતો પ્રેક્ષકોનો અભિનંદનગુંજારવ ઊઠયો. પૅનુશિયસ થાઈનું અભિનય-સૌંદર્ય જોઈને, બંને હાથે પોતાની ઊછળતી છાતી દબાવી રાખી, નિસાસો નાખતો એટલું જ બોલી શકયો – “ ભલા ભગવાન, તારાં સર્જનોમાંથી એકાદને તું આટલી મોટી મહાશક્તિ શા માટે બક્ષે છે?” << પણ તેનો સાથી ડોરિયન ત્યારે અક્ષુબ્ધ જ હતો. તેણે કહ્યું, આ સ્ત્રીના શરીરની માટીમાં જે પરમાણુઓ થોડા સમય માટે એકઠાં થયાં છે, તેથી આંખોને મોહિત કરે એવો દેખાવ ઘડાયો છે, એ વાત ખરી છે. પરંતુ એ તો કેવળ અકસ્માત છે; તે પરમાણુઓ પોતે કેવી આકૃતિ સરજી રહ્યાં છે, એ કંઈ જાણતાં હોતાં નથી.” હકૂબા હવે પોતાની પુત્રીને, તેનાં આંસુ, તેનું સૌંદર્ય અને તેનું યૌવન વાપરીને પણ, યુલિસીસને પલાળવાનો પ્રયત્ન કરવાનું જણાવવા લાગી. (થાઈ) પોલિકસેના હવે એક પગલું ચાલીને તેના તંબૂની બહાર આવી. પરંતુ એ પગલું – એની એ ચાલની મનોહરતા જોઈ, આખા પ્રેક્ષકવર્ગનાં હૃદયો પરાભૂત થઈ ગયાં. યુલિસીસ જેવો યુલિસીસ પણ તેના સૌંદર્યથી એટલો બધો અભિભૂત થઈ ગયો કે, પોલિકસેના જો પોતાના હાથ ઉપર ચુંબન કરી Page #65 -------------------------------------------------------------------------- ________________ રંગમંચ ઉપર ૫૧ આજીજી કરશે, તો પોતાનાથી ના નહીં કહી શકાય એમ માની, તે માં ફેરવી ગયો અને પોતાનો હાથ તેણે જભ્ભામાં છુપાવી દીધો. પરંતુ પોલિકસેનાની સ્થિર સ્વસ્થ નજર જાણે તેને કહી રહી હતી— ડરશો નહિ! યુલિસીસ, હું તમારી મરજી પ્રમાણે મારું બલિદાન આપવા જ તૈયાર થઈ છું. પ્રિયામની પુત્રી અને હેકટરની બહેન હું કદી કોઈ પરદેશીની શય્યાભાગિની થવા કબૂલ થવાની નથી. હું દિવસના પ્રકાશને હંમેશને માટે મારા જીવનમાંથી બુઝાવવા તૈયાર છું.” પણ એ સાંભળી, અત્યાર સુધી ધૂળમાં આળોટતી હકૂબા તરત ઊઠીને ઊભી થઈ ગઈ અને પોતાની પુત્રીને પોતાના હાથ વડે ખેંચી પોતાની છાતી સાથે સીડી દેવા લાગી. પોલિકસેનાએ ધીમેથી પણ મક્કમતાથી તેના ઘરડા નબળા હાથ ખસેડી નાખ્યા અને તેને જાણે કહ્યું — 6C “મા, તમે અત્યારે ગુલામ છો; તમારો માલિક તમારા ઉપર ગુસ્સે થઈ, ના ના કહેતાં રહેશેા અને,તમારા હાથમાંથી મને ખેંચી જશે. તેના કરતાં તમે તમારો કરચલી પડેલો વૃદ્ધ હાથ છેવટના ભેટી લેવા મને વીંટાળો અને તમારા ખાડા પડેલા ગાલ આખરી ચુંબન માટે મારા મુખ પાસે લાવો.’ 55 થાઈનો ચહેરો આવા કારમા શોકના ઘેરા અભિનય વખતે વિશેષ આકર્ષક બની રહ્યો હતો. બધા પ્રેક્ષકો, જીવનની ઊંડામાં ઊંડી લાગણીઓ આટલી અલૌકિક રીતે તાદૃશ કરી આપવા બદલ, તેના પ્રત્યે આભારના ઉમળકાથી ભાવવશ બની ગળગળા થઈ ગયા. પછી ખેલ પૂર્ણાહુતિ તરફ વળ્યો:– હકૂબા મરી ગઈ હોય તેમ જમીન ઉપર ભાંગી પડી; યુલિસીસ પોલિકસેનાને ચિતા તરફ દોરી ગયો; મૃત્યુ-સ્તોત્ર ગવાવા લાગ્યું; ચિતાની ટોચ ઉપર ઍકિલીઝના પુત્રે સોનાના પ્યાલામાંથી ઍકિલીઝના પ્રેતાત્માને આહુતિ અર્પે. પછી જ્યારે બિલદાન અર્પનારા પુરોહિતો હાથ લાંબા કરી પોલિકસેનાને પકડવા ગયા, ત્યારે તેણે નિશાની કરીને જણાવ્યું કે, ‘મને Page #66 -------------------------------------------------------------------------- ________________ પર તપસ્યા અને નિગ્રહ પકડવાની કે બાંધવાની જરૂર નથી; રાજાઓની પુત્રીને ઉચિત એવી રીતે સ્વતંત્રપણે અને બંધનમુક્ત દશામાં જ હું મરવા ચાહું છું. અને તરત પોતાની છાતી પરના જમાો ફાડી નાખી તેને તેણે ખુલ્લી કરી. અને ઍકિલીઝના પુત્રે તેનાથી માં ફેરવી તેની છાતીમાં કટાર ખોસી દીધી. કુશળતાપૂર્વક કરવામાં આવેલી ગોઠવણને લીધે, થાઈની છાતીમાંથી લાલ લાલ લોહી ઊછળતું બહાર ધસી આવ્યું, અને એ કુમારિકાનું શરીર અને કપડાં લાલ રંગાઈ ગયાં. પછી માથું પાછળ નાખી દઈને, મૃત્યુના ત્રાસથી ચકળવકળ થતી આંખો સાથે, અદ્ભુત છટાથી તે નીચે ગબડી પડી. ચારે બાજુ પ્રેક્ષકોમાં આક્રંદ મચી રહ્યું અને ચોતરફ રુદનની ચીસો સંભળાવા લાગી. થાઈના અભિનય એટલો સચોટ થયો હતો કે, પ્રેક્ષકોની લાગણીઓ કાબૂમાં રહી શકે તેમ ન હતું. ૉનુશિયસ હવે બેઠક ઉપરથી ઊભો થઈ, ઠપકાના મોટા અવાજે ભવિષ્ય ભાખતો પોકારી ઊઠયો – દ પિશાચોના પૂજક હે પરદેશી નાસ્તિકો ! અને એ મૂર્તિપૂજકો કરતાં પણ નપાવટ એવા હે વિદ્રોહી ખ્રિસ્તીઓ! તમે જે આ નાટક જોયું એની પાછળ તો જુદો જ ગૂઢાર્થ છુપાયો છે! આ સ્ત્રી ખરેખર પરમાત્માને બલિદાન તરીકે અર્પિત થશે, અને તે પણ થોડા જ વખતમાં !” Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પૂર્વકથા -૧ ખેલ પૂરો થતાં પ્રેક્ષકોનાં ટોળાં, સમુદ્રનાં મોજાં હેલે ચડતાં હોય તેમ, નિર્ગમ-દ્વારો તરફ ધસવા લાગ્યાં. ઍફનુશિયસ આશ્ચર્યચકિત થયેલા પોતાના સાથી ડોરિયનથી છૂટો પડી ગયો, અને પોતાની ભવિષ્યવાણી વારંવાર ઘૂરકતો, એકલો બહાર નીકળી ગયો. એક કલાક બાદ તેણે થાઈના મકાને પહોંચી તેના દરવાજે ટકોરા માર્યા. તેણે તેને ઈશુમુખ કરવાનો મનસૂબો કર્યો હતો. બંગડીઓથી લદાયેલી એક બુઠ્ઠી કાળી ગુલામડીએ દરવાજો ખોલ્યો અને પૂછયું, “કોનું કામ છે?” “મારે થાઈને મળવું છે; અને એ સિવાય બીજા કોઈ કામે હું નથી આવ્યો, એનો ઈશ્વર સાક્ષી છે.” ઑફશિયસે કીમતી ઝભ્ભો પહેર્યો હોઈ, તથા તેના અવાજમાં આજ્ઞાકારિતાનો રણકો જોઈ, ગુલામડીએ તેને અંદર પેસવા દીધો અને કહ્યું, “બાઈ સાહેબ અંદર અપ્સરાભવનમાં બિરાજે છે; ત્યાં જાઓ અને તેમને મળો !” થાઈની પૂર્વકથા પહેલેથી જ રોમાંચક હતી : થાઈનો જન્મ સ્વતંત્ર પણ ગરીબ માતપિતાને ત્યાં થયો હતો. તેઓ મૂર્તિપૂજક હતાં. જ્યારે તે નાની બાળકી હતી, ત્યારે તેના પિતા ચંદ્ર-દરવાજા પાસે એક આરામગૃહ ચલાવતો – જેના ઘરાકો મુખ્યત્વે ખલાસીઓ હોતા. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તપસ્યા અને નિગ્રહ તેનો પિતા, જૂના જમાનાના ફારો બાદશાહની પેઠે, પગ ઉપર પગ ચડાવીને બેઠો બેઠો જ ઘરમાં હકૂમત ચલાવતો; અને તેની મા તેના પાતળા શરીરે અને તીણે અવાજે, ભૂખી બિલાડીની પેઠે, ઘરમાં આમ તેમ દોડધામ કર્યા કરતી. પડોશીઓમાં તો એવી માન્યતા હતી કે, તેની મા વસ્તુતાએ ડાકણ હતી અને રાતે દાવડી બની તેના પ્રીતમોને મળવા ઊડી જતી. થાઈ નાની હતી તોપણ સમજતી કે, એ બધાં ખોટું કહેતાં હતાં; તેની માતામાં એક અવગુણ હોય તો તે એટલો જ હતો કે, તે બહુ પાજી પ્રકૃતિની હતી અને દિવસની કમાણી આખી રાત જાણે બેઠી બેઠી ગણ્યા કરતી. આમ, આળસુ પિતા અને પાજી માતાએ થાઈને, વાડામાંનાં મરઘાં, બતકાંની જેમ, આપમેળે જેવું અને જેટલું જીવી શકાય તેટલું જીવવા છૂટી મૂકી હતી. ધીમે ધીમે થાઈ, દારૂ પીને ભાનભૂલા બનેલા ખલાસીઓના કમરપટાની કોથળીઓમાંથી, એક પછી એક કરી, બને તેટલું પરચૂરણ કાઢી લેવામાં હોશિયાર બની ગઈ. ખલાસીઓ તેને ઘૂંટણ ઉપર બેસાડી, ફાવે તેવાં ગીતો ગવરાવતા અથવા બીભત્સ શબ્દો બોલાવતા, જેનો અર્થ એ તે વખતે સમજતી નહિ. ખલાસી ઓ તેને મોંએ એ બધું સાંભળી રાજી થતા થતા, એક પછી એક તેને પોતાના હાથમાં લઈ, પોતાના દારૂભીના હોઠ અને ખાંપા જેવી દાઢી સાથે તેના કમળા ગાલને વારંવાર ચૂમ્યા કરતા. પછી થાઈના હાથમાં બક્ષિસનો કે ચોરીનો એકાદ સિક્કો આવી જાય, એટલે ઝટ તે ચંદ્ર-દરવાજા નીચે છાબડીઓ લઈને બેસતી બુટ્ટી પાસેથી મધ-પોળી ખરીદવા દોડી જાય. દરરોજ દુકાનમાં આ જ ઘટનાનું પુનરાવર્તન થયા કરતું. ખલાસીઓ પોતાનાં સાહસભર્યાં પરાક્રમોની બડાશો માર્યા કરતા; પાસા રમવા બેસતા; દેવોને ગાળો ભાંડતા; અને સારામાં સારા દારૂ માટે બૂમો પાડી હુકમો આપતા. Page #69 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણકથા – ૧ પ મોડી રાતે થાઈ દારૂડિયાઓની તકરારથી અને બૂમાબૂમથી ઝબકીને જાગી ઊઠતી. ખલાસીઓ ચારે તરફ જે હાથમાં આવે તે છૂટું ફેંકી મારામારી મચાવતા હોય, અને રોજ કેટલાંય માથાં ફૂટતાં હોય. કેટલીક વાર દીવાના પ્રકાશમાં છરીઓ પણ ચમકી ઊઠતી અને થોડી જ વારમાં લોહીના રેલા વહેવા લાગતા. ૩ થાઈના નાનપણના દિવસોમાં તેના પ્રત્યે કોઈ માયા-મમતા દાખવતું હોય, તો તે ઘરનો હબસી ગુલામ અહમસ. ઘણી વાર તે થાઈને પોતાના ઘૂંટણ ઉપર બેસાડતો અને કંજૂસ રાજાઓની વાતો કહેતો, જેઓ ભૂગર્ભમાં પોતાના ખજાના માટે ભેાંયરાં બનાવી, તે ચણનાર કડિયા અને મજૂરોની કતલ કરાવી નાખતા ! વળી, ચાલાક ચોરો રાજાની કુંવરીઓને છેવટે કેવી રીતે પરણતા, તેની વાતો પણ તે કહેતો, તથા પિરામિડો બંધાવનાર ગણિકાઓની પણ. નાની થાઈ અહમસને પિતાની પેઠે, માતાની પેઠે, ધાવની પેઠે, અને પાળેલા કૂતરાની પેઠે ચાહતી. દારૂના કૂજા ભરવા તે ભોંયરામાં જાય, કે મરઘાં-બતકાં પકડવા તે વાડામાં જાય, ત્યારે તે એની પાછળ પાછળ ગઈ જ હોય. ઘણી વાર રાતે ઊંઘવાને બદલે અહમસ રાડાંની પવનચક્કીઓ કે વહાણો થાઈને રમવા માટે બનાવી આપતો. અહમસના નવા જૂના બધા માલિકોએ તેની પ્રત્યે બહુ દુર્વર્તન દાખવ્યા કર્યું હતું. તેનો એક કાન તોડી નાંખવામાં આવ્યો હતો તથા તેનું આખું શરીર રુઝાયેલા ઘાના ડાઘાઓથી છવાયેલું હતું. છતાં તેના ચહેરા ઉપર હમેશાં આનંદપૂર્ણ શાંતિ છવાયેલી જોવામાં આવતી. પોતાના અંતરાત્મામાં તે કયાંથી આશ્વાસન પ્રાપ્ત કરતો, કે હૃદયમાં શાંતિ કયાંથી ભરતો, એની વાત કોઈ તેને પૂછતું નહિ. તે બાળક જેવો નિર્દોષ અને ભોળો હતો. તે ભારે ઘરકામ કરતી વખતે પણ પોતાના ઘોઘરા અવાજે સ્તોત્રો ગાતો, જે સાંભળી થાઈ ધ્રૂજી ઊઠતી અને વિવિત્ર દિવા-સ્વપ્નો જોવા લાગતી. Page #70 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ અહમસનાં સ્તોત્રોમાં ઘણી વાર કફન, કબર, અને કબર ઉપર બેઠેલા દેવદૂતોનો ઉલ્લેખ આવતો. થાઈ પૂછતી ~ << કાકા, તમે કબર ઉપર બેઠેલાઓ વિષે શું ગાયા કરો છો?” મારી આંખોના નાનકડા તારા, હું દેવદૂતો વિષે ગાઉં છું; કારણ કે, આપણા પ્રભુ જિસસ કબરમાંથી ઉત્થાન કરીને સ્વર્ગે પાછા ગયા છે.” પદ 66 અહમસ ખ્રિસ્તી હતો. તેણે વિધિસર દીક્ષા લીધી હતી. ધર્મ-બંધુઓની ભજન-મંડળીમાં તે થિયોડોર નામે ઓળખાતો. રાતે ઊંઘવા માટે તેને જે સમય આપવામાં આવતો, તે દરમ્યાન તે પેલી ખ્રિસ્તી-મંડળીઓમાં છૂપી રીતે પહોંચી જતો. ૪ તે વખતે અલેક્ઝાન્ડ્રિયામાં ખ્રિસ્તી ધર્મીઓ ભારે કટોકટીની દશામાંથી પસાર થઈ રહ્યા હતા. બાદશાહના હુકમયી તેમનાં દેવળો તોડી પાડવામાં આવતાં હતાં, ધર્મપુસ્તકો બાળી નાંખવામાં આવતાં હતાં, અને પવિત્ર પાત્રો તથા દીવાદાનીઓ તોડીફોડી ગાળી નંખાતાં. એમ ખ્રિસ્તીઓની બધી પ્રતિષ્ઠા મૂળભેગી કરી દઈ, તેમને માટે મોત સિવાય કશું બાકી રહેવા દેવામાં આવ્યું નહોતું. અલેક્ઝાંઝ્ઝયાના આખા ખ્રિસ્તીસંઘ ઉપર ત્રાસ અને સિતમનું મોજું જ જાણે ફરી વળ્યું હતું; અને કેદખાનાં બંદીવાનોથી ઊભરાઈ રહ્યાં હતાં. આથી ખ્રિસ્તી ધર્મસમાજમાં એવી છૂપી વાત ચાલતી કે, સીરિયા, અરેબિયા, મેસેપોટેમિયા,– એમ આખી શહેનશાહતમાં બિશપો અને કુમારિકાઓને ફટકારવામાં આવે છે, તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે; તથા કેટલાંયને ક્રૂસ ઉપર ચડાવી દેવામાં કે જંગલી જાનવરો પાસે ફડાવી ખવરાવવામાં આવ્યાં છે. એ અરસામાં, ઇજિપ્તના બધા ખ્રિસ્તી-વિશ્વાસીઓના નાયક સંત ઍન્થની ડગ કાછાના ખડક હોય તેમ તે હતા. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૭ પૂર્વકથા – ૧ વિશ્વાસીઓમાં પ્રભાવ ધરાવતા. પ્રભુની બંદગીમાં સતત નિર્જનવાસ સેવવાને કારણે અને તેમાં તેમને થતાં દર્શનો અંગેની શબ્દકથાઓ તે લોકમાં ચાલતી. એવા સંત ઍન્થની ખ્રિસ્તી સંઘના કસોટી-કાળે, તેમના એકાંતવાસમાંથી – રણપ્રદેશના ખડક ઉપરથી અલેક્ઝાંઝયામાં ઊતરી આવ્યા અને દેવળે દેવળે ઘૂમી વળી આખા ખ્રિસ્તી સંઘમાં શ્રદ્ધા-ભકિત-વિશ્વાસ પૂરવા લાગ્યા. ભાવિક જનોમાં એવું કહેવાવા લાગ્યું કે, તે એકીસાથે ખ્રિસ્તીઓની બધી મંડળીઓમાં સદેહે હાજર રહેતા અને સૌમાં તાકાત અને શ્રાદ્ધા પૂરતા. ખાસ કરીને ગુલામો ઉપર બહુ ક્રૂર અત્યાચારો થતા. તેઓમાંના ઘણા તો ડરી જઈને કે ત્રાસી જઈને પોતે ખ્રિસ્તી હોવાનો ઇનકાર કરતા. મોટા ભાગના બીજાઓ, તપસ્વીઓ કે લૂંટારુઓ તરીકે જીવતા રહેવાની આશાએ, રણપ્રદેશમાં નાસી જતા. પરંતુ અહમસ હંમેશની જેમ ધર્મ-મંડળીઓમાં હાજર રહેતો, કેદીઓની મુલાકાત લેતો, શહીદોને દાટતો, અને પ્રસન્નતાથી ઈશુખ્રિસ્તનો ધર્મ પાળ્યે જતો. સતઍન્થનીએ એનો આ પ્રકારનો અડગ જુસ્સો જોઈ, રણપ્રદેશમાં પોતાને સ્થાને પાછા ફરતા પહેલાં, એ કાળા ગુલામને ભેટી તેને શાંતિ-ચુંબન કર્યું હતું. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પૂર્વકથા – ૨ ૧ થાઈ સાત વર્ષની થઈ એટલે અહમસે તેને ઈશ્વર વિષે વાતો કહેવા માંડી: મહા-પ્રભુ સ્વર્ગમાં પોતાના બગીચાનાં ઝાડો હેઠળ અંત:પુરના તંબૂઓમાં રહે છે. તે સનાતનમાં સનાતન છે અને આ દુનિયા કરતાં ઘણા ઘણા પુરાણા છે. તેમને એક જ દીકરો હતો—રાજકુંવર ઈશુ. તેને તે ખૂબ ચાહતા; કારણ કે, સૌંદર્યમાં તે રાજકુમાર કુંવારિકાઓ અને દેવદૂતોને પણ ટપી જતો. મહા-પ્રભુએ રાજકુંવર ઈશુને એક વખત કહ્યું — Page #73 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણકથા - ૨ ૫૯ તરફ દોરી જઈશ. જેઓ તરસ વેઠે છે, તેઓને ધન્ય છે; કારણ કે તેઓને સ્વર્ગના ફુવારાઓનું જળ પીવા મળશે. જેઓ અહીં રડે છે, તેઓને ધન્ય છે; કારણ કે, હું તેઓનાં આંસુ ઇજિપ્તની સ્ત્રીઓના બુરખાના કરતાં પણ વધુ બારીક કાપડથી લૂછીશ !' 66 આ કારણે ગરીબો ઈશુને ચાહવા લાગ્યા અને અનુસરવા લાગ્યા. પરંતુ તવંગરો તેને ધિક્કારવા લાગ્યા; કારણ કે, તેમને ડર લાગ્યો કે, ઈશુ ગરીબોને તેમના કરતાં ઊંચા બનાવશે. તે જમાનામાં કિલયોપેટ્રા અને સિઝર આ પૃથ્વી ઉપર સત્તા ભોગવતાં હતાં. તે ઈશુને ધિક્કારતાં હતાં; અને તેમણે ન્યાયાધીશોને અને પુરોહિતોને હુકમ કર્યો કે, ઈશુને મારી નાંખો! ઇજિપ્તની એ મહારાણીના હુકમનું પાલન કરવા માટે સીરિયાના રાજવીઓએ ઊંચા પર્વત ઉપર ફૂસ ખોડયો અને ઈશુને તેના ઉપર ચડાવી દીધો. પરંતુ સ્ત્રીઓએ ઈશુના શબને નવરાવીને દાટી દીધું. પછી રાજકુમાર ઈશુ કબરનું બારણું તોડી સ્વર્ગમાં પોતાના પિતા મહા-પ્રભુ પાસે ચાલ્યા ગયા. “અને તે દિવસથી માંડીને, ઈશુની આ વાર્તામાં જેઓ વિશ્વાસ રાખે છે, તે બધા પણ સ્વર્ગે જાય છે. “ત્યાં મહા-પ્રભુ પોતાના હાથ લાંબા કરી તેમને આવકારે છે; અને કહે છે ‘તમે સૌ મારા પુત્ર રાજકુમાર ઈશુને ચાહો છો, માટે તમને હું આવકારું છું; આવો, અને સ્નાન કરી તમારે માટે મેં તૈયાર રાખેલું આ ભોજન જમવા બેસી જાઓ!' “સુંદર સંગીતના સૂરો સાંભળતા સાંભળતા તે બધા પછી સ્નાન કરી લે છે, અને ભોજન કરવા બેસી જાય છે. તે વખતે સુંદર અપ્સરાઓ તેમની સામે નાચતી હોય છે. તેઓ કદી પૂરી ન થતી એવી સુ-વાર્તાઓ ત્યાં સાંભળ્યા કરે છે. તે બધાં મહા-પ્રભુને આંખની કીકીઓ કરતાં વધુ વહાલાં છે; કારણ કે, તેઓ મહા-પ્રભુનાં પ્રિય મહેમાનો છે; અને તેઓને તેમના સુંદર શેતરંજીઓવાળા રાજમહેલમાં રહેવાનું મળશે, તથા તેમના બગીચાનાં દાડમ ખાવા મળશે. ” Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૦ તપસ્યા અને નિગ્રહ અને થાઈ આ બધું સાંભળી બોલી ઊઠતી –“મને મહા-પ્રભુના બગીચાનાં દાડમ ખાવાનું બહુ ગમે!” અહમસ જવાબ આપતો, “જેઓ ખ્રિસ્તી ધર્મની દીક્ષા લે, તેઓને જ સ્વર્ગના બગીચામાં સુફળ જમવા મળે!” , એટલે થાઈએ અહમસને દીક્ષા માટે પોતાને લઈ જવાનો આગ્રહ કરવા માંડયો. પણ અહમસે વિચાર્યું કે, હજુ આ છોકરીને વધુ ધર્મશિક્ષણની જરૂર છે; કારણ કે, ધર્મસિદ્ધાંતોમાં દૃઢ થઈ હોય તો જ તે દીક્ષિત થઈને ધર્મસાધનામાં જોડાય. ત્યારથી માંડીને તે થાઈને પોતાની ધર્મ-પુત્રી તરીકે ચાહવા લાગ્યો. નાનકડી થાઈનાં સ્વાર્થી માબાપ તેના પ્રત્યે જરાય મમતા દાખવતાં નહિ, કે તેની જરાય કાળજી પણ રાખતાં નહિ. ઘરમાં તેને માટે સુવાની પથારી પણ રાખવામાં આવી નહોતી; તે પાલતુ પશુઓના તબેલામાં એક ખૂણામાં સૂઈ જતી. અહમસ રોજ રાતે છૂપી રીતે ત્યાં આવતો, અને ઘૂંટી ઉપર પગ વાળી, ટટાર બેસી, અંધારામાં થાઈનો હાથ પોતાના હાથમાં પકડતો અને પવિત્ર ધર્મશાસ્ત્રનાં રાવાક્યો ગણગણી જતો. થાઈ તો એ ગુંજારવના સંગીતથી ઊંઘી જતી તથા તેના કાનમાં પ્રવેશતા કેટલાક શબ્દોથી તેનાં આંતરચક્ષુ સમક્ષ કેટલાંય દેવી દૃશ્યોનાં સ્વપ્ન ચમકી રહેતાં. આ જાતનો અહમસે આદરેલો થાઈનો ધર્મ-સંસ્કાર ઈસ્ટરનો તહેવાર આવ્યો ત્યાં સુધી, એટલે કે, લગભગ એક આખું વર્ષ ચાલ્યો. એ પવિત્ર સપ્તાહ દરમ્યાન, એક રાતે થાઈ પોતાની સાદડી ઉપર ઊંધી ગઈ હતી, ત્યારે તેને લાગ્યું કે, અહમરસ તેને પથારીમાંથી ઊંચકી રહ્યો છે. તેણે જાગીને જોયું તો અહમસની આંખોમાં કંઈક વિચિત્ર તેજના ઝબકારા મારી રહ્યા છે. અહમસે રોજનાં ફાટયાંતૂટયાં કપડાં નહીં, પણ એક સફેદ ભભો પહેરેલો હતો. તેણે થાઈને પોતાના જલ્પા નીચે દબાવતાં કહ્યું, “મારા પ્રાણ, મારી આંખોના Page #75 -------------------------------------------------------------------------- ________________ # પૂર્ણકથા – ૨ નૂર! આવ મારી મીઠડી ! તને હું દીક્ષાનાં દૈવી વસ્ત્ર પહેરાવવા લઈ જાઉં છું.” થાઈ જરા બીની તો ખરી, પણ તેને આગળ શું થાય છે તે જોવાની ઉત્સુકતા હતી; એટલે તેણે પોતાનું માથું જમાા બહાર રાખી પોતાના બંને હાથ પોતાના મિત્રના ગળામાં ભિડાવી દીધા. હમસ હવે અંધારામાં થઈ શેરીઓમાં લગભગ દોડતો જ આગળ વધ્યો. ૧ તેઓ કેટલીય અંધારી ગલીઓ વટાવી, યહૂદીઓના લત્તાઓમાં થઈ, એક કબ્રસ્તાનને કિનારે કિનારે, ક્રૂસ ઉપર લટકાવેલાં શરીરોથી છવાયેલા એક મેદાનને ઓળંગીને આગળ વધ્યાં, ક્રૂસના હાથા ઉપર મડદાં કોચવા બેઠેલા કાગડા અને ગીધોના ફડફડાટથી થાઈ એવી તો બીની ગઈ કે, પછી બાકીના રસ્તે તેણે અહમસની છાતી સાથે દબાવી દીધેલું માં બહાર કાઢયું જ નહિ. થોડી વારમાં થાઈને લાગ્યું કે, તેઓ ઢાળમાં નીચે ઊતરતાં જાય છે. જ્યારે તેણે આંખો ઉઘાડી, ત્યારે તેણે જોયું કે, તેઓ એક ગુફામાં આવી પહોંચ્યાં હતાં. ગુફામાં મશાલો સળગાવી અજવાળું કરવામાં આવ્યું હતું. તેની ભીંતો ઉપર માણસોની આકૃતિઓ ચીતરવામાં આવી હતી. મશાલના કંપતા પ્રકાશમાં તે આકૃતિઓ પણ હાલતી હોય એમ લાગતું હતું. થાઈએ તે આકૃતિઓમાંથી નઝારથના જિસસની આકૃતિ ઓળખી કાઢી. ગુફાની વચ્ચે, પાણીથી ભરેલા પથ્થરના હવાડા પાસે, જરી ભરેલો કથ્થઈ જો પહેરેલો એક વૃદ્ધ માણસ ઊભો હતો. તેના માથા ઉપર બિશપો પહેરે છે તેવો ટોપો હતો. તેના પાતળા ચહેરાને છેડે લાંબી દાઢી હતી. એ બિશપ વિવાંશિયસ પોતે હતા. સાઇરીનના દેવળના એ મુખિયા, દેશનિકાલ થયા બાદ, બકરાંના વાળનાં કપડાં વણીને આજીવિકા ચલાવતા હતા. Page #76 -------------------------------------------------------------------------- ________________ fo તપસ્યા અને નિગ્રહ બે નાનાં ગરીબ બાળકો તેમને પડખે ઊભાં હતાં, તથા પાસે જ એક બુઠ્ઠી હબસણ એક નાનો સફેદ જન્મો હાથમાં લઈને ઊભી હતી. અહમસે થાઈને તેમની આગળ જમીન ઉપર ઉતારી, અને બિશપ સામે ઘૂંટણિયે પડીને કહ્યું – પિતાજી, આ નાનો જીવાત્મા મારું ધર્મસંતાન છે. હું તેને અહીં લાવ્યો છું. હવે, અગાઉથી જણાવ્યા પ્રમાણે, આપ તેને ભગવાન ઈશુની જલદીક્ષા આપો.” બિશપે પોતાના હાથ લાંબા કર્યા. તે હાથ ખંડિત કરવામાં આવ્યા હતા. અત્યાચારના જમાનામાં, પોતાની ધર્મશ્રદ્ધાને વળગી રહેવા બદલ, તેમના નખ આંગળાંમાંથી ખેંચી કાઢવામાં આવ્યા હતા. તેવા વિદ્રપ હાથ જોઈ થાઈ બીનીને અહમસને વળગી પડી; પરંતુ બિશપના માયાળુ શબ્દો સાંભળી, થોડી વારમાં તેનો ડર ઓસરી ગયો. વહાલી બેટી, ડર મા. ધીરજ ધર કે, તારે અહમસ જેવો ધર્મ-પિતા છે, જે વિશ્વાસીઓમાં થિયોડોર નામે ઓળખાય છે; તથા આ માયાળુ ધ-માતા છે, જેણે તારે માટે સફેદ પોશાક તૈયાર કર્યો છે.” પછી પેલી હબસણ તરફ નજર કરીને તેમણે આગળ ચલાવ્યું – તેનું નામ નિતિદા છે; અહીં તો તે ગુલામ છે, પણ સ્વર્ગમાં તે જિસસની પ્રિયતમા બનશે.” પછી થાઈ તરફ મોં કરીને તેમણે પૂછયું, “ભાઈ, તું સર્વશક્તિમાન પિતા –- પરમાત્મામાં માને છે? તેમના એકમાત્ર મૂત્રમાં માને છે, કે જે પૂત્રે આપણા સૌના મોક્ષ માટે પોતાની જાતનું બલિદાન આપ્યું છે? ઉપરાંત, તેના મહા-શિષ્યોએ જે કંઈ ઉપદેશ્ય છે, તેમાં પણ તેને વિશ્વાસ છે?” - થાઈને ઝાલીને ઊભેલાં અહમસ અને નિતિદાએ થાઈ વતી જવાબ આપ્યો, “હા પિતાજી.” બિશપના હુકમથી નિતિદાએ હવે ઘૂંટણિયે બેસી થાઈનાં બધાં કપડાં ઉતારી નાંખ્યાં. પછી બિશપે તેને દીક્ષા-સ્નાન માટેના પેલા શક્તિમાન જ પુત્ર Page #77 -------------------------------------------------------------------------- ________________ ન્યારા રાહ! હવાડામાં ત્રણ વખત ઝબકોળી. ત્યાર બાદ તેના શરીર ઉપર તેલ ચોપડી, તેની જીભ ઉપર મીઠાની ગાંગડી મૂકવામાં આવી. નિતિદાએ હવે થાઈને કોરી કરી નાખીને, પોતે વણેલો સફેદ જન્મો તેને પહેરાવી દીધો. ૧૩ ન્યારા રાહ! થાઈને નાનપણથી જ મોજ-મજા બહુ ગમતી; અને તે મોટી થતી ગઈ, તેમ તેમ તેના મનમાં અવનવી ઇચ્છાઓ પ્રગટ થવા લાગી. આખો દિવસ શેરીઓમાં તે છોકરા સાથે નાચ્યા કરતી તથા ગાયા કરતી. રાતે તે પોતાના બાપને ઘેર પાછી ફરતી, ત્યારે પણ તેના મોંમાં ગીતની કડીઓ ગુંજતી જ હોય! - હવે તેને અહમસ કરતાં જવાન છોકરા-છોકરીની સોબત વધુ ગમવા લાગી. એટલે સુધી કે, અહમસ ઘરમાં વારંવાર ગેરહાજર હોતો તે પણ તેના લક્ષમાં ન આવ્યું. ખ્રિસ્તીઓ ઉપરનો ત્રાસ કંઈક ઓછો થયો હોવાથી, તેઓ નિયમિત રીતે વારંવાર એકઠા મળતા. અહમસ તે મંડળીઓમાં ચીવટપૂર્વક હાજર રહેતો. તેનો ધગ્રહ હવે વધતો જતો હતો; કોઈ કોઈ વાર તે ગૂઢ ધમકીની આગાહીઓ ઉચ્ચારતો કહેતો : “તવંગરો પાસે તેમની ધનસંપત્તિ રહેવાની નથી.' ગરીબ સ્થિતિના ખ્રિસ્તીઓ ખંડેરોમાં કોટડાંના ઓછાયામાં ભેગા થતા; ત્યાં જઈ તે શુભાશાની જાહેરાત કરતો કે, “બધા ગુલામો થોડા વખતમાં જ મુક્ત થઈ જશે; અને ઈશ્વરી ફેંસલાનો કયામત-દિન નજીક આવી રહ્યો છે.' વળી તે કહેતો, “ઈશ્વરના રાજ્યમાં ગુલામો નવો દારૂ પીતા અને સ્વાદિષ્ટ ફળો આરોગતા ભોજન કરવા બેસશે; ત્યારે તવંગર Page #78 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ લોકો, તેમના હાથમાંથી નીચે પડતા એંઠા ટુકડાઓ જ વીણી ખાવા, કૂતરાની પેઠે, તેમના પગ પાસે આળોટતા હશે.” અહમસનાં આ ધમકી-વચનો આખા શહેરમાં ગાજી રહ્યાં, અને માલિકોને ચિંતા પેઠી કે, અહમસ બધા ગુલામોને બળવો કરવાની ઉશ્કેરણી કરી રહ્યો છે કે શું? અહમસનો માલિક અંતરથી અહાસને ધિક્કારતો હતો. એક દિવસ દેવોને પ્રસાદ ધરવાનું એક ચાંદીનું પાત્ર વીશીમાંથી ચોરાયું, અને તે ચોરવાનો આરોપ અહમસ ઉપર જ મૂકવામાં આવ્યો. કહેવામાં આવ્યું કે, તે પોતાના માલિકને અને તેના પૂજ્ય દેવોને ધિક્કારતો હતો, એટલે તે જ દેવપૂજાનું પાત્ર ઉપાડી ગયો છે. જોકે, એણે જ એ પાત્ર ચોર્યાનો પુરાવો કશો જ ન હતો; છતાં બળવો પ્રેરનાર તરીકેની તેની અપકીર્તિ દાઢમાં ઘાલીને, ન્યાયાધીશે તેને ક્રૂસ ઉપર ચડાવી દેવાની સજા કરી. કેદખાનામાં મળેલા ત્રણ દિવસો દરમ્યાન અહમસે બધા કેદીઓને ધર્મશાસ્ત્રનો ઉપદેશ આપવા માંડયો; અને નવાઈની વાત એ બની કે, એ કેદીઓ તથા જેલર પોતે પણ પલળીને ઈશુ ખ્રિસ્તના બલિદાન-ધર્મના વિશ્વાસી બન્યા. જે જગાએ થઈને બે વર્ષ પહેલાં અહમસ નાનકડી થાઈને તેના દીક્ષાવિધિ માટે રાતે ઊંચકીને લઈ ગયો હતો, તે મેદાનમાં જ અહમસને ક્રસે ચડાવવા લઈ જવામાં આવ્યો. જ્યારે તેના હાથ ક્રૂસ ઉપર જડી દેવામાં આવ્યા, ત્યારે તેણે મોંમાંથી એકે ઊંહકાર પણ કાઢયો નહીં. અલબત્ત, પછીથી નિસાસો નાંખી ઘણી વાર તે ગણગણતો ખરો કે, “મને તરસ લાગી છે.' ફૂસ પર અહમસ ત્રણ રાત અને ત્રણ દિવસ રિબાયો. માનવ શરીર આટલો બધો સમય આવી તીવ્ર યાતના સહન કરી શકે, એવું કલ્પી ન શકાય! તેની આંખો ઉપર માખીઓનાં ઝુંડનાં ઝંડ વળગેલાં જોઈ, ઘણી વાર એમ માની લેવામાં આવતું કે, તેના પ્રાણ નીકળી Page #79 -------------------------------------------------------------------------- ________________ ન્યારા રાહ! ૫ ગયા છે. પણ અચાનક તે તેની લાલ લાલ આંખો ઉઘાડતો અને ખબર પડતી કે તે હજી જીવતો છે. ચોથા દિવસે સવારે હમસે બાળક જેવા નિર્દોષ અને મીઠા અવાજે પ્રભુનું સ્તોત્ર ગાયું; પછી જરા મલકાતે મુખે તે બોલી ઊઠો — “ ભગવાનના દૂતો આ આવ્યા. તેઓ મારે માટે મીઠાં ફળ અને સુંદર પીણું લાવ્યા છે. તેમની પાંખોનો ફડફડાટ શરીરને કેવી તાજગી અર્પે છે!” અને એ પછી તરત તેનું પ્રાણપંખેરુ ઊડી ગયું. મૃત્યુ સમયે તેના ચહેરા ઉપર આનંદની દિવ્ય આભા છવાઈ રહી હતી. એ જોઈ એ ક્રૂસ આગળ ચોકી ભરનારા સૈનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. થોડાક ખ્રિસ્તી બંધુઓ સાથે આવીને વિવાંશિયસ તેનું મડદું માગી ગયા. અહમસના દેહને જૉન ધ બૅપ્ટિસ્ટના ભૂગર્ભ-કબ્રસ્તાનમાં બીજા શહીદોના અવશેષો સાથે દાટયો. ખ્રિસ્તી ધર્મસંઘે તે દિવસ અંત થિયોડોરની યાદગીરીમાં પવિત્ર માન્યો. ત્રણ વર્ષ બાદ કૉન્સ્ટન્ટાઈન બાદશાહે ખ્રિસ્તીઓ પ્રત્યે સમભાવ દાખવવાનો હુકમ બહાર પાડયો; અને ત્યારથી માંડીને ખ્રિસ્તીઓ ઉપર થતા અત્યાચારો બંધ થયા. ૨ અહમસને રિબાવીને મારી નાંખવામાં આવ્યો, ત્યારે થાઈ અગિ યારમું વર્ષ વટાવી ગઈ હતી. શોકના કારમા આઘાતથી એકદમ તો તેનું અંતર ચિરાઈ ગયું. તેને હજુ એવી કશી ધર્મસમજ તો હતી નહિ કે, શહીદ થઈને ગલામ અહમસ તો આ લોક અને પરલોક બંને જીતી ગયો છે. તેના મનમાં તો એ બનાવથી એવી જ ગાંઠ વળતી ગઈ કે, આ દુનિયામાં સારા અને ભલા થનારને જ ભયંકર યાતના વેઠવાની આવે છે. તેથી તેને હવે સારા થવાની બીક લાગવા માંડી; કારણ કે, દુ:ખથી તે બીતી હતી – તેનું નાજુક સુંવાળું Page #80 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ શરીર દુ:ખ વેઠી શકે તેમ નહોતું. તેને મોજશોખની કુમાશ વહાલી હતી; અને તે તરફ એ ઢળી હતી. બહુ નાની ઉંમરે જ તેણે બંદર તરફના છોકરાઓને પોતાનો દેહ વેચવાનો શરૂ કર્યો. ઉપરાંતમાં એ વિભાગમાં સાંજને વખતે જે બુઢ્ઢાઓ ભટકવા નીકળતા, તેમની પાછળ જવાનું પણ તેણે શરૂ કર્યું. એ બધાથી જે આવક થતી, તેના વડે તે મધ-પોળી અને સસ્તાં ઘરેણાં ખરીદતી. પોતાની કમાણીમાંથી કાંઈ બચાવીને ઘેર તે લાવતી નહિ; એટલે તેની મા સતત તેને મારપીટ કર્યા કરતી. ઘણી વાર તેની માના હાથમાંથી બચવા તે ખુલ્લા પગે ઘર બહાર કિલ્લાની દીવાલો તરફ ભાગી જતી અને ત્યાં બખોલોમાં જીવ-જંતુ ભેગી સંતાઈ જતી. ત્યાં બેઠી બેઠી તે, ઈર્ષાભરી આંખે, તવંગર સ્ત્રીઓને સુંદર કપડાં પહેરી, મ્યાનાઓમાં બેસી, ગુલામોથી વીંટળાઈને જતી જોયા કરતી. એક દિવસ તેને હંમેશ કરતાં વધુ સખત માર પડયો હતો. આથી ખિન્ન થઈને, તે કિલ્લાના દરવાજા પાસે લપાઈ, નિશ્ચેષ્ટ બેઠી હતી; તેવામાં એક બુઠ્ઠી તેની પાસે ઊભી રહીને તેની સામું નિહાળી નિહાળીને જોવા લાગી. થોડી વાર ગુપચુપ તેમ કર્યા બાદ તે બોલી, “વાહ, કેવી સુંદર ફૂલ જેવી બાળકી છે! બેટી, જે બાપે તને પેદા કરી અને જે માએ તને ઉછેરીને મોટી કરી, તે બંનેને ધન્ય છે!” થાઈ જમીન તરફ ટગર ટગર નીચે જોતી ચૂપ બેઠી રહી. તેની આંખો લાલ લાલ થઈ ગયેલી હતી અને તે રડ્યા કરતી હતી, એ ઉઘાડું દેખાતું હતું. મારા સુંદર ગુલાબ ! તારા જેવી નાનકડી દેવીને પાળી પોષીને મોટી કરવા બદલ તારી માનું હૃદય રાજી રાજીના રેડ થતું હશે ! અને તને જોઈ જોઈને તારા પિતાનું અંતર તો આનંદથી ઉછાળા મારતું હશે, નહીં વારૂ?” Page #81 -------------------------------------------------------------------------- ________________ નકી-પ્રેમિકા થાઈએ હવે સ્વગત ગણગણતી હોય એમ જવાબ આપ્યો – “મારો બાપ તો દારૂ ભરેલી નરી પખાલ જ છે; અને મારી મા લોહી ચૂસ ઘોડા-ચિમોડી છે.” પેલી બુટ્ટીએ ચોતરફ નજર કરીને જોઈ લીધું કે, આસપાસ કોઈ નથી. પછી તેણે હુલામણા અવાજે થાઈને કહ્યું, “ન પ્રકાશ પીનાર મારા મીઠા ફૂલ! તું મારી સાથે ચાલ. મારે ત્યાં તારે નાચવાહસવા સિવાય બીજું કાંઈ કામ કરવું નહિ પડે. હું તને મીઠી મધપોળીઓ ખાવા આપીશ, અને મારો દીકરો – મારો પોતાનો દીકરો – તને પોતાની આંખોની કીકીની જેમ ચાહશે. તે બહુ ફૂટડો જવાન છે; તેને હજુ દાઢી પણ માંડ ફૂટવા લાગી છે; તેની ચામડી સુંવાળી છે, અને તે માતેલા ભૂંડ જેવો હૃષ્ટપુષ્ટ છે.” થાઈએ જવાબ આપ્યો “હું તમારી સાથે આવવા તૈયાર છું.” અને સંતાવાની એ જગાએથી ઝટ ઊઠીને થાઈ તે બુઠ્ઠીની પાછળ પાછળ તેને ઘેર જવા નગર બહાર નીકળી ગઈ. ૧૪ નર્તકી-પ્રેમિકા નગરમાંથી થાઈ જે બુટ્ટીની જોડે ચાલી નીકળી, તે બુઠ્ઠી પોતાની પાસે છોકરા-છોકરીઓની મંડળી રાખતી. એ બધાંને તે નાચવાગાવાનું શીખવતી અને પછી ઉત્સવ-સમારંભો વખતે ધનિકોને ભાડે આપતી. મોટી થતાં થાઈ એક ફૂટડી સ્ત્રી થવાની, એવી ખાતરી હોવાથી, એ બદ્રીએ ચાબુકની મદદથી – પ્રથમ તો તેને ગાતાં શીખવી દીધું; અને પછી પગ ઉપર ફટકારી ફટકારીને તાલબંધ નાચતાં શીખવી દીધું. કસુવાવડમાં જણેલા ભંગાર જેવો તેનો છોકરો કશી ઉંમર કે લિંગના ઠેકાણા વિનાનો હતો; તે પણ થાઈને ખૂબ સતાવતો; અને Page #82 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ સ્ત્રીજાતિ પ્રત્યેનો પોતાનો ભારેલો રોષ તેને પજવીને ઠાલવતો. અલબત્ત, તે હીજડો સ્ત્રીઓના ચાળા-ચેષ્ટાનું અનુકરણ કરવામાં ઉસ્તાદ હતો; અને તેથી તેણે થાઈને, જુદા જુદા ચાળા, અને ખાસ કરીને, પ્રેમકેલીની ચેષ્ટાઓ બરાબર શીખવી દીધાં. ડોસીના છોકરાએ આપેલી એ તાલીમને કારણે થાઈ બહુ જલદીથી એક ઉત્તમ ગાયિકા-નર્તકી-અભિનેત્રી બની ગઈ. ઍન્ટિયોક શહેરમાં આવ્યા પછી બુઠ્ઠીએ શહેરના તવંગર વેપારીઓ અને શરાફો આગળ વખાણ કરી કરીને થાઈને આગળ કરવા માંડી. તેઓ પોતાના આનંદ-પ્રમોદી વખતે થાઈને નર્તકી તરીકે આમંત્રવા લાગ્યા. પછીથી ભોજન વગેરે પરવાર્યા બાદ, તેઓ તેને નદીકિનારે ઝુંડોમાં અને મંડપોમાં વિહાર માટે લઈ જતા. આમ વિલાસ-સહગામિની તરીકે થાઈની માગ ઘણી વધી ગઈ. એક રાતે નગરના સૌથી વધુ વિલાસી અને વૈભવી ગણાતા યુવાન લોલિયસે પ્રેમભાવમાં આવી જઈ તેને કહ્યું – “થાઈ, મને તું તારા કેશ ઉપર શોભતી ફૂલ-વેણી રૂપ, તારા સુંદર શરીરને વીંટતા ઉત્તરીય રૂપ, અને તારા સુંદર ચરણ ઉપર ચોટી રહેતી મોજડી રૂપ કેમ બનાવી લેતી નથી? હું તારા પગ નીચે ચંપાનાર મોજડી બની રહેવા, તથા તારા કમીઝની પેઠે તારા શરીરને વીંટળાઈ રહેવા ઇચ્છું છું. મારી મીઠડી, તું ચાલ, મારે ઘેર આવીને રહે; આપણે બંને એકબીજામાં મસ્ત થઈ, આખી દુનિયાને ભૂલી જઈએ!” અત્યાર સુધી થાઈને કોઈ એક પુરુષ પ્રત્યે પ્રેમ-પ્રીતિનો ભાવ જમ્યો જ ન હતો. આવા એકનિષ્ઠ પ્રેમની ભાષા સાંભળી તે કોઈ અનોખા ભાવાવેશમાં આવી ગઇ. તેના કપાળ ઉપર પરસેવો થઈ આવ્યો, અને તે ઘાસના રંગ જેવી લીલી પડી ગઈ. પણ પછી તરત સ્વસ્થ થઈ જઈ તેણે પેલાને ધુત્કારી કાઢયો. પેલો જુવાન-લોલિયસ - ઘેર ગયો, પણ તેની સ્થિતિ કફોડી થઈ ગઈ. તે ખરેખર પ્રેમબાણથી ઘાયલ થયો હતો. થાઈ પણ તેની Page #83 -------------------------------------------------------------------------- ________________ નર્તકી-પ્રેમિકા ૬૯ દશા સમજતી હતી, તથા તેના તરફ પ્રગટેલા ભાવ-પ્રેમને કારણે પોતે પણ ઝૂરવા લાગી હતી, પરંતુ આ જાતની લાગણી તેને પહેલી વાર થઈ આવી હોવાથી, તેને પોતાને કંઈક અજ્ઞેય ભય લાગતો હતો. પેલો જુવાન હવે દરરોજ થાઈને બારણે આવી, ફૂલમાળા બાંધી, નિસાસા નાંખી, પાછો પોતાને ઘેર ચાલ્યો જતો. થાઈને પણ બધા આનંદ-પ્રમોદ કારા થઈ ગયા હતા. આખો વખત તે ખિન્ન રહેતી, અને તેને ઘેરી રહેતા તવંગરોનાં ખુશામત-વચનો ઉપર તિરસ્કાર દાખવતી. છેવટે તેણે લોલિયસનો સ્વીકાર કર્યો, અને બધું છોડી તે એને ઘેર ચાલી ગઈ. પછી તો બંને જણ બહારની દુનિયા ભૂલી, ઘરની અંદર જ એકબીજામાં લવલીન થઈને મસ્ત રહેતાં. બંને જણ આંખોમાં આંખો પરોવી એકબીજા તરફ જોઈ રહેતાં અને હૃદયના ભાવના ઊભરાને મીઠાં નર્મવાકયોમાં વહાવ્યા કરતાં. સાંજના વખતે તેઓ નદીના નિર્જન કિનારાઓએ ફરવા જતાં અને ઝાડીમાં ખોવાઈ જતાં. સવારના તેઓ ફૂલવાડીમાં ફૂલ વીણવા જતાં. પેલી બુઢ્ઢીએ એક વખત લોલિયસને બારણે આવી, પોતાની પુત્રી થાઈને પોતાને પાછી સાંપી દેવા ધા નાંખી. લોલિયસે તેને મોટી રકમ ચૂકવીને વિદાય કરી. પણ થોડા દિવસ બાદ તે વધુ પૈસા માગતી પાછી આવી. આ વખતે લોલિયસે પોતાની લાગવગથી તેને ન્યાયાધીશો પાસે પહોંચાડી દીધી, અને તેઓએ તેના ઘણા ઘણા ગુનાઓ બદલ તેને મોતની સજા કરી : એની રૂએ તેનું શરીર જંગલી પ્રાણીઓ પાસે ફડાવી ખવરાવવામાં આવ્યું. • . થાઈ લોલિયસને મુગ્ધતાની અવિચાર-દશામાં પ્રાણપણે ચાહતી. લોલિયસને તે ભાવપૂર્ણ હૃદયે વારંવાર કહ્યા કરતી તમારા સિવાય મે કોઈને ચાહ્યા નથી.” લોલિયસ જવાબ આપતો —“તારા સમાન કોઈ સ્ત્રી છે નહિ – થવાની નથી.' Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અલેક્ઝાંડિયામાં પુનરાગમન થાઈ અને લોલિયસનો અરસપરસ માટેનો આ પ્રેમ-મોહ છ મહિના ચાલ્યો; પણ પછી ધીમે ધીમે થાઈને લાગવા માંડ્યું કે, આ છતાં તેનું હૃદય પહેલાં જેવું જ ખાલી અને એકલવાયું રહ્યું છે. લોલિયસ પણ તેને પહેલાં જેવો પ્રિય કે અસામાન્ય લાગતો મટી ગયો. એટલે લોલિયસને તજી દઈ, બીજો કોઈ પુરુષ જો દિલમાં વસે, તો તેને તે શોધવા લાગી. પછી તો તે મોજશોખ અને ભોગવિલાસના ઘમસાણમાં શહેરના તવંગર કામુકો સાથે કૂદી પડી. મંદિરોમાં નગ્ન થઈને નાચતી દેવદાસીઓવાળા ધર્મોત્સવોમાં તથા નદીમાં જલવિહાર કરવા પડતી ગણિકાઓનાં વૃંદ સમક્ષ તે પોતાના પ્રિય મિત્રો સાથે હાજર રહેતી. મૂક અભિનયવાળા ખેલો જ્યાં થતા, તથા જ્યાં ઉરોજના માટે ઉત્સુક એવા પ્રેક્ષકો ઊભરાતા, એવાં થિયેટરોમાં પણ તે ચીવટપૂર્વક હાજરી આપતી. થિયેટરોમાં, થાઈ, જુવાન મનુષ્યો સાથે પ્રેમમાં પડેલી દેવીઓના વસ્તુવાળાં કરુણાન્ત નાટકોમાં, નદીઓનો અભિનય તથા ચેષ્ટાઓ લક્ષપૂર્વક નિહાળતી. એ નદીઓ કઈ ચેષ્ટાઓ અને અભિનયો વડે પ્રેક્ષકોને ખુશ કરે છે, એ તેની સમજમાં આવી ગયું. એમાંથી તેને લાગ્યું કે, તે પોતે એ નદીઓ કરતાં વધુ સુંદર હોઈ, એ અભિનયો વધુ સારી રીતે કરી શકે તેમ છે. એટલે નટમંડળીઓના વ્યવસ્થાપકને મળી તેણે પોતાને એ નાટકોમાં કાંઈક કામકાજ આપવા માગણી કરી. તેની અનોખી સુંદરતા તથા સુડોળતા જોઈને તેને તરત નાટયપ્રયોગમાં એકાદ નટીકાર્ય મળી ગયું. Page #85 -------------------------------------------------------------------------- ________________ અલેક્ઝાંડિયામાં પુનરાગમન શરૂઆતમાં તો પ્રેક્ષકોએ એ અજાણી નટી તરફ ખાસ કંઈ આકર્ષણ ન બતાવ્યું; પણ થોડા મહિના સુધી ઓછા મહત્ત્વના ભાગ ભજવ્યા પછી, તેની સુંદરતા અને અભિનયકુશળતાની એવી બોલબાલા થવા લાગી કે, આખું ઍન્ટિયોક શહેર તેનો અભિનય જોવા ગાંડું થતું ગયું. શાહી વહીવટદારો અને મુખ્ય નાગરિકો તો શું, પણ મજૂરો, હેલકરીઓ, ઝાડુવાળાઓ, અને ગોદી-કામદારો પણ એક ટંક ખાવાનું છોડી, નાટ્યશાળામાં પ્રવેશ મેળવવા પડાપડી કરવા લાગ્યા. અને પછી તો કવિઓ તેની પ્રશંસાનાં કાવ્યો, ગીતો અને સ્તોત્રો રચવા તથા ગાવા લાગ્યા. જોકે, દાઢીવાળા ફિલસૂફો સ્નાનાગારો તથા વ્યાખ્યાનગૃહોમાં તેની સામે નિદાની ઝડી વરસાવવા લાગ્યા; અને ખ્રિસ્તી પાદરીઓ તેના માનાને આવતો જોઈ તરત માં ફેરવી લેતા. પરંતુ રોજ સવારે તેના મકાનનું આંગણું તેના પ્રશંસકોએ લટકાવેલી ફૂલમાળાઓથી ઊભરાઈ જવા લાગ્યુંતથા છાંટેલા લોહીથી ભીનું થઈ જવા લાગ્યું. નાણું તો તેને તેના પ્રેમીઓ તરફથી એટલાં બધું મળવા લાગ્યું કે, પછી તેને ગણવાનું બંધ કરી માપિયાથી માપીને જ સંતોષ માનવામાં આવતો. કેટલાય બુઢ્ઢા કંજૂસ બાપોએ ઉંમરભર મહેનત કરીને એકઠો કરેલો પૈસો, આમ, તેનાં ચરણોમાં ઠલવાતો ગયો. કેટલાંક વર્ષો સુધી ઍન્ટિક-વાસીઓનાં માન-પૂજન ભોગવ્યા કર્યા પછી, થાઈને અલેકઝંડ્રિયા શહેરની મુલાકાત લેવાનું મન થયું; જેથી બાળક તરીકે પોતે એક કાળે જે નગરીમાં કંગાલિયત, ભૂખમરો અને ધૂત્કાર વેઠયાં હતાં, તે જ નગરમાં પોતાનાં દોરદમામ અને વિલાસવૈભવ દાખવી અહંતૃપ્તિ માણી શકાય. અને એ સુવર્ણ-નગરીએ તો થાઈને અભિનંદવામાં આડો આંક વાળી દીધો ! રંગમંચ ઉપરના તેના પ્રથમ દર્શને જ લોક ગાંડું થઈ ગયું: તેના પ્રેમીઓ અને પ્રશંસકોની સંખ્યા હદ વટાવી ગઈ ! Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨ તપસ્યા અને નિગ્રહ બહારથી મળતા આટલા બધા સ્તુતિભાવે તેને થોડા વખતમાં - પોતાની જાત પર જ પ્રેમ કરતી જાત-પ્રેમી ને એવી આત્મસંભાવિત બનાવી દીધી કે, લોલિયસ જેવો પ્રેમી શોધવાની વૃત્તિ તેના આવા અહપ્ત જીવનમાં પછી ન રહી. બીજા પ્રેમીઓની પેઠે ફિલસૂફ નિસિયસ સાથે પણ થાઈને પરિચય થયો. તે ફિલસૂફ પોતાને કામના-રહિત રાખવા ઇચ્છતો હોવા છતાં, થાઈને પોતાની કરવાની કામનાથી ઉન્મત્ત થઈ ગયો. તેની પાસે પુષ્કળ ધન હતું, તથા તે બુદ્ધિમાન અને નમ્ર હતો. પરંતુ તેનું નાજુક દાક્ષિણ્ય તથા સુંદર ભાવો થાઈને આકર્ષી શક્યાં નહિ. તેને તે જરા પણ ચાહતી નહિ; એટલું જ નહિ, પણ કોઈ કોઈ વાર તો એની વ્યંગપૂર્ણ સંસ્કારિતાથી છેડાઈ પણ જતી. નિસિયસ હંમેશાં બધી બાબતો માટે સંશયાત્મા જ રહેવામાં બુદ્ધિમત્તા માનતો; ત્યારે થાઈ હરેક બાબતમાં શ્રદ્ધા રાખવા તત્પર રહેતી. તે ઈશુ ખ્રિસ્તમાં પણ માનતી, તથા મૂઠ-મંતર વગેરે મેલી વિદ્યાઓ કે મલિન સત્ત્વોમાં પણ માનતી. ભાવી જાણવાની તેને ઘણી ઉત્સુકતા રહેતી, અને તેથી કેટલાંય નામ વિનાનાં દેવ-દેવીઓની માનતાઓ તે રાખતી. તે પોતાની આસપાસ મેલી વિદ્યા જાણનારા, મૂઠ-મંતર કરનારા, ભૂવા-જાતિ, અધ્વર્યુ-પુરોહિત, તથા વિવિધ ઔષધિ પ્રયોગો કરનારા વૈદો અને ઊંટવૈદોને ભેગા કર્યા કરતી. તેને મોતની બહુ બીક હતી, અને સર્વત્ર તેને મોત જ ઘૂરકી રહેલું દેખાતું. ભોગવિલાસમાં રમમાણ હોય ત્યારે પણ અચાનક તેને ખ્યાલ આવતો કે, તેના ખુલ્લા ખભાને હમણાં મૃત્યુ આવીને તેની બરફ જેવી ઠંડી આંગળીથી સ્પર્શી જશે, અને તે જ વખતે તેને મરણ પામવું પડશે. એ ખ્યાલ આવતાની સાથે જ, તેને આલિંગન આપનારા હાથોની બાથમાં પણ તે કંપી ઊઠીને ઠંડી પડી જતી! Page #87 -------------------------------------------------------------------------- ________________ અલેક્ઝાંડ્રિયામાં પુનરાગમન નિસિયસ તેને કહેતો – “મારી પ્રિયતમા થાઈ, આપણે સફેદ વાળ અને ગોબાયેલા ગાલવાળાં થઈ, છેવટે કાયમી કાળ-રાત્રીમાં ગુમ થઈ જવાનાં હોઈએ તો પણ શું થઈ ગયું? કે આજનો આ ખુલ્લો હસતો દિવસ જ આપણો છેલ્લો દિવસ હોય, તો પણ શું થઈ ગયું? આપણે તો જીવનમાંથી ભોગ અને આનંદ જ નિચોવી લેવાં જોઈએ. આપણે જેટલો મહત્તર પ્રેમ માણ્યો હશે, તેના પ્રમાણમાં જ આપણા જીવનની મહત્તા પણ મપાશે. આપણી ઇંદ્રિયોથી જેટલાનું આપણને જ્ઞાન થાય છે, તેટલું જ સાચું જ્ઞાન છે. આપણે ઇંદ્રિયોથી જે જાણી શકતા નથી, તે છે જ નહીં. તો પછી એવી અજ્ઞાત – મિથ્યા વસ્તુની ચિંતા કરવાની શી જરૂર? આપણે આ જગતને સદંતર ભૂલી જઈએ, ત્યારે જ સુખી થઈ શકીએ છીએ. તો આપણે જલદી જલદી આ જીવનને છેતરીને તેનો સુખરૂપી અર્ક નિચોવી લેવાય તેટલો નિચોવી લઈએ. કારણ કે, વહેલું મોડું એ જીવન આપણા ઉપર વેર લીધા વિના રહેવાનું નથી! માટે મારી વહાલૂડી, આવ, આપણે પ્રેમ કરવા માંડીએ!” થાઈ તેને ધક્કો મારી દૂર ખસેડી મૂકીને કહેતી – પ્રેમ? તમે કદી કોઈને પ્રેમ કર્યો છે ખરો? હું પણ તમને જરાય પ્રેમ નથી કરતી. હું તમારા જેવા માણસોને ધિક્કારું છું. તમને લોકોને ભાવીની કશી અપેક્ષા પણ નથી, તેમ જ ડર પણ નથી. પણ મારે તો એ બધું અજ્ઞાત જ જાણવું છે! આ બધા ઇંદ્રિયગમ્ય પદાર્થોથી મને સંતોષ નથી!” પછી તો, જીવનનું રહસ્ય સમજવા માટે તેણે ફિલસૂફીનાં પુસ્તકો વાંચવા માંડયાંપરંતુ તે તેને સમજાયાં નહિ. બાળપણનાં વર્ષો જેમ જેમ તેનાથી દૂર થતાં ગયાં, તેમ તેમ તે એ વર્ષોની વિગતોને પરાણે યાદ કરવાનો પ્રયત્ન કરવા લાગી. તેને પોતાનાં ગુમાવેલાં - માત-પિતા યાદ આવવા લાગ્યાં, અને પોતે તેમને છેવટ સુધી ચાહી Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૪ તપસ્યા અને નિગ્રહ ન શકી, એ બદલ તેને ખેદ થવા લાગ્યો. શહેરમાં રાતે તે બાળપણની પરિચિત ગલીઓમાં એકલી અંધારપછેડો ઓઢીને ફરવા નીકળતી. અને રસ્તામાં અચાનક તેને કોઈ ખ્રિસ્તી પાદરી સામો મળતો, તો તેનું મન વિચિત્ર રીતે મૂંઝાવા લાગતું. એક રાતે તે એ રીતે અંધારામાં થઈને શહેરનાં પરાં તરફ ફરતી હતી, તેવામાં કશા ખ્યાલ વગર જ સંત જૉન ધ બૅપ્ટિસ્ટના કંગાળ નાના દેવળ પાસે તે આવી પહોંચી. દેવળમાં કેટલાંક માણસો ભેગાં થઈ સ્તોત્રો ગાતાં હતાં. એ સ્તોત્રોમાં અસાધારણ કશું ન હતું. પરંતુ, કોણ જાણે કેમ, એ સંગીત થાઈના અંતરના કોઈ ઊંડા તારને ઝણઝણાવી ગયું. તેણે ધીમેથી બારણું ઉઘાડયું. અને દેવળની અંદર પ્રવેશ કર્યો. અંદર સ્ત્રીઓ, બાળકો, અને બુઢ્ઢાઓની મોટી મંડળી ભેગી થઈ હતી. તેઓ ભીંત પાસેની એક કબર સમક્ષ ઘૂંટણિયે પડીને સ્તોત્ર ગાતાં હતાં. એ કબર પથ્થરની પેટી જેવી સીધી સાદી જ હતી; પરંતુ તેના ઉપર લીલાં પત્ર અને લાલ ગુલાબ મોટી સંખ્યામાં ચડાવેલાં હતાં. ચોતરફ સંખ્યાબંધ દીવાઓ જળહળી રહ્યા હતા, અને ધૂપદાનીઓમાંથી નીકળતો સુગંધી ધુમાડો ભીંતો ઉપરનાં દેવદૂતોનાં ચિત્રો સાથે ભળી અવનવી સ્વર્ગીય હિલચાલનો આભાસ ઊભો કરતો હતો. સ્તોત્ર-ગાન પૂરું થતાં, બધાં શ્રાદ્ધાળુઓ ઊભાં થઈ, એક પછી એક હારબંધ એ કબર પાસે જઈ, તેના પડખામાં ચુંબન કરવા લાગ્યાં. થાઈએ નવાઈ પામી, આ બધું શું ચાલી રહ્યું છે, એવો પ્રશ્ન દેવળના કોઈ કર્મચારીને પૂછયો. તેણે કહ્યું, “બાઈ, શું તું જાણતી નથી કે, આજે અમે સંત થિયોડોર*ની પવિત્ર યાદદાસ્ત ઊજવીએ આ સંત થિયોડોર એટલે, પહેલાં થાઈના પિતાને ત્યાં નોકરી કરતો હતો તે ગુલામ અહમસ. જુઓ પૃ૦ ૫૫ ઇ. * Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૫ છીએ? ખ્રિસ્તી ધર્મ માટે તેમણે ક્રૂસ ઉપર આત્મ-બલિદાન આપ્યું હતું. પોતાનું આખું જીવન તેમણે સદાચારભર્યું ગાળ્યું હતું, અને છેવટે શહીદ થઈને તે મૃત્યુને ભેટયા હતા. "" ' થાઈ એ શબ્દો સાંભળતાં જ તરત ઘૂંટણિયે પડી અને ચોધાર આંસુએ રડવા લાગી. તેના અંતરમાં અહમસની બધી સ્મૃતિ ઊભરાઈ આવી. તેને થયું કે, અહમસ બહુ ભલો હતો; અને હવે તો તે મહાન યશસ્વી સંત ગણાય છે. તો ધનસંપત્તિ, અને ભોગવિલાસ કરતાં વધુ પ્રબળ એવી કઈ શક્તિ છે, જેનાથી માણસ બીજા બધા કરતાં આમ ઉચ્ચ બની રહે છે?” મુલાકાત ૧ - તે ધીમેથી ઊમી થઈ અને પછી આંસુ-નીંગળતી આંખોએ તેણે કબર પાસે જઈ, તૃષ્ણાઓથી પ્રજળતા પોતાના વિલાસી હોઠ એ ગુલામની કબરના ઠં પૃથ્થર ઉપર ચાંપી દીધા. ૧૬ સુલાકાત – ૧ ૧ બીજા દિવસ થતાં તો થાઈ પાછી પોતાને મનગમતા થઈ ગયેલા ભોગવિલાસોમાં વળી ગઈ! તે જાણતી હતી કે, તેનું સૌંદર્ય હજુ અક્ષત છે, પરંતુ તે તેવું ને તેવું કાયમ રહેવાનું નથી. એટલે તે હજુ છે એ દરમ્યાન અને ખપમાં લઈ, મેળવી શકાય તેટલાં સુખ અને કીર્તિ ભોગવી લેવા તેણે જાણે કમર જ કસી. રંગભૂમિ ઉપર તે હંમેશ કરતાં વધુ ચીવટ ભરેલા પ્રયત્નથી અભિનય-પ્રયોગ કરવા લાગી. તેની ચેષ્ટાઓ, અંગભંગીઓ, અને ગતિમાં વ્યક્ત થતી સુસંવાદિતા અને સૌંદર્યની સંપૂર્ણતા નિહાળીને, ફિલસૂફો તો તેમાં પરમ સત્યશિવ-સુંદર ગુણનું દર્શન કરવા લાગ્યા; ત્યારે અજ્ઞાની કૃપણ-કંગાળ લોકો તેના દર્શનમાત્રને સ્વર્ગીય આશીર્વાદ સમજવા લાગ્યા. Page #90 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ તેનું ‘અપ્સરા-ભવન' તે જમાનાની એક અલૌકિક વસ્તુ જ હતી. તેની આસપાસના બગીચામાં ભારત અને ઈરાનથી મોટા ખર્ચે લાવેલાં વૃક્ષો હિલોળા ખાઈ રહ્યાં હતાં. તેમની વચ્ચે થઈને એક ઝરણું ખળ ખળ કરતું વહી રહ્યું હતું. એ બગીચામાં એક સરોવર પણ બનાવવામાં આવ્યું હતું. તેને કિનારે ઊભા કરેલા સ્તંભો અને કૃત્રિમ ખડકોનું ઉજ્જવળ પ્રતિબિંબ તેના પાણીમાં સતત લહર્યા કરવું. ૭૬ ‘અપ્સરા-ભવન ’ના આંગણામાં ત્રણ અપ્સરાઓની આબેહૂબ મૂર્તિઓ હતી. અપ્સરાઓ જાણે સ્નાન કરવાની તૈયારી રૂપે પોતાનાં કપડાં ઉતારી રહી હોય, અને છતાં કોઈ જોતું હશે એવી બીકમાં મેમાં ફેરવી લેતી હોય, એવી મુદ્રામાં ઊભી હતી, અને છેક જ સજીવ જેવી દેખાતી હતી. તે આબેહૂબ મૂર્તિઓ ઉપરથી જ આ મકાનનું નામ ‘અપ્સરા-ભવન' પડયું હતું. ભીંતો ઉપર રંગભૂમિનાં દૃશ્યોનાં રંગબેરંગી અદ્ભુત ચિત્રો હતાં; તથા દીવાનખાનું શોભાની વિધવિધ અને કીમતી વસ્તુઓથી ઊભરાતું હતું. ભોંયતળ ઉપર ઇસ્તંબૂલના સુંદર ગાલીચા બિછાવેલા હતા; અને તેમના ઉપરની ગાદીઓ ચીની કારીગરોએ તૈયાર કરેલી હતી. લીબિયાના સિંહોનાં ચામડાં ઠેર ઠેર સુંદર સમજાવટ સાથે બિછાવેલાં હતાં. અને શોભીતાં સુવર્ણપાત્રોમાં ફૂલ-છોડ લૂમી ઝઝૂમી રહ્યા હતા. એ ‘અપ્સરા-ભવન ’ને દૂરને છેડે ભૂખરા છાંયામાં ઉલટાવેલા ભારતીય કાચબાનું કોટલું હતું. તેના સોને મઢેલા નખ ઝળાંહળાં થયા કરતા. એના ઉપર થાઈની સુંદર બેઠક સજાવેલી હતી. પાણીના કલરવ અને પુષ્પોની સુગંધી વચ્ચે ત્યાં થાઈ જરા અઢેલીને બેસી મિત્રોને મુલાકાત આપતી, વાતચીત ચલાવતી, રાત્રિભોજનના સમયની રાહ જોતી, તથા અભિનય-કળા વિષે અથવા કોઈ કોઈ વાર વહી જતાં વર્ષો વિષે ચિંતન કરતી. Page #91 -------------------------------------------------------------------------- ________________ મુલાકાત - ૧ તે દિવસે રંગભૂમિ ઉપરથી પાછી આવીને બપોર બાદ થાઈ પોતાના એ કૂર્માસન પર આરામ કરતી અરીસામાં પોતાને જોતી હતી. અચાનક, પહેલી વાર પોતાના શરીર ઉપર કંઈક ક્ષીણતાનાં ચિહ્નો તેને જણાયાં. તેથી હવે ધીમે ધીમે સફેદ વાળ અને કરચલીઓ દેખા દેશે એ બીકે તે સારી પેઠે ચિંતામાં પડી ગઈ. કંઈક જંતરમંતરના પ્રયોગોથી પોતાની જુવાની પાછી મેળવી શકાશે અથવા કાયમ રાખી શકાશે, એવી આશાથી તે પોતાની જાતને આશ્વાસન આપવા લાગી; છતાં તેના અંતરમાંથી એક કઠોર ધમકીભર્યો અવાજ જાણે વારંવાર ઊઠયા કરતો હતો –“ભાઈ, તું ઘરડી થવાની જ છે; તું ઘરડી થવાની જ છે!” ત્યાં તો, ઓચિંતો, તેણે એક અજાણ્યા માણસને પોતાની સમક્ષ આવી ઊભેલો જોયો. તે સુકલકડી હતો, તેની આંખો અંગારા જેવી બળબળતી હતી, તથા તેની દાઢી છેક રૂંછાં જેવી હતી;– પણે તેણે જરી ભરેલો કીમતી જમો પહેરેલો હતો. ભડકેલી થાઈના હાથમાંથી અરીસો એકદમ નીચે પડી ગયો અને ડરના માર્યા તેના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ. ઍફનુશિયસ હાલ્યા ચાલ્યા વિના સ્થિર ઊભો રહ્યો. થાઈને આટલી બધી સૌંદર્યવાન જોઈને તે પોતાના અંતરમાં પ્રભુની પ્રાર્થના રટવા લાગી ગયો હતો –“હે પ્રભુ, આ સ્ત્રીનું મુખ મારા માટે પ્રલોભનરૂપ ન બની રહે, પરંતુ તારા આ દાસને હિતકર પુરવાર થાય, એમ કરજે.” પછી પરાણે પોતાના મનને ગોદાવીને એ થાઈને સંબોધીને બોલ્યો - “ભાઈ, હું દૂર દેશથી આવું છું; તારા સૌંદર્યની ખ્યાતિ મને અહીં ખેંચી લાવી છે. એમ કહેવાય છે કે, તું જગતની સૌથી • કુશળ નટી છે, તથા તારાં મોહબાણ અમોઘ છે; તારી સંપત્તિ અને Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૮ તપસ્યા અને નિગ્રહ તારા પ્રેમ-પ્રસંગોની વાતો કહાણીરૂપ બની ગઈ છે. એટલે તને નજરે જોવાની મને ઇચ્છા થઈ આવી; અને હું જોઉં છું કે, વાસ્તવિક હકીકત પેલી દંતકથાને કયાંય ટપી જાય એવી છે. ખરેખર, તારી સમીપ આવનારા કોઈ પણ પુરુષની બુદ્ધિ ચક્કર ખાઈ જાય !” થાઈ પોતાને આમ ડરાવી મારનાર આ વિચિત્ર પ્રાણી તરફ જોઈ રહી. તેનો રુક્ષ, જંગલી જેવો દેખાવ તથા તેની આગ-ભરી ચમકતી આંખો – એ બધાથી તે કંઈક કુતૂહલમાં આવી, પોતે જેમને રોજ જોતી હતી, તે બધા પુરુષોથી કંઈક જુદા દેખાતા આ માણસ વિશે વધુ જાણવા ઇંતેજાર બની. તેણે હળવી મજાકના સૂરમાં કહ્યું– “અજાણ્યા પુરુષ! તમે બહુ જલદી વખાણ કરી બેઠા ! પરંતુ મારા કટાક્ષો તમને હાડ સુધી બાળી ન નાંખે, તે સાચવજો! મારી સાથે પ્રેમમાં ન પડી જતા, સાવધાન!” ઍફનુશિયસે જવાબ આપ્યો – “પણ હું તો કયારનો તારા પ્રેમમાં છું, થાઈ! હું તને મારા પ્રાણ કરતાં, – અરે, મારા પોતાના કરતાં વધુ ચાહું છું. તારે માટે તો હું સરીસૃપ અને પિશાચોથી ઊભરાતા રેતાળ રણપ્રદેશને રાતદિવસ પગે ચાલતો વટાવીને અહીં આવ્યો છું. હું મૌનવ્રતધારી છું, છતાં તારે ખાતર મેં મારા હોઠોથી સંસારી વાણી ઉચ્ચારી છે; તારે જ ખાતર મેં મારી આંખો વડે ન જોવાનું જોયું છે, અને કાનો વડે ન સાંભળવાનું સાંભળ્યું છે. “હા, હું તને ચાહું છું! પણ તારા શરીરની ભોગતૃષ્ણાથી બળબળતા અને ભૂખ્યા વરુની પેઠે કે મદમાં આવેલા સાંઢની પેઠે તારી પાસે ધસી આવતા પુરુષોની પેઠે નહિ! તેઓ તો તને સિંહ જેમ હરણને ચાહે એવી રીતે ચાહે છે; તેમની સદા-ભૂખી કામનાઓ તારા અંતરાત્મા સુધીના તારા દેહને સતત ભરખ્યા કરે છે. પણ હું સ્ત્રી, હું તો તારા આત્માના કલ્યાણ ખાતર – પરમાત્મા ખાતર તને Page #93 -------------------------------------------------------------------------- ________________ મુલાકાત ચાહું છું. મારા અંતરમાં તારે માટે આધ્યાત્મિક પ્રેમ-કરુણા પ્રગટેલાં છે. હું તને આ જગતની ટૂંકી રાતના સ્વપ્ન જેવા ભૌગોની ઉન્મનતા કરતાં સ્વર્ગીય શાશ્વત આનંદ-ઉત્સવ અને મિજબાનીઓનો સ્વાદ ચખાડવા માગું છું. હું જે સુખમાં તને દોરી જવા માગું છું, તે કાયમી છે—તેનો કદી અંત જ નથી. એ સુખ અકલ્પ્ય છે ~ અવર્ણનીય છે. આ જગતના સુખીમાં સુખી ગણાતા લોકો પણ તે સુખની જો આછી આભા જોવા પામે, તો હર્ષના માર્યા પ્રાણ ત્યાગી દે!" – ૧ થાઈ હવે તોફાનના ભાવમાં આવી જઈ બોલી – “મિત્ર, એ અદ્ભુત પ્રેમનો અનુભવ મને તરત કરાવો! એક ક્ષણ પણ મોડું ન કરો. તમે જે સુખની વાત કરો છો, તે સુખ ભોગવવાને હું અધીરી થઈ ગઈ છું. મને એવો ડર છે કે, હું એ સુખ ભોગવ્યા વિનાની કદાચ રહી જવાની છું, અને તમે આપેલી બધી ખાતરીઓ માત્ર ખાલી શબ્દો રૂપે હવામાં ઊડી જવાની છે! એવા મોટા સુખની લાલચ આપવી સહેલી છે, પણ એવું સુખ ખરેખર ભોગવાવવું અઘરું છે. દરેક જણમાં કોઈ ને કોઈ બાબતની કુશળતા હોય છે: તમારામાં લાંબી વાતો કરવાની કુશળતા હોય, એમ મને લાગે છે. તમે કોઈ અકલ્પ્ય પ્રેમની વાત કરી; પરંતુ પુરુષે પહેલવહેલો પ્રેમ કરીને કામચેષ્ટા કરી, તે વાતને એટલો બધો સમય થઈ ગયો છે કે, હવે એ વસ્તુની કોઈ વિગત ગૂઢ કે અજ્ઞાત રહી ગઈ હોય એમ માનવું અશકય છે. અને પ્રેમવાર્તા વિષે તમારા જેવા તપસ્વી-ફિલસૂફો કરતાં અમારા જેવાં પ્રેમીજતો વિશેષ જાણે !” “થાઈ, તું આમ મજાક ન કરીશ. તેં કદી ન ભોગવેલો એવો પ્રેમ લઈને હું આવેલો છું.” 30 “મિત્ર, તમે બહુ મોડા પડયા. હું બધી જાતના પ્રેમનો સ્વાદ ચાખી ચૂકી છું.” Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૦ તપસ્યા અને નિગ્રહ પણ જે પ્રેમ હું તારે માટે લાવ્યો છું, તે તો દિવ્ય યશ અને શ્રીથી સભર છે; જ્યારે તું જે પ્રેમ ભોગવી ચૂકી છે, તે તો નર્યો પ્રાકૃત – શરમિંદગી-ભર્યો છે.” - થાઈએ હવે ઑફનુશિયસ ઉપર ગુસ્સાભરી નજર નાંખી, તથા તેના મુખ ઉપર ઘુરકાટ છવાઈ ગયો. તે બોલી – “અજાણ્યા પુરુષ, તમે તમારી મિજબાનને અપમાનિત કરવા જેટલી હદે જવાની હિંમત કરો છો! તમે મારા સામું જુઓ અને કહો જોઉં કે, હું શરમથી કચડાઈ ગયેલા પ્રાણી જેવી લાગું છું ખરી? ના, ના, હું જરા પણ શરમિંદી બની નથી; તેમ જ મારી પેઠે જેઓ ભોગવિલાસ માણે છે, તેઓ પણ જરાય શરમિંદાં બનતાં નથી,– અલબત્ત, તે બધાં મારા જેટલાં સુંદર કે તવંગર નહિ હોય, એ વાત જુદી. મેં મારે પગલે પગલે સુખ-ભોગ વેર્યા છે, અને મારો યશ આખા જગતમાં વ્યાપી રહ્યો છે. હું આખી પૃથ્વીના પ્રબળ માંધાતાઓ કરતાં પણ વધુ શક્તિ ધરાવું છું. તે બધાને મેં મારાં ચરણોમાં આળોટતા જોયા છે. મારા સામી નજર કરો, મારા નાજુક પગ સામે જુઓ, – હજારો માણસો એ પગ ચૂમવાનું સુખ મેળવવા ખાતર પોતાના લોહીની કિંમત ચૂકવવા તૈયાર છે. હું કંઈ બહુ મોટી નથી, કે આ પૃથ્વી ઉપર બહુ જગા રોકતી નથી; મહામંદિરના શિખર ઉપરથી મને શેરીમાં ચાલતી કોઈ જુએ, તો હું ચોખાના દાણા જેટલી જ લાગું. પરંતુ ચોખાના એ દાણાએ તો પુરુષોમાં મહા-પાતાળ છલકાઈ જાય એટલાં દુ:ખ-શોક, હતાશા, વેર-ઝેર, અને ગુના-અપરાધ ઊભાં કર્યા છે. ચારે બાજુ લોકો મારાં યશોગાન ગાવામાંથી પરવારતા નથી! તે વખતે મને શરમિંદગીની વાત સંભળાવનાર તમે કોઈ ગાંડા જ માણસ લાગો છો!” Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મુલાકાત - ૨ ઍફનુશિયસે થાઈની પડકારભરી વાણીનો મક્કમતાપૂર્વક જવાબ આપતાં કહ્યું, “હે ભદ્ર ! આપણે જાણે એવા જુદા મુલકનાં રહેવાસી છીએ કે, આપણી ભાષા કે આપણા વિચારોમાં જરાય સામ્ય નથી! પરંતુ પરમાત્મા મારા સાક્ષી છે કે, હું તને મારા વિચારો અને ભાવો સાથે એકરૂપ કરવા આવ્યો છું, અને એમ નહિ થાય ત્યાં સુધી હું તને છોડીને અહીંથી પાછો જવાનો નથી. એ માટે મારામાં આગ જેવી વાણી પ્રભુ પ્રેરે, કે જેની ઉષ્મામાં નું મીણ પેઠે ઓગળી જાય, અને પછી મારી ઇચ્છા-અંગુલી પોતાની મરજી મુજબ તારું ઘડતર કરે ! કયા તપને બળે, હે પ્રિયતમ આત્મા, તું મારા હાથમાં સમપિત થાય?– જેથી મારામાં પ્રાણ પૂરી રહેલું ચેતન તારો નવેસર ઘાટ ઘડે અને તને એવું અપ્રતિમ નવીન સૌંદર્ય બક્ષે, કે જેથી આનંદની મારી / પોકારી ઊઠે કે, “હવે જ હું ખરેખર મારા સાચા સ્વરૂપે જન્મી!” હે ભદ્ર, આ ચિતામાં હું અત્યારે લીન છું.” થાઈનો ગુસ્સો, આ વાણી સાંભળી, એકદમ ઊતરી ગયો. તેને વિચાર આવવા લાગ્યો-જરૂર આ કોઈ ચમત્કારી પુરુષ છે, અને વૃદ્ધાવસ્થા તથા મૃત્યુ નિવારવાના ગુપ્ત મંત્રો જાણતો હશે.” એવા લોભમાં, તેણે તેને વશ કરવા પોતાનું કામધનુષ્ય હાથમાં લીધું. તે જાણે તેનાથી બીતી હોય એવો અભિનય કરી થોડાં ડગલાં દૂર ચાલી ગઈ; અને ગુફા-મંડપના ખૂણામાં આવેલી કૂર્મ-શપ્યાની કિનારી ઉપર બેસી, પોતાની છાતી ઉપરનું વસ્ત્ર લાભિનયપૂર્વક ખેંચતી, ૮૧ ત.-૬ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૧ તપસ્યા અને નિગ્રહ કામ-દીપક ચેષ્ટા કરવા લાગી. બહારથી તો એવું જ લાગે કે, સંકોચ- અને લજ્જા- શીલ કોઈ મુગ્ધ બાળા, ઝરણાને કિનારે પાણીમાં પગ હલાવતી બેઠી હોય એમ બેઠી છે! ઍફનુશિયસની નજર તેના ઉપર પડી; અને તેની ઊભા રહેવાની શક્તિ પણ ગળી ગઈ. તેની જીભ તેના મોંમાં જ સુકાઈ ગઈ, અને તેના કાનમાં ભયંકર પડઘમ ઠોકાવા લાગી. અચાનક તેની આંખે અંધારાં ફ્રી વળ્યાં. એથી તેણે એમ માન્યું કે, ભગવાન ઈશુ ખ્રિસ્તે કૃપા કરીને પોતાનો પ્રભાવશાળી પંજો તેની આંખો આડે ધરી દીધો છે, જેથી પેલી સ્ત્રી તેને દેખાતી બંધ થાય અને તેનું મોહનાસ્ર વિફળ બને. એ કલ્પનાને બળે, એ કામયુદ્ધમાં તેને ધારણ આવી ગઈ અને તે ધીર-ગંભીર વાણીમાં બોલ્યો – “હું ઑનુશિયસ, ઍન્ટિનોનો મહંત, પવિત્ર રણભૂમિમાંથી ચાલ્યો આવું છું. રણ-તીર્થમાં રહેતાં રહેતાં જ મારી નજર સમક્ષ એક વાર તારી મૂર્તિ પ્રગટ થઈ; અને મેં જોયું કે, હું નરી ભ્રષ્ટતાથી અને પાપાચારથી ભરેલી હોઈ, મોત તારા તરફ પંજા ફેલાવી વેગે ધસી રહ્યું છે. તેથી તારા ઉદ્ધાર અર્થે હું તને પોકારીને કહેવા આવ્યો છું કે, ‘ ઊઠ ઊભી થા, અને આ કબરમાંથી બહાર નીકળી જા !” ” મહંત પૅનુશિયસના આ આકાશવાણી જેવા શબ્દો સાંભળતાં જ, થાઈ એકદમ ભયની મારી ફીકી પડી ગઈ, અને વીંખાયેલા વાળ તથા જૉડેલા હાથે, રડતી પોકારતી અને ડૂસકાં ભરતી, તે લળી લળીને એ સંતનાં ચરણોમાં નમી પડી, તથા બોલી ~~ “મને શાપ ન દેશો! હું જાણું છું કે, રણપ્રદેશના તપસ્વીઓ મારા જેવી ભોગ-સ્ત્રીઓને ખૂબ ધિક્કારે છે. તમે પણ મને ધિક્કારો છો અને મને સજા કરવા માગો છો. ચાલ્યા જાઓ! તમારી શાપ દેવાની શક્તિમાં મને શંકા નથી. પરંતુ, હું ધિક્કારાવા કે તિરસ્કારાવાને પાત્ર નથી; કારણ કે, તમો તપસ્વી લોકોએ આપમેળે સ્વીકારેલી દરિદ્રતાની મેં કદી ઠેકડી ઉડાવી નથી. મારી ધનસંપત્તિને કે સૌંદર્ય Page #97 -------------------------------------------------------------------------- ________________ મુલાકાત – ૨ ૮૩ સંપત્તિને મારો અપરાધ ન ગણશો. હું સુંદર છું તથા અભિનયકુશળ છું. મારી પ્રકૃતિ જેમ મારે પસંદ કરવાની હોય નહીં, તેમ મારી આ પરિસ્થિતિ પણ છે; તે મેં પસંદ કરેલી નથી. હું અત્યારે જે કાંઈ કરું છું, તે માટે જ મને સર્જવામાં આવેલી છે. હું પુરુષોને કામ-ભોગ અર્પવા જ જન્મી છું. તમે પોતે જ હમણાં કહ્યું કે, તમે મને ચાહો છો! તો પછી તમારી પ્રેમપાત્ર એવી મારા ઉપર તમારું મંત્રબળ ન વાપરતા: મારું સૌંદર્ય નાશ પામે કે હું મીઠાની પૂતળી બની જાઉં, એવા જાદુઈ શબ્દો ન ઉચ્ચારતા. એમ કરી મને મારી ન નાંખશો! મને મરવાની બહુ જ બીક લાગે છે.” ઍફનુશિયસે તેને ઊભી થવા નિશાની કરીને હવે કંઈક હળવા અવાજે કહ્યું – ડરીશ નહિ, બાળા! તારે શરમિંદી થવું પડે કે તારી તિરસ્કાર થાય, એવો એક પણ શબ્દ હું ઉચ્ચારવાનો નથી. હું તો એવા ઈશ. ખ્રિસ્ત પ્રભુ તરફથી આવ્યો છું, જેણે સમરિયાની પનિહારીએ ધરેલા ઘડામાંથી પાણી પીધું હતું, તથા મેરી જેવી વેશ્યા પાસેથી સુગંધ-પૂજા ગ્રહણ કરી હતી. હું પોતે એવો નિષ્પાપ નથી કે જેથી પાપી ઉપર પહેલો પથ્થર* નાંખી શકું. ઈશ્વરે મારા ઉપર વરસાવેલી કૃપાનો મેં પોતે ઘણો દુરુપયોગ કર્યો છે. હું તારા ઉપર ગુસ્સો કરીને અહીં ચાલ્યો નથી આવ્યો, પણ તારા ઉપરની કરુણાનો પ્રેર્યો– તારા હિતની ભાવનાથી અહીં આવ્યો છું. એટલે જાણ કે, તારે માટેનાં મારાં પ્રેમનાં સંબોધનો સાચા અંતરનાં છે. હું જે આગમાં જળી રહ્યો છું, તે જુદી જાતની છે. તારી આંખો દૈહિક સ્કૂલ દૃશ્યો જોવાને જ ટેવાઈ છે; પરંતુ તે જો પદાર્થોનું આંતરિક ગૂઢ તત્વ જોઈ શકે, તો પરમાત્માએ * એક વેશ્યા પર પથ્થરબાજી કરી પસ્તાળ પાડવા ભેગા થયેલા ટોળાને ઈશુ ખ્રિસ્તે, તે વેશ્યા પર કરણા કરતાં, એમ કહ્યું હતું કે, જે પોતે નિષ્પાપ હોય, તે પહેલો પથ્થર મારે. એ સાંભળી એકેએક જણે ત્યાંથી ચાલતી પકડેલી– એ વાતનો અહીં ઉલ્લેખ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ પૂર્વે, પર્વત ઉપર, સાચો પ્રેમ શી ચીજ છે તે સમજાવવા, મોઝિને જે બળતો અગ્નિ બતાવ્યો હતો, તેની જ એક ઝળકતી જ્વાળારૂપ તને હું દેખાઉં! એ પવિત્ર પ્રેમાગ્નિ જેને પ્રજવલિત કરે છે, તે બાળીને ખાખ કરવાને બદલે તેને પાવન અને સુવાસિત કરી મૂકે છે!” “તપસ્વી જન, હું તમારી વાત ઉપર શ્રદ્ધા મૂકું છું; તમે મને છેતરશો કે મારું અહિત કરશો એવો ડર મને હવે નથી. થિર્બદના તપસ્વીઓની વાતો ઘણી વાર મારા સાંભળવામાં આવી છે. મહા-સંત ઍન્થની અને પૉલ વિશે ચમત્કારિક વાતો કહેવામાં આવે છે. તમારું નામ મને પરિચિત નથી; પરંતુ મેં સાંભળ્યું છે કે, તમે યુવાન હોવા છતાં સાધના-તપસ્યાની બાબતમાં વૃદ્ધમાં વૃદ્ધ તપવસ્વીને પણ ટપી જાઓ એવા છો. તમને મેં જોયા કે તરત જ હું સમજી ગઈ હતી કે, તમે કોઈ સામાન્ય માણસ નથી. તો મને કહો, ભલભલા પુરોહિતો, ભવિષ્યજ્ઞો કે માંત્રિકો જે નથી કરી શકયા, તે તમે મારે માટે કરશો ખરા? – બોલો તપસ્વી, તમે જો મને ચાહતા હો, તો મને મૃત્યુમાંથી બચાવી શકશો?” હે સ્ત્રી, જેને મૃત્યુ નથી જોઈતું પણ શાશ્વત જીવન જોઈએ છે, તે જરૂર તેને પામી શકે. પરંતુ તે માટે તારે આ બધા બીભત્સ ભોગોથી દૂર થવું પડશે; કારણ કે, એ ભોગો તને હરહંમેશ ક્ષીણ કરી રહ્યા છે. ઈશ્વરે પોતાની લાળથી જેની કણક બાંધી છે તથા પોતાના શ્વાસથી જેને ચેતન બક્યું છે, એ તારા શરીરને તું મલિન સત્ત્વોના હાથમાંથી પાછું ખેંચી લે; કારણ કે, તેઓ તો તને કરપીણ રીતે બાળી નાંખશે. તું અત્યારે કલેશ-તાપથી સતત પ્રજળી રહી છે; તેમાંથી બહાર નીકળ, અને એકાંતવાસનાં પાવનકારી ઝરણાંમાં સાંગપાંગ સ્નાન કરી શીતળ થા! રણપ્રદેશમાં કેટલાય અજ્ઞાત ઝરાઓ પરમાત્માની સેવામાં ઉપર ધસી આવે છે, તેમનાં પવિત્ર જળનું પાન કર! હે સંસારપીડિત જીવડા, આવ અને તું જે ઇચ્છે છે તે પ્રાપ્ત કર! શાશ્વત આનંદના ભૂખ્યા હે જીવ! આજે તું ઈશુ Page #99 -------------------------------------------------------------------------- ________________ મુલાકાત ૨ ૫ ખ્રિસ્તની પ્રતિપક્ષી છે, પણ કાલે તેમની પ્રિયતમા બની રહેવાની છે. તેને નામે હું તને શોધતો આવ્યો છું. ખાતરીથી માન કે, થોડા વખતમાં તું પોતે જ બોલીશ, ‘મને પ્રેમનું દર્શન થયું!' .. "" - પણ તમે કહો છો એ સાચું છે, તેની ખાતરી અત્યારે મને કોણ કરાવી આપે?” તથા ઉપરાંતમાં જે બધા ખાતરી કરાવી આપશે. 66 “ડેવિડ, પેગંબરો અને ધર્મશાસ્ત્રોચમત્કારો તું નજરે નિહાળશે, એ બધું તને તપસ્વી-જન, તમારામાં શ્રાદ્ધા રાખવાનું મને મન થાય ખરું; કારણ કે, હું કબૂલ કરી દઉં છું કે, જગતમાં મને કયાંય સાચું સુખ લાધ્યું નથી. જોકે, કોઈ રાણી કરતાંય વધુ સારી સ્થિતિના જીવનમાં હું મુકાયેલી છું; છતાં મને જીવનમાં ઘણી ઘણી કડવાશો અને કમનસીબીઓ વેઠવાની આવી છે. મને મારા જીવનનો અતિશય કંટાળો આવ્યો છે. બધી સ્ત્રીઓ મારી ઇર્ષ્યા કરે છે; છતાં, નાની હતી ત્યારે નગરના દરવાજા નીચે મધ-પોળીઓ વેચવા બેસતી જોયેલી, દાંત વગરની એક બુઠ્ઠી ડોસીના સુખની મને ઘણી વાર ઇર્ષ્યા થઈ આવે છે. ઘણી વાર મારા મનમાં એવો વિચાર ચમકી ગયો છે કે, માત્ર ગરીબ લોકો જ સાચા સુખી છે; તથા નમ્રપણે અજ્ઞાત જીવન જીવવામાં જ મહાસુખ છે. સાધુજન, ઓચિંતા આવીને મારા દિલમાં જે કંઈ અત્યાર સુધી તેને તળિયે બેઠેલું હતું તેને તમે ઉપર તરતું કરી મૂકયું છે. હાય રે, મારું શું થશે? કોણ જાણે શી બલા છે!” આ સ્વન " Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૮ હૃદયપલટે થાઈ બોલતી હતી, તે દરમ્યાન ઑફનુશિયસનું પણ જાણે રૂપાંતર થઈ રહ્યું હતું. તેના મોં ઉપર દિવ્ય આનંદની આભા પ્રગટતી જતી હતી. તેણે કહ્યું – થાઈ, સાંભળ! હું આ મકાનમાં દાખલ થયો ત્યારે એકલો ન હતો; બીજું પર્વ ન પણ મારી સાથે અંદર પ્રવેશ્ય હતું અને તે અત્યારે પણ મારે પડખે ઊભું છે. હું તેને જોઈ શકતી નથી, કારણ કે, તારાં ચા હજુ તેને જોઈ શકવાનાં અધિકારી નથી. પરંતુ થોડા વખતમાં જ તું તેને તેના પૂર્ણ પ્રતાપમાં જોઈ શકશે તથા બોલી ઊઠશે, ‘એ એક જ પૂજવા યોગ્ય છે!” તેને જો વખતસર મારી આંખો ઉપર પોતાનો હાથ દબાવી દીધો ન હોત, તો હું જ કદાચ તારી સાથે પાપમાં પડી જાત; કારણ કે, મારી પોતાની જાતથી તો હું નિર્બળ અને પાપી છું; પરંતુ તેણે પણ બંનેને બચાવી લીધાં છે. તે જેટલો સર્વશક્તિમાન છે, તેટલો જ કૃપાળુ છે અને તેથી જ તે જીવોનો ઉદ્ધારક” એવા નામે પૂજાય છે. તેણે આપણ સૌ પાપીઓના ઉદ્ધાર અથે ક્રૂસ ઉપર આત્મબલિદાન આપ્યું છે, અને શહીદોએ તેની સાખ પૂરી છે. તે સ્ત્રીજન, તને મૃત્યુનો ડર લાગે છે, એ જાણી, તને મરતી બચાવવા માટે, તે જ તારા ઘરમાં પધાર્યા છે. ‘ઈશુ ખ્રિસ્ત – પ્રભુ! તમે ખરેખર શું અહીં મારી સાથે હાજરાહજૂર નથી? તમારો અનુપમ ચહેરો મને પ્રત્યક્ષ દેખાય છે! તમારા ગાલ ઉપર થઈને આંસુનું જે ટીપું વહી રહ્યું છે, તે થાઈના જીવાત્માના છુટકારા માટે તમે ભરપાઈ કરેલી કિંમત છે! પ્રભુ, ઈશુ ખ્રિસ્ત, Page #101 -------------------------------------------------------------------------- ________________ હૃદયપલટો તમારા ઉચ્ચારેલા બધા શબ્દો હું બરાબર સાંભળી શકું છું!” અને ભાગ્યવાન થાઈ, તું પણ એ પરમ-ઉદ્ધારક જે કહે છે તે સાંભળ – એ શબ્દો તે પોતે જ બોલી રહ્યા છે, હું નહિ. તે કહે છે, “મારા ખોવાયેલા પ્રાણી! હું તને ક્યારનોય શોધ્યા કરતો હતો! છેવટે મેં તને ખોળી કાઢી છે. હવે મારાથી દૂર ન ભાગતી. હું તને મારા હાથે પકડી, ઘેટાની પેઠે મારા ખભા ઉપર ઊંચકી લઈ, સ્વર્ગે લઈ જઈશ. મારી થાઈ, આવ, આવ; મેં તને મારી પ્રિયતમા તરીકે પસંદ કરી છે.” અને આમ બોલતો બોલતો ઍફનુશિયસ ઘૂંટણિયે પડયો અને ધ્યાનમગ્ન થઈ ગયો હોય તેમ તેની આંખો અધ મીંચાઈ. તે વખતે થાઇને તેના ચહેરામાં જાણે પ્રત્યક્ષ ઈશુ ખ્રિસ્તનાં દર્શન થયાં. તે હવે ઊંડા નિસાસા નાખતી રૂદન કરવા લાગી – “હે ભલા પિતા અહમસ, ધર્મદીક્ષા બાદ, સફેદ જભામાં વીંટેલી મને તમારા હાથમાં તમે ઊંચકી લીધી હતી, ત્યારે બચપણમાં જ હું મરી ગઈ હોત, તો કેવું સારું થાત? તો આજે ઢગલાબંધ પાપોથી હું આવી અપવિત્ર બની રહી ન હોત !” ઑફનુશિયસ એ શબ્દો સાંભળી, તરત જ ચોંકી ઊઠયો; તે તેના તરફ આગળ ડગ ભરીને બોલ્યો – ઓહો! તને ધર્મ-દીક્ષા મળી ચૂકેલી છે, એમ? એ દીક્ષાવિધિના પ્રતાપે જ ત્યારે હું તારી પાસે ખેંચાઈ આવ્યો છું! તેને કારણે જ તું એટલે દૂરથી પણ મારી નજરે આવી પ્રિય અને આવી સુંદર દેખાઈ હતી! એ પવિત્ર દીક્ષા-જળ જ મને, ઈશ્વરની ઓથ છોડી, તને શોધવા, અહીંના સંસારી જનોના ઝેરી વાતાવરણમાં ખેંચી લાવ્યું. બસ, બસ, તો આવ મારી પ્રિય ભગિની, હવે તારા ધર્મ-બંધુ પાસેથી શાંતિનું ચુંબન ગ્રહણ કર !” અને ઍફનુશિયસે એ ગણિકાનો કપોલ પ્રદેશ ચૂમ્યો. પછી ઍફનુશિયસ ચૂપ થઈ ગયો, જેથી ઈશ્વર પોતાનો અવાજ બંનેને Page #102 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ સંભળાવી શકે. એ ‘અપ્સરા-મંડપમાં હવે વહેતા પાણીના ખળખળ અવાજ સાથે ભળેલા થાઈના ઊંડા નિસાસા સિવાય બીજો કશો અવાજ સંભળાતો ન હતો. થાઈ આંસુ રોકવાનો પ્રયત્ન કર્યા વિના મોકળા મને રડ્યા કરતી હતી. પણ એટલામાં મહેમાનોના સત્કાર અર્થે મુખ્ય મકાનમાં રજૂ થવા માટે થાઈની સજાવટ કરવા, બધી સાધન-સામગ્રી હાથમાં લઈ, બે ગુલામડીઓ ત્યાં આવી પહોંચી. તેમને જોઈ થાઈ બોલી ઊઠી – “અરેરે, હું કસમયે રડી પડી! રડવાથી ચહેરો બગડી જાય છે. આજે મેં મુખ્ય મહેમાન તરીકે નૌ-સેનાધિપતિ કોટ્ટા, નિસિયાસ વગેરે કેટલાક ફિલસૂફો, કવિ કૅલિફ્રેટસ, વડા પુરોહિત, અશ્વવિદ્યા-નિષ્ણાત કેટલાક જુવાનિયા, અને કેટલીક સ્ત્રીઓ, કે જેમનું એકમાત્ર વિશેષ ઓળખાણ ‘તેઓ યુવતીઓ છે? એટલું જ કહીને આપી શકાય,એ બધાંને નોતર્યા છે. આ ગુલામડીઓ મને સજીને તૈયાર કરવા આવી છે. મારે આવી મંડળી ભેગી થઈ હોય ત્યારે સુંદર દેખાવું જ રહ્યું. પેલી આમંત્રિત સ્ત્રીઓ જરૂર મારા મોં ઉપર ચિંતાની રેખાઓ પારખી કાઢવાની, – આ બાબતમાં તેઓની નજર બહુ તીણી હોય છે!” પેફનુશિયસને પ્રથમ તો થાઈને એ મિજલસમાં ન ભળવા આગ્રહ કરવાનો વિચાર આવ્યો; પણ એકદમ વધુ ખેંચવા જતાં બધું તૂટી જાય એ બીકે તેણે ડહાપણપૂર્વક એમ કરવાનું માંડી વાળ્યું, અને એટલું જ કહ્યું –“ભાઈ, હું કશું બોલ્યા વિના એ મિજબાની વખતે તારે પડખે જ ઊભીશ.” થાઈ એ સાંભળી ખડખડાટ હસી પડી અને બોલી, થિબૈદના તપસ્વીને મારા પ્રેમીને સ્થાને જોઈને તેઓ કોણ જાણે શું શું કહેશે વારુ!” Page #103 -------------------------------------------------------------------------- ________________ પૈફનુશિયસની આગળ ચાલતી થાઈ જ્યારે ગુફા મંડપ છોડી, મુખ્ય મકાનના મિજબાનીના ઓરડામાં દાખલ થઈ, ત્યારે મોટા ભાગના મહેમાનો આવી ગયા હતા અને પોતપોતાના કોચ ઉપર અઢેલીને નિરાંતે બેઠા હતા. વચ્ચે ચકચક થતાં સુવર્ણ-પાત્રોથી છવાયેલું, ઘોડાની ખરીના આકારનું વિશાળ ટેબલ હતું. થાઈએ ઓરડામાં દેખા દીધી કે ચોતરફથી અભિનંદનનાં પ્રશંસાવાકયોનો વરસાદ વરસી રહ્યો. થાઈ મુખ્ય મહેમાન કોટ્ટા પાસે જઈને બોલી – “લુસિયસ, હું તમને રણપ્રદેશના એક તપસ્વી-જન પંફનુશિયસનું ઓળખાણ કરાવું,– આ ઍન્ટિનો-મઠના મહંત તેમની વાણી આગની પેઠે દઝાડનારી હોય છે!” નૌ-સેનાધિપતિ લુસિયસ ઓરેલિયસ કોટ્ટા તે સાંભળતાંવેંત ઊભો થયો અને બોલ્યો – “ભલે પધાર્યા પેફનુશિયસ! તમે ખ્રિસ્ત-ધર્મો છો, અને હવે શહેનશાહે માન્ય રાખેલા એ ધર્મ પ્રત્યે હું પણ થોડો ઘણો આદર ધરાવું છું. વસ્તુતાએ પણ, રોમના લેટિન ડહાપણ મુજબ, અમારે અમારા દેવમંડળમાં તમારા ઈશુ ખ્રિસ્તને સ્થાન આપવું જ જોઈએ; કારણ કે, અમારા પૂર્વજોનું શિક્ષાસૂત્ર હતું કે, દરેક દેવમાં કંઈક ને કંઈક દૈવત હોય છે જ. પરંતુ એ વાત હમણાં પડતી મૂકીએ. અત્યારે તો અવસર છે ત્યારે મદ્યપાન કરીએ અને મહેફિલની મજા કરી લઈએ, એટલે બસ!” બુઢો કોટ્ટા આજે જ વહાણની એક નવી રચનાનો અભ્યાસ કરીને, તથા પોતે લખવા માંડેલા કાજિયનોના ઇતિહાસનું છઠ્ઠ પ્રકરણ પૂરું કરીને આવ્યો હતો, એટલે તેને દિવસનો સદુપયોગ કર્યો હોવાનો તથા દેવોને તૃપ્ત કર્યા હોવાનો આત્મસંતોષ હતો. Page #104 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ નિસિયાસે મિત્ર પૅનુશિયસને આલિંગન કરી તેના કાનમાં કહ્યું – ‘ભાઈ, મે તને ચેતવ્યો હતો કે, કામદેવ બહુ શક્તિશાળી દેવ છે! એની મૃદુ છતાં અમોઘ મેાહશક્તિ તને પરાણે અહીં ખેંચી લાવી છે. હું ગમે તેવો ભારે તપસ્વી હોય, તે છતાં એ દેવની સર્વોપરી શક્તિ અને મહત્તા નહીં સ્વીકારે, તો તારું આવી બન્યું જાણજે!” 02 "" પણ એટલામાં તો થિયેટરમાં પૅફન્નુશિયસને મળેલો ડોરિયન તેને ઓળખી કાઢીને બોલી ઊઠયો, “મિત્રો, આ તો થાઈના નાટક વખતે મારી સાથે થિયેટરમાં હતો તે જ માણસ છે! સંભાળજો – તે પ્રમાણિક માણસ છે; પણ બહુ કટ્ટર છે! ખેલ જોઈને ત્યાં તે વખતે જ એ બહુ ઉશ્કેરાઈ ગયો હતો, અને ઝનૂનમાં આવી જઈ સૌને ખૂબ ગાળો ભાંડતો હતો. ,, ૧૯ મિજલસ ૧ દરમ્યાન મંડળીમાંની બે સુંદરીઓ થાઈની સજાવટ અને તે શોભા તરફ તીણી આંખે જોઈ રહી હતી. તેમાંની એક બોલી ઊઠી, “થાઈ, આ તે કેવોક નવો પ્રેમી તે શોધી કાઢયો છે! જો હાથીઓનો ભરવાડ હોય, તો દેખાવમાં જરૂર તે આના જેવો લાગે. મહા-પાતાળમાંથી તો તું આ વિચિત્ર પ્રાણી કાઢી નથી લાવીને?” અને બીજીએ એના માં ઉપર હાથ દાબી દઈને કહ્યું, “રૂપ! રૂપ! પ્રેમનાં રહસ્યો ગૂઢ જ રહેવાં જોઈએ, અને તે ઉકેલવા પ્રયત્ન કરવાનો નિષેધ છે. જોકે, હું તને કહી દઉં કે, જ્વાળામુખી એટના પર્વત જો કદી મને તેના બળતા માંથી ચુંબન કરે, તો એ ભલે હું સહન કરી લઉં; પણ આ . માણસને કદી નહીં! પરંતુ એક વાત જાણી Page #105 -------------------------------------------------------------------------- ________________ મિજલસ રાખ કે, આપણી વહાલી થાઈ તો દેવી સમાન સુંદર અને ઉદાર છે;-સૌંદર્યદેવી જ છે. એટલે તે પોતાનું પ્રેમ-વરદાન ગમે તે તેના ભક્તને દઈ શકે; આપણા જેવી સામાન્ય સ્ત્રીઓ જ માત્ર સુંદર જુવાન પુરુષોને ખોળતી રહે કે પસંદ કરે!” થાઈએ આ સંવાદ સાંભળી તેમને જવાબ આપ્યો– “સાવધાન! તમે બંને જે કંઈ બોલો છો, તે આ તપસ્વી-જન સાંભળે છે. તે ભારે ચમત્કારી શક્તિવાળા પુરુષ છે. છુપાઈને બોલેલા શબ્દો પણ તે સાંભળી શકે છે, અને અંતરના વિચારોને પણ વાંચી શકે છે. તમે રાતે ઊંઘતી હશો ત્યારે તે તમારા હૃદય શરીરમાંથી ખેંચી લેશે અને એની જગાએ વાદળીના ટુકડા મૂકી દેશે. બીજે દિવસે પછી જ્યારે તમે પાણી પીશો ત્યારે એ વાદળી ફૂલીને તમારું ગળું રૂંધાઈ જશે.” પેલી બંને આ સાંભળી એકદમ મડદા જેવી ફીકી પડી ગઈ. થાઈ હવે એક કોચ ઉપર પૅફનુશિયસને પડખે બેસી ગઈ. કોટ્ટાએ બધાંની વાતચીતથી થતા અવાજ કરતાં ઊંચા અવાજે ફરમાવ્યું: “મિત્રો, હવે સૌ પોતપોતાને સ્થાને બેસી જાઓ. ગુલામો, તમે મધમિશ્રિત મદ્યના પ્યાલા પીરસી દો!” પછી પોતાનો પ્યાલો ઊંચો કરી તેણે કહ્યું, “સૌથી પ્રથમ આપણે ધર્માત્મા શહેનશાહ કૉસ્ટન્ટાઈનના માનમાં પ્યાલો પીએ; આપણા રાષ્ટ્ર-સામ્રાજ્યના કર્તા-હર્તા તે છે. દેવો કરતાં પણ પ્રથમ રાષ્ટ્રને યાદ કરવો જોઈએ; કારણ કે, રાષ્ટ્ર જ સૌ કોઈનું અધિષ્ઠાન છે.” બધા મહેમાનોએ પોતપોતાના પ્યાલા હોઠે માંડ્યા,– માત્ર ઑફનુશિયસ સિવાય. કારણ કે, સાચો ખ્રિસ્તી પોતાને આ જગતનો વતની માનતો નથી – તે પોતાને ઈશ્વરના રાજ્યનો નાગરિક માને છે. એમ મિજબાની શરૂ થઈ: ખાણું પીરસાઈને ચાલુ થયું, એટલામાં એક સુંદરી ચીસ પાડી ઊઠીને બોલી, “બાપ રે! હમણાં Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૨ તપસ્યા અને નિગ્રહ જ માછલીનો મેટા કાંટો ગળી જતી હું રહી ગઈ! કેવો લાંબો તીણો ધારદાર હતો એ! વખતસર મે તેને મારા ગળામાંથી બહાર ખેંચી લીધો; નહીં તો કયારની હું મરી ગઈ હોત. જરૂર દેવો મને ચાહે છે: હું તેઓને પ્રિય છું, એટલે જ જીવતી રહી!” નિસિયાસે હસતાં હસતાં પૂછ્યું—“પ્રિયદર્શને, તમે એમ કહ્યું કે, દેવો તમને ચાહે છે, ખરું? તો તો પછી દેવોય માણસો જેવા અપૂર્ણ કહેવાય. કારણ કે, જે કોઈ પ્રેમ કરે, તે દુ:ખી જ હોય; અને દુ:ખી હોવું એ પૂર્ણતા કહેવાય ! ’’ પેલી આ સાંભળી એકદમ ગુસ્સે થઈ ગઈ. તે બોલી—“નિસિયાસ, તમારું બોલવું છેક જ મૂર્ખાઈભર્યું છે અને પ્રસ્તુત તો નથી જ. સામાની વાત સમજ્યા વિના ઝટ જવાબમાં યદ્રાતદ્ના ભડભડી કે ભરડી નાંખવું, એ તમારી પ્રકૃતિ જ છે!” નિસિયાસે ફરી હસીને કહ્યું “ બોલ્યે જાઓ, બોલ્યે જાઓ, પ્રિયતમે! તમે જ્યારે કોઈ પણ બહાને માં ઉઘાડો છો, ત્યારે અમો સૌને આનંદ થાય છે! — તમારા દાંત એટલા બધા સુંદર છે!” ૩ એટલામાં ગંભીર દેખાવના એક વૃદ્ધ પુરુષ, લઘરવઘર કપડાં પહેરી,એ કમરામાં દાખલ થયા.કોટ્ટાએ તેમને પોતાની પાસે બોલાવીને બેસાડયા અને કહ્યું, “બોલો યુક્રાઇટિસ, આ મહિને ફિલસૂફીનો નવો ગ્રંથ તમે લખ્યો કે નહીં? મારી ગણતરી બરાબર હોય તો, નાઈલ નદીના બરૂના કિત્તાથી તમે લખેલો એ બાણુંમો ગ્રંથ થાય !” ડોરિયન બોલી ઊઠયો, “આપણી વચ્ચે યુક્રાઇટિસ એક વીતી ગયેલા જમાનાના અવશેષ છે– છેલ્લા સ્ટોઇક* ફિલસૂફ છે. લોકોથી *ગ્રીક ફિલસૂફ (ઈ. સ. પૂ. ૨૬૧) ઝેનોએ પ્રવર્તાવેલો માર્ગ. સ્ટોઇક ફિલસૂફો, એપિક્યુરસના સુખવાદથી વિરુદ્ધ, સુખદુ:ખથી નિરપેક્ષ એવા નીતિયુક્ત, સંયમી, કઠોર, સદાચારી જીવનની ફિલસૂફી ઉપદેશતા અને તેના આગ્રહી હતા. Page #107 -------------------------------------------------------------------------- ________________ મિજલસ ૯૩ તે છેક અળગા પડી ગયેલા છે; કારણ કે, તેમની વાતો હવે કોઈ સાંભળતું નથી!” યુક્રાઇટિસે જવાબ આપ્યો, “તું ભૂલે છે, ડોરિયન; કઠોર નીતિધર્મ અને નિગ્રહની ફિલસૂફી મરી નથી ગઈ. અલેક્ઝાન્ડ્રિયામાં, રોમ અને કૉન્સ્ટેન્ટિનોપલમાં એના મારા અસંખ્ય અનુયાયીઓ છે. કેટલાક ગુલામો, અરે સિઝરના ભત્રીજા-ભાણાઓ પણ, હવે આત્મનિગ્રહ કરી, વાસનાઓથી નિર્મુક્ત-સ્વતંત્ર જીવન જીવતાં શીખ્યા છે. પરિણામે તેઓ અસીમ સુખનો અનુભવ કરે છે. મૂર્ખ લોકો જ પોતાના સુખને કાબૂ બહારની વસ્તુ બનવા દે છે. દેવો જે કંઈ ન ઇચ્છે, તે હું પણ નથી ઇચ્છતો; અને દેવો જે કંઈ ઇચ્છે, તે બધું જ હું ઇચ્છું છે. એ રીતે હું તેમની સમાન – સાચો સુખી બની રહું છું.' >> નિસિયાસે જવાબ આપ્યો, “માણસ જે પ્રયત્નપૂર્વક દેવ જેવો થવા પ્રયત્ન કરે, અને તેવા પ્રયત્નનું નામ જ જો નીતિધર્મ હોય, તો તો ફૂલીને બળદ જેવો મોટો થવા ઇચ્છનારો, પેલા ઇસબ ગુલામે કહેલી વાતનો દેડકો મોટામાં મોટો સ્ટોઇક ફિલસૂફ ગણાવો જોઈએ!” યુક્રાઇટિસે જવાબ આપ્યો, ‘નિસિયાસ, તું મશ્કરી કરે છે તે હું જાણું છું. પરતુ જો શું કહે છે તે બળદિયો ખરેખર દેવ જ હોય, અને પેલો દેડકો જો ડહાપણભરી રીતે તેના સમાન થવા પ્રયત્ન કરીને એના જેવો બની રહે, તો એ નાના પ્રાણીને પેલા મોટા બળદ કરતાંય વધુ ધન્યવાદ ઘટે, એમ હું તો માનું.” 66 પણ એટલામાં નોકરોએ એક મોટું સિઝાવેલું ભૂંડ લાવીને ટેબલ ઉપર મૂકયું. તેની આસપાસ મીઠાઈનાં નાનાં નાનાં ભૂંડો પણ જાણે તેને ધાવવા પ્રયત્ન કરતાં હોય એમ ગોઠવ્યાં હતાં – એમ જણાવવા કે પેલું સિઝાવેલું પ્રાણી ભૂંડણ હતી. Page #108 -------------------------------------------------------------------------- ________________ મિજલસમાં હાજર રહેલા ફિલસૂફોમાંના ઝેનોથેમિસે હવે ખ્રિસ્તી સિદ્ધાંતોની પાછળ રહેલાં રૂપકોનો ઘટસ્ફોટ કરી મંડળીનું મનોરંજન કરવાનો આરંભ કર્યા. તેણે કહ્યું, “યહૂદીઓનો પરમદેવ જેહોવા અજ્ઞાન અને વિકરાળતાનું પ્રતીક છે. તેણે આદમ અને ઇવને વિજ્ઞાન ને કળાથી વંચિત રાખવા પ્રયત્ન કર્યો હતો, જેથી તેમની ઉપર અને તેમની પ્રજા ઉપર પોતાનાથી નિરાંતે શાસન ચલાવી શકાય! પરંતુ જ્ઞાનવૃક્ષને વીંટાઈને રહેલા પ્રેમ અને પ્રકાશના સત્ત્વ એવા નાગે પેલાં બે ઉપર દયા લાવી તેમને જ્ઞાન-વિજ્ઞાન ઉપદેશવા માંડયું. પણ આદમ પુરુષ હોઈ બડફો હતો, એટલે તે કશું સમજ્યો નહીં. પરિણામે, નાગે છેવટે માત્ર ઈવને જ્ઞાન આપવાનો પ્રયત્ન કરી સંતોષ માન્યો.” ૨૦ જ્ઞાનવૃક્ષનાં ફળ '' ડોરિયન વચ્ચે જ બોલી ઊઠયો, “ઝેનોથેમિસ, તમારો નાગ જ જ્ઞાન કે ડહાપણ રહિત બડફો હોય, એમ હું માનું છું. નહિ તો પોતાનું જ્ઞાન-વિજ્ઞાન એક સ્ત્રીના નાનાશીક તુચ્છ માથામાં નાંખવા તે પ્રયત્ન કરે ખરો? એટલે એ નાગ પણ, જેહોવાની પેઠે અજ્ઞાની તેમ જ જૂઠો હોઈ, આદમને વધુ બુદ્ધિમાન કે વિચારવંત જોઈને, તેને પડતો મૂકી, જલદી છેતરી-ભોળવી શકાય તેવી અલ્પ પ્રજ્ઞાવાળી સ્ત્રીને પોતાની જાળમાં સપડાવવા દોડયો હશે!” પ્રત્યક્ષ ઝેનોથેમિસેડોરિયનને પડકારતાં કહ્યું, ‘“ઊંચાં પરમ સત્યો કદી જ્ઞાન કે બુદ્ધિથી પકડી શકાતાં જ નથી; એ સત્યો તો ૯૪ Page #109 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવૃક્ષનાં ફળ ૯૫ ભાવનાથી જ પામી શકાય. તેથી, પુરુષ કરતાં તર્કશક્તિમાં ઓછી, છતાં ભાવના-શક્તિમાં પ્રબળતર, એવી સ્ત્રીઓ જ પરમ ગૂઢ તત્ત્વોને ઝટ પામી શકે છે. એટલે નાગે ઇવને પરમ જ્ઞાનને માટે પ્રથમ અધિકારી ગણી, તેને જ્ઞાનવૃક્ષ પાસે લઈ જઈ, તેનું દિવ્ય ફળ તેને ખાવા આપ્યું, જેથી તેને એ જ્ઞાન અવગત થાય. હવે તે ફળને બચકું ભર્યું અને પછી પોતાના સાથીને – આદમને તે ખાવા આપ્યું. પણ એટલામાં કમનસીબે હોવા બાગમાં ફરતો ફરતો ત્યાં આવી પહોંચ્યો. પેલાને જ્ઞાનફળ ખાતાં જોઈ, તેણે એવો તો તડૂકો કર્યો કે, પુરુષના હાથમાંથી પેલું જ્ઞાનફળ પડી ગયું! એટલે સ્ત્રીએ પણ પોતાના કમનસીબ પતિને ગળે વળગીને કહી દીધું કે, “હું પણ અજ્ઞાની જ રહીશ અને મારા પતિ સાથે દુ:ખની સમભાગી બનીશ.” “વિજયી બનેલા જહોવાએ ત્યાર પછી તેમને અને તેમની પ્રજાને ભય અને જડતાની સ્થિતિમાં જ રાખ્યાં. મનુષ્યોને તેણે અન્યાયી, અજ્ઞાન અને ક્રૂર જ બનવા દીધા, તથા પૃથ્વી ઉપર અનિષ્ટનું જ સામ્રાજ્ય ફેલાવા દીધું. જે કોઈ પ્રયોગશીલ કુશળ શોધક જેવું જણાય, તેને તે દુ:ખસંકટમાં જ ધકેલી દેતો. સદ્ભાગ્યે કેટલાંય વર્ષો પછી ગ્રીક લોકોમાં વિદ્વાન પુરુષો જમ્યા અને તેમણે કેવળ પોતાની પ્રજ્ઞાથી બધું જ્ઞાન શોધી કાઢયું. પછી તો એવા એવા પ્રજ્ઞાવાન પુરુષો જન્મતા ગયા કે, તેમણે એ સ્વર્ગીય જ્ઞાનવૃક્ષનાં સુંદરમાં સુંદર ફળો અહીં બેઠાં જ ઉતારી લીધાં!” કોટ્ટા હવે બોલી ઊઠયો, “મને આ બધી ફિલસૂફીની ચર્ચા ગમે છે; જો કે મને તે બરાબર સમજાતી નથી. હું તો એટલું જાણું કે, સ્વાતંત્ર્ય એ કોઈ પણ પ્રજાને મળી શકતું મહા-વરદાન છે. મારા પૂર્વજો સ્વાતંત્ર્ય માટે છૂટસ સાથે ખભા મિલાવીને રણમેદાનમાં લડતાં લડતાં જ મરણ પામ્યા હતા. જોકે, મને હવે શંકા તો પડવા જ લાગી છે કે, રોમન લોકો જેને સ્વાતંત્ર્ય કહેતા, તેનો અર્થ ખરેખર Page #110 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ પોતાની ઉપર પોતાનું રાજ્ય” એવો કરાય કે કેમ. જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું, તેમ તેમ મને લાગતું જાય છે કે, મજબૂત સરકાર જ નાગરિકોને સાચું સ્વાતંત્ર્ય બક્ષી શકે. શાસક-સત્તા નબળી હોય છે, ત્યારે જ લોકો વધુમાં વધુ રિબાય છે– કચરાય છે. તેથી, કરીને, હું કહું છું કે, સમજદારીથી પોતાની પ્રજા ઉપર રાજ્ય ચલાવતા તાનાશાહોની પ્રજાઓ જ વધુ સુખી હોય.” સેરાપિસ-મંદિરના મહંત હર્મોડોરસ હવે બોલી ઊઠ્યો–“લુસિયસ, મને તો એમ લાગે છે કે, “સારું રાજ્યતંત્ર’ જેવી કોઈ ચીજ જ સંભવતી નથી. જો હોત, તો સારા સારા ખ્યાલોથી સભર એવા ગ્રીકોએ તે શોધી જ કાઢી હોત. અત્યારે તો એટલું જ દેખાય છે કે, ચારે બાજુ અજ્ઞાની અને જંગલી પ્રજાઓ ખદબદી રહી છે; અને એવું સમજાય છે કે, તેઓ ગમે તેવા સારા રાજ્યતંત્રને, મરજીમાં આવે ત્યારે, નેસ્તનાબૂદ કરી નાંખશે!” કોટ્રાએ જવાબ આપ્યો, “અલબત્ત, જંગલી લોકોના લોભને થોભ નથી; અને તેઓ હદ બહારના પરાક્રમી અને સાહસી પણ હોય છે. પરંતુ જો સુધરેલા લોક પાસે સારું નૌકાદળ, સારું ખુશ્કી દળ, અને ખૂબ પૈસા હોય તો—” હડોરસ–આપણે આપણી જાતને છેતરવાની જરૂર નથી! આ મરવા પડેલ સામ્રાજ્ય એ જંગલીઓનો શિકાર-ભક્ષ્ય થઈ પડવાની તૈયારીમાં છે. ગ્રીકોની કુશળતા અને રોમનોના ખંતથી બાંધવામાં આવેલાં નગર-રાજ્યોને થોડા જ વખતમાં ઉન્મત્ત જંગલીઓ ખેદાનમેદાન કરી દેશે! પછી કળા કે ફિલસૂફી કે એવું કશું જગત ઉપર શોધ્યું નહિ જડે. મંદિરોમાંની દેવ-મૂર્તિઓને એ લોકો જેમ ગબડાવી પાડશે, તેમ જ મનુષ્યોનાં હૃદયોને પણ તેઓ ઠેકાણે નહિ રહેવા દે. જોજો કે, આપણું આ પ્રાચીન ઇજિપ્ત,–જે વિશ્વની સંસ્કૃતિનું પારણું બન્યું હતું, તે જ તેનું કબ્રસ્તાન બનશે !” Page #111 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવૃક્ષનાં ફળ ૩ તે જ ઘડીએ મિજલસ-ખંડનો પડદો હઠાવી એક ખૂંધા જેવો ઘરડો ટાલિયો માણસ અંદર દાખલ થયો. જોતાંવેત પૅનુશિયસ તેને ઓળખી ગયો. તે એરિયન* સંપ્રદાયનો વડો, નામે માર્કસ હતો. હમણાં જ જાણે આખું આકાશ તૂટી પડશે એવી બીકે પૅનુશિયસે પોતાના હાથ વડે પોતાનું મોં ઢાંકી દીધું. પિશાચો જેવા મનુષ્યોની આ મિજબાનીમાં કાફરો અને ફિલસૂફોએ કેવા કેવાય નાસ્તિક વિચારો દર્શાવ્યા હતા, તેથી મૅનુશિયસ વિચલિત નહોતો થયો; પરંતુ આ નવા આવેલા નાસ્તિકના દર્શનમાત્રે તેની બધી ધીરજ ખૂટી ગઈ! નજીકના ભવિષ્યમાં સંત બનનારી થાઈનો ઊડતો પાલવ તેણે આધાર તરીકે હાથમાં પકડી લીધો અને અંતરમાં માનવ-ઉદ્ધારક ઈશુ ખ્રિસ્તની તે પ્રાર્થના કરવા લાગ્યો. .. નિસિયાસે, માર્કસને જોઈ, સનાતન ઈશ્વરે આ સૃષ્ટિ સરજી હોવાના ખ્રિસ્તી સિદ્ધાંતની ઠેકડી ઉરાડતાં કહ્યું, “માર્કસ, તમારો ઈશ્વર આ સૃષ્ટિ સર્જવાની કડાકૂટમાં પડવા તત્પર થયો હશે, તે માટે તેના જીવનમાં કોઈ ભારે કટોકટી આવી પડી હોવી જોઈએ!. જો તે પોતાનો મૂળ પૂર્ણ સ્વરૂપે જ અડગ રહ્યો હોત, તો સનાતન કાળથી તે હતો તેમ તેની મૂળ પ્રકૃતિ પ્રમાણે નિષ્ક્રિય જ રહ્યો હોત!” માર્કસે જવાબ આપ્યો, “ ઈશ્વર જાતે સૃષ્ટિ સરજી હોય તો તમે દર્શાવો છો તેવો દોષ તેને આવે. પણ આ સૃષ્ટિ તો તેમના વચગાળાના એજંટ જેવા તેમના એકમાત્ર પુત્ર, ઈશુ ખ્રિસ્તે પેદા કરી છે. એ જ ઈશ્વરનો સાચો: પુત્ર છે; પણ તે સનાતન નથી, કારણ કે * અલેક્ઝાન્ડ્રિયાના એરિયસે (ઈ. સ. ૨૫૬–૩૩૬) ચલાવેલો ખ્રિસ્તી સંપ્રદાય. તે ઈશુ ખ્રિસ્તના ઈશ્વરીપણાનો વિરોધ કરતો હતો. નિસિયા શહેરમાં, ઈ. સ. ૩૨૫માં, ઍથનેશિયસ (૨૯૫-૩૭૩) ની આગેવાની હેઠળ મળેલા ખ્રિસ્તી ધર્મસંઘે તેના સંપ્રદાયને નાસ્તિક તરીકે વખોડી કાઢયો હતો. ત. ૭ ૯૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૮ તપસ્યા અને નિગ્રહ તે આદિ-યુક્ત છે. તેને પેદા કરવામાં આવ્યો તે પહેલાં તે સત્ હતો એવું તો શાપિત અને જક્કી ગધેડા જેવા ઍથનેશિયસે પ્રવર્તાવેલા સંપ્રદાયના વાડાનાં ખચ્ચરો જ માને છે, – અમે નહિ.” આ શબ્દો સાંભળતાં જ ઑફનુશિયસે, ભય અને ત્રાસથી ધોળા પૂણી જેવા બની જઈ, તોબા કરવા ક્રૂસની મુદ્રા કરીને, આ શબ્દો સાંભળવારૂપ મહાપાપનું પ્રાયશ્ચિત્ત કરી લીધું. માર્કસે આગળ ચલાવ્યું-“પરમાત્મા તો કશો પરિશ્રમ કરતા જ નથી; પરંતુ તેમનો પુત્ર ઈશુ ખ્રિસ્ત, સૃષ્ટિનું સર્જન કર્યા પછી, તેની ઊણપો સુધારવા, પાછળથી આ જગતમાં આવ્યો હતો. તે પૂર્ણ ન હોવાથી તેનું સર્જન જે આ સૃષ્ટિ, તે પણ અપૂર્ણ હતી– તેમાં સારા જોડે નઠારું પણ અવશ્યપણે ભળેલું હતું.” નિસિયાસે તરત પૂછયું, “પણ વસ્તુતાએ “સારું' શાને કહેવું અને “નઠારું' શાને કહેવું, એ નક્કી કરવા માટે કશો જ ગજ કે કાંટો ક્યાં છે?” ઝેનોમિસે જવાબ આપ્યો, “હું સારા-નરસાના ભેદની વાતવિકતામાં માનું છું. જોકે, મારી એવી દૃઢ માન્યતા છે કે, ગમે તેવું અનિષ્ટ હોય, છતાં તેની અંદર પણ અનિષ્ટની પાર લઈ જનારો શુભ અંશ રહેલો હોય છે. ઈશુના ફૂટી ગયેલા શિષ્ય જુડાસે, ઈશુને પકડવા આવેલા દુશ્મનો ઓળખી શકે તે માટે, તેમને ચુંબન કર્યું હતું. એ ચુંબનને દગાબાજીનું અધમ કૃત્ય બધા ગણે છે. પરંતુ એ ચુંબને જ માનવ જાતના ઉદ્ધારના માર્ગને ખુલ્લો કર્યો: ઈશુ ખ્રિસ્તને ક્રૂ સ ઉપર ચડાવવામાં આવ્યા, તેથી જ માનવજાતનાં પાપોનું એક ભવ્ય પ્રાયશ્ચિત્ત શક્ય બન્યું. જોકે, ખ્રિસ્તીઓની એ કથાને મેં અહીં ટાંકી, તે તો કેવળ એક પ્રચલિત વાતને દૃષ્ટાંત તરીકે રજૂ કરવા માટે જ. બાકી, માનવ જાતના ઉદ્ધાર માટે ગુજરેલી મહા-બલિદાનની એ કથા, મારી માન્યતા પ્રમાણે, જુદી જ છે!” Page #113 -------------------------------------------------------------------------- ________________ હેલનનો અવતાર! સૌએ તેની માન્યતા મુજબની એ કથા તેની પાસેથી સાંભળવા આગ્રહ રાખ્યો. પણ તે એ કહેવાનું શરૂ કરે એ દરમ્યાન જ બાર જુવાન છોકરીઓ, માથા ઉપર દાડમ અને સફરજનના કરંડિયા લઈને, એક અદૃશ્ય બંસીના સૂર સાથે તેમના પગના તાલ મિલાવતી, મિજલસના ઓરડામાં દાખલ થઈ. ૧ હેલન નો અવતાર ! ઝેનોમિસે મહા-બલિદાનની કથાની પોતાની આવૃત્તિ કહી સંભળાવતાં કહ્યું, “ઈશ્વરની વિચારશક્તિ એટલે યુનોઇયા દેવી. તેણે સૃષ્ટિ રચ્યા બાદ તેની દેખભાળ કરવાનું કામ દેવદૂતોને સોંપ્યું. તેઓએ, સૃષ્ટિના શાસકો બનવા છતાં, એ હોદ્દાને લાયક અલિપ્તતા દાખવી નહિ: સુંદર માનવ સ્ત્રીઓને જોઈને, જ્યારે તેઓ પાણી ભરવા કૂવાઓ આગળ આવી હોય ત્યારે, એ દેવદૂતો તેમની સાથે હળતા મળતા; અને એમાંથી અન્યાય અને ક્રૂરતાથી આખી પૃથ્વીને છાઈ દેનારી ઉછાંછળી પ્રજા પેદા થઈ. “એ જોઈ યુનોઇયાને ખરેખર ભારે ખેદ થયો. તેણે નિસાસો નાખીને વિચાર્યું – “આ મેં શું કર્યું? મારાં બિચારાં સંતાનો મારા વાંકે આમ દુ:ખશોકમાં મગ્ન થઈ ગયાં છે; એટલે મારે જ તેનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. ઈશ્વર તો મારી મારફતે જ વિચાર કરી શકતા હોઈ, પોતે જાતે આ સંતાનોને તેમને મૂળ શુદ્ધ સ્વરૂપે પાછા સ્થાપી શકે તેમ નથી. હવે તો જે થઈ ગયું તે થઈ ગયું; આ જગત હવે હંમેશ માટે આવું અપૂર્ણ જ રહેવાનું. પણ મારાથી મારા સંતાનોને એમ પડતાં મુકાય નહિ: હું જો તેમને મારા જેવાં સુવા ન કરી શકું, તો હું મારી ગતિને તેમના જેવી ફુલ તો કરી જ શકું. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તપસ્યા અને નિગ્રહ તેમને ભ્રષ્ટ કરનારાં શરીરો અર્પવાની ભૂલ હું કરી બેઠી, તો હવે મારે પણ તેમના જેવું શરીર ધારણ કરી, તેમની વચ્ચે રહી, હંમેશ તેમના જેવી ભ્રષ્ટતામાં સાથે થવું રહ્યું.’ “આમ વિચારી યુનોઇયા પૃથ્વી ઉપર આવી, અને એક સ્ત્રીને પેટે હેલન તરીકે અવતરી. તે એવી સુંદર હતી કે, સૌ કોઈ તેની કામના કરતું. યુનોઇયાએ, એ શરીર મારફતે, માનવ સ્રીને જે કંઈ ભ્રષ્ટતા અને અત્યાચાર વેઠવા પડે તે વેઠ્યા કરવાનો નિરધાર જ કર્યા હતો; એટલે કામુક અને કઠોર પુરુષોને હાથે એ અત્યાચારો વેઠીને તેણે જગતભરની સ્ત્રીઓને વેઠવા પડતા અત્યાચારોનું પ્રાયશ્ચિત્ત કર્યું. અલબત્ત, તેને કારણે કેટલીય પ્રજાઓ અને કેટલાય વીરો બરબાદ થયાં અને હણાયાં, એ જુદી વાત. ‘છેવટે યુનોઇયા મરણ પામી: તેણે સ્કૂલ શરીર ધારણ કર્યું હોઈ, તે શરીર નાશ પામવું આવશ્યક હતું. પણ તે ફરી ફરીને નવું સ્રીશરીર ધારણ કરીને જન્મતી ગઈ અને અત્યાચારો વેઠતી ગઈ. આવું એનું પ્રાયશ્ચિત્ત નિરર્થક નહિ જાય: છેવટે તેનું એ પ્રાયશ્ચિત્ત તેનો પોતાનો તેમ જ આપણો સૌનો ઉદ્ધાર સાધશે જ, અને આપણે સૌ સ્વર્ગની અનંત શાંતિના ફરીથી ભાગી બનીશું. "" કવિ કૅલિક્રેટસ હવે બોલી ઊઠયો, “આપણામાંનું કોઈ જાણે છે ખરું કે, અત્યારે હેલનનો અવતાર કયા દેશમાં કયા નામે કયા શરીરમાં થયેલો છે?” ઝેનોથેમિસે જવાબ આપ્યો “એ રહસ્ય જાણનાર માણસ ખરેખર ભારે શાની હોવો જોઈએ. અલબત્ત, ખાલી શબ્દો અને પોકળ કલ્પનાઓમાં બાળકોની પેઠે રમતા કવિઓને એ જ્ઞાન હોવું સંભવિત નથી. જ!" - કૅલિક્રેટસ જરા છંછેડાઈને બોલ્યો, “ભાઈ, કવિઓ તો દેવોને વહાલા છે; એટલે કવિઓનું અપમાન કરીને દેવોનો અળખામણો ન બનીશ. કવિઓ તા ક્રાંતિદર્શી લોકો કહેવાય. કશી વાત તેમનાથી Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ હેલનનો અવતાર! છાની હોઈ શકે નહિ. હું પોતે જ તને હેલનનો અત્યારનો અવતાર અબઘડી કહી બતાવું? તે આપણી વચ્ચે જ વિદ્યમાન છે, અને આપણ સૌને તેની સગી આંખો વડે તે સ્ત્રી નિહાળી રહી છે – જો, આ હું પોતે!” એક સુંદરી બોલી ઊઠી –“વાહ વાહ! તો તો થાઈએ બધા ગીક વીરોને નજરે જોયા હશે! ટ્રોજન ઘોડો પણ તેણે જોયો હશે! તો વહાલી થાઈ, એ ઘોડો કેટલોક મોટો હતો, તે તો અમને કહી બતાવ!” પણ હવે તો મંડળીના ઘણા સજજનો દારૂની અસર હેઠળ આવી, બેસી શકવાની કે ઊભા થવાની ધારણ ગુમાવી, ટેબલ નીચે કે ફરસ ઉપર આમથી તેમ ગબડવા લાગ્યા હતા. બુઠ્ઠો કોટ્ટા પણ પોતાની બેઠકમાં ઝોકાં ખાતો ખાતો ઊંઘવા લાગ્યો હતો. ડોરિયન હવે કંઈક લથડતી ચાલે થાઈ પાસે આવીને બોલવા લાગ્યો, “વહાલી, હું તને ચાહું છું; જોકે, મારા જેવાએ કોઈ સ્ત્રીને પ્રેમ કરવો, એ એક જ અઘટિત છે, એ હું જાણું છું.” થાઈએ જવાબ આપ્યો–“મિત્ર, મેં પાણી સિવાય કાંઈ જ પીધું નથી; એટલે મારાથી તમારી પેઠે ઉન્મત્ત અવસ્થામાં પ્રેમની વાતો ઉચ્ચારી શકાય તેમ નથી.” ડોરિયન હવે બીજી એક સુંદરીને કટાક્ષોના જવાબમાં તેના તરફ દોડી ગયો. તેની જગાએ હવે નોમિસ આવ્યો. તેણે તો તરત થાઈના મુખ ઉપર ચુંબન જ કરી દીધું. થાઈ બોલી – “હું તમને વધુ સદાચારી માનતી હતી.” ઝેનોથેમિસે જવાબ આપ્યો, “હું પૂર્ણ મનુષ્ય છું; અને પૂર્ણ મનુષ્ય નીતિના કોઈ પણ વિધિનિષેધથી પર હોય છે.” પણ કોઈ સ્ત્રીની બગલમાં ભરાઈ જઈ તમારા આત્માને કલંકિત કરવાની બીક તમને લાગતી નથી?” Page #116 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ r શરીર ભલે કામનાને અધીન થાય; પણ આત્મા શરીરથી અલિપ્ત જ રહે છે.” ' ૧૦૨ ચાલ્યા જાઓ! મને તો શરીરથી જ નહીં, આત્માથી પ્રેમ કરનાર જોઈએ છે! તમે બધ! ફિલસૂફો ઘરડા બકરાઓ છો.’ ૩ એક પછી એક દીવા બુઝાતા ગયા; અને છેવટે પ્રાત:કાળનો કુમળો પ્રકાશ પડદાઓ વચ્ચેની ખાલી જગાઓમાંથી અંદર આવવા લાગ્યો. અંદર કેટલાય ફિલસૂફો દારૂના ઘેનમાં સ્રીઓ ભેગા દોદશ ફાવે તેમ પડેલા હતા, યુક્રાઇટિસ ઊઠીને નિસિયાસને ખભે હાથ મૂકી જરા દૂરને છેડે બોલાવી ગયો. પછી જરા હસીને નિસિયાસને તેણે કહ્યું - “જો હજુ શું વિચાર કરી શકતો હોય, તો મને કહે કે, તું અત્યારે શું વિચારી રહ્યો છે?” “ મને એમ વિચાર આવે છે કે, સ્ત્રીનો પ્રેમ કૂંડામાં ખોસેલી ફૂલની ડાળખી જેવો છે.” “એટલે?” એટલે કે, તે થોડો વખત તાજો રહે, અને પછી કરમાવા t લાગે.” << તો પછી, એવી અસ્થિર વસ્તુને અગત્ય આપવી, એ મૂર્ખતા છે, એમ જ તારે કહેવું છે ને?” 64 ના રે ના; સ્રીનું સૌન્દર્ય જો પડછાયા જેવું અસ્થિર છે, તો આપણી ઇચ્છા પણ વીજળીના ચમકારા જેવી છે: એટલે ચમકારાએ પડછાયાને ખાઈ જવો, એ જ ઉચિત કે કુદરતી ગણાય !” “નિસિયાસ, મને તારી નાદાની ઉપર દયા આવે છે; વાસનાઓથી મુક્ત થા ! મુક્ત થઈને જ તું સાચો મનુષ્યે બની શકીશ. પણ જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી, તમે કહો છો તે અર્થમાં માણસ મુક્ત શી રીતે બની શકે?” >> 66 Page #117 -------------------------------------------------------------------------- ________________ હેલનનો અવતાર! ૧૦૩ “જો બેટા, હમણાં જ તું નજરે જોઈને કહી શકશે કે, યુક્રાઇટિસ શરીરધારી હોવા છતાં મુક્ત હતો.” આમ કહી, તેણે પોતાના જન્મામાંથી એક કટાર કાઢી. પછી તેણે સ્વગત કહ્યું – “ હે દેવો, તમે મારા અંતરમાં તમારી પ્રતિકૃતિઓ સ્થાપિત કરી હતી, તે મેં જરાય ભ્રષ્ટ કે કલંકિત થવા દીધી નથી. મેં તમારી આજ્ઞાઓ અનુસાર જ જીવન ગુજાર્યું છે; મારે હવે કશું સવિશેષ સિદ્ધ કરવાપણું રહેતું નથી –- હું પૂરતું જીવી ચૂક્યો છું. ભાઈ મુકાઇટિસ, હવે તું વૃક્ષ ઉપર પરિપક્વ થયેલા ફળની પેઠે દટાથી છૂટો પડી જા !” એમ કહી તેણે તરત તે કટાર પોતાના હૃદયમાં ખોસી દીધી. જે કોઈ તેનાં આ અંતિમ વાક્યો સાંભળતા હતા, તે બધા તેનો હાથ પકડી લેવા એકદમ કૂઘા; પરંતુ પેલી કટારની પોલાદી અણી તેના હૃદયને વીંધીને આરપાર નીકળી ગઈ હતી: યુક્રાઇટિસ ઢળી પડ્યો અને ચિર વિશ્રાંતિમાં પોઢી ગયો! હર્મોડોરસ અને નિસિયાસ તેના લોહી-નીંગળતા શરીરને એક કોચ ઉપર લઈ ગયા. જે કોઈ સ્ત્રીઓ એ જોવા જેટલી પાસે હતી કે હોશમાં હતી, તે તીણી ચીસો નાખવા લાગી; તે સાંભળી અર્ધઊંઘમાં કે નશામાં આળોટતા કેટલાય પુરુષો ભાંભરવા લાગ્યા. કોટ્ટા ગાઢ ઊંઘમાં હતો, પણ તે જાગી ઊઠ્યો, અને મડદા પાસે આવી ઘા તપાસી પોકારી ઊઠયો –“દોડો, મારા હકીમને કોઈ બોલાવી લાવો!” નિસિયાસે માથું ધુણાવીને કહ્યું – “યુક્રાઇટિસ હવે નથી. બીજાઓ જેમ પ્રેમ કરવા ઇચ્છે, તે રીતે જ તેમણે મરવા ઇચ્છયું. આપણા બધાની જેમ જ તે પણ પોતાની અનિર્વચનીય ઇચ્છાને જ તાબે થયા છે. હવે તો તે દેવ જેવા જ બની ગયા છે,– કે જેમને કશી ઇચ્છા જ હોતી નથી!” Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તપસ્યા અને નિગ્રહ કોટ્ટાએ પોતાના હાથ વડે કપાળ કૂટતાં કહ્યું – “મરવાની ઇચ્છા! જ્યારે માણસ રાજસત્તાને હજુ પોતાની સેવાઓ અર્પી શકે તેમ હોય, ત્યારે મરવાની ઇચ્છા? કેવી મૂઢતા!” ઍફનુશિયસ અને થાઈ નિશ્ચલ, જડસડ થઈને એકબીજાને પડખે ઊભાં રહ્યાં; તેમના અંતરમાંથી ધૃણા, ત્રાસ અને આશા છેવના મિશ્ર ભાવો એકીસાથે વહી રહ્યા હતા. અચાનક ઍફનુશિયસે થાઈનો હાથ પકડયો, અને નશામાં બેહોશ થઈને પડેલા બધા દારૂડિયાઓનાં શરીર ઓળંગીને તથા જમીન પર ઢળેલા દારૂમાં તથા લોહીમાં પગ ખરડીને તે થાઈને તેના મકાનની બહાર ખેંચી ગયો. ૨૨ તારે અહીં જ સબક્યા કરવું છે? બહાર સૂર્યોદય હમણાં જ થયો હતો. દરિયાના તાજા પવનની લહેરો વાતાવરણમાં પ્રવેશવા લાગી હતી. પફનુશિયસે પોતાનો કીમતી જન્મો ધૃણાની લાગણી સાથે શરીર ઉપરથી ખેંચી કાઢયો અને તેના ટુકડા કરી પગ નીચે રગદોળી નાખ્યો. “પ્રિય થાઈ, તે એ લોકોની વાતો સાંભળી?” તેણે પૂછયું; “કેવી કેવી બેવકૂફી ભરેલી અને કેવી કેવી મિથ્યા વાતો એ લોકો તેમને મોંએથી ઓકતા હતા? તમામ પદાર્થોના સર્જક મહાન ઈશ્વરને પણ તે લોકોએ ન છોડ્યો; સારાનરસાના ભેદને પણ નકાર્યો; ઈશુ ખ્રિસ્તની નિંદા કરી અને જુડાસને વખાણ્યો. સૌથી શરમ ભરેલું તો એ હતું કે,દુર્ગધ અને મૃત્યુનો ભરેલો પેલો સડેલો શિયાળ એરિયન પોતાનું કબર જેવું કાળઅંધાર માં ખોલીને કેવું કેવું ભસ્યો! વળી, એ બધાં સાપોલિયાં કામુકતાથી કેવાં વારંવાર તારા તરફ ધસી આવતાં હતાં Page #119 -------------------------------------------------------------------------- ________________ તારે અહીં જ સબયા કરવું છે? ૧૦૫ અને તને તેમનો ગંધાતો પસીનો લગાડી જતાં હતાં. બીજા કેટલાક પોતે પોતાની ગુલામડીઓના પગ વચ્ચે દબાતા કે લાતો ખાતા પડ્યા હતા; તથા કેટલાક તો પોતાના ઓકાટથી ગંદી થયેલી શેતરંજીઓ ઉપર જ સ્ત્રીઓ ભેગા આળોટતા હતા! ચોપગાં જાનવરો! છેક છેવટે પેલા બુઢ્ઢા ગમારને, દારૂથી ભાન ભૂલી, પોતાનું લોહી રેડતો પણ તે જોયો. થાઈ! થાઈ! તું એ બધા ફિલસૂફ કહેવાતાઓની મૂર્ખાઈઓ યાદ લાવ અને વિચાર કર કે, તારે એમની સાથે ગાંડપણમાં જ સબડ્યા કરવું છે? એ બધાની વચ્ચે પેલી બે અદેખી અને ભ્રષ્ટ વિલાસિનીઓ કેવા બેશરમ ચાળા-ચસકા કર્યા કરતી હતી ! તેમની પેઠે તારે પણ આખી જિંદગી કામુક પુરુષોથી પીંખાતી રહીને જ પૂરી કરવી છે?” - થાઈનું અંતર પણ આગલી રાતની બધી વૃણાપાત્ર તથા બેવકૂફી ભરેલી ચેષ્ટાઓથી ત્રાસી ગયું હતું. તેણે નિસાસો નાખીને કહ્યું, “ધર્મપિતા! ખરેખર, આજે મને એ બધી બાબતોનો મરવા જેવો કંટાળો આવ્યો છે. મને વિશ્રાંતિ કયાં ક્યારે મળશે? મારો આખો ચહેરો સળગતો હોય એવું મને લાગે છે; મારું માથું તદ્દન ખાલી થઈ ગયું છે; અને મારા હાથ તો એટલા બધા નબળા પડી ગયા છે કે, અત્યારે મારા હાથમાં સુખ આવી પડે તોપણ તેને પકડી લેવાની તાકાત મારામાં રહી નથી.” પંફનુશિયસ તેના પ્રત્યે પ્રેમભરી કરુણાથી જોઈ રહ્યો. ધીરજ ધર! સાંસતી થા! જો, તારા બગીચામાંથી અને પાણી ઉપરથી ઊઠી રહેલા પવિત્ર ધવલ ઝાકળની પેઠે, તારી વિશ્રાંતિની ઘડી પણ ઊંચે આવી રહી છે!” બંને જણ હજુ થાઈના મકાનની નજીક જ હતાં; સામે રસ્તાનો ખુલ્લો ચોક હતો. તેમાંનાં પૂતળાં આગળની અર્ધચંદ્રાકાર બેઠકોમાંની એક ઉપર થાઈ બેસી ગઈ. પછી પેફનુશિયસ તરફ ઈંતેજારીભરી નજર નાખીને તેણે પૂછ્યું, “મારે હવે શું કરવાનું છે?” Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ તપસ્યા અને નિગ્રહ “તને શોધવા જે પધાર્યા છે, તેમની પાછળ પાછળ જ તારે જવાનું છે. તે તને તારી અત્યારની જિદગીથી છોડાવશે: દ્રાક્ષ ભેગી કરનારો જેમ વેલા ઉપર જ કહોવાઈ જનારી લૂમોને ઉતારી લઈ, પોતાની કારીગરીથી તેનું ખુશબોદાર મદ્ય બનાવી દે છે તેમ! જો સાંભળ: અલેકઝાન્ડ્રિયાથી બારેક કલાકના ફાસલો ઉપર, પશ્ચિમ તરફ, સમુદ્રકિનારા નજીક એક સાધ્વી-મઠ છે. તેના વિધિ-નિયમો એવા ડહાપણભર્યા છે કે, તેમને કવિતામાં ઉતારી વાદ્યો સાથે તેમનું કીર્તન કરવું જોઈએ. ત્યાંના નિયમો પ્રમાણે સાધક-જીવન ગાળનારી , બધી સાધ્વીઓના પગ પૃથ્વી ઉપર હોય છે, પણ મોં સ્વર્ગ તરફ હોય છે. ઈશુ ખ્રિસ્ત તેમને પ્રેમ કરે તે માટે જીવનમાં તેઓ ગરીબ રહેવાનું પસંદ કરે છે. માળી બનીને તે ખુલ્લા પગે અને ખુલ્લા હાથે આવે ત્યારે તેમના ઉપર નજર નાખે, તે માટે તેઓ હંમેશ લજજાશીલ રહે છે. હું તને આજે જ તે મઠમાં લઈ જઈશ. તેઓ તને પોતાની ભગિની તરીકે સ્વીકારવા ઉત્સુકપણે રાહ જોઈ રહી છે. મઠમાં પેસતાં ઉમરા ઉપર જ તેમની અધ્યક્ષા આલ્બિના-માતા તને શાંતિનું ચુંબન કરશે અને કહેશે, ‘મારી સુપુત્રી! તું ભલે આવી!” થાઈ આશ્ચર્યથી એક ચીસ પાડીને બોલી ઊઠી, “આલ્બિના! સિઝર બાદશાહોની વંશજ! મહાન શહેનશાહ કૅરસની પ્રપૌત્રી?” “તે પોતે જ! આબિના, કે જે રાજવંશી પોશાક પહેરવા સરજાઈ હતી, પણ જેણે સાધ્વીનાં વસ્ત્ર પરિધાન કર્યા છે; આખી પૃથ્વીના માલિકોની પુત્રી છતાં, જે ઈશુ ખ્રિસ્તના દાસી-પદે પહોંચી છે;તે તારી માતા બનશે.” થાઈએ તરત ઊભી થઈને કહ્યું, “મને આલ્બિના માતાના મઠમાં અબઘડી લઈ જાઓ.” અને પફનુશિયસે પોતાના વિજયની પરાકાષ્ઠા માણતાં કહ્યું, “જરૂર હું તને ત્યાં લઈ જઈશ. ત્યાં તને હું એક કોટડીમાં બંધ કરીશ, જેથી તું તારાં પાપોને રડી રડીને ધોઈ કાઢે. તારાં બધાં Page #121 -------------------------------------------------------------------------- ________________ તારે અહીં જ સબડ્યા કરવું છે? ૧૦૭ પાપો ધોવાઈ ન જાય, ત્યાં સુધી તું આલ્બિનાની બીજી સુપુત્રીઓ ભેગી ભળે એ ઠીક ન કહેવાય. હું એ કોટડીના બારણાને સીલ લગાવીશ; અને પછી તને તારાં પાપની માફી બક્ષી છે એના પુરાવા તરીકે ઈશુ ખ્રિસ્ત જાતે આવી એ સીલ તોડીને તને મુક્ત કરે, ત્યાં સુધી તારે રાજીખુશીથી એ કોટડીમાં કેદ રહેવું, અને આંસુભરી આંખે ઈશુ ખ્રિસ્તના આવવાની રાહ જોવી. અને વહાલી થાઈ, ઈશુ ખ્રિસ્ત જાતે પધારશે એ વિશે મનમાં જરા પણ શંકા ન રાખીશ. તેમની પ્રકાશમય આંગળીઓ તારાં આંસુ લૂછવાને માટે તારી આંખો ઉપર ફરશે, ત્યારે તારો અંતરાત્મા સદેહે પુલકિત થઈ ઊઠશે!” થાઈએ હવે ફરીથી કહ્યું –“પિતાજી, મને આલ્બિના માતાના મઠમાં તરત લઈ જાઓ.” પંફનુશિયસનું આખું અંતર આનંદથી ઊભરાવા લાગ્યું. મોકળા મનથી તે હવે આસપાસ ફેલાઈ રહેલ સૃષ્ટિ-સૌંદર્યનો સ્વર્ગીય પ્રકાશ, ખુશનુમા પવન, તથા તેમાં લહેરાઈ રહેલી સુંદર વૃક્ષઘટાનો આનંદ માણવા લાગ્યો. અચાનક તેને યાદ આવ્યું કે, વૃક્ષોની એ ઘટા તો થાઈના મકાનની અંદર એકઠાં થયેલાં પાપોથી કલુષિત થયેલી હવામાં લહેરાઈ રહી છે. એટલે તરત તેણે સાબદા તથા કઠોર થઈને કહ્યું – થાઈ, આપણે હવે પાછું જોયા વિના આગળ વધવું જોઈએ. પરંતુ તારા ભૂતકાળનાં પાપોની સાગરીત કહેવાય એવી તારી બધી સાધનસામગ્રી, જેવી કે, ભારે પડદા, મોટા પલંગો, ગાલીચા, ધૂપદીપ, વગેરે, – તેને તારાં અપકૃત્યોના સાક્ષી તરીકે પાછળ મૂકતા જવું એ ઠીક નથી. એ બધા પદાર્થોમાં જે મલિન સત્ત્વો વાસ કરી રહેલાં છે, તે તું રસપ્રદેશમાં જઈશ તોપણ તારી પાછળ આવી તને હેરાન કર્યા કરશે. એટલે તારી શરમ – તારાં પાપ જેમણે જોયાં છે, એ બધા પદાર્થોનો આપણે નાશ કરતાં જઈએ. અત્યારે આખું શહેર હજુ ઊંધે છે; તે દરમ્યાન તારા ગુલામોને હુકમ કરી, એ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તપસ્યા અને નિગ્રહ બધી ચીજોનો આંગણા વચ્ચે ઢગલો કરાવ; એટલે આપણે એ બધા નાપાક પદાર્થોને હમેશને માટે ભસ્મસાત્ કરી દઈએ.” થાઈ તરત સંમત થઈ ગઈ. તેણે કહ્યું – “તમને જે યોગ્ય લાગે તે કરો, પિતાજી! હું પણ જાણું છું કે, એ બધા પદાર્થોમાં સત્ત્વનો વસવાટ હોય છે. રાતે એ બધા પદાર્થો નિયત સમયે, ખખડાટ કરીને કે સંકેત તરીકે ચમકારા કરીને, વાતો પણ કરતા હોય છે. અરે, અપ્સરા-મંડપના આંગણામાં નાહવા માટે વસ્ત્રરહિત બનેલી મૂર્તિ છે, તે તમે જોઈ છે? એક દિવસ મેં મારી સગી આંખોએ તેને જીવતા માણસની પેઠે માથું ફેરવીને નજર કરતી જોઈ હતી ! મને ખૂબ ડર લાગવાથી નિસિયાસને મેં એ વાત કરી, ત્યારે તેણે તો એ વાત હસી કાઢી હતી. પરંતુ એ મૂર્તિમાં જરૂર જાદુઈ શક્તિ છે; કારણ કે, એક ડાલમેશિયન કૂતરામાં એ મૂર્તિએ એવી તો કામના પ્રગટાવી હતી કે ન પૂછો વાત. ખરે જ, અત્યાર સુધી હું આ બધી મલિન સત્ત્વોવાળી વસ્તુઓથી ઘેરાયેલી જ જીવી રહી હતી, અને મારી જિંદગી ભારે જોખમમાં હતી. એક કાંસાની મૂર્તિ તો એવી ચમત્કારી છે કે, એને ભેટી ભેટીને જ કેટલાય જુવાનો શ્વાસ રૂંધાઈ જતાં મરી ગયા છે. જોકે, એ બધામાં કેટલીક ચીજો એવી કીમતી છે તથા સુંદર છે કે, તે બધીનો નાશ થાય એ મને ન ગમે; પરંતુ, તમે પિતાજી, જે કંઈ જરૂરી માનતા હો, તે બધું અવશ્ય કરો જ કરો.” Page #123 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અસરા-ભવનને ધ્વસ ઍફનુશિયસ સાથે મકાનમાં પાછી જઈ તરત થાઈએ પોતાનાં બધાં દાસ-દાસીને આંગણામાં એકઠાં કરવા દરવાનને જણાવ્યું. જ્યારે એ બધાં ભેગાં થયાં, ત્યારે થાઈએ ઑફનુશિયસ તરફ આંગળી કરીને તેમને કહ્યું – આ મહાપુરુષ જે કંઈ કહે તે પ્રમાણે કરો; ઈશ્વરનો પ્રભાવ તેમનામાં સભર ભરેલો છે, એટલે ખાતરીથી માનજો કે, તમારામાંનું જે કોઈ એમની આજ્ઞાની અવજ્ઞા કરશે, તે તરત જ મરણ પામી જમીન ઉપર નૂઢી ચડશે.” અને ખરેખર, તપસ્વીઓના ચમત્કારી પ્રભાવની સાંભળેલી બધી વાતો થાઈ બરાબર માનતી હતી. પોતાનો દંડ તપસ્વીઓ જે નાપાક દુષ્ટને અડકાડે, તે માણસ, ધરતી ફાટીને તેમાંથી નીકળતા ધુમાડા અને જવાળાઓમાં, તક્ષણ અલોપ થઈ જાય; ઇ. ઍફશિયસે એ બધાં દાસ-દાસીમાંથી સ્ત્રીઓને તથા ગ્રીક પુરુષગુલામોને પાછા મોકલી દીધા, અને પછી બાકીનાઓને ફરમાવ્યું– “જેટલું બની શકે તેટલું ઈંધણ લાવીને આંગણાની વચ્ચે ખડકો; તથા તે સળગાવીને મોટી હોળી કરો. ત્યાર બાદ ઘરમાંથી બધી જ ચીજો લાવી લાવીને તેમાં ઝટ હોમવા માંડો.” નોકરો આ વિચિત્ર હુકમ સાંભળી જડસડ થઈને, પોતાની માલિકણ સામે જોઈ રહ્યા. પરંતુ ઍફનુસિયસે તરત તેમને ફરીથી કહ્યું, “હું કહું છું તેનું ઝટ પાલન કરો!” ૧૦૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ એદાસોમાં કેટલાક ખ્રિસ્તી હતા; તેઓ તો તરત એ હુકમનો ભાવ સમજી ગયા અને લક્કડ તથા સળગતી મશાલો લાવવા અંદર દોડી ગયા. બાકીના ગુલામો દરિદ્રતાથી રિબાઈને, અસૂયાપૂર્વક ધનસંપત્તિને ધિક્કારતા થઈ ગયા હતા; તેઓ પણ હવે એ બધીનો નાશ કરવાના રસે ચડીને દોડી ગયા. ૧૧૦ ગુલામેાએ હુકમ પ્રમાણે લક્કડ લાવી લાવીને ઢગલો કરવા માંડયો. તે દરમ્યાન પૅનુશિયસે થાઈને કહ્યું, “પહેલાં તો મને, અલેક્ઝાન્ડ્રિયાના કોઈ દેવળના ભંડારીને બોલાવી, આ બધી વસ્તુઓ, ગરીબોને તથા વિધવાઓ વગેરેને વહેચી દેવા કાઢી આપવાનો વિચાર આવ્યો હતો. પણ તારા નિરંતરના વ્યભિચારથી આ બધી વસ્તુઓ એટલી બધી અપવિત્ર થઈ ગયેલી છે કે, એ વસ્તુઓ ગરીબગુરબાંને આપવી એ પણ તેમની અધોગતિના જ કારણરૂપ બની રહે. એટલે, દરિયાનાં મોજાં જેટલી અસંખ્ય કામચેષ્ટાઓની સાક્ષી બનેલી આ ચીજો બળબળતી જવાળાઓનું અગ્નિ-ચુંબન પામી ભસ્મીભૂત થાય, એ જ વધુ યોગ્ય છે. તું પણ હવે ઝટપટ મકાનમાં જઈ, ફરસબંધી ઘસતી વેળા તારી ગુલામડીઓ જે જભ્ભો પહેરે છે, તે જલ્મો કોઈની પાસેથી માગી લાવ; અને તારા આ શરમભરેલા જરકસી જામા ઉતારી નાખ!” થાઈ તરત એ આજ્ઞાનું પાલન કરવા ઘરમાં ગઈ. થોડી વારમાં આંગણામાંથી ધુમાડાનો એક મોટો ગોટો આકાશ તરફ થાંભલાની પેઠે ઊંચો વધવા લાગ્યો. પછી ધૂંધવાઈ રહેલી જ્વાળાઓ અચાનક એ ઢગલામાંથી ઘુઘવાટ કરતી ફાટી નીકળી. ગુલામો નાચતા-કૂદતા અને ગાતા ગાતા કીમતી ગાલીચાઓ, બેઠકો, મેજા, જરી ભરેલાં વસ્રો, પડદાઓ વગેરે બધું ખેંચી-તોડીને લાવવા લાગ્યા અને એ હોળીમાં હોમવા લાગ્યા. કોચ-સોફા, પાંગો વગેરે મોટી ભારે ચીજો ઊંચકી લાવવા જતાં તે બિચારા તેમના બેજ તળે દબાઈ જતા હતા. પણ અત્યારે તેમનામાં કોઈ રાક્ષસી જુસ્સો Page #125 -------------------------------------------------------------------------- ________________ અપ્સરા-ભવનનો દિવસ ૧૧૧ કામ કરી રહ્યો હતો. ત્રણ મજબૂત હબસીઓ હવે પેલી સ્નાનો —ખ અપ્સરાઓનાં નગ્ન પૂતળાં ઊંચકી લાવ્યા. તેમાંના એક પૂતબાને તો કેટલાય મનુષ્યોએ જીવિત સ્ત્રીના જેવો પ્રેમ કર્યો હતો. હબસીઓએ જ્યારે એ પૂતળાં જોરથી ફરસ ઉપર પછાડીને તોડી નાખ્યાં, ત્યારે કયાંકથી જાણે એક ઊંડો ઊંહકારો ઊડ્યો હોય તેવું કશુંક આખા આંગણામાં સંભળાયું. થાઈ હવે વાળ છૂટા મૂકી, ખુલ્લા પગે, પેલો લઘરવઘર ગંદો જાડો જન્મો શરીરે ઓઢી, ત્યાં આવી પહોંચી. તેની પાછળ પાછળ આવતા એક માળીના હાથમાં ઇરોસની* હાથીદાંતની મૂર્તિ હતી. થાઈએ માળીને એ મૂર્તિ આગમાં પધરાવતો અચાનક રોક્યો અને પૅફશિયસ તરફ ફરીને કહ્યું, “પિતાજી, આ એક અત્તમ કળાકારીગરીની ચીજ છે, તથા તેના વજન કરતાં કેટલાય ગણા સોના જેટલી કીમતી છે. આજે હવે આખી દુનિયામાં આના જેવી સુંદર બીજી મૂર્તિ ઘડી શકે તેવી કોઈ શિલ્પી-કારીગર જીવંત નથી. એ પ્રેમનો દેવ છે, અને પ્રેમ એ તો સગુણ છે–પાપ નથી. જે કંઈ પાપ મેં આચર્યું છે, તે પ્રેમના કારણે નહિ, પણ તેના આદેશોથી વિપરીત આચરણ કરીને આચર્યું છે. ખરા પ્રેમને નામે આવતા પુરુષોને જ સ્વીકારવાનો સ્ત્રીઓને આદેશ છે; અને એ આદેશ સ્વીકારનારી સ્ત્રીઓ કદી વિપથગામી નથી બનતી. પોતાની યાદગીરી રહે એ માટે તે મૂર્તિ નિસિયાસે મને આપી હતી. આ હોળીમાં ઘણી ધનસંપત્તિ હોમી દેવામાં આવી છે; તો આ એકલી મૂર્તિને બચાવી લો; તથા તેને કોઈ મઠમાં મુકાવો. તેને જેનાર સૌ કોઈનાં હૃદય ઈશ્વર તરફ જ વળશે; કારણ કે, પ્રેમ હમેશ સ્વર્ગીય ભાવો તરફ જ દોરી જાય છે.” * ગ્રીક દેવદેવીપુરાણોમાં કહેલી પ્રેમ-સૌંદર્યની દેવી વિનસનો પુત્ર– કામદેવ. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ તપસ્યા અને નિગ્રહ પેલો માળી, હવે આ મૂર્તિ તો બચી જશે એમ માની, બાળક જેવા તેના મધુર મુખ તરફ જોતો જરા હસવા લાગ્યો. પણ ઍફશિયસે તો તેના હાથમાંથી એ મૂર્તિ ઝૂંટવી લઈ, તેને આગમાં ફેંકતાં કહ્યું – “નિસિયાસ તેને અડકયો છે, એટલામાત્રે પણ તે મૂર્તિ દરેક પ્રકારના પાપના ઝેરથી હંમેશ માટે શાપિત થયેલી છે.” અપ્સરા-ભવનમાં* આમ પાપની હોળી કરવામાં આવી, તેના હોકારોબકારા તથા ધાંધળનો અવાજ સાંભળી, એક પછી એક બધા પડોશીઓ જાગી ઊઠયા. બારીઓ ઉઘાડી, આંખો ચોળતાં, તેમણે બહાર નજર કરી, તો આગ લાગતી જોઈ, અર્ધાપર્ધા પોશાકમાં જ તેઓ સૌ ત્યાં દોડી આવ્યા. સૌ કોઈ દિમૂઢ થઈ પૂછવા લાગ્યા–“આ બધું શું છે?” જે વેપારીઓ પાસેથી થાઈએ ઘણી વાર અત્તર અને સૌંદર્યપ્રસાધનો ખરીદેલાં, તેઓ પણ, કશું ન સમજાવાથી, ચિંતાભર્યા ચહેરે બધું જોઈ રહ્યા. આખી રાત આનંદોત્સવમાં ગાળી આવી, ગુલામોની કાંધે ચઢી ઘેર પાછા ફરતાં જુવાન વિલાસીઓ પણ ત્યાં થોભી ગયા; અને એમ પ્રેક્ષકોનું ટોળું વધતું જ ગયું. અને થોડી વારમાં સૌને જાણ થઈ ગઈ કે, ઍન્ટિનો-મઠના મહંતના કહેવાથી થાઈ - થાઈના મકાનની આસપાસના વિશાળ બગીચાની વચ્ચે મંડપ અથવા ગુફા જેવું એક અનોખું બાંધકામ હતું;- મુખ્ય મકાનથી અલગ, આરામ તથા એકાંત માટે. ત્રણ અપ્સરાઓની મૂર્તિઓ એ ગુફા-મંડયના ઉમરા આગળ હતી. આ પુસ્તકના ૮૧મા પાન પછી એ પ્રમાણે સુધારી લઈ, એ અલગ ગુફા-મંડપ માટે “અસરા-મંડપ” શબ્દ વાપર્યો છે. અપ્સરા-ભવન” એ આખા મકાનનું નામ ગણવું, જેની આસપાસના વિશાળ બગીચા વચ્ચે ત્રણ અપ્સરા-મૂતિવાળે પેલે અલગ ગુફા-મંડપ આવેલ હતો. Page #127 -------------------------------------------------------------------------- ________________ અપ્સરા-ભવનનો ધ્વંસ ૧૧૩ પોતાના માલસામાનની હોળી કરીને, સાધ્વી થઈ, મઠમાં જોડાવા ચાલી જાય છે. દુકાનદારો અંદર અંદર વાતો કરવા લાગ્યા, “થાઈ આ શહેર છોડી જાય છે, પછી આપણા ધંધાનું શું થશે? આપણી કીમતી ચીજો કોણ ખરીદશે ? આપણાં બૈરાંછોકરાંનું શું થશે? આ શહેરમાં કાયદો કે ન્યાયાધીશ જેવી ચીજ છે કે નહિ? આ ગાંડા મહંતને આપણા બધાના પેટ ઉપર પાટુ મારતો રોકવો જોઈએ, અને થાઈને આ શહેરમાં જ રહેવા ફરજ પાડવી જોઈએ.” * જુવાનિયાઓ આપસઆપસમાં ચિંતા કરવા લાગ્યા, “થાઈ જો પેાતાના નાટ્ય અને પ્રેમ સાથે ચાલી જશે, તો પછી આપણને આનંદ કરવા જેવું આ શહેરમાં શું બાકી રહેશે? આપણો બધો પ્રેમોલ્લાસ એને નિમિત્તે જ પ્રવર્તતો હતો. જેઓ કદી થાઈને પ્રાપ્ત કરી શકતા નહોતા, તેઓ પણ બીજી સ્રીઓ પ્રત્યે જે પ્રેમ કરતાં, તે થાઈને મનમાં રાખીને કરતા; જેથી તેના પ્રેમનો આભાસ માણી શકાય. તેવી થાઈ જે આપણી વચ્ચે ન હોય, તો પછી સ્ત્રીમાત્ર પ્રત્યે પ્રેમ કરવા જેવું જ શું રહેશે? પ્રેમની વિલાસ-કલાનું શું થશે?' એ બધામાંનો એક જુવાનિયો થાઈની યારી પામ્યો હતો. તેણે કેટલાક સાથે સંતલસ કરીને સૂચવ્યું, “ચાલો આપણે બધા મળી થાઈનું જ અપહરણ કરી જઈએ!” ઈશુ ખ્રિસ્તના નામ ઉપર તો ગાળો જ વરસી રહી; કારણ કે, તેમને નામે એક ગાંડો સાધુ થાઈને ઉપાડી જતો હતો! ખાસ કરીને કંગાળ-દરિદ્રોના કલ્પાંતનો પાર ન રહ્યો. થાઈનું ભોજન પીરસેલું ટેબલ છેવટે જ્યારે સાફ કરાતું, ત્યારે વધેલી અને વાળી કાઢેલી ભોજનસામગ્રીથી બસો કંગાળોનાં પેટ ભરાતાં, એમ કહેવાતું. ઉપરાંત, થાઈનો સહવાસ કરીને ઘેર પાછા ફરતા પ્રેમીજનો તે સુખના તાનમાં આવી જઈ, ભિખારીઓમાં છૂટે હાથે દાનમાં પૈસા વેરતા જતા. તા.૮ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મહાપ્રસ્થાન કેટલાક વેપારીઓ,– જેમણે વેચેલા માલના પૈસા થાઈ પાસેથી લેવાના બાકી હતા, તેઓએ થાઈના આશક જુવાનિયાઓને ઉશ્કેરવા માંડયા. તેવો એક જણ થાઈ પાસે જઈ, તેનો હાથ પકડી, તેને બાજુએ આવવા સમજાવવા લાગ્યો. પણ એટલામાં પૅનુશિયસે ઝટ વચ્ચે પડી પેલાને ધક્કો માર્યા. તે ગબડતો ગબડતો પેલી હોળીની પાસે જઈને પડયો. ઑફનુશિયસ તેના તરફ જોઈ ઘૂરકીને બોલ્યો —“ હરામજાદા, બદમાશ ! ખબરદાર જો થાઈને હાથ લગાડયો તો! હવે તે ઈશ્વરને સમર્પિત થઈ ચૂકી છે.” પણ પેલા દુકાનદાર-વેપારીઓ હવે પૅનુશિયસને જ ખતમ કરવા કટિબદ્ધ થઈ ગયા. મુક્કાઓ અને દંડા ઉગામતા તથા “મારો” “મારો” એવી બૂમો પાડતા તેઓ પૅફનુશિયસને ઘેરી વળ્યા; અને તેને ઊંચકીને પેલી સળગતી હોળીમાં નાંખવાના પોકારો કરવા લાગ્યા. ૉનુશિયસ તરત એક કૂદકે થાઈ પાસે જઈ પહોંચ્યો અને તેને છાતી સરસી દબાવી લઈને બોલ્યો -“ નાપાક બદમાશો! આ કબૂતરીને ઈશ્વરના ગરુડ પાસેથી ખૂંચવી લેવા પ્રયત્ન કરવાને બદલે, તેનો દાખલો લઈ, તમારી મિથ્યા ધનસંપત્તિનો ત્યાગ કરી, પવિત્ર જીવન ગાળવા તૈયાર થાઓ ! તમારાં પાપોનો પસ્તાવો કરો ! અને રડતા રડતા પ્રાર્થના કરો; નહિ તો ઈશ્વરી કોપ તમારા અનાચારોને વધુ વખત સાંખી નહિ લે! જયારે તે તમારાં પાપોની સજા કરવાનું શરૂ કરશે, મારે તમારાં માં આવાં નહિ રહે! તમે બધા સડતી ગંદકીનાં ઠામ છો, અને ઈશ્વરની કરુણાને લીધે જ હજુ સુધી માનવ દેહધારી રહ્યા છો. ,, ૧૧૪ Page #129 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રસ્થાન ૧૧૫ આ બધું બોલતી વખતે તેની આંખોમાંથી અંગારા વરસવા લાગ્યા હતા અને તેની નજીક ઊભેલાઓ તો તેના હોઠમાંથી નીકળતા શબ્દોથી પ્રભાવિત થઈને જડસડ બની ગયા. પરંતુ પાછળ ઊભેલાઓએ હવે પથ્થર ભેગા કરી પેલા કંગાળ-દરિદ્રોના હાથમાં મૂકવા માંડયા, અને તેમણે દૂરથી પૅફનુશિયસ ઉપર જોરથી પથ્થર-મારો શરૂ કર્યો. એક પથ્થર પૈફનુશિયસના મોં ઉપર બરાબર વાગ્યો અને તે ઘામાંથી ધડ ધડ વહેવા લાગેલું લોહી, તેની છાતીએ વળગાડી રાખેલી થાઈના માથા ઉપર દીક્ષા-જળની પેઠે સીંચાયું. થાઈ બિચારી ઍફનુશિયસના સખત આલિંગનથી આમેય રંધાઈ રહી હતી, તે આ લોહીના છંટકાવથી ગાભરી બની ગઈ. તે જ વખતે અચાનક એક સુંદર પોશાક પહેરેલો માણસ, લોકોના ઝનૂને ચડેલા ટોળાને બળપૂર્વક ચીરીને જગા કરતો, અંદર આવીને ઊભો રહ્યો અને બોલ્યો –“ખબરદાર! આ તપસ્વી મારો ભાઈ થાય છે!” એ આગંતુક માણસ નિસિયાસ હતો. થાઈને ત્યાં રાત દરમ્યાન આપઘાત કરીને મરી ગયેલા યુક્રાઇટિસના મડદાને ઠેકાણે પાડી, તે હવે પોતાના ઘર તરફ પાછો ફરતો હતો; તેવામાં થાઈના આંગણામાં આગ અને હુલ્લડબાજીનું ધાંધલ મચેલું જોઈ, તે ત્યાં આગળ દોડી આવ્યો હતો. અંદર આવીને તેણે જોયું તો થાઈએ ખરબચડો જન્મો ધારણ કર્યો હતો, અને તેને ઝાલીને ઊભેલા પેફનુશિયસ ઉપર પથ્થરમારો ચાલી રહ્યો હતો. નિસિયાસ છેવટે ફિલસૂફ પ્રકૃતિનો માણસ હતો. એટલે, વાદવિવાદમાં તેની દલીલો ગમે તેટલી ધારદાર નીવડે, પણ લોકોના આ ટોળા આગળ તેની એ શક્તિ કશી કામ લાગે તેમ ન હતી. પથ્થરમારો વધતો જ ગયો – અને નિસિયાસ હતાશ થઈને, ‘જેવી દેવોની મરજી'. એમ કહી ચૂપ થઈ ગયો. પણ એટલામાં તેને એક Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તપસ્યા અને નિગ્રહ તુક્કો ફુરી આવ્યો. તેણે તરત પોતાની કમરેથી સિક્કા ભરેલી થેલી હાથમાં લીધી અને તેમાંથી સોના-ચાંદીના સિક્કાની મૂઠી ભરીને પથ્થરમારો કરતા પેલા કંગલાઓ તરફ ફેંકી. સોના-ચાંદીના સિક્કા આસપાસ વરસતા જોઈ, તરત એ બધા, હાથમાંના પથરા ફેંકી દઈ, એ સિક્કા વીણી લેવા પડાપડી કરવા લાગ્યા: નવો જ તમાશો શરૂ થયો! પછી તો સિક્કા વીણવા પડાપડી કરતા એ બધાને જોવાનો આનંદ જ કેટલાક જુવાનિયાઓને એટલો બધો આવવા લાગ્યો કે, તેમણે પણ પોતપોતાની થેલીઓ એ બધા ટોળા ઉપર વરસાવવા માંડી! પૈફનુશિયસ પરની પથ્થરબાજી બાજુએ રહી ગઈ ! એ મોકાનો લાભ લઈ નિસિયાસ તરત પેફનુશિયસ તરફ દોડી ગયો, અને પોતાનો જન્મો તેના ઉપર ઢાંકી દઈ, તેને તથા થાઈને ખેંચતો ખેંચતો આડશેરીઓમાં થઈ દૂર ભગાડી ચાલ્યો. થોડી વાર એમ ચૂપચાપ દોડ્યા પછી, હવે કોઈ પીછો કરતું નથી એવી ખાતરી થતાં, એ ત્રણ જણ જરા સાંસતાં થયાં. નિસિયાસે હવે મજાક સાથે છતાં ખિન્નતાભર્યા અવાજે કહ્યું – તો થાઈનો બધો ખેલ ખલાસ કેમ? મારો આ રાની મિત્ર હવે થાઈને જ્યાં દોરી જશે ત્યાં તે જવાની?” થાઈએ જવાબ આપ્યો, “સાચી વાત છે, નિસિયાસ; મને હવે તમારા જેવા સદા-હસતા, સદા-સુગંધિત, કેવળ આત્મ-રાગી માણસો સાથે જીવવાનો કંટાળો આવ્યો છે. જ્ઞાત વસ્તુઓથી મને કાંઈ તૃપ્તિ . ન થતી હોવાથી, અજ્ઞાત વસ્તુઓની શોધમાં હવે હું ચાલી જાઉં છું. અત્યાર સુધી ‘આનંદ’ નામે ઓળખાતી ચીજ ભોગવ્યા જ કરતાં છતાં તે મને તૃપ્તિ આપી શકી નથી. હવે આ તપસ્વી મને એમ કહે છે કે, આપણે બધા જેને વિષાદ માનીએ છીએ, તેમાં જ સાચો આનંદ મળે તેમ છે. અને મને પણ લાગે છે કે, કદાચ એમનું કહેવું સારું હોય.’ Page #131 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રસ્થાન ૧૧૭ વિકરાળપણે આંખ ફાડીને પોતા તરફ જોતા પેફનુશિયસને સંબોધીને પછી નિસિયાસે કહ્યું, “વહાલા મિત્ર, તું એમ ન માનતો કે, હું તને છેક જ બુદ્ધિહીન કે તદ્દન વાહિયાત માણસ માનું છું. તારું જીવન અને મારું જીવન સરખાવીએ, તોપણ કયું વધારે પસંદ કરવા લાયક છે, એ કોણ કહી શકે વારુ? જેમ કે, અત્યારે હું જઈને મારે માટે તૈયાર કરવામાં આવેલા સુગંધી સ્નાનાગારમાં સ્નાન કરીશ; પછી ઉત્તમ વાનીઓનો નાસ્તો કરીશ; અને પછી કદાચ એકસો એકમી વખત કોઈ પુસ્તકના મનગમતા પ્રકરણનું પારાયણ કરીશ. તું પણ તારી - કોટડીમાં જઈ, પાલતુ ઊંટની પેઠે બેસી, કંઈ ને કંઈ મંત્ર કે સ્તોત્રનો હજારમી વાર જપ કે ઉચ્ચારણ કરીશ, અને પછી સાંજે તેલ વઘાર વગરનાં ગાજર ખાઈ લઈશ. આમ આપણા બેના વ્યવહારમાં ગમે તેટલો ભેદ દેખાતો હશે, છતાં માનવ કૃત્યો પાછળના એકમાત્ર પ્રયોજન સુખપ્રાપ્તિને જ આપણે બંને અનુસરતા હોઈશું. એ પ્રયોજનની સિદ્ધિ કેવી અશકય છે, એ આપણે બંને અનુભવે બરાબર જાણીએ છીએ. એટલે, હું તને તારી જીવનરીતિમાં ખોટો કહું કે તું મને ખોટો કહે, એનો કશો અર્થ નથી. “અને વહાલી થાઈ, તું પણ ધન-વૈભવમાંથી અને ભોગવિલાસમાંથી જે સુખ તને ન મળ્યું, તે ભલે તપ-સંયમમાંથી મેળવવા પ્રયત્ન કરી જો અને સુખી થા. સરવાળે જોતાં, તું જ એક અદેખાઈ કરવા જેવું માણસ છે; કારણ કે, હું તથા પૅફશિયસ એક જ જાતના સુખ પાછળ જીવનભર દોડતા રહ્યા છીએ અને રહેવાના છીએ; ત્યારે તું વિવિધ પ્રકારનાં સુખો ચકાસી જોશે અને ભોગવશે. આ વસ્તુ જીવનમાં બહુ વિરલ હોય છે. હું તો એક કલાક માટે પણ મારા મિત્ર ઍફનુશિયસ જેવો સંત-તપસ્વી થવા ઇચ્છા ન કરું પણ હું તો એ જાતના જીવનમાં લાંબા વખત માટે– કદાચ કાયમ માટે જોડાવા જાય છે. ધન્ય છે! તારી પ્રકૃતિનાં ગૂઢ કારણો અને તારું નસીબ તને જ્યાં દોરી જાય ત્યાં તું સુખે જા! અને જ્યાં જાય ત્યાં તારી સાથે નિસિયાસની Page #132 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ શુભેચ્છાઓ છે એમ જાણજે! તારા સુંદર બાહુમાં ભિડાઈને મેં જે સુખદ આભાસો ભોગવ્યા છે, તેના બદલામાં હું વંધ્ય વિષાદ કે મિથ્યા ઇચ્છાઓ સિવાય કાંઈ તને આપી શકું તેમ નથી. તો અલવિદા ! મારી સુખદાયિની — ઉપકારિણી ! આ છેતરામણી ધરતીના પૃષ્ઠ ઉપર કુદરતે, કોણ જાણે કયાં અજ્ઞાત કારણોસર, તારા જેવી સ્પૃહણીય અને પ્રશંસનીય સ્ત્રીને અવતારી હશે ! ખેર ! અલવિદા ! થાઈ, અલવિદા ! ” ૧૧૮ નિસિયાસ આ બધું બોલી રહ્યો હતો, તે દરમ્યાન પૅનુશિયસનું અંતર ક્રોધની જવાળાથી ધગધગી રહ્યું હતું. છેવટે તે બધું અત્યંત કઠોર શાપ રૂપે તેના માંમાંથી ભભૂકવા લાગ્યું– “દૂર થા, શાપિત શયતાન! હું તને તિરસ્કારું છું—ધિક્કારું છું. નરકના સંતાન, મારા ઉપર હમણાં પથ્થર અને અપમાન વરસાવનારાં કંગાલ દુર્ગત માણસો કરતાં પણ તું વધુ નીચ છે. તેઓ તો, પોતે શું કરી રહ્યાં છે, એ જાણતાં ન હતાં; અને તેમને માટે ઈશ્વર પાસે મેં મનમાં માગેલી માફી કદીક પણ તેમના અંતર ઉપર ઊતરશે. પરંતુ, તું તો નર્યા હળાહળ ઝેર જેવો ધૃણિત પદાર્થ છે. તારું માં હમેશ નિરાશા અને મૃત્યુ જ ઓકયા કરે છે. સેતાનના મોંમાંથી સેંકડો વર્ષ થઈને ઈશ્વર-વિરોધ રૂપે જેટલું મહાપાપ નીકળે, તેના કરતાં વધુ તારા એક સ્મિતમાં ભરેલું હોય છે. દૂર થા, દુષ્ટ, પાપી!” નિસિયાસ તેના તરફ થોડી વાર જોઈ રહ્યો. પછી તે બોલ્યો, “ ભાઈ, તનેય વિદાય ! જીવનના અંત સુધી ભલે તું તારી શ્રદ્ધા, તિરસ્કાર અને પ્રેમનો ખજાનો કાયમ રાખે! થાઈ, તને પણ વિદાય! તું મને ભલે ભૂલવા પ્રયત્ન કરે; હું તે! તને યાદ કર્યા જ કરીશ. આટલું કહી, તે ઊંડા વિચારમાં પડી જઈ, અલેકઝાંડ્રિયાના કબ્રસ્તાન આગળ થઈને પાછો શહેર તરફ વળ્યો. કબ્રસ્તાનની આસપાસની દુકાનોમાં અંતિમક્રિયા વખતે શબ સાથે દાટવાની દેવ-દેવી, સ્ત્રીઓ, પાંખાળા દેવદૂતો વગેરેની માટીની બનાવેલી મૂર્તિઓ વેચાતી "" Page #133 -------------------------------------------------------------------------- ________________ આલ્બિનાના મઠમાં ૧૧૯ હતી. નિસિયાસે તે બધી મૂતિઓ તરફ નજર નાંખી. તેમાંની કેટલીક કદાચ તેના શબ સાથે દટાવા સરજાઈ હશે! આમ પોતાના મૃત્યુનો વિચાર આવતાં તેને દુ:ખ થયું ! પરંતુ તેણે વિચાર કર્યો, “મૃત્યુ તો હું જન્મ્યો ત્યારથી મારી સાથે જ સોબતી તરીકે જોડે થયેલું છે. અબઘડી ભલે તે દેખાતું ન હોય, પણ તે મારી સાથે – મારામાં મોજૂદ છે જ. એટલે મારે તેનો ડર શા માટે રાખવો જોઈએ? જે વસ્તુ જોડે આવેરી જ છે, તે ગાવવાનો વળી ડર શો?” ૨૫ આલ્બિનાના મઢમાં ચંદ્ર-દરવાજાથી બહાર નીકળી પૅનુશિયસ અને થાઈએ દરિયાને કિનારે કિનારે જતા રસ્તે આગળ વધવા માંડયું. રસ્તામાં પૅનુશિયસે થાઈ તરફ જોઈને ઊછળતા દરિયા તરફ આંગળી કરીને એક વખત કહ્યું, “હે સ્ત્રી, આ ભૂરો મહાસાગર પણ પોતાનાં અખૂટ પાણી વડે તારાં કલંક-પાપ-દુૠરિત ધોઈ કાઢી શકે તેમ નથી. તેના શબ્દોમાં ભારોભાર ઘૃણા અને ગુસ્સો ભરેલાં "" હતાં. 66 ‘ભૂંડણ કરતાં કે કૂતરી કરતાંય બેશરમ હે સ્ત્રી, દેવનું ધામ બને તે માટે તને મળેલા તારા શરીરને તે કાફરો અને નાસ્તિકોના પાશમાં ભોગ માટે સાંપ્યા કર્યું છે; અને તારી ભ્રષ્ટતા એટલી બધી વધી ગઈ છે કે, અત્યારે પરમાત્માને યાદ કરીને હાથ જોડવા કે હોઠ હલાવવા પણ તું લાયક રહી નથી. ,, બળબળતા સૂર્યના તડકામાં, પથરાળ રસ્તાઓ ઉપર થઈને થાઈ પૅનુશિયસની પાછળ પાછળ ગાયની જેમ ચાલતી હતી. થાકથી તેના ઢીંચણ દુ:ખવા લાગ્યા, અને તરસથી તેનું ગળું સુકાઈ ગયું. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તપસ્યા અને નિગ્રહ ગેર-ધર્મી મનુષ્યનું પણ જે જોઈને હૃદય દ્રવી જાય, તેવી થાઈની યાતનાઓ હતી. પણ ઍફનુશિયસ તો તેથી ઊલટો રાજી થતો હતો! તેને એટલું જ દેખાતું હતું કે, મહાપાપો આચરનાર થાઈનો દેહ ભલે આ બધી યાતનાઓ રૂપી પ્રાયશ્ચિત્ત વેઠે! તેનામાં અત્યારે એટલું બધું ઝનૂન ભરાયું હતું કે, પોતાનું મૂળ સૌંદર્ય હજુ કાયમ રાખી રહેલા થાઈના પાપી દેહને, પોતાનું ચાલે તો, પોતાના દંડા વડે ઘા કરી કરીને છૂંદી નાખે. અનેકોના પાપના નિમિત્ત બનેલા થાઈના એ દેહના ચિંતનથી તેનો ગુસ્સો વધતો જ ચાલ્યો; અને પછી તો થાઈએ નિસિયાસને પોતાનો શય્યાભાગી બનાવ્યો હતો એ વસ્તુ યાદ આવતાં, તેનું અંતર ગુસ્સાથી ફાટી પડવા લાગ્યું. તે એકદમ એક ડગલું આગળ વધી, થાઈની સામે કૂદકો મારીને પાછો આવ્યો અને તેના મોં ઉપર જોરથી ફૂંકયો ! થાઈએ શાંતિથી પોતાનું મોં લૂછી નાખ્યું અને આગળ ચાલવાનું જારી રાખ્યું. પૅફનુશિયસ તે સ્ત્રી સાક્ષાત નરક હોય તેમ ધૃણા દાખવતો તેની પાછળ ચાલવા લાગ્યો. એ મહાપાપીનાં પાપ ધોવા, પોતાની જાતના બલિદાનમાંથી ઈશુ ખ્રિસ્તને ભાગ આપવો ન પડે તે માટે, પૅફનુશિયસ પોતે જ, થાઈને આકરી સજા કરી, તેનાં પાપ ધોઈ કાઢી ઓછાં કરવાનો વિચાર કરવા લાગ્યો. એટલામાં થાઈના પગમાં પડેલા ચીરામાંથી વહેતા લોહીની છાપ તેને રેતી ઉપર નજરે પડી. અચાનક તેના હૃદયના વિચારોએ પલટો લીધો, અને તે ડૂસકે ડૂસકે રડવા લાગ્યો. તેની પાસે દોડી જઈ, તે તરત થાઈ સમક્ષ ઘૂંટણિયે પડ્યો અને તેના લોહીગળતા ચરણ ચૂમવા લાગ્યો. એમ કરતાં કરતાં તે સેંકડો વાર બોલી ઊઠ્યો, “મારી બહેન, મારી પવિત્રતમ માતા!” પછી તેણે પ્રાર્થના શરૂ કરી – “સ્વર્ગના દેવો! થાઈના પગમાંથી નીકળેલા લોહીના આ ટીપાને તમે કાળજીથી ઊંચકી લો અને પરમાત્માના સિંહાસન સમક્ષ લઈ Page #135 -------------------------------------------------------------------------- ________________ આલ્બિનાના મઠમાં ૧૨૧ જાઓ, જે રેતી ઉપર આ ટીપું પડેલું છે, ત્યાં ચમત્કારી સુંદર પુષ્પ ખીલી નીકળો, અને તે પુષ્પનાં દર્શનમાત્રથી પાપી મનુષ્યો પોતાના હૃદયની પવિત્રતા અને ભક્તિ પાછાં પ્રાપ્ત કરો. "" એટલામાં ગધેડા ઉપર બેસી એક છોકરો ત્યાં થઈને પસાર થતો પૅશિયસની નજરે પડયો. તેણે તેને નીચે ઉતારી મૂકયો અને થાઈને તે ગધેડા ઉપર બેસાડી. પછી લગામ હાથમાં પકડી, ગધેડાને દોરતો, પૅનુશિયસ આગળ ચાલવા લાગ્યો. સાંજ પડવાની થઈ, ત્યારે સુંદર વૃક્ષોની છાયાવાળી નહેર આવી. તેણે ગધેડાને એક તાડવુક્ષે બાંધી દીધું; અને એક શિલા ઉપર બેસી, તેણે અને થાઈએ રોટલો મીઠા સાથે ખાધો. પછી ખોબા વડે પાણી પીને, તેઓ ધર્મવાર્તા કરવા લાગ્યાં. થાઈએ કહ્યું — “આવું નિર્મળ પાણી મેં કદી જિંદગીમાં પીધું નથી; હવા આવી મૃદુલ હોય, એ તો મેં કદી જાણ્યું નથી! મને તો અહીંથી પસાર થતી પવનની લહરીઓ ઉપર સવાર થઈને ઈશ્વર પધારતા હોય એમ લાગે છે.” તેઓએ આખી રાત મુસાફરી ચાલુ રાખી. જ્યારે અર્ધચંદ્ર મોજાંની રૂપેરી કિનારો ઉપર ચમકવા લાગ્યો, ત્યારે તેઓએ સ્તોત્રો અને ભજનો ગાયાં. પછી જ્યારે સૂર્યોદય થયો, ત્યારે વિશાળ સિંહચર્મ બિછાવ્યું હોય તેવું લીબિયાનું રણ તેમની નજરે પડયું. દૂર રણના કિનારા ઉપર થોડાંક તાડ-વૃક્ષો નજીક ધોળી ધોળી કોટડીઓ દેખાવા લાગી. તે જ આલ્બિના માતાવાળા મઠનાં મકાનો હતાં. થોડી વારમાં તો એ મકાનોની આસપાસ કામકાજ કરતી મઠની કેટલીક સાધ્વીઓ તેમની નજરે પડી. જાણે મધપૂડાની આસપાસ ગુંજારવ કરતી કામગરી મધમાખો ! Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ તપસ્યા અને નિગ્રહ બંને મઠ પાસે પહોંચ્યાં. જુએ તો કેટલીક સ્ત્રીઓ રોટી પકાવતી હતી. કેટલીક શાક તૈયાર કરતી હતી; ઘણી ઊન કાંતતી હતી. તે સૌના મોં ઉપર ઈશ્વરના સ્મિતની પેઠે સ્વર્ગીય પ્રકાશ પ્રકાશી રહ્યો હતો. કેટલીક સ્ત્રીઓ વળી વૃક્ષો નીચે ધ્યાન-ભજનમાં બેઠેલી હતી. જેઓ એમ ધ્યાનની અધિકારિણી હતી, તેમણે સફેદ વસ્ત્રો પહેર્યા હતાં. આ સાધ્વીઓ “મેરી'ના નામથી ઓળખાતી. જેઓ હાથ વડે કામકાજ કરતી હતી, તેઓનાં વસ્ત્રો ભૂરાં હતાં, અને તેઓ ‘માર્યા કહેવાતી.* ઘણી મોટી ઉમરની, ઊંચી તથા સફેદ વસ્ત્રોવાળી એક વૃદ્ધ સાધ્વી દંડાને ટેકે ચાલતી ચાલતી, એક પછી એક કોટડીઓની મુલાકાત લેતી હતી. સૌની મોટી બહેન-બૌદ્ધ ભિખુણીઓની “ઍરા” સાધ્વી સમી, એ વૃદ્ધા મઠની અધિષ્ઠાત્રી આલ્બિના માતા પોતે હતી. ઑફનુશિયસે તેની પાસે આદરપૂર્વક જઈ, નીચે નમી તેના બુરખાના છેડાને ચૂમીને કહ્યું – “પૂજ્ય આલ્બિના, ઈશ્વર તમને શાંતિ બક્ષો! હું તમારા મધપૂડા માટે એક મધમાખ લાવ્યો છું. તે ફૂલ વગરના રસ્તા ઉપર ભૂલી ભટકતી હતી. તેને મારા પંજામાં ઊંચકી લઈને મેં મારા શ્વાસથી પુનરુજજીવિત કરી છે. હું તમને તેની સુપરત કરું છું.” ત્યાં તો થાઈ પોતે, જતાંવેંત, સિઝરોની એ પુત્રી સમક્ષ ઘૂંટણિયે પડી ચૂકી હતી. આલ્બિનાએ થાઈ ઉપર એક વેધક નજર નાખી; પછી તેને ઊભી થવાનું કહી, તેના કપાળ ઉપર મમતાભર્યું ચુંબન કર્યું. બાદ ઍફનુશિયસ તરફ ફરીને તેમણે કહ્યું – * માર્થો અને મૅરી બે બહેન ઈશુ ખ્રિસ્તની સમકાલીન મિત્ર હતી. માર્થાને કામકાજને સેવાને શેખ હતો; મેરી ધ્યાન ચિંતન ને પ્રાર્થનાદિમાં વધારે રસવાળી હતી. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ આલિબનાના મઠમાં “અમે તેને “મેરીઓ ભેગી મૂકીશું. “માર્થીઓ ભેગી નહિ!” ઍફનુશિયસે પછી થાઈને પોતે કેવી રીતે અહીં આણી, તેની બધી વાત કહી સંભળાવી. તથા છેવટે ઉમેર્યું કે, તેને શરૂઆતમાં એક કોટડીમાં પાપ-પ્રક્ષાલન માટે એકાંત આપવું જોઈએ. અધ્યક્ષા-માતા એમાં સંમત થયાં, અને થાઈને એક ઝુંપડી આગળ લઈ ગયાં. એક પવિત્ર બ્રહ્મચારિણીના મૃત્યુ પછી તે કોટડી ખાલી જ રહેતી હતી. તેની સાંકડી જગામાં એક પથારી, એક મેજ, અને એક કૂજો – એટલી વસ્તુઓ હતી. - થાઈ જ્યારે એ કોટડીનો ઊમરો ઓળંગીને અંદર પેઠી, ત્યારે તેનું હૃદય અવર્ણનીય આનંદથી ઊભરાવા લાગ્યું. ઍફનુશિયસે કહ્યું, “હું આ બારણાને મારે હાથે બંધ કરી, સીલ મારવા ઇચ્છું છું. ભગવાન ઈશુ ખ્રિસ્ત જાતે આવીને પોતાને હાથે તે સીલ તોડી નાખે, ત્યારે જ થાઈ બહાર નીકળે !” આટલું કહી, તે પાસેના ઝરણા પાસે ગયો. ત્યાંથી ખોબો ભરીને ભીની માટી લઈ આવ્યો; પછી પોતાનું ઘૂંક અને માથાના વાળ તેમાં ભેળવી, બારણું બંધ કરી, ચોકઠા પાસેની તેની પટ્ટી ઉપર એ લોંદો સીલ તરીકે તેણે લગાવી દીધો. થાઈ એ કોટડીની બારી આગળ શાંતિપૂર્વક પ્રસન મુખે ઊભી ઊભી આ જોતી હતી. પછી ઑફનુશિયસ ત્રણ વખત પરમાત્માની જય' પોકારી, ધીમે ધીમે ત્યાંથી પોતાના મઠ તરફ વિદાય થયો. આલ્બિનાએ હવે પોતાની એક બ્રહ્મચારિણીને બોલાવીને કહ્યું, “દીકરી! થાઈને જરૂરી એવી ચીજો તું તેને બારીએથી આપી આવ – રોટી, પાણી અને ત્રણ કાણાંવાળી વં!” Page #138 -------------------------------------------------------------------------- ________________ Page #139 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ ફ્રેંચ લેખક આનાતાલ ાંસની નવલકથા થાઈ] ખંડ ૨ જો Page #140 -------------------------------------------------------------------------- ________________ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧ સિદ્ધિના વળગાડ લાવ્યા ! ૧ પેનુશિયસ હવે તેના આામના રણપ્રદેશ તરફ પાછો ફર્યો. ઍથ્રિબિસ પાસે ઍબટ-સેરાપિયાં · મઠ માટે ખાધાખોરાકીની સામગ્રી લઈ એક જહાજ જતું હતું તે તેણે પકડયું અને નાઇલ નદીમાં ઊભે પ્રવાહે એ જહાજમાં જ બાકીની મુસાફરી તેણે પૂરી કરી. અલેકઝાન્ડ્રિયામાં તેણે મેળવેલી સિદ્ધિની વાત કયારની આ તરફ પહોંચી ગઈ હતી. આ બધા નિર્જન રણમાં રહેતા તપસ્વીઓને પોતાના ધર્મસંઘને લગતી સારી-માઠી કોઈ પણ ખબર, રણના તોફાનની પેઠે, બહુ ઝડપથી અને કોઈ અજ્ઞાત સાધનો દ્રારા પહોંચી જતી હોય છે. પૅફન્નુશિયસ વહાણમાંથી નીચે ઊતર્યો, ત્યારે તેના શિષ્યો તેને આવકારતા ઘેરી વળ્યા. કેટલાકે આકાશ તરફ હાથ ઊંચા કર્યા, ત્યારે કેટલાકે જમીન ઉપર સાષ્ટાંગ દંડવત્ કરીને તેનાં પગરખાંને ચુંબન કર્યાં. પૅફનુંશિયસ હોડીમાંથી ઊતરી, પગપાળો, રેતીને રસ્તે, પોતાની ઝૂંપડી તરફ ચાલવા માંડયો, ત્યારે તેના શિષ્યો ઈશ્વરનાં ગુણગાન ગાતા તેની પાછળ પાછળ ચાલ્યા. લેવિયને તો શીઘ્ર સ્ફુરણાથી પૅનુશિયસની અદ્ભુત સિદ્ધિનું વર્ણન કરતું સ્તોત્ર જ રચીને મોટેથી ગાવા માંડયું. જ્યારે સૌ મહંતની ઝૂંપડીએ આવી પહોંચ્યા, ત્યારે તેમણે ઘૂંટણિયે પડીને, તે શુભ દિવસ ઊજવવા નિમિત્તે, ખોરાક સાથે ભેળવવા તેલનું માપ માગ્યું. ૧૨૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તપસ્યા અને નિગ્રહ માત્ર શિષ્યોમાં “મૂરખરાજ' તરીકે ઓળખાતો પૉલ બાઘા જેવો ઊભો રહ્યો અને પૂછવા લાગ્યો: “આ માણસ કોણ છે?” જાણે તે પેફનુશિયસને ઓળખી શક્યો જ નહોતો. આમેય એ શિષ્ય ભલો ભોળો હોઈ બાઘો જ ગણાતો; અને સૌ કોઈ તેની બાલિશતા અને બુદ્ધિહીનતા ઉપર હસતું. જોકે, તે નિર્મળ અંતરનો ધર્માત્મા હોઈ, ઈશ્વરે તેને ભવિષ્યવાણી ભાખવાની શક્તિ બક્ષી હતી, અને ઘણી વાર તે અવળવાણી જેવું ઉચ્ચારી બેસતો. ઍફનુશિયસ હવે પોતાની ઝૂંપડીમાં એકલો પડી વિચારવા લાગ્યો, “છેવટે હું મારી આરામ અને શાંતિની જગાએ હેમખેમ પાછો આવ્યો ખરો! પણ મારી આ ઝૂંપડી મને કેમ આનન્દથી આવકારતી નથી? મને આ સ્થળ કેમ અજાણ્યે અજાણ્યું લાગે છે? મારું મેજ, મારી ખાટલી, મારું પુસ્તક – એ બધાં જાણે કોઈ બીજા મૃત માણસની માલકીનાં હોય એમ કેમ લાગે છે? એ બધી વસ્તુઓ તો જેવી હતી તેવી જ છે; તો પછી શું હું પોતે જ બદલાઈ ગયો છું? હું પોતે જ મરી ગયો છું? હે ભગવાન, આ શું થઈ ગયું છે? મારામાંથી કાંઈ જતું રહ્યું છે? શું બાકી રહ્યું છે? અરે, હવે હું ખરેખર શું બની રહ્યો છું?” તેને ખાસ મૂંઝવણ તો એ વાતની થવા લાગી કે, તેને પોતાની ઝૂંપડી બહુ નાની – બહુ સાંકડી લાગતી હતી. ખરી રીતે ધર્મશ્રદ્ધાની દૃષ્ટિએ તો તેને એ ઝૂંપડી વિશાળ – વિરાટ લાગવી જોઈએ; કારણ કે, અનંત ઈશ્વરની વિરાટતાથી તે સભર હોય. તે જમીન તરફ મોં રાખીને પ્રાર્થના કરવા લાગ્યો. આ મુદ્રામાં તે એક કલાક માંડ રહ્યો હશે, તેવામાં તેની નજર સમક્ષ થાઈની આકૃતિ ખડી થઈ: આથી તેણે તરત જ ઈશ્વરનો આભાર માન્યો. ભગવાન ! તમે થાઈને મારી સમક્ષ મોકલી છે. એ તમારે જ કૃપા છે. કારણ કે, મેં જેને તમારાં ચરણોમાં મોકલી આપી છે, તેનું દર્શન મને કરાવી, તમે મને ખાતરી કરાવવા માગો છો અને Page #143 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિનો વળગાડ લાવ્યો! ૧૨૯ આશ્વાસન આપવા માગો છો કે, મારી એ ભેટથી તમે ખરેખર પ્રસન્ન થયા છો. થાઈની મૂર્તિ પણ હવે કેવી નિર્મળ બની રહી છે! તેનું હાસ્ય હવે કાતિલ રહ્યું નથી; અને તેના સૌન્દર્યમાં રહેલો ઝેરી ડંખ મેં દૂર કરી નાખ્યો છે. તમારા પ્રસાદ તરીકે મેં તૈયાર કરેલી અને પવિત્ર બનાવેલી તેને તમે આમ અત્યારે મારી સમક્ષ હાજરાહજૂર કરી રહ્યા છો તે, કોઈ મિત્રને બીજા મિત્રે આપેલી ભેટનો સૌ આગળ દેખાડ કરી પોતે આનંદ પામે, એના જેવું છે. પ્રભુસિસ, મેં તેને સર્વતોભાવે તમને જ સમર્પણ કરી છે. હવે એ ભેટ તમે તમારી પાસે જ રાખો: તેનું સૌન્દર્ય હવે તમારા સિવાય બીજા કોઈને સુખપ્રદ ન થાઓ !” ર આખી રાત ઍક્નુશિયસને ઊંઘ ન આવી. અપ્સરા-ભવનમાં પોતે જોઈ હતી, તેના કરતાં વધુ સ્પષ્ટપણે થાઈ હવે એને દેખાતી હતી. પોતે એ સૌન્દર્યમૂતિની ભેટ ઈશ્વરને કરી છે, એવું આશ્વાસન વારંવાર પોતાના અંતરને અર્પવાનો પ્રયત્ન કર્યા કરવા છતાં, તેનું અંતર જરાય શાંતિ અનુભવતું નહોતું. તે નિસાસા નાખતો પોતાની જાતને વારંવાર પૂછવા લાગ્યો, “મને શી વાતનો આટલો બધો ઉંચાટ છે? મને આ શાનો અજંપો છે વારુ?” ત્રીસ દિવસ સુધી તેને આવો અજંપો ચાલુ રહ્યો. બીજી બાજુ રાત અને દિવસ થાઈની મૂર્તિએ તેનો પીછો જ છોડયો નહિ. અલબત્ત, ઈશ્વર તરફથી એ દર્શન આવેલું માની, તેણે તેને નજર આગળથી દૂર ખસેડવા પ્રયત્ન પણ નહોતો કર્યો; ઉપરાંત, થાઈ વે એક સંત જ ગણાય, એટલે તેનું દર્શન બાધાકારક પણ શી રીતે મનાય? પરંતુ એક રાતે પ્રાત:કાળ થવાના અરસામાં તેને એવું સ્વપ્ન આવ્યું કે, વાયોલેટ ફૂલોની વેણી તથા મુગટ ધારણ કરીને થાઈ મધુરતા અને મોહકતા રેલાવતી તેની સમક્ષ ઊભી છે, અને એવી કરુણતાથી પ્રેમયાચના કરે છે કે, તેનો અસ્વીકાર કરવો અશકય Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તપસ્યા અને નિગ્રહ છે. તરત જ ભયની ચીસ પાડીને તે જાગી ઊઠ્યો. તેને આખે શરીરે ઠંડો પરસેવો વળી ગયો. તેની આંખો તો હજુ ઊંઘે ઘેરાયેલી બંધ જ હતી, એટલામાં તેને પોતાના મોં ઉપર કોઈના ગરમ ગરમ શ્વાસનો સ્પર્શ થતો લાગ્યો. તેણે તરત આંખ ઉઘાડીને જોયું, તો એક નાનું શિયાળ, પોતાના બે પગ ખાટલી ઉપર માંડીને, પોતાનો ગંધાતો શ્વાસ તેના મોં તરફ જાય તે રીતે હાંફતું, સંતોષભરી મુદ્રા સાથે ઊભું હતું - પૅફનુશિયસને એ મલિન સર્વ જોઈને ભારે નવાઈ લાગી: તેનો આત્મવિશ્વાસ હવે સદંતર ડગી ગયો. થોડી વાર તો તે સૂનમૂન જેવો જ થઈ ગયો. છેવટે જ્યારે કંઈક વિચાર કરી શકે તેવી તેની અવસ્થા થઈ, ત્યારે તેની મૂંઝવણનો પાર ન રહ્યો. હવે તે વિચારવા લાગ્યો કે, થાઈનું દૃશ્ય ઈશ્વરે કંઈક જુદા જ હેતુસર મોકલેલું હશે, પણ પોતે પોતાની મલિનતાથી તેનો ઊંધો અર્થ કર્યો, એટલે પેલું સેતાની શિયાળ તેની ઉપર ચડી વાગ્યું હશે. પણ પછી તેને તરત જ બીજો વિચાર આવ્યો કે, પેલું દૃશ્ય ખરેખર સેતાને જ તેના પતન અર્થે મોકલ્યું નહિ હોય? અને જો એ દૃશ્ય સેતાન તરફથી આવેલું હોય, તો પછી થાઈ અંગેનાં શરૂઆતથી માંડીને આવેલાં બીજાં દૃશ્યો પણ સેતાન તરફથી જ તેને અવળે માર્ગે દોરી જવા માટે મોકલવામાં આવ્યાં હોય, એમ કેમ ન માનવું? તેણે પ્રભુને આતુરતાપૂર્વક પ્રાર્થના કરવા માંડી તથા પૂછવા માંડ્યું, “ભલા ભગવાન, તારા સેવકોને દેખાતાં દૃશ્યો તેમને માટે જોખમરૂપ બની રહે, એ વળી કેવું? માટે તું કંઈક સમજાય તેવી નિશાની એવી મોકલ, કે જે વડે હું આ દૃશ્ય તારા તરફથી આવ્યું છે કે સેતાન તરફથી આવ્યું છે, તેનો વિવેક કરી શકું.” . પરંતુ ખેફનુશિયસને ઈશ્વર તરફથી કશી નિશાની મળી જ નહિં; અને છેવટે દ્વિધામાં પડી જઈ, તેણે થાઈનો વિચાર કરવાનું જ સદંતર માંડી વાળવાનું નક્કી કર્યું. Page #145 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિનો વળગાડ લાવ્યો ! ૧૩૧ પરંતુ, તેનો એ પ્રયાસ નિષ્ફળ નીવડતો હતો. તે પાઠ કરતો હોય, ધ્યાન કરતો હોય, કે ઉપાસના કરતો હોય, તથા જ્યાં જ્યાં તેની નજર જાય, ત્યાં તેને થાઈ જ પ્રેમયાચના કરતી સામે દેખાતી. તેને વધારે મૂંઝવણ એ વાતની થતી કે, થાઈના જે પોશાકો, જે માળાઓ, જે અલંકારો વગેરે શૃંગારસામગ્રી તેણે પોતાને હાથે પેલી અપ્સરા-ભવનની હોળીમાં હોમી દીધી હતી, તે બધી સાથે જ તે આકૃતિ દેખા દેતી! એ પોતાનું કે તે તરફથી ફેરવી લેતો, તો પણ તેને લાગતું કે, થાઈ જાણે તેની પાછળ પ્રેમયાચના કરતી ઊભી જ છે. ઍફનુશિયસ માથું કટી પોકારી ઊઠયો – “અરે ભગવાન! જીવતી જાગતી થાઈનું શરીર જે ન કરી શકર્યું, તે હવે તેનો આભાસ કરશે શું? હું તો તારે ખાતર તેને તેનાં પાપોમાંથી છોડાવવા માટે ગયો હતો. તો પછી, મને એ બદલ આવો દંડ દેવો છાજે? આ આકૃતિ – આ પડછાયો- આ આભાસ જીવતી જાગતી પ્રત્યક્ષ થાઈ કરતાં વધુ સજીવ છે–વધુ મોહક છે! તો શું, હે પ્રભુ, આ પ્રબળ આભાસ મારો સર્વનાશ કરે એ તમે જોઈ રહેશો?” ઍફનુશિયસ ઈશ્વરને સંબોધીને આ બધું કહેતો હતો; પણ ઈશ્વર કોણ જાણે તેની કશી વાત સાંભળતા જ ન હતા! પરિણામે તેની રાતો એક દી સ્વપ્ન જેવી બની રહી અને તેના દિવસો તેની રાતો કરતાં જરાય જુદા ન રહ્યા! એક સવારે તો તે લાંબા નિસાસા નાખતો પથારીમાંથી ઊઠીને ઝૂંપડીની બહાર ભાગ્યો: સ્વપ્નામાં તેણે એવું જોયું હતું કે, થાઈ દૂરથી લોહી નીંગળતા પગે તેની ઝૂંપડીમાં ચાલી આવી હતી અને તેની પથારીમાં આવીને સાથે સૂઈ ગઈ હતી. ઍફનુશિયસને હવે ખાતરી થઈ ગઈ કે, પોતાની પાછળ પડેલું થાઈનું આ દૃશ્ય મલિન છે– સેતાને મોકલેલું છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ વળગાડના ઉતાર માટે સ્વપ્ન દરમ્યાન ભાળેલી પોતાની ભ્રષ્ટતા અને પાપચર્યાનું પ્રાયશ્ચિત્ત કરવાના ખ્યાલથી પૈફનુશિયસે એ અપવિત્ર શય્યાવાળી પોતાની ઝૂંપડીનો ત્યાગ કરી, રણપ્રદેશમાં દૂર ભાગી જઈ, અતિ ઉગ્ર – અભૂતપૂર્વ તપશ્ચર્યા આદરવાનો નિરધાર કર્યો, અને તે વિષે, પ્રથમ પેલા બુટ્ટા પૅલેમૉનની સલાહ લેવાના વિચારથી, એ તેની પાસે પહોંચ્યો. બુઢ્ઢો પેલેમોન પોતાની વાડીમાં શાકભાજીને પાણી પાતો હતો. સાંજનો સમય હતો; દૂર ભૂખરી ટેકરીઓની તળેટીમાં થઈને ભૂરી નાઈલ નદી વહી જતી હતી. બુઠ્ઠો બહુ ધીમેથી ડગલાં ભરતો હતો, જેથી તેના ખભા ઉપર આવીને બેઠેલું કબૂતર બનીને ઊડી ન જાય. પૅફનુશિયસને જોઈ તેણે કહ્યું, “ભગવાન તારી સહાયમાં રહે. ભાઈ પૅફનુશિયસ, તે કેવો કૃપાળુ છે! જોને, તે આ બધાં પ્રાણીઓ મારી પાસે મોકલે છે, જેથી હું તેમની સાથે તેનાં ગુણગાન કરી શકું. આ કબૂતર તરફ તે જો! તેના ગળાના રંગ કેવા બદલાય છે! ભગવાનની એ કેવી સુંદર કૃતિ છે! પણ, ભાઈ પૈફનુશિયસ, તું પોતે જ એવી કોઈ ઈશ્વરસ્તવનની પવિત્ર વાત મને સંભળાવવા જ આવ્યો હશે. તે થોડી વાર હું મારો આ ઘડો નીચે મૂકી દઉં અને તારી વાત નિરાંતે સાંભળું.” ઍફનુશિયસે ધીમેથી તે બુટ્ટાને પોતાની અલેકઝાન્ડ્રિયા સુધીની મુસાફરીની, ત્યાંથી પાછા ફર્યાની, તથા પછી પોતાની ઝૂંપડીમાં ૧૩૨ Page #147 -------------------------------------------------------------------------- ________________ વળગાડના ઉતાર માટે ૧૩૩ દિવસે ને રાતે દેખાતાં દૃશ્યોની, અને છેવટના પેલા પાપી સ્વપ્નની બધી વાત માંડીને કહી સંભળાવી. પછી તેણે પૂછ્યું, “તો શું બાબા, મારે દૂર અગમ્ય રણપ્રદેશમાં જઈ, આકરી, કઠોર અને અસામાન્ય એવી તપશ્ચર્યાઓ કરી, એ શિયાળોના શિરોમણિ સેતાનને પણ માત ન કરવો જોઈએ?” પેલેમોને જવાબ આપ્યો, “હું તો એક કંગાળ પાપિયો માણસ છું; તથા મેં આખી જિંદગી આ રાનનાં હરણાં, સસલાં અને કબૂતરો વચ્ચે ગાળી હોઈ, માણસ વિશે મને બહુ ઓછું જ્ઞાન છે. છતાં મને લાગે છે કે, તારી આ ખિન્નતા ભારે ધમાલવાળા પ્રદેશમાંથી એકદમ આવા નિર્જન-નીરવ સ્થળમાં આવવાને કારણે થઈ હોય. આવાં સ્થળાંતર આત્માના આરોગ્યને બાધક નીવડે છે. તારી વલે, ભાઈ, એકદમ ગરમીમાંથી એકદમ ઠંડીમાં આવનાર જેવી થઈ છે. તેવા માણસને એક વાર તો શરદી ઉધરસ અને તાવ ધમધમાવી નાખે જ. એટલે, તારી જગાએ હું હોઉં તો, ઉતાવળે કોઈ ભયંકર વગડામાં ચાલ્યો જવાને બદલે, કોઈ સાધુ-તપસ્વીને છાજે એવાં મનોરંજનોથી મારા મનને થોડું બહેલાવવા પ્રયત્ન કરું. જેમ કે, હું પડોશના મઠોની યાત્રાએ નીકળી પડું. તેમાંના કેટલાક મઠો તો બહુ અદભુત છે. જેમ કે, ઍબટ-સેરાપિયાં મઠમાં ચૌદસો-બત્રીસ ખોલીઓ છે, એમ સાંભળ્યું છે, અને ત્યાંના સાધુઓની ગ્રીક બારાખડીના અક્ષરો પ્રમાણે ટુકડીઓ પાડેલી છે. ઉપરાંત, એ અક્ષરોના મરોડ-વળાંક અનુસાર સ્વભાવવાળા સાધુઓને જ તે તે અક્ષરની ટુકડીમાં મૂકવામાં આવ્યા છે. જેમ કે, '1' અક્ષરની ટુકડીના સાધુઓ સીધા પ્રમાણિક હોય છે; ત્યારે ‘z' અક્ષરની ટુકડીવાળા વક-કુટિલ હોય છે. ભાઈ, તારી જગાએ હું હોઉં, તો એ બધાની જાતે જઈને ખાતરી કરી આવું, તથા એવી અદ્ભુત વસ્તુ નજરે નિહાળ્યા વિના ન રહે. “ઉપરાંત, નાઈલ નદીને કિનારે વિખરાયેલી પડેલી વિવિધ સાધુજમાતોનાં ધારાધોરણોનો પણ હું અભ્યાસ કરી આવું. તારા જેવા Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ તપસ્યા અને નિગ્રહ મહંતને એવો અભ્યાસ ઉપયોગી તથા ઉચિત ગણાય. એબટ ઑફેમે પોતાના આશ્રમ માટે બહુ સુંદર નિયમો ઘડ્યા છે. તેમની અનુજ્ઞા લઈ, હું તે બધાની નકલ કરી લઉં. તું તો બહુ કુશળ લહિયો છે, ભાઈ; મારા જેવો કોદાળીથી જ જીવનભર ટેવાયેલો માણસ પેપીરસ-પત્ર ઉપર કલમ પકડીને લખવાનું કામ ન કરી શકે. એવું લહિયાનું અને પાઠકનું કામ બૂરા વિચારો સામે મજબૂત કવચરૂપ નીવડે છે. ઉપરાંત, ભાઈ પૅફશિયસ, તું આપણા પિતા-ગુરુ પૉલ અને ઍન્થનીના ઉપદેશો લખવાનું કામ કેમ નથી ઉપાડતો? આવાં સ્વાધ્યાયનાં કામોમાં લાગી જવાથી ધીમે ધીમે તે આત્મા અને મનની શાંતિ ફરીથી પ્રાપ્ત કરી શકીશ; અત્યારનો તારો એકાંતવાસ તને અળખામણો લાગતો મટી જશે અને તારી અલેક્ઝાંડ્રિયાની મુસાફરીને કારણે ખંડિત થયેલી તારી ધર્મસાધના પણ તું ફરીથી જારી કરી શકીશ. અતિશય આકરી તપશ્ચર્યાથી તને ખાસ કે બહુ લાભ થશે એવું માનીશ નહીં. આપણા પિતાગુરુ ઍન્થની કહેતા કે, “અતિશય ઉપવાસ નબળાઈ પેદા કરે છે, અને નબળાઈથી પ્રમાદ અને આળસ ઊભાં થાય છે. અનુચિત રીતે લંબાવેલા ઉપવાસોથી ઘણા તપસ્વીઓએ પોતાનાં શરીર બરબાદ કર્યા છે. તેઓ તો જાણી જોઈને પોતાની છાતીમાં કટાર મારીને પોતાની જાતને, સામે ચાલીને, સેતાનના હાથમાં સોંપી દે છે. પવિત્ર સંત ઍન્થનીએ આમ કહેલું છે. હું તો મૂર્ખ બુઢ્ઢો માણસ છું, પરંતુ પરમાત્માની કૃપાથી આપણા પિતા-ગુરુએ જે કહ્યું હતું, તે મને યાદ છે.” ઍફનુશિયસે પૅલેમૉનનો આભાર માન્યો તથા તેમની સલાહ ઉપર વિચાર કરવાનું વચન આપ્યું. વાડીની વાડની બહાર નીકળ્યા પછી તેણે બુઢા પૅલેમૉન તરફ પાછા વળીને જોયું, તો એ ભલો માણસ ફરીથી પોતાની શાકભાજીને પાણી પાવાને કામે લાગી ગયો હતો, અને પેલું કબૂતર તેની વાંકી વળેલી પીઠ ઉપર આમ તેમ ડગલાં ભરી રહ્યું હતું. Page #149 -------------------------------------------------------------------------- ________________ વળગાડના ઉતાર માટે તે દૃશ્ય જોઈ ઍક્નુશિયસને જાણે રડવું આવી ગયું. ર પોતાની ઝૂંપડીએ પાછા ફરીને પૅનુશિયસે જોયું તો અંદર તોફાની પવનમાં ઊડી આવેલી રેતીના કણો જેવાં નાનાં નાનાં અસંખ્ય શિયાળો આમથી તેમ દોડાદોડ કરી રહ્યાં હતાં: પોતાનું એ સ્થળ સેતાનના સંપૂર્ણ કબજામાં આવી ગયું હતું ! તે જ રાતે તેને ફ્રી એક સ્વપ્ન દેખાયું. તેમાં તેણે એક મોટો શિલા-સ્થંભ જોયો, જેની ટોચે માનવ મુખાકૃતિ કોતરેલી હતી. તે જ વખતે તેણે એક અવાજ પણ સાંભળ્યો – “એ સ્થંભ ઉપર ચડી જા!” ૧૩૫ સવારમાં પૅનુશિયસ એવી ખાતરી સાથે ઊઠયો કે, એ સ્વપ્ન પરમાત્માએ જ મોકલ્યું છે. અને તેણે તરત પોતાના શિષ્યોને ભેગા કર્યા અને જાહેર કર્યું — 66 ‘મારાં વહાલાં સંતાનો, મારે તમને છોડીને જવાનું છે. પરમાત્મા મને દૂર મોકલી રહ્યા છે. મારી ગેરહાજરીમાં મારે બદલે લેવિયનની આજ્ઞામાં રહેજો, અને આપણા ભલા પૉલની સંભાળ રાખજો. તમને સૌને મારા આશીર્વાદ છે!” સૌ તરત જ ઘૂંટણિયે પડયા; થોડા વખત પછી જ્યારે તેઓએ માથું ઊંચું કરીને જોયું, ત્યારે રેતાળ ક્ષિતિજમાં પૅનુશિયસની ઊંચી ઘેરી આકૃતિ દૂર અદૃશ્ય થતી જતી હતી. Page #150 -------------------------------------------------------------------------- ________________ એકદંડિયે તાનિવાસ પોતાના આશ્રમમાંથી નીકળીને, રાત અને દિવસ ચાલતો પેફનુશિયસ પોતે નિરધારેલા એક પ્રાચીન મંદિરના ખંડેર પાસે જઈ પહોંચ્યો. અલેક્ઝાંડિયા જતી વખતે તેણે એ ખંડેર જોયું હતું. તેના અવશેષો અનેક શિલાતંભો ઉપર ખડા હતા અને તે સ્તંભોની ટોચ ઉપર માનવ મુખાકૃતિઓ કે કમલ-પુષ્પની આકૃતિઓ હતી. એ ખંડેરના એક છેડે એક સ્તંભ એકલદોકલ છટો ખડો હતો. તેની ટોચ ઉપર તેના કળશ સમી સ્ત્રીની મુખાકૃતિ હતી; તેના બે લમણામાંથી ગાયનાં બે શિંગડાં ફૂટી નીકળતાં હોય તેમ કોતરેલાં હતાં. ઍફનુશિયસ તેને જોતાંવેંત ઓળખી ગયો કે, તેને સ્વપ્નમાં દેખાયેલો સ્તંભ એ જ હતો. તેણે અંદાજ કાઢી જોયો તો તે સ્તંભ લગભગ બત્રીસ હાથ ઊંચો હતો. તેણે તરત જ પાસેના ગામડામાં જઈ, એક સુતાર પાસે એટલી ઊંચાઈની નિસરણી બનાવરાવી. પછી તેને થાંભલાને ટેકે ગોઠવીને તે એની ઉપર ચડ્યો. ઉપર જઈ, તેણે ઘૂંટણિયે પડીને પ્રભુને પ્રાર્થના કરી “હે પ્રભુ, તમે મારે માટે આ નિવાસ પસંદ કર્યો છે, તો મારી આખરી ઘડી સુધી તમારી કૃપાથી હું અહીં રહું, એમ કરજો.” ઍફનુશિયસે પોતાની સાથે કશું ખાવાપીવાનું રાખ્યું નહોતું. ભગવાનની મરજી હશે તો, આસપાસના ખેડૂતો તેને એ થાંભલાના ઘર ઉપર જ ખાવા-પીવાનું પહોંચાડશે, એવી શ્રદ્ધા તેણે બાંધી હતી. અને વસ્તુતાએ પણ, બીજે જ દિવસે, નવ કલાક પૂરા નહોતા ૧૩૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ એકદંડિયો તપોનિવાસ ૧૩૭ થયા ને કેટલીક સ્રીઓ રોટલા, ખજૂર અને તાજું પાણી લઈને ત્યાં આવી. તેમની સાથેના છોકરાઓ નિસરણી ઉપર ચડીને ઑફનુશિયસને બધું પહોંચાડી આવ્યા. થાંભલા ઉપરની સપાટ જગા એક માણસ પગ લાંબા કરી સૂઈ શકે તેટલી નહોતી. એટલે પૅનુશિયસ પલાંઠી વાળીને બેઠો બેઠો પોતાનું માથું છાતી ઉપર ટેકવીને જ જેટલી ઊંઘ લઈ શકે તેટલી લઈ શકયો. તેથી, વસ્તુતાએ જાગ્રત અવસ્થા કરતાં તેની એ સુષુપ્ત અવસ્થા વધારે આકરી સજારૂપ બની રહી. સવારે મચ્છી-બાજ પંખીઓએ પોતાની પાંખો તેના શરીર સાથે ઘસવા માંડી, ત્યારે તે વેદના અને ત્રાસનો માર્યો ઝબકીને જાગી ઊઠયો. થોડા જ વખતમાં સ્તંભ ઉપરના આ તપસ્વીના સમાચાર એક ગામડેથી બીજે ગામડે ફેલાઈ ગયા. પૅનુશિયસના શિષ્યોને પણ પોતાના ગુરુજીના આ અદ્ભુત એકલદંડિયા નિવાસના સમાચાર મળ્યા, ત્યારે તેઓ ઝટ ત્યાં દોડી આવ્યા, અને તેમની પરવાનગીથી એ સ્તંભની અસપાસ તેમણે પોતાને માટે ઝૂંપડીઓ બાંધી દીધી. જાણે નવો આશ્રમ વસી ગયો! દર સવારે તેઓ એ સ્તંભની આસપાસ કુંડાળું વળી ઊભા રહેતા અને પૅનુશિયસ તેમને સદુપદેશ આપતો — “બેટાઓ, તમે, જિસસ જેમને ખૂબ ચાહતા હતા તેવાં બાળકો જેવા બની રહો. મુક્તિનો એ જ માર્ગ છે. કામવાસના જ બધાં પાપોનું મૂળ છે. અભિમાન, અદેખાઈ, આળસ, ગુસ્સો અને ઈર્ષ્યા -એ બધાં જ તેનાં વહાલાં સંતાનો છે. મે' અલેકઝાંડ્રિયામાં એનું પ્રમાણ નજરે જોયું છે: કેટલાય તવંગર માણસોને એ વાસના, પૂર આવેલી નદીની જેમ, અધોગતિના ગર્ભમાં ખેંચી જતી મે જાતે જોઈ છે. ” આ વિચિત્ર તપસ્યાની વાત સાંભળી, ઍક્મ અને સેરાપિયાં મઠોના મહંતો, એ બધું નજરે જોવા ત્યાં આવ્યા. તેમનું જહાજ દૂરથી પાસે આવતું જોતાં જ પૅનુશિયસને એવો વિચાર આવ્યા Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તપસ્યા અને નિગ્રહ વિના ન રહ્યો કે, ભગવાને પોતાને સર્વ સાધુ-તપસ્વીઓ માટે કેવો દૃષ્ટાંતરૂપ બનાવી મૂકયો છે! પેલા બંને મહંતોએ ત્યાં આવી તેની આ વિચિત્ર તપશ્ચર્યા જોઈ. પછી અંદર અંદર ચર્ચા કરી લઈને તેમણે પૅનુશિયસને સ્તંભ ઉપરથી નીચે ઊતરી આવવા સલાહ આપતાં કહ્યું — 66 આ જાતની તપશ્ચર્યા બધી ચાલુ પરંપરાઓની વિરુદ્ધ છે, મનસ્વી છે, તથા બધા નિયમોથી ઊલટી છે.” પણ પૅનુશિયસે ઉપરથી જ જવાબ આપ્યો – 66 તપસ્વી-જીવન પોતે જ અનોખી અને મનસ્વી વસ્તુ નથી તો બીજું શું છે? ઉપરાંત, પરમાત્મા પાસેથી મળેલી નિશાની અને આદેશ અનુસાર હું આ સ્તંભ ઉપર નિવાસ કરું છું; તેથી પરમાત્મા પાસેથી જુદી નિશાની કે આદેશ મળશે, તો જ હું નીચે ઊતરીશ.” ર પછી તો બીજા પણ કેટલાય તપસ્વી સાધુજનો પૅનુશિયસના શિષ્યો સાથે જોડાવા આવતા અને આસપાસ નવી નવી ઝૂંપડીઓ બાંધ્યે જતા. એમ જાણો કે, ત્યાં એક સ્તંભતીર્થ જ બનતું ગયું! કેટલાક તો સંત મૅફન્નુશિયસના અનુકરણમાં એ ખંડેર-સ્તંભો ઉપર વસવાટ કરવા લાગી જતા; પણ પછી તેમના ધર્મબંધુઓ તરફથી ઠપકો મળતાં તથા થાક અને ત્રાસથી દુ:ખી થઈ જતાં, થોડા વખતમાં જ એ પ્રયત્ન છોડી દેતા. યાત્રાળુઓ પણ હવે દૂર દૂરથી આવવા લાગ્યા. મુસાફરીમાંથી ભૂખ્યા અને તરસ્યા તેઓ ત્યાં આવી પહોંચે, ત્યારે તેમને તાજું પાણી અને તરબૂચ વેચવાનો વિચાર એક ગરીબ વિધવાને આવ્યો તેણે સ્તંભતીર્થને અઢેલીને જ પોતાની દુકાન લગાવી દીધી. એનું જોઈને એક ભઠિયારાએ ત્યાં ભઠ્ઠી લગાવી દીધી અને રોટી-રોટલા શેકી શેકીને વેચવાના શરૂ કર્યા. Page #153 -------------------------------------------------------------------------- ________________ એકદંડિયો તપોનિવાસ ૧૩૯ અને જેમ જેમ મુલાકાતીઓની સંખ્યા સતત વધતી ચાલી તથા ઈજિપ્તનાં મોટાં મોટાં શહેરોમાંથી માણસો ત્યાં આવવા લાગ્યાં, તેમ તેમ કોઈ ધંધેદારી માણસને ત્યાં મુસાફરો, તેમના નોકરો અને તેમનાં જાનવરો માટે ભાડાના ઉતારા જેવી સગવડ કરવાનો વિચાર આવ્યો. પછી તો થોડા વખતમાં એ સ્તંભની સામે માછલાં, શાકભાજી, ફળ વગેરેની દુકાનો લાગી ગઈ. એક હજામ પણ ખુલ્લામાં લોકોની હજામત કરતો અને પોતાના ટોળટપ્પાથી સૌને હસાવતો. અત્યાર સુધી નીરવતા અને શાંતિમાં ડૂબી રહેલું એ ખંડેરમંદિર હવે જુદાં જુદાં દૃશ્યોથી અને અવાજોથી ધમધમી ઊઠયું. વીશીવાળાઓએ ખંડેરનાં જમીન નીચેનાં ભયરાને દારૂના ભંડક બનાવી દીધાં. ઉપરના પ્રાચીન સ્તંભો ઉપર દારૂની જુદી જુદી બનાવટોનાં નામ લટકવા લાગ્યાં. જૂના કોતરકામવાળી ભીંતો ઉપર વેચાવા માટે ભડથાવેલાં પ્રાણીઓનાં શબ લટકાવવામાં આવ્યાં. પછી તો ધીમે ધીમે વિસ્તાર વધતાં, આસપાસના પડાવોમાં શેરીઓ અંકાઈ ગઈ, કામચલાઉ મઠો અને દેવળો બંધાયાં, તથા છ મહિનામાં તો ઘણું, અદાલત, કેદખાનું અને એક ઘરડા અંધ લહિયાની શાળા પણ ત્યાં ચાલુ થઈ ગયાં. યાત્રાળુઓનો તો પાર ન રહ્યો. બિશપો અને બીજા ધર્માધિકારીઓ પણ પ્રશંસાભર્યા ત્યાં આવતા. ઍન્ટિયોકના ધર્માધ્યક્ષ તે અરસામાં ઇજિપ્તમાં પધારેલા હતા; તે પણ પોતાના બધા પાદરી-મંડળ સાથે ત્યાં આવી ગયા. તેમણે ઑફનુશિયસની અસાધારણ તપશ્ચર્યાને ખૂબ ખૂબ બિરદાવી; પરિણામે લિબિયન-અર્ચના બધા વડાઓ પણ તેમના અભિપ્રાયને જ અનુસર્યા. અને એ બાબતની જાણ થતાં ઍફેમ અને સેરાપિયોંના મહંતો પણ ત્યાં પાછા આવ્યા, અને પોતે પ્રથમ બતાવેલા વિરોધ બદલ ઑફનુશિયસનાં ચરણોમાં પસ્તાવો નિવેદિત કરી ગયા! પણ ઍફનુશિયસ તો પોતાના અંતરમાં ધંધવાતી સ્ત્રીની કામનાથી ડરતાં ડરતો જવાબમાં વઘો – Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ તપસ્યા અને નિગ્રહ બંધુઓ, હું જે તપશ્ચર્યા આદરી રહ્યો છું, તે મારામાં આવીને ભરાયેલી વાસનાઓને માટે ભાગ્યે પૂરતી હોય. બહારથી માણસ કેટલો નાનો દેખાય છે, પણ તેનું અંતર જોઈએ તો કેવું અફાટ છે! મારા અંતરમાં જે જોઉં છું, તેની સરખામણીમાં બહાર આ બધું દેખાતું વિરાટ વિશ્વ કંઈ વિસાતમાં નથી! મારા અંતરમાં અપવિત્ર વિચારોની આખો ભવસાગર જાણે ધૂઘવે છે!” સાતમો મહિનો થયે તો અલેકઝાંડ્રિયાથી બે તવંગર વંધ્યા બાઈઓ, આ મહાતપસ્વીની કૃપાથી પોતાને સંતાન પ્રાપ્ત થાય તે અર્થે, ત્યાં આવી, અને પોતાનાં વાંઝિયાં શરીર એ સ્તંભ સાથે ઘસવા લાગી. પછી તો રોગીઓ અને દુ:ખીઓનો એક મહા-પ્રવાહ જ ત્યાં આવવો શરૂ થયો. લકવો, રક્તપિત્ત વગેરેથી અપંગ બનેલાં, કે બીજાં પણ અમળાયેલા-ચિમળાયેલા કે ફૂલી ગયેલા અવયવોવાળાં દુ:ખી માણસો ત્યાં ટોળે વળવા લાગ્યાં. કૅન્સરથી જેમનાં સ્તનો ખવાઈ ગયાં છે એવી સ્ત્રીઓ કપડે ઢંકાઈને ત્યાં આવતી અને પોતાના એ ભાગો તેની સમક્ષ ખુલ્લા કરતી. ઍફનુશિયસ એ સૌ ઉપર ક્રૂસ-મુદ્રા કરતો અને આશીર્વાદ આપતો. હાથીપગા હબસીઓ ત્યાં દદડતી આંખે આવતા અને તેની સામે બોલ્યા વગર આતુર નજરે ઊભા રહેતા. એક નાની છોકરીને માનામાં ત્યાં લાવવામાં આવી. લોહીની ખૂબ ઊલટીઓ થયા પછી તે ત્રણ દિવસથી ઊંઘમાં જ પડી ગઈ હતી. તેનાં માબાપ તેને મરી ગયેલી જ માનતાં હતાં; પણ તેનો શ્વાસ હજુ ચાલુ હતો. પૅફનુશિયસે પ્રભુની પ્રાર્થના કરી તેના તરફ હાથ ધર્યો કે તરત તેણે પોતાનું માથું ઊંચું કર્યું અને આંખો ઉઘાડી! પછી તો તેણે કરેલા ચમત્કારોની વાતો ચોગરદમ એટલી વ્યાપી ગઈ કે, “ઈશ્વરી વળગાડ” કહેવાતા રોગના રોગીઓ પણ ત્યાં થોકબંધ આવવા લાગ્યા. તેઓ દૂરથી એ સ્તંભ જુએ કે પછી ધૂણવા માંડે, જમીન ઉપર આળોટવા લાગે, અને પછી અમળાઈ Page #155 -------------------------------------------------------------------------- ________________ એકદંડિયો તપોનિવાસ ૧૪૧ વીંટાઈને દડો બની જાય. આવો તેમનો આવેશ જોઈને પાસે ઊભેલાં સાધુ-જાત્રાળુ સ્ત્રી-પુરુષ પણ એ પ્રમાણે ધૂણતાં-અમળાતાં ધૂળ ફાકવા માંડે અને ભવિષ્યવાણી ઉચ્ચારવા માંડે. ૪ ૉનુશિયસ એ બધાં તરફ જોઈને કોઈ કોઈ વાર પરમાત્માને કરગરી પડતો - “પ્રભુ, આ બધાંની અપવિત્રતાઓ અને રોગો મને નિવેદિત થતાં હોવાથી જ મારું શરીર આટલાં બધાં મલિન સત્ત્વોથી બની ગયું છે !” ભરપૂર જ્યારે જ્યારે કોઈ બીમાર કે ગાંડું માણસ સુધરીને-નીરોગી થઈને ત્યાંથી પાછું ફરતું, ત્યારે ત્યાં તેનો વરઘોડો નીકળતો અને લોકો આ ચમત્કારી ધામનાં ગુણગાન ગાતાં. એ સ્તંભતીર્થ અપંગોએ સાજા થઈ તજી દીધેલી અને ત્યાં રજૂ કરેલી ઘોડીઓથી, કૃતજ્ઞ સ્ત્રીઓએ અપેલી પુષ્પમાળાઓથી, અને યાત્રાળુઓએ જુદી જુદી ભાષામાં કોતરેલાં પોતાનાં નામોથી છવાઈ ગયું—ઊભરાઈ ગયું. આ અને ઇસ્ટરનો તહેવાર આવ્યો ત્યારે તો ચમત્કારોના તીર્થધામમાં હજારો લોકોનો એવો સમૈયો થયો કે, ઘરડેરાઓ તો પ્રાચીનકાળના ચમત્કારભર્યા દિવસો યાદ કરવા લાગ્યા. અને સમૈયો હોય ત્યાં ખેલ-તમાશો કરનારા, દુકાનદારો, વાહનોવાળા, ફેરિયાઓ, દવાઓ વેચનારાઓ, ભઠિયારાઓ, વેશ્યાઓ, નર્તકીઓ, જુગારના અડ્ડાવાળાઓ – એમ બધા જ પચરંગી ધંધેદારીઓ પણ ભેગા થાય જ. અને રાત પડી, ત્યારે ચારેકોર રસોઈ માટે, તથા અજવાળા માટે સળગેલાં તાપણાં, મશાલો, ફાનસો ઇથી આસપાસના પ્રદેશનો દૂર ઈશુ ખ્રિસ્તનું કબરમાંથી પુનરુત્થાન થયેલું તેની યાદગીરીનો ખ્રિસ્તી તહેવાર. 'ગુડ ફ્રાઇડે' પછીના રવિવારે. * Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ તપસ્યા અને નિગ્રહ સુધીનો દેખાવ તારાજડિત આકાશ જેવો થઈ ગયો. ઠેર ઠેરથી નૃત્યાંગનાઓનાં નૃત્યસંગીત તથા વાદ્યોના અવાજો સંભળાવા લાગ્યા; અને જુગારીઓના તથા વેશ્યાઓના અડ્ડાઓમાં લોકોની અવરજવર શરૂ થઈ ગઈ. એટલામાં અચાનક ચંદ્રોદય થયો, અને નાઈલ નદીના પાણી ઉપર થાઈની સમગ્ર આકૃતિ ચમકતી ચમકતી ઊભી થતી હોય એવું દૃશ્ય પૈફનુશિયસની નજરે પડયું! કેટ્ટાનું ધર્માતર ! દિવસ ઉપર દિવસ પસાર થવા લાગ્યા; અને એ તપસ્વી સ્તંભ ઉપર જ વસવાટ કરી રહ્યો. વર્ષાઋતુ વખતે છાજની તરાડોમાંથી પાણી અંદર આવતું અને તેને આખે શરીરે પલાળતું. તે વખતે ઠંડીથી અકડાઈ ગયેલા તેના અવયવો હાલચાલ પણ કરી શકતા નહીં. બીજી સ્તુઓમાં સૂર્યથી બળતાં, અને ઝાકળથી રતૂમડાં બની જતાં તેનાં અંગો ઉપરની ચામડી તરડાઈને તૂટવા લાગી હતી, તથા તેના હાથ અને પગ ઉપર તેને મોટાં મોટાં ઘારાં પડ્યાં હતાં. પરંતુ થાઈ માટેની તેની કામના હજુ પહેલાં જેટલી જ તેના અંતરમાં જોરથી ભભૂકતી હતી. તેથી ત્રાસીને તે વારંવાર પોકાર કરી ઊઠતો – “હજુ મારી તપસ્યા પૂરતી નથી થતી, પ્રભુ? હજુ મને આ અપવિત્ર વિચારો શા માટે સતાવે છે? તો શું આખી દુનિયાની કામવાસના મારી ઉપર જ તે મોકલી આપવા માંડી છે, જેથી એ વઘીનું મારી આ કારમી તપસ્યાથી મારણ થાય? તેથી જ સંતજનોનાં હૃદયોમાં પાપી જનો કરતાં વાસનાઓનું ઘમસાણ વધુ પ્રબળ રહેતું હશે? તો ભલે, પ્રભુ, મને તું આખા જગતની વાસનાઓનું આખરી ધામ બનાવ!” Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ કોટ્ટાનું ધમતર ! એક દિવસ એ પવિત્ર સ્તંભ-તીર્થમાં એવી વાયકા ઊઠી કે, અલેક્ઝાંડ્રિયાનો સૂબો લુસિયસ ઑરેલિયસ કોટ્ટા પોતે આ ધામની મુલાકાતે આવે છે! - અને એ વાયકા સાચી ઠરી. બુઠ્ઠો કોટ્ટા નાઈલની નહેરો અને વહાણવટું તપાસવા નીકળ્યો હતો. આ નવા તીર્થધામની મુલાકાત લેવાનો ઘણા વખતથી તેને વિચાર હતો; એટલે એક સવારે વસ્તુતાએ જ નાઈલ નદી જહાજોના સઢોથી છવાઈ ગઈ. કોટ્ટા પોતાના મંત્રીઓ, વૈદ્યરાજ વગેરે રસાલા સાથે ત્યાં આવી પહોંચ્યો. તે બહુ જિજ્ઞાસાવૃત્તિ ધરાવનારો માણસ હતો; તથા તે જે કંઈ જોતો-તપાસતો, તેને નોંધી લેતો. પોતાનો ઇતિહાસ-ગ્રંથ પૂરો કર્યા પછી, એક જુદા ગ્રંથ રૂપે આ બધું મૂકતા જવાનો તેનો વિચાર હતો. - પેફનુશિયસને જોતાં જ તે બોલી ઊઠયો – “વાહ, આ માણસ તો એક વખત મારો મહેમાન બન્યો હતો ! અરે હાં, ગયે જ વરસે મારી સાથે તેણે વાળુ કરી હતી અને પછી એક નટીને ઉપાડીને તે ચાલી નીકળ્યો હતો !” તરત જ તેણે પોતાના મંત્રીને એ વાત નોંધી લેવા કહ્યું; તથા થાંભલાનું કદ વગેરે પણ માપી લેવા જણાવ્યું. પછી પોતાના કપાળ ઉપરનો પરસેવો લૂછતાં લૂછતાં તે બોલ્યો - “આધારભૂત કહી શકાય તેવા માણસોએ મને જણાવ્યું છે કે, આ તપસ્વી એક વરસ પહેલાં આ થાંભલા ઉપર ચડ્યો છે, ત્યાર પછી એક ક્ષણવાર પણ પાછો નીચે ઊતર્યો નથી! તો શું એ વસ્તુ માનવ શરીરથી શક્ય છે ખરી, વૈદ્યરાજ?” વૈદ્ય જવાબ આપ્યો – “તન-મનથી સ્વસ્થ માણસ જે કદી ન કરી શકે, તેવું ગાંડો અથવા રોગી માણસ કરી શકે છે. રોગોને કારણે ઘણી વાર સાજા શરીરવાળા કરતાં કેટલાય ગણું વધુ જોર તન-મનમાં ઊભું થાય છે. અરે, કેટલાય રોગો વખતે તો મનની શક્તિઓ અસાધારણ વધી Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તપસ્યા અને નિગ્રહ ગયેલી મેં જોઈ છે. ક્રિયાન જ્યારે નાનો હતો ત્યારે તોતડો હતો અને મૂરખ હતો. પણ એક નિસરણી ઉપરથી પડવાથી તેની ખોપરી ફૂટી ગઈ, ત્યાર પછી તે એક મહા નિષ્ણાત કાયદાશાસ્ત્રી બની ગયો. આ સાધુને પણ કોઈ ને કોઈ અંગમાં છૂપો રોગ હોવો જોઈએ. ઉપરાંત, આ જાતનો વ્યવહાર તમે માનો છો એટલો મુશ્કેલ કે અસામાન્ય નથી. ભારતમાં કેટલાય હઠયોગીઓ એકાદ વરસ નહિ, પણ વીસ-ત્રીસ-ચાલીસ વર્ષ સુધી, એક જ સ્થાને નિશ્ચલ થઈને રહેતા મેં સાંભળ્યા છે.” કોટ્ટાએ જવાબ આપ્યો, “જ્યુપિટરના સોગંદ! આ તો ભારે વિચિત્ર ગાંડપણ ! કારણ કે, માણસ તો હાલવા-ચાલવા અને કામકાજ કરવા જન્મેલું પ્રાણી છે. આળસપૂર્વક એક જગાએ આમ સ્થિર થઈને બેસી રહેવું, એ તો અક્ષમ્ય ગુનો જ ગણાય; કારણ કે, એથી રાજ્યને નુકસાન થાય છે. ભલે કેટલાક એશિયાઈ ધર્મોમાં આવી વાંધાભરેલી પ્રવૃત્તિ માન્ય રખાતી હશે; પરંતુ, મારી જાણ મુજબ, બીજા કોઈ ધર્મમાં એ માન્ય રખાઈ હોય એવું સાંભળ્યું નથી. હું જ્યારે સીરિયાનો ગવર્નર હતો, ત્યારે હેરા નગરના દરવાજા આગળ ઊભી કરવામાં આવેલી લિંગાકૃતિઓની ટોચ ઉપર એક માણસ વર્ષમાં બે વખત ચડતો અને એક એક અઠવાડિયું ત્યાં રહેતો. ત્યાંના લોકો એમ માનતા કે, ત્યાંથી તે દેવો સાથે વાતો કરે છે, તથા સીરિયાના લોકોની સમૃદ્ધિ માટે વકીલાત કરે છે. એ પ્રથા મને તો અર્થહીન લાગતી હતી; પણ લોકોની રૂઢિઓ અને પરંપરાઓમાં હસ્તક્ષેપ કરવો એ રાજપુરુષનું કામ નહીં; તેથી એ રૂઢિનો નિષેધ નહોતો કર્યો. લોકો ઉપર નવો ધર્મ ઠોકી બેસાડવો, એ સરકાર માટે વાજબી ન કહેવાય; ઊલટું, લોકો જે કંઈ ધર્માચાર પાળતા હોય તેનું તેણે . સંરક્ષણ કરવું જોઈએ. તે આચાર સારો હોય કે ખોટો, પણ તે સ્થળની તે કાળની ભાવનાઓને એ અનુરૂપ હોઈ, તેના બળે જ તે ટકી રહેતો હોય છે. અને લોકોના આચાર-વિચારમાં સરકાર હસ્તક્ષેપ Page #159 -------------------------------------------------------------------------- ________________ કોટ્ટાનું ધમતર! ૧૪૫ કરવા જાય કે તરત લોકોને મન તે જુલમગાર બની રહે છે. ઉપરાંત, એ બધા પ્રાકૃતજનોના વહેમોથી પર થવું હોય, તો તેમને સમજવા પ્રયત્ન કરવો અને તેમને વેઠી લેવા, એ જ એકમાત્ર માર્ગ છે.” પછી થોડું હાંફી લઈ તથા થોડું ખાંસી લઈ, તેણે પોતાના મંત્રીને ખભે હાથ મૂકી તેને લખાવ્યું – બેટા, નોંધ કર કે, ખ્રિસ્તીઓના કેટલાક પંથોમાં વેશ્યાઓને ઉપાડી જવી અને થાંભલાઓ ઉપર વસવાટ કરવો, એ પ્રશંસનીય ગણાય છે. તું એમ પણ ઉમેરી શકે છે કે, આ બધા આચારો લિંગપૂજાના પ્રતીક છે. પરંતુ એ મુદ્દા ઉપર આપણે એ તપસ્વીને જ પૂછપરછ કરી લઈએ.” એમ કહી તેણે પૅફશિયસ તરફ મોં ઊંચું કરીને તેને પૂછ્યું, “કેમ, પૅકનુશિયસ, તું એક વખત મારો મહેમાન બન્યો હતો એ તને યાદ હશે. તો હું પૂછું તેનો જવાબ આપ – તું આ સ્તંભ ઉપર શા માટે ચડ્યો છે, તથા ત્યાં જ શા માટે રહે છે? તારા મનમાં આ સ્તંભ કોઈ લિંગપૂજાનું પ્રતીક છે?” પેક્નશિયસે કોટ્ટાને મૂર્તિપૂજક ગણી કાઢી, તેને કશો જવાબ ન આપ્યો; પણ તેના શિષ્ય પંડિત ફલેવિયને કોટ્ટાને કહ્યું, “માનનીય મહેરબાન, આ પવિત્ર પુરુષ આખી દુનિયાનાં પાપો પોતાની ઉપર ખેંચી લે છે તથા અનેકના રોગો મટાડે છે.” કોટ્ટાએ તરત ડોકું ધુણાવીને પોતાના વૈદ્યને સંબોધીને કહ્યું, “જ્યુપિટરના સોગંદ, વૈદ્યરાજ! તમારા ધંધામાં આ તો તમારો કોઈ પ્રબળ હરીફ ઊભો થયો લાગે છે!” વૈદ્ય જવાબ આપ્યો, “અમુક રોગો મારા કરતાં એ વધુ સારી રીતે મટાડી શકતો હશે એ શક્ય છે. દાખલા તરીકે, વાઇ-મૃગીનો રોગ. એ રોગનું મુખ્ય કારણ માનસિક હોઈ, આવા સાંકડા થાંભલા ઉપર રહેતા સાધુ, જરૂર, એ રોગીઓના નબળા મન ઉપર, ખલબત્તા સાથે ફરતા મારા જેવા કરતાં, વધુ તીવ્ર પ્રભાવ પાડી શકે. ત -૧૦ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ તપસ્યા અને નિગ્રહ "" બુદ્ધિ અને વિજ્ઞાન કરતાં કેટલાય ગણી વધુ પ્રબળ એવી બીજી શક્તિઓ છે જ, એની ના ન પાડી શકાય. “એ વળી કઈ શક્તિઓ?” કોટ્ટાએ પૂછયું. “જેમ કે, વહેમ, અજ્ઞાન અને મૂર્ખતા. "" કોટ્ટાએ તરત જ જણાવ્યું, “ગમે તેવાં આશ્ચર્યજનક દૃશ્યોથી ખેંચાઈ જઈને કામગરા અને જવાબદાર માણસે કામકાજનો વખત જરૂર કરતાં વધારે બગાડવો ન ઘટે. માટે ચાલો, આપણે તો નહેરો તપાસવાના કામે પાછા લાગી જઈએ. તો આવજે, ભલા પૅનુશિયસ ! કોઈ વખત તું જમીન ઉપર નીચે ઊતરે અને અલેક્ઝાંડ્યા તરફ આવે, તો મને મળવા તથા મારી સાથે વાળુ કરવા જરૂર આવજે. "" આસપાસ ઊભેલા જેમણે કોટ્ટાના આ છેલ્લા શબ્દો સાંભળ્યા, તેમણે એ શબ્દોને વિસ્તારીને ફેલાવવામાં જરાય ઢીલ કરી નહિ; અને થોડા વખતમાં જ ચોતરફ જાહેર થઈ ગયું કે, સ્તંભ ઉપરના સંતે નૌ-સેનાધિપતિ કોટ્ટાને ધર્માંતર કરાવી વિશ્વાસી બનાવી દીધો છે! કોટ્ટાએ વાળુ માટે આપેલું આમંત્રણ ઈશુ ખ્રિસ્તે શિષ્યો સાથે કરેલા છેલ્લા વાળુ સાથે સરખાવાઈને, તેનો કેવો કેવોય મહિમા ગવાવા લાગ્યો. અલબત્ત, જેઓએ એ વાતને નવી નવી વિગતો શોધી શોધીને વધારવા માંડી, તેઓ જ એ વાતોમાં માનનારા પ્રથમ શ્રાદ્ધાળુ હતા, એ કહેવાની જરૂર નથી. * પછી તો કોટ્ટાના રાજવૈદ્યનું તથા મહામંત્રીનું પણ ધર્માંતર સાધવામાં આવ્યું હતું, એ વાત પણ છૂપી ન રહી. લીબિયાનાં મુખ્ય દેવળોના અધ્યક્ષોએ ‘સાચી વાતો' તરીકે આ બધી વિગતોની નોંધ લીધી; કારણ કે, આ ચમત્કાર તો હજારો માણસોની રૂબરૂ જાહેરમાં સધાયો હતો. પછી તો પૂર્વ અને પશ્ચિમના આખા ખ્રિસ્તી જગતની નજર ૉનુશિયસ તરફ વળી, અને સૌ કોઈ પોતાની ધર્મશ્રદ્ધાને આ સંતના પ્રતાપ વડે દૃઢીભૂત કરવા લાગ્યા. ઈટાલીનાં વિખ્યાત નગરોએ પોતાનાં Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ભાગ્યો! પ્રતિનિધિમંડળો એની તરફ મોકલ્યાં અને ખ્રિસ્તી ધર્મ ઉપર કૃપાદૃષ્ટિ રાખનાર પવિત્ર સિઝર કૉસ્ટંટાઈને તેને એક પત્ર લખ્યો, જે બડી ધામધૂમપૂર્વક ત્યાં લાવવામાં આવ્યો. પરંતુ, પરંતુ,-એ રાતે, સ્તંભની આસપાસ રોજ વિકસતું જતું એ શહેર જ્યારે ગાઢ નિદ્રામાં મગ્ન હતું, ત્યારે ઍફનુશિયસને એક અવાજ સંભળાયો ભા ! આકાશવાણી જેવા સંભળાતા એ ગેબી અવાજે પૈફનુશિયસને સંબોધીને કહ્યું – “તારી વાણી અને તારાં કૃત્યોથી તું વિખ્યાત તથા પ્રતાપી બન્યો છે. ઈશ્વરે તને પોતાની સુખ્યાતિ અર્થે જ ઊંચો ઉઠાવ્યો છે. તેમણે જ તને ચમત્કારો કરવા, માંદાઓને સાજા કરવા, નાસ્તિકો અને પાપીઓનો હૃદયપલટો કરવા, તથા વિવિધ ખ્રિસ્તી-પંથોને એકત્રિત કરવા પસંદ કર્યો છે.” ઍફનુશિયસે જવાબ આપ્યો – “ઈશ્વરનું ધાર્યું થાઓ!” ગેબી અવાજે પોતાની વાણી આગળ ચલાવી – “અત્યારનો બાદશાહ પોતાના ભાઈ કૉસ્ટંટાઈનના ડહાપણને અનુસરવાને બદલે એરિયસ અને માર્કસ જેવાના ભૂલભરેલા સિદ્ધાંતો તરફ ઢળેલો છે. તેના મહેલમાં જઈને તેને મળ! તારા ગમન સાથે જ મહેલના કાંસાના તોતિંગ દરવાજા આપોઆપ ખૂલી જશે; બાદશાહના સિંહાસન સામેના સુવર્ણજડિત ભોંયતળ ઉપર તારા ચંપલના પડઘા પડશે, અને હું તેના હૃદયનો સદંતર પલટો કરાવી શકશે. પછી તો તું એકત્રિત થયેલા અને જંપેલા આખા ખ્રિસ્તી ધર્મસંઘ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તપસ્યા અને નિગ્રહ ઉપર હકૂમત ચલાવશે. વળી જેમ આત્મા શરીર ઉપર શાસન કરે છે, તેમ ધર્મસંઘ આખા સામ્રાજ્ય ઉપર શાસન કરશે; બધા સેનેટરો અને દરબારીઓની ઉપર તારું સ્થાન રહેશે. તે લોકોનાં લોભ અને કામનાનું નિયંત્રણ કરશે અને બર્બરોની ધૃષ્ટતાને ડારશે. બુઠ્ઠો કોટ્ટા તને રાજ્યતંત્રનો શિરોમણિ બનેલો જોઈ, તારા પગ ધોવા આવશે. મૃત્યુ બાદ તારા વાળનો જન્મો અલેકઝાન્ડ્રિયા લઈ જવામાં આવશે ત્યારે યશસ્વી ઍથનેશિયસ પણ સંતનો અવશેષ ગણી તેને ચુંબન • કરશે!” ઍફનુશિયસે જવાબ આપ્યો-“ભગવાનની મરજી પાર પડો !” આટલું કહી તે ઊભો થઈ નિસરણીએથી નીચે ઊતરવા ગયો, તેવામાં પેલા અવાજે તેનો ઇરાદો કલ્પી લઈને તરત કહ્યું- “નિસરણીએ થઈને રખે ઊતરતો! એ તો સામાન્ય જનોચિત કૃત્ય કહેવાય. તને તારામાં ઊતરેલી શક્તિઓ અને સિદ્ધિઓનો ખ્યાલ નથી. તારા જેવો મહાત્મા તો હવામાં ઊડીને જ વિચરણ કરે. માટે તું હવામાર્ગે જ ગતિમાન થા!” ઍફનુશિયસે કહ્યું – “જેવી પ્રભુની આજ્ઞા!” આટલું કહી, તે હાથ ફેલાવી હવામાં કૂદકો મારવા જતો જ હતો, તેવામાં અચાનક એક મજાકભર્યું વિદ્રપ હાસ્ય તેના કાને પડ્યું. ભયચકિત થઈ, તેણે પૂછ્યું - - “આમ કોણ હસે છે?” - “વાહ! તું મને ઓળખી શકતો નથી? કારણ કે, હજુ તો આપણી મૈત્રીની શરૂઆત જ થઈ છે; વખત જતાં તું મને વધુ સારી રીતે ઓળખશે. મિત્ર, મેં જ તને આ થાંભલા ઉપર ચડવા પ્રેર્યો છે, અને તું જે રીતે મારી ઈચ્છાઓને અધીન થયો છે, તેથી મને પૂરો સંતોષ થયો છે. પંફનુશિયસ, ખરેખર હું તારા ઉપર ખુશ છું!” Vફેશિયસ એકદમ ભયથી રૂંધાતા અવાજે બોલી ઊઠ્યો – Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ભાગ્યો! “દૂર થા શયતાન, દૂર થા! હવે મેં તને ઓળખ્યો. તું જ ઈશુ ખ્રિસ્તને પહાડના શિખરે લઈ ગયો હતો અને ત્યાં તે તેમને આખા જગતનાં સામ્રાજ્યોનો લોભ દેખાયો હતો.” આટલું બોલતાંમાં તો તે હતાશાનો માર્યો પથ્થર ઉપર બેસી પડ્યો, અને અફસોસ કરવા લાગ્યો: અરેરે, મને આ વાતની જરા વહેલેથી ખબર કેમ ન પડી? આંધળા, બહેરા અને લકવાથી જડસડ બનેલા જેઓએ મારામાં વિશ્વાસ મૂકયો છે, તેમનાથી પણ હું વધુ નપાવટ છું. મારો પરમાત્મા સાથેનો સંપર્ક સદંતર છૂટી ગયો છે, અને હું મલિન સત્ત્વોનો જ મળતિયો બની રહ્યો છું. હું સ્વર્ગ તરફથી આવતા કે નરક તરફથી આવતા અવાજોનો પણ વિવેક નથી કરી શકતો. હું સંતાનના સાગરીતોનો કેવો હાસ્યાસ્પદ બન્યો છું! હવે હું સમજ્યો; સેતાન જ મને અહીં લઈ આવ્યો છે! મને આ સ્તંભ ઉપર ચડાવતી વેળા, ખરી રીતે, તેણે મને કામના અને ઘમંડની ટોચે જ ચડાવ્યો છે. ઈશ્વરથી તો હું એક જ વિખૂટો પડી ગયો છું. તેમની અપકદી મને મૂંઝવી રહી છે. ઈશ્વરનું જ શરણું મારે હોવું જોઈએ, તેને બદલે તે તો મને ક્યાંય રવડતો મૂકી દૂર ભાગી ગયા છે! મારે હવે તેમની જ પાછળ પડવું જોઈએ! આ સ્તંભ-શિલા તો હવે મને બાળી-પ્રજાળી રહી છે. હું તેને છોડી જલદી ઈકવરની પાછળ જ દોડું!” આટલું ગણગણી, તેણે નિસરણીનો દાંડો પકડી નીચે ઊતરવા માંડ્યું. તે વખતે સ્તંભની ટોચ ઉપરનું સ્ત્રી-મુખ તેની સામે જોઈ જાણે વિકટ હાસ્ય હસ્ય. પેકનુશિયસને ખાતરી થઈ ગઈ કે, પોતે અત્યાર સુધી સેતાનના અને તેનાં હથિયારોના હાથમાં જ રમી રહ્યો હતો, તથા પોતાની કાયમી અધોગતિ જ સાધી રહ્યો હતો. જલદી જલદી નિસરણીએથી ઊતરીને તે જમીન ઉપર આવી ગયો. તેના પગ ઊભા રહેવાનું કે ચાલવાનું જાણે ભૂલી ગયા હતા; Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તપસ્યા અને નિગ્રહ એટલે એકદમ તો તેને લથડિયું આવી ગયું. પરંતુ તેને આ શાપિત સ્તંભના પડછાયાથી પણ દૂર ભાગવું હતું. એટલે તે પરાણે પરાણે પણ દાંત કચકચાવીને ત્યાંથી દોડવા લાગ્યો. આસપાસનું બધું લોક ગાઢ નિદ્રામાં પડી જંપી ગયું હતું. એટલે કોઈની પણ નજરે પડ્યા વિના તે દુકાનો, વીશીઓ, શેરીઓ, રસ્તાઓ વગેરેને પાછળ છોડી, લીબિયન ટેકરીઓ તરફ ભાગ્યો. એક કૂતરો ભસતો ભસતો તેની પાછળ પડયો, તે છેક રણના કિનારા સુધી આવીને થોભ્યો. છેવટે ભૂખ, તરસ અને થાકથી લગભગ મૃતપ્રાય થઈને એક પ્રાચીન વિશાળ મૃત-નગર પાસે તે આવી પહોંચ્યો. તે નગર કબરોનું જ હતું. અલબત્ત, પ્રાચીન સમયની એ કબરો મોટી ઈમારતો જેવી જ હતીપરંતુ બધી ખંડેર બની ગયેલી હતી. કોઈ ઇમારતને બારણાં તો હતાં જ નહિ; અને અંદરના કેટલાય અંધારા કમરાઓમાં છુપાયેલાં જંગલી પ્રાણીઓ અને સરીસૃપોની ચમકતી આંખો તગતગતી દેખાતી હતી. એ મૃત-નગરમાંથી પસાર થતો થતો છેવટે તે તાડના ઝુંડ વચ્ચે આવેલી અને એક ઝરણાને કિનારે ઊભેલી ઇમારત આગળ આવીને ગબડી પડ્યો. આ કબર મૂળે ઘણી ઘણી રીતે સુશોભિત હશે. જોકે અત્યારે તેને કમાડ તો હતાં જ નહિ; એટલે બહાર પડ્યાં પડ્યાં જ તેની નજરે સુશોભિત ભીંતચિત્રોવાળો એક ખંડ પડ્યો. ઍફનુશિયસ દીદી નિશ્વાસ સાથે બોલ્યો “આ સ્થળ જ હું મારા પ્રાયશ્ચિત્ત અને તપશ્ચર્યા માટે પસંદ કરું છું.” જમીન ઉપર જ ઘસડાતો ઘસડાતો તે એ ખંડ તરફ આગળ વધ્યો. તેના ગણસારાથી કેટલાંય સાપ-ઘો વગેરેમાં નાસભાગ મચી રહી. થાકથી લગભગ બેહોશ બનીને અઢાર કલાક સુધી તે એ કમરાના ભોંયતળ ઉપર પડી રહ્યો. ત્યાર પછી ઊઠીને તેણે ઝરણા પાસે Page #165 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યો! ૧૫૧ જઈ ખોબા વડે પાણી પી લીધું અને થોડું ખજૂર ઉતારી તથા કમળના દાંડા ચાવી તેણે ભૂખ શમાવી. તેણે હવે સવારથી સાંજ સુધી ફરસ ઉપર માથું ટેકવીને આડા પડી રહેવાની ઉગ્ર તપસ્યા આરંભી. એક દિવસ તે આમ જ ઊંધે મોંએ પડેલો હતો, તેવામાં તેણે એક અવાજ સાંભળ્યો – તું આ બધાં ચિત્રો તરફ નજર કર; જેથી તું કંઈક શીખી શકે. ” પેફનુશિયસે ભીંત તરફ મોં ઊચું કરીને જોયું. તેના ઉપર કોઈના ઘર-સંસારની વિવિધ-રંગી પ્રસંગો ચીતરેલા હતા. કદાચ અહીં દાટેલા રાજવીના જ હશે. ચિત્રો ઘણા પ્રાચીન સમયનાં હતાં, પરંતુ બધા પ્રસંગોને અદ્ભુત રીતે આબેહૂબ રજૂ કરતાં હતાં : રસોઇયાઓ ગાલ ફુલાવી ચૂલો ફેંકતા હતા; કેટલાક જુદાં જુદાં પ્રાણી-પંખી કાપીને ભૂજતા હતા અને રાંધતા હતા; થોડે દૂર કોઈ શિકારી બાણ વડે વધેલા હરણને ખભે લઈને આવતો હતો; એક ઠેકાણે ખેડૂતો વાવણી કરતા હતા, લણતા હતા, અને ખળામાં અનાજ ઊપણતા હતા. બીજા ચિત્રમાં સ્ત્રીઓ તંતુવાદ્યો અને બંસીઓની સંગતમાં નાચતી હતી. એક સુંદર યુવતી પારદર્શક કપડાં પહેરી વીણા વગાડી રહી હતી. તેનો કેશકલાપ સુંદર રીતે ગૂંથેલો હતો અને તેમાં ફૂલ-વેણીની મોહક રચના કરેલી હતી. તેનું મુખ અને આંખો બરાબર પોતાની સામે જ જોઈ રહ્યાં હોય એમ દેખાતું હતું, અને ઍફનુશિયસ એ ચિત્રની સજીવતા જોઈને હાડેહાડ કંપી ઊઠ્યો તથા આંખો નીચી કરી ગયો. તેણે પેલા અવાજને સંબોધીને કહ્યું – તું મને આ ચિત્રો સામે જોવાનું શા માટે કહે છે? અલબત્ત, આ કબરમાં મારા પગ નીચેના કુવાને તળિયે કફન-પેટીમાં - પોઢેલા મૂર્તિપૂજકના જીવનપ્રસંગનાં એ ચિત્રો હશે.” Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ તપસ્યા અને નિગ્રહ પેલા અવાજે જવાબ આપ્યો, “તે માણસ ભલે મરી ગયો છે, પણ એક વખત તે પોતાનું જીવન પૂરેપૂરું માણી ગયો છે; પરંતુ, તું મરી જઈશ ત્યારે જીવનનો રસ ચાખ્યા વિના જ મરી ગયો હોઈશ!” મારાથી ભાગીને કયાં જઈશ? જ્યારથી પંફનુશિયસે તે અવાજ સાંભળ્યો ત્યારથી તે એક ક્ષણભર પણ જંપી શક્યો નહિ. પેલો અવાજે તેને સતત સંબોધન કર્યા કરતો. ભીંત ઉપરની પેલી યુવતી પણ હવે માત્ર તેના તરફ અપલક નજરે જોઈ રહેવાને બદલે વારંવાર તેને સંબોધન કર્યા કરતી: જુઓ તપસ્વી, હું કેવી સુંદર છું; મને પ્રેમ કરો! તમારા અંતરમાં ધૂંધવાઈ રહેલા પ્રેમને મારા પ્રેમ-નીતરતા આલિંગનમાં શાંત થવા દો. મારાથી ડરો છો શા માટે? તમે મારાથી ભાગીને કયાં જશો? હું તો સ્ત્રીનું સૌંદર્ય છું. મૂરખરાજ, ફૂલોની ખુશનુમા તાજગીમાં પણ તમને મારા ચહેરાનું દર્શન થશે; તાલવૃક્ષોના સુઘટિત સૌંદર્યમાં કે કબૂતરોના મનોહર ઉયનમાં પણ હું જ તમને દેખાઈશ! હરણોની સુડોળ તરલ છલંગોમાં, કે ઝરણાંના કલરવમાં પણ હું જ તરવરતી હોઈશ! ચંદ્રની સુમધુર ચાંદનીમાં કે આંખો Íચી દો તો તમારા પોતાના અંતરમાં પણ તમે બીજું શું જોઈ શકવાના હતા? “અહીં પોઢેલા મનુષ્ય મને તેના હૃદયે ચાંપી હતી, તે વાતને હજાર વર્ષ થયાં; તેણે મારા મેનું છેવટનું ચુંબન પ્રાપ્ત કર્યું હતું તે વાતને પણ તેટલાં જ વર્ષ થયાં, છતાં તેની આ ગાઢ નિદ્રા પણ, જુઓ, પ્રેમરસથી–તેના આનંદથી કેવી સભર ભરેલી છે! અરે પંફનુશિયસ, તમે મને ઓળખી નહીં? હું તમારી થાઈના અસંખ્ય અવતારોમાંની એક છું. તમે વિદ્વાન છો, Page #167 -------------------------------------------------------------------------- ________________ મારાથી ભાગીને ક્યાં જઈશ? ૧૫૩ શાસ્ત્રાભ્યાસી છો, એટલે વસ્તુઓનું સ્વરૂપજ્ઞાન તમને હશે જ. વળી તમે ઘણી મુસાફરી પણ કરી છે; અને મુસાફરીથી માણસની સમજ ઘણી વધે છે. તમે સાંભળ્યું હશે કે, થાઈ પહેલાં આર્ગેસમાં હેલન નામે અવતરી હતી, અને પછી થીબ્ધ હેકેટપિલ રૂપે. થીષ્મની થાઈર હું જ હતી, એ તમે નથી જાણતા? જ્યારે હું જીવતી હતી ત્યારે આ દુનિયાનાં પાપોમાં મારો મોટો હિસ્સો હતો. અને હવે માત્ર છાયારૂપ બની રહી હોવા છતાં હજુ પણ, પ્રિય, હું તમારાં પાપોમાં હિસ્સો લઈ શકું તેમ છું. પ્રિયતમ! તમને નવાઈ કેમ લાગે છે? ખાતરી રાખજો કે, તમે જ્યાં જ્યાં જશો ત્યાં તમારી થાઈ હાજરાહજૂર હશે!” પેફનુશિયસે ત્રાસના માર્યા પોતાનું કપાળ ફરસબંધી ઉપર પછાડયું, અને ભય-ત્રાસની કારમી ચીસ નાખી. પરંતુ દર રાતે પેલી વીણાધારિણી અંગના હવે ભીતથી ઊતરી તેની તદ્દન નજીક આવતી અને પોતાનો મધુર શ્વાસોશ્વાસ તેના કાને અથડાય એ નિકટતાથી પ્રેમગોષ્ઠી કરતાં તેને કહેતી – “પ્રિયતમ, માની જાઓ! મને પ્રેમ કરો! ખૂબ ઉત્કટતાથી પ્રેમ કરો. તમે જ્યાં સુધી મને નકારશો, ત્યાં સુધી હું તમને જંપવા નહીં દઉં. મૃત સ્ત્રીની ધીરજ કેવી મોટી હોય છે, એની તમને ખબર નથી. જરૂર પડશે તો તમારા અંતકાળ સુધી પણ હું રાહ જોઈશ. અને હું તો માયાવિની છું, એટલે તમારા શબમાં પણ એવો પ્રાણ પૂરીશ, જે તમારા શરીરને પુનર્જીવિત કરશે; એટલું જ નહિ પણ, પછી હું જે માગીશ તે મને આપશે. અને પેફનુશિયસ, તમારો ૧. ગ્રીક દંતકથાની એક સર્વોત્તમ સુંદરી. તે પરણી હતી મેનેલૉસને; પણ પછી ટ્રૉયના રાજા પ્રિયામના પુત્ર સાથે ભાગી ગઈ હતી; એટલે ટ્રોજન યુદ્ધ થયેલું. ૨. આથેન્સની એક ગણિકા. (ઈ. સ. પૂ. ૪થું સૈકું). અલેકઝાન્ડર તથા ટૉલેમી-૧ની રખાત તે હતી. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તપસ્યા અને નિગ્રહ આત્મા સ્વર્ગમાં રહ્યો રહ્યો તમારા શરીરને સતત પાપાચરણ કરતું જોશે, ત્યારે તમારી કેવી વલે બેસી જશે, એ તો વિચારો! ઈશ્વરે પણ કયામત પછી તમારું શરીર તમને પાછું આપવાનું વચન આપ્યું છે, એટલે તેમની મૂંઝવણ પણ જોવા જેવી થશે! મલિન સત્ત્વથી ઉજજીવિત થયેલા અને માયાવિનીથી રક્ષાયેલા તમારા શરીરને ઈશ્વર પણ સ્વર્ગીયતા શી રીતે અર્પી શકશે વારુ? તમે એ મુશ્કેલીનો વિચાર કર્યો લાગતો નથી; ઈશ્વરે પણ નહિ. અને તમને ખાનગીમાં વાત કરું, તો ઈશ્વર કંઈ એટલો બધો સમજદાર પણ લાગતો નથી! એક સામાન્ય જાદુગર પણ તેને છેતરી જઈ શકે અને તેની પાસે લોકોને ડરાવવા માટેની મેઘ-ગર્જના અને વરસાદની ઝડીઓ ન હોય, તો તો ગામડાંનાં છોકરાં પણ પાસે જઈને તેની દાઢી ખેંચી આવે! અરે, તેના પ્રતિસ્પર્ધી પેલા સાપ જેટલી પણ તેનામાં અક્કલ કયાં છે? એ સાપ તો ખરેખર એક અદ્ભુત કલાકાર છે. હું આટલી સુંદર છું, તેનું કારણ તેણે મને આ બધાં આકર્ષણોથી શોભાવી છે, એ જ છે. તેણે જ મને મારા વાળ ગૂંથતાં શીખવ્યું છે, તથા નખ શણગારીને મારી આંગળીઓને ગુલાબી બનાવતાં પણ! તમે નાહક અત્યાર સુધી એને ખોટી રીતે સમજતા આવ્યા છો. તે સંગીતજ્ઞ તથા પ્રેમી સત્ત્વ છે. તેની સાથે તકરાર આદરીને તમે ખરી રીતે વિજ્ઞાન અને સૌંદર્ય સાથે તકરાર આદરી છે. તેથી જ તમે આટલા દુ:ખી દુ:ખી થઈ ગયા છો. અને તમારો પરમાત્મા તો તમને મદદ કરવા સરસો ટૂંકતો પણ નથી! અને તે આવી શકે એ મને સંભવિત પણ લાગતું નથી. કારણ કે, તે જો આખા વિવ જેટલો વ્યાપક હોય, તો એ સહેજ હાલવા જાય તો આખું વિશ્વ અવકાશમાંથી ટ્યુત થઈ જાય! તો મારા વહાલા સુંદર તપસ્વી, સમજો મને ચુંબન કરો!” ઍફનુશિયસ હવે ગભરાઈ ગયો. તેને વધુ ફિકર એ વાતની પેઠી કે, આ ભીંત ઉપરની સ્ત્રી જેમ જાદુને જોરે હાલવા-ચાલવા Page #169 -------------------------------------------------------------------------- ________________ મારાથી ભાગીને કર્યાં જઈશ? ૧૫૫ બોલવા લાગી, તેમ જો પોતાના પગ તળે દટાયેલો રાજા પણ જાદુને જોરે બહાર નીકળી આવ્યો, અને પછી આ વીણાધારિણી સાથે પ્રેમચેષ્ટાઓ કરવા લાગ્યો, તો પોતાનું શું થશે? અને એટલામાં ખરેખર તેણે એક ગાઢ ચુંબનનો અવાજ સાંભળ્યો જ! જાદુ અને માયાની શક્તિઓથી અદ્ભુત અદ્ભુત ચમત્કારો સરજી શકાય છે, એ વાત તે જાણતો હતો અને તેમાં માનતો પણ હતો. પછી તો રોજબરોજ જુદી જુદી જાતના આભાસો તેને દેખાવા લાગ્યા. જુદા જુદા તત્ત્વચિંતકો આવી તાત્ત્વિક દલીલોથી જિસસ-ભક્તિની વ્યર્થતા તેને સમજાવવા લાગ્યા:– જગતમાં જે સૌંદર્ય છે, જે સુખભોગ છે, તેમને સ્વીકારી લઈ, સરજનહારની સૃષ્ટિરૂપી કલાકૃતિને સફળ બનાવવી, એ જ ખરો પુરુષાર્થ છે, ખરી કૃતાર્થતા છે; જગતને અને પોતાની જાતને, પરલોકની કોઈ અજ્ઞાત વસ્તુની ગાંડી ઝંખનામાં નકારવાં, એ મૂર્ખતા જ છે. આમ પૅનુશિયસને સતત તન અને મનની તાવણી અને સતામણી શરૂ થઈ. સેતાને તેને એક ક્ષણ પણ જંપવા દીધો નહિ. આ કબરની નીરવતા તેને માટે કોઈ મોટા શહેરની શેરીઓ કરતાં પણ વધુ અવરજવર અને ધાંધલવાળી બની રહી. ભૂતાવળો મોટે અવાજે હસ્યા કરતી, અને લાખો મલિન સત્ત્વો તેની નજર સમક્ષ બો પ્રાકૃત વ્યવહાર આચરી બજાવતાં. સાંજના તે ઝરણાને કિનારે જાય, ત્યારે ત્યાંના કાંઠા ઉપર નાચતી અપ્સરાઓ, ગાંધર્વીઓ અને કિન્નરીઓ તેને પોતાનાં નૃત્યનાં વમળમાં ખેચી જવા પ્રયત્ન કરતી, ભૂતપિશાચ તો હવે તેનાથી જરાય બીતાં નહિ. તેઓ છેક પાસે આવી તેને સંબોધતાં, અપમાનિત કરતાં, અને ટકા પણ મારતાં. એક ભૂત તો તેની કેડે બાંધેલો જનોઈ-કંદોરો જ છોડી ગયું! છેવટે તેણે પોતાના હાથ વડે કાંઈક કામકાજ કરીને, શરીરામ વડે, પોતાના મનને બીજે રોકી કાંઈક શાંત પાડવાનો વિચાર કર્યો. ઝરણા પાસે થોડાંક કેળનાં ઝાડ હતાં. ત્યાંથી તે થોડા દાંડા તોડી Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ તપસ્યા અને નિગ્રહ લાવ્યો, અને પથરા વડે તેમને કચરી, તેમના તંતુ કાઢીને પોતાની કેડનો કંદોરો બનાવવા લાગ્યો. બધાં મલિન સત્ત્વો આ જોઈ નાખુશ થયાં. તત્કાળ તો તેઓ કંઈક ઝંખવાઈને આસપાસ શાંત ઊભાં રહ્યાં. પેલી વીણાધારિણી પણ ભીંત ઉપરના પોતાના સ્થાને ચોટી રહી. પૅનુશિયસ કેળનાં થડ કચરતો ગયો, તેમ તેમ તેની હિંમત અને શ્રદ્ધા કંઈક પાછી આવવા લાગી. અધિ ૧ જાતમહેનતનો માર્ગ અપનાવવા લાગતાં જ, શરીરામને કારણે, પૅનુશિયસનું મન સ્વસ્થ થવા લાગ્યું અને તેની શ્રાદ્ધા પાછી સ્ફુરવા લાગી. શંકા-કુશંકાનાં જે જાળાં તેના મનમાં જામવા લાગ્યાં હતાં, તે પણ સાફ થવા લાગ્યાં. તેને વિચાર આવ્યો કે, શ્રદ્ધાના બળથી પોતે જરૂર પાર ઊતરી જશે— ભલે જે બાબતમાં શ્રાદ્ધા રાખીએ, તે દેખીતી તર્કબદ્ધ ન લાગતી હોય. પછી તો કેળના તંતુઓને સૂર્ય અને ઝાકળમાં પાથરવા, ઉલટાવવા તેમની કાળજી રાખવી, તેમને કોહવાઈ જતા અટકાવવા, એ કામમાં ચીવટપૂર્વક તે લાગ્યો. તે તંતુઓ આમળીને પ્રથમ તેણે પોતાનો કંદોરો બનાવી લીધો. ત્યાર બાદ તેણે બરુઓ કાપી લાવી, તેમની સાદડીઓ અને ટોપલીઓ બનાવવા માંડી. પરિણામે, કબ્રસ્તાનનો એ કમરો જાણે ટોપલીઓ ગૂંથનારની દુકાન હોય એવો બની રહ્યો. પરંતુ, હજુય પરમાત્માની કૃપા પૂરેપૂરી તેની ઉપર ઊતરી નહિ. એક રાતે તે પોતાની પાસે જ ચાલતી લાગતી વાતચીતના અવાજથી Page #171 -------------------------------------------------------------------------- ________________ અધિ ૧૫૭ જાગી ઊઠયો. તેણે આસપાસ જોયું અને કલ્પના કરી કે, એ અવાજ કબરમાં દટાયેલા પેલા મૃત રાજવીનો છે. કાનફૂ સિયાના અવાજે ઉતાવળે ઉતાવળે તે કહેતો હતો “હેલન! હેલન ! જલદી આવ, આપણે ભેગાં સ્નાન કરીએ!" એક સ્ત્રી કે જેનું માં પૅનુશિયસના કાન પાસે જ હતું, તે બોલી, “પ્રિયતમ, હું શી રીતે ઊઠું? જુઓને આ સાધુડો– .. "" અને પૅનુશિયસને અચાનક ખબર પડી કે, પોતાનો ગાલ એક સ્ત્રીની છાતી ઉપર દબાયેલો છે. પેલી વીણાધારિણીને તે તરત ઓળખી ગયો. તે સહેજ ઊંચો થયો એટલે પેલીએ ઊઠવા માટે પોતાની છાતી સહેજ ઊંચી કરી. તરત જ પૅનુશિયસ એના મધુર, ગરમ, સુગંધિત શરીરને પાછો જોરથી વળગી પડયો અને બોલ્યો— “રહે, રહે, મારી સ્વર્ગીય દેવી!” પરંતુ પેલી તો સરકીને કયારની ઉંબર ઉપર પહોંચી ગઈ હતી. તે ચંદ્રનાં કિરણમાં ચમકતા મધુર હાસ્ય સાથે બોલી - "" વાહ, હું શા માટે અહીં રહું? આવી તીવ્ર કલ્પનાશક્તિવાળા તમારે માટે તો કલ્પના-રૂપ મારો પડછાયો જ પૂરતો થઈ પડશે! ઉપરાંત, તમે મારી સાથે પાપ આચરી જ બેઠા છો! હવે અહીં રોકાઈ રહેવાનું મારે બીજું શું વિશેષ પ્રયોજન પણ છે?” પૅશિયસ તે રાત્રી દરમ્યાન ખૂબ રડયો; પછી સવાર થતાં એક નમ્ર ઠપકા જેવી પ્રાર્થના તે ગણગણ્યો— “જિસસ, મારા પ્રભુ! તમે મને કેમ વિસારી મૂકયો છે? હું કેવા ભારે જોખમમાં છું એ શું તમે જોતા નથી? હે દયાળુ ઉદ્ધારક, મને મદદ કરો! તમારા પિતા તો હવે મને જરાય ચાહતા નથી, તથા મારી એકે વાત સાંભળતા નથી; તેમની મને સહેજે પણ આશા નથી, અને મારી સમજમાં પણ કોઈ રીતે તે આવતા નથી. હવે મને તમારો જ આશરો રહ્યો છે. તમે તો સ્ત્રીને પેટે જન્મ્યા છો! હું જે પૃથ્વી ઉપર આ બધાં પ્રલોભનોમાં સિઝાતો અને શેકાતો Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ તપસ્યા અને નિગ્રહ આથડું છું, તે ધરતી ઉપર તમે ડગ ભર્યા છે. તમને પણ સેતાને લોભાવ્યા હતા. તમારા ચહેરા ઉપર પણ તે વખતે વેદનાનો પરસેવો ફૂટી નીકળ્યો હતો. એટલે હું હવે તમારું જ શરણ લઉં છું, મારા બંધુ જિસસ!” પરંતુ આ પ્રાર્થના તેણે કરી તેની સાથે જ એ કબ્રસ્તાનમાંથી એક વિકટ હાસ્ય ઊભું થયું, અને તેના કાન ફોડી નાખે એવો ભયંકર અવાજ તેને સંભળાયો-“હા-હા-હા!આ પ્રાર્થના તો માર્કસને છાજે તેવી થઈ!ૉફનસિયસ એરિયન છે! ઑફનુશિયસ એરિયન છે!” અને જેમ વીજળી પડી હોય તેમ એ સાધુ બેહોશ બની જમીન ઉપર તૂટી પડ્યો. - જ્યારે તેણે આંખો ઉઘાડી, ત્યારે તેણે પોતાની આસપાસ કેટલાક સાધુઓને જોયા. તેઓ તેના ઉપર પાણી છાંટતા હતા, પવન નાખતા હતા, કે પ્રાર્થના કરતા હતા. બહાર ઊભેલા કેટલાયના હાથમાં તાલપત્ર હતાં. તેઓમાંના એકે તેને ખુલાસો કરતાં કહ્યું, “અમે આ રણપ્રદેશમાં થઈને જતા હતા, તેવામાં આ કબરમાંથી નીકળતી કારમી બૂમો અમે સાંભળી. અંદર આવીને જોયું તો તમે જમીન ઉપર બેહોશ બનીને પડેલા હતા. જરૂર, ભૂતોએ જ તમને ગબડાવી પાડ્યા હશે; પણ અમને આવતા જોઈ, તેઓ ભાગી ગયાં લાગે છે.” પેફનુશિયસે માથું ઊંચું કરી જોયું અને ધીમા અવાજે પૂછ્યું – “તમે બંધુઓ કોણ છો? અને તમે તમારા હાથમાં તાલપત્ર કેમ રાખ્યાં છે? મારો દફનવિધિ કરવા માટે?” એરિયસ (ઈ.સ. ૨૫૬-૩૩૬) લીબિયાનો ધર્મશાસ્ત્રી હતો. તેનો સિદ્ધાંત હતો કે, ઈશ્વરે સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પહેલાં પોતાનો પુત્ર જિસસ ઉત્પનન કર્યો હતો; જે શાશ્વત પણ નથી કે તેના પિતાની સમાન પણ નથી. એથનેશિયસે (ઈ. સ. ૨૯૫-૩૭૩) આ સિદ્ધાંતનો વિરોધ કરેલો અને તે મતને નાસ્તિક ઠરાવેલો. Page #173 -------------------------------------------------------------------------- ________________ વિધ તેઓમાંના એકે જવાબ આપ્યો— .. “બંધુ, તમને ખબર નથી કે, પિતાગુરુ ઍન્થની એકસો પાંચ વર્ષના થયા છે; તથા તેમનો અંતકાળ નજીક આવ્યો છે, એવી તેમને આગાહી થઈ છે. એટલે કોલ્ડ્રિન પર્વત ઉપરથી તે પોતાનાં ધર્મસંતાનોને છેવટના આશીર્વાદ આપવા નીચે ઊતરી આવ્યા છે. અમે હાથમાં તાલપત્ર લઈ, તેમનાં દર્શનાર્થે જઈએ છીએ. પરંતુ બંધુ, આવી મોટી બીનાની તમને ખબર પણ નથી એ કેવું? આ કબ્રસ્તાનમાં કોઈ દેવદૂત આવીને તમને એ વાતની ખબર કહી ન ગયો?” “અરેરે, હું એવી કૃપાનો અધિકારી નથી. આ કબ્રસ્તાનમાં તો મલિન સત્ત્વો અને ભૂતાવળ જ રહે છે. હું ઍન્ટિનોનો મહંત પૅનુશિયસ છું; મારા કલ્યાણ માટે પ્રાર્થના કરજો; હું પરમાત્માનો અતિ હલકટ દાસ છું. "" ૧૫૯ ** “ અરે, શું તમે જ ઑફનુશિયસ પોતે છો? વાહ, તમારાં સત્કૃત્યો અને ચમત્કારોને કારણે તમે તો મહાત્મા ઍન્થનીના જ બરોબરિયા થવાના છો, એમ સૌ કોઈ માને છે. વાહ, તમે તો ગણિકા થાઈને પ્રભુને માર્ગો વાળી છે! તમે સ્તંભ ઉપર રહેતા હતા, ત્યાંથી દેવદૂતો . આવીને તમને આકાશમાર્ગે લઈ ગયા, એ બીના સ્તંભ પાસે રાતે ચોકી કરનારાઓએ નજરોનજર જોઈ હતી. તમે દેવદૂતોની શ્વેત પાંખો વચ્ચેથી હાથ લાંબો કરીને આસપાસના મોનવ નિવાસો ઉપર આશીર્વાદ વરસાવતા ચાલ્યા ગયા હતા, બીજે દિવસે તમને એ સ્તંભ ઉપર ન જોઈને ચોતરફ હાહાકાર થઈ ગયો. પરંતુ તમારા શિષ્ય લેવિયને પોતે તમારા આકાશમાર્ગ પ્રયાણની ચમત્કારી વાત સૌ કોઈને કહી સંભળાવી, અને પછી તે તમારા શિષ્યોનો મહંત બન્યો. પેલો મૂરખ પૉલ આ બધી વાતોનો વિરોધ કરવા લાગ્યો. તે એમ જ કહેતો કે, સ્વપ્નમાં તેણે બરાબર જોયું છે કે, તમને તો જ ઉપાડી ગયાં છે. લોકોએ એ સાંભળી તેના ઉપર પથરા મારવા માંડયા, અને તે Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ તપસ્યા અને નિગ્રહ જીવતો રહ્યો એ જ તેનું ભાગ્ય! મારું નામ ઝોઝિમસ છે; અને આ બધા સાધુઓનો હું મહંત છું. તો સ્તંભ ઉપરથી તમને દેવદૂતો મારફત ઉપાડાવી પરમાત્માએ આ દરમ્યાન તમારી મારફત જે જે ચમત્કારી નૃત્યો કરાવ્યાં હોય, તેની કથા તો અમને કહો!” પૅનુશિયસે જવાબમાં એટલું જ કહ્યું, “ભાઈ, તું માને છે તેમ પરમાત્માએ મારા ઉપર કશી કૃપા નથી વરસાવી; ઊલટું તેમણે તો મને ભયંકર પ્રલોભનોના ઘમસાણમાં નાખ્યો છે.” ઝોઝિમસે જવાબ આવ્યો—– “પવિત્ર પિતાજી! આપણે યાદ રાખવું જોઈએ કે, મોટામાં મોટા સંતો અને તપસ્વીઓને સૌથી આકરી કસોટીઓમાંથી પસાર થવું પડે છે. એટલે, પરમાત્માએ દેવદૂતો મારફતે તમને સ્વર્ગમાં પોતાની પાસે ભલે તેડી ન લીધા હોય; પરંતુ પરમાત્માએ એ રીતનું દર્શન તમારા પટ્ટશિષ્ય લેવિયન, બીજા સાધુઓ તથા કેટલાય લોકોને કરાવ્યું જ છે; એટલે ખરેખર તમે એ કૃપાના અધિકારી બની ચૂકયા જ છો.” પછી પૅશિયસે પણ સંત ઍન્થનીનાં દર્શને જઈ તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનો નિરધાર કર્યો. એટલે તે ઝોઝિમસ સાથે એ સાધુમંડળીની આગળ ચાલવા લાગ્યો. સાધુમંડળી સ્તોત્રો ગાતી, એ બે સેનાનીઓને અનુસરવા લાગી. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૮ સંત ઍન્થનીની વિદાય ૧ ઝોઝિમસ અને પૅનુશિયસ બંને જણ, તેમની પાછળ આવતા સાધુઓની આગેવાની લઈને, સંત ઍન્થનીનાં દર્શને જવા આગળ ચાલ્યા. રસ્તામાં પૅફનુશિયસે કહ્યું 66 ‘ઈશ્વર અદ્વિતીય – એક છે; કારણ કે, તે સત્ય છે; અને સત્ય એક જ હોય. આ જગત અનેકરૂપ છે, અને તેથી તે સત્ય છે - મિથ્યા છે. જગતના પદાર્થોની વિવિધતા સુખપ્રદ તથા આકર્ષક લાગે છે, એનો અર્થ જ એ કે, તે અનિષ્ટરૂપ છે. આ જગતના બધા આકર્ષક – લોભામણા પદાર્થોનો અર્ક હોય, તો તે મોહિની સ્ત્રી છે. એટલે જે માણસનું મન સ્રી તરફથી સીલબંધ બની રહ્યું હોય, તે માણસ જ સુખી છે.” ઝોઝિમસ તેનાં આ ઉપદેશવાકયો સાંભળી તેમના મનનચિંતનમાં પડી ગયો, અને થોડી વાર પછી બોલ્યો :~ 66 પિતાજી, તમે જે આ હાર્દિક સત્ય પ્રગટ કર્યું, તે સાંભળ્યા પછી મને મારાં પાપ અને નિર્બળતાની કબૂલત તમારી આગળ કરી લેવાનું મન થાય છે. આવી કબૂલતથી પાપ ધોવાઈ જાય છે, એવું શસ્રવચન છે. હું સાધુ થયો, તે પહેલાં બહુ દુરાચારી અને સ્વચ્છંદી હતો. મદોરા શહેર એની સ્વરૂપવતી વેશ્યાઓ માટે મશહૂર છે. ત્યાં મેં દરેક પ્રકારનો સુખભોગ માણ્યો છે. રોજ રાતે હું મારા જેવા જુવાન વિલાસીઓની સોબતમાં એ બધી રૂપસુંદરીઓ સાથે મિજબાની ઉડાવવા જતો અને પછી મને જે વધુ પસંદ પડે તેને ૧૬૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ તપસ્યા અને નિગ્રહ મારે ઘેર લઈ આવતો. મારી કામુકતાની માત્રાની તો તમારા જેવા સંત-તપસ્વીઓને કલ્પના પણ ન આવે. ટૂંકમાં કહું તો, મેં સાધ્વીઓ અને મઠની અધ્યક્ષ-માતાઓને પણ છોડી નથી. હું હંમેશાં મદ્યપાનથી મારી ઇંદ્રિયોને ઉત્તેજિત રાખતો અને આખા મદોરામાં મારા જેટલો અઠંગ ગરાડી બીજો કોઈ નહોતો. તે વખતે પણ હું ખ્રિસ્તીધર્મી હોઈ, ક્રૂસારૂઢ જિસસમાં શ્રદ્ધાવાળો તો હતો જ. ધીમે ધીમે મારી મિલકત આ બધા દુરાચારો –અત્યાચારોમાં ખલાસ થઈ ગઈ; અને મને ગરીબાઈનો ડંખ સતાવવા લાગ્યો. એ જ અરસામાં મારા આ બધા વિલાસી જીવનનો એક સોબતી ભયંકર રોગમાં સપડાયો. તેના ઢીંચણ ભાગી ગયા, તેના થથરતા અને અમળાતા હાથ તેના કાબૂમાં ન રહ્યા, અને તેની આંખો મીંચાઈ ગઈ. માત્ર વેદનાથી, તેની છાતીમાંથી, પશુના બાંધડવા જેવો અવાજ સતત નીકળ્યા કરતો. મારા ગરીબાઈના દુ:ખે મને હિતકર વિચારો તરફ વાળ્યો જ હતો; અને મારા મિત્રની રોગથી થયેલી આ દુર્દશા મેં જોઈ. આથી મને પરમાત્મા એવી કારમી સજા કરે તે પહેલાં જ મારાં પાપનું પ્રાયશ્ચિત્ત કરવાનો વિચાર આવ્યો : હું સંસાર તજીને સાધુ થઈ ગયો અને નિર્જન રણપ્રદેશમાં જઈ મેં તપસ્યા કરવા માંડી. વીસ વર્ષ થયાં હું હવે એવી શાંતિ અને નિરાંત અનુભવી રહ્યો છું, જેવી પહેલાં મારા સુખવિલાસના દિવસોમાં પણ મેં કદી નહોતી અનુભવી ! મારા શિષ્ય-સાધુઓ અને હું પણ વણકર, શિલ્પી, સુતાર અને લહિયાનું કામકાજ કર્યા કરીએ છીએ; જોકે મને લહિયા કરતાં હાથ-મજૂરીનાં કામ વધુ ફાવે છે અને ગમે છે. મારા દિવસો હવે આનંદભર્યા બન્યા છે અને મારી રાત્રિઓ ગાઢ નિ:સ્વપ્ન નિદ્રામાં વીતે છે. પરમાત્માની મારા ઉપર ખરેખર કૃપા થઈ હોય એમ મને લાગે છે, કારણ કે, મારો ઉદ્ધાર થવાની આશા, આટઆટલાં પાપ કરેલાં છે તેમ છતાં, મારા અંતરમાં સાબૂત રહી છે.” Page #177 -------------------------------------------------------------------------- ________________ સંત ઍન્થનીની વિદાય આ શબ્દો સાંભળતાં જ ઑફનુશિયસ આકાશ તરફ આંખો ઊંચી કરીને મનમાં ગણગણ્યો “આટઆટલાં પાપાચરણ કરનાર માણસ તરફ, હે પ્રભુ, તમે કૃપાદૃષ્ટિ દાખવો છો; પરંતુ તમારી બધી આજ્ઞાઓનું પાલન કરનાર મારાથી તમે વિમુખ જ રહો છો! આ તે તમારો કેવો ન્યાય?” ઝોઝિમસ અચાનક પોતાના હાથ લાંબા કરીને દૂર કશુંક બતાવતાં બોલી ઊઠયો– જુઓ પિતાજી! ક્ષિતિજની બંને બાજુએ ઊભરાતી કીડીઓ જેવાં કાળાં કાળાં ધાબાં દેખાય છે. આપણી પેઠે સંત ઍન્થનીનાં દર્શને જવા નીકળેલા સાધુઓ જ તે છે!” જ્યારે પૈફનુશિયસ અને ઝોઝિમસ સમૈયાને સ્થળે આવી પહોંચ્યા, ત્યારે તેઓએ જોયું કે, સાધુ-તપસ્વીઓનું એ લશ્કર, ત્રણ પંક્તિમાં અર્ધચંદ્રાકાર ગોઠવાઈ ગયું હતું: પ્રથમ પંક્તિમાં રણપ્રદેશના વૃદ્ધ આશ્રમવાસીઓ હતા; તેમના હાથમાં ફૂસ હતા, અને તેમની લાંબી દાઢીઓ છેક જમીન સુધી જતી હતી. બીજી પંક્તિમાં ઍફ્રેમ અને સેરાપિયાની હકૂમત હેઠળના સાધુઓ તથા નાઈલ-કાંઠાના મઠવાસીઓ હતા. તેમની પાછળ, ત્રીજી પંક્તિમાં દૂર દૂરના પર્વતોમાંથી આવેલા તપસ્વીઓ હતા. તેમના દીદાર અનોખા હતા: તપથી તેમનાં શરીર સુકાઈ કાળાં પડી ગયાં હતાં; કેટલાકે ચીંથરાંની વિચિત્ર કંથાઓ ઓઢી હતી; કેટલાકે બરુની બનાવેલી સાદડીઓ કમરે ટ્વટી હતી; તો કેટલાક તો માત્ર પોતાના શરીરના વાળથી ઢંકાયેલા દિગંબરો જ હતા! આખી મેદની એવી લશ્કરી શિસ્તથી ગોઠવાયેલી હતી કે, ઍફશિયસને પોતાની શિષ્યમંડળી શોધી કાઢતાં વાર ન લાગી. પોતાનું મેં કોઈ જોઈ ન જાય તે રીતે બરાબર ઢાંકી દઈ, તે એ મંડળી પાસે જ જઈને ઊભો રહ્યો. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ તપસ્યા અને નિગ્રહ અચાનક ચોતરફથી એક મોટો પોકાર ઊઠ્યો: “પધાર્યા! પધાર્યા!” અને તરત જ રેતીના એક મોટા ટેકરા ઉપરથી, મકારિયસ અને ઍમેથસ નામના પોતાના પ્રિય શિષ્યોના ટેકા સાથે, સંત ઍન્થની નીચે ઊતરતા દેખાયા. તે ધીમેથી ચાલતા હતા, પરંતુ તેમની દેહાકૃતિ ટટાર હતી અને તેમનામાં રહેલા ગૂઢ આધ્યાત્મિક બળની સાક્ષી પૂરતી હતી. તેમની સફેદ દાઢી તેમની છાતી ઉપર છવાયેલી હતી, અને તેમની આંખો ગરુડ જેવી તીવ્ર હોવા છતાં, તેમના મોં ઉપર એક બાળક જેવું નિર્દોષ હાસ્ય છવાયેલું હતું. સૌને આશીર્વાદ આપવા તેમણે પોતાના હાથ ઊંચા કર્યા. ઋષિ ઍન્થની – સ્વર્ગ અને નરક જેમને હથેળીમાંના ખજૂરની જેમ પ્રત્યક્ષ હતાં; મહાતપસ્વી–પર્વતની પોતાની ગુફામાંથી જે આખા ખ્રિસ્તી ધર્મતંત્ર ઉપર શાસન ચલાવતા હતા; તથા સંતશિરોમણિ-કે જેમણે શહીદોની શ્રદ્ધાને પણ દૌર્ય પૂર્યું હતું; મહાપંડિત – કે જેમણે પોતાના જ્ઞાનથી નાસ્તિકોની જીભોને ચૂપ કરી દીધી હતી:-- તેવા એ ઋષિ પોતાનાં સૌ સંતાનોને વ્યક્તિગત રીતે મળીને આશીર્વાદ આપી, તેમની અંતિમ વિદાય લેવા લાગ્યા. ઍફ્રેમ અને સેરાપિયાના મહંતોને તેમણે કહ્યું, “તમે મોટાં મોટાં સાધુ-સૈન્યોના કુશળ સેનાપતિઓ છો; તમારે માટે સ્વર્ગમાં સુવર્ણમય બખ્તર ઘડાઈ રહ્યું છે.” બુઢા પૅલેમૉનને તો તે ભેટી પડ્યા અને બોલ્યા “મારાં સંતાનોમાં સૌથી ભલા અને શ્રેષ્ઠ મારા આ સંતાનને જઓ! દર વર્ષે તે જે વટાણા વાવે છે, તેનાં ફૂલ જેવી ફોરમ તેના અંતરાત્મામાંથી મઘમઘી રહી છે.” મહંત ઝોઝિમસને તેમણે આ શબ્દોમાં સરાહ્યો “પરમાત્માની કૃપાળુતામાંથી તે કદી શ્રદ્ધા ગુમાવી નથી; તેથી પરમાત્માની શાંતિએ તારામાં ચિરંતન નિવાસ કર્યો છે. તારા Page #179 -------------------------------------------------------------------------- ________________ સંત ઍન્થનીની વિદાય ૧૬૫ દુરાચારોના ઉકરડા ઉપર તારા સદ્ગુણોનું સુંદર કમળ ખીલી રહ્યું છે!” આમ સૌને તેમણે અભિનંદન અને આશીર્વાદના શબ્દો કહ્યાં. પેફનુશિયસ તેમને પાસે આવતા જોઈ, એકદમ ઘૂંટણિયે પડ્યો. તેનું હૃદય ભય અને આશા વચ્ચે રહેંસાઈ જતું હતું. પિતાજી! પિતાજી!” ફાટી પડતા અવાજે તે રડી ઊઠ્યો; “પિતાજી, મારી મદદે ધાઓ! હું બરબાદ થઈ રહ્યો છું!– જોકે, મેં પરમાત્માને થાઈનો આત્મા સમપિત કર્યો છે; મેં એક સ્તંભ ઉપર તથા કબરની અંદરના ઓરડામાં વાસ કર્યો છે; તથા કલ્પાન્ત કરતાં ફરસ ઉપર પછડાતું અને સતત પડી રહેતું મારું કપાળ ઊંટના ઢીંચણ જેવું આંટણવાળું થઈ ગયું છે,–છતાં પરમાત્મા મારાથી વિમુખ જ રહ્યા છે પિતાજી, હવે તમે મારા ઉપર કૃપા કરો !” સંત ઍન્થનીએ કશો જવાબ ન આપ્યો. તેમણે ઍન્ટિનો મઠના સાધુઓ ઉપર પોતાની તીવ્ર નજર ફેરવી–જે નજરનો સામનો કરવાની કોઈ માણસની તાકાત નહોતી. તેમણે મૂરખરાજ કહેવાતા પૉલ ઉપર પોતાની નજર ઠેરવીને તેને પોતાની પાસે આવવા નિશાની કરી. એ ગાંડાને આટલું મહત્ત્વ અપાતું જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ સંત ઍન્થનીએ કહ્યું તમો સૌ કરતાં પરમાત્માએ આને વધુ કૃપા બક્ષી છે. બેટા પૉલ, તારી આંખો ઊંચી કર, અને સ્વર્ગમાં તને જે દેખાતું હોય તે બોલવા માંડ!” મૂરખ પૉલે આકાશ તરફ નજર ઉઠાવી; અચાનક તેનો ચહેરો દેવી પ્રભાથી ઝળકી ઊઠયો અને તેની જીભ છૂટી : “સ્વર્ગમાં મને એક સુંદર શય્યા તૈયાર થઈ રહેલી દેખાય છે. તેની આસપાસ સોનેરી તાર જળાંહળાં થઈ રહ્યા છે. ત્રણ કુંવારિકાઓ તે પથારીની ચોકી કરી રહી છે, તેથી જે જીવાત્મા માટે તે તૈયાર થાય છે, એ સિવાય બીજો કોઈ આત્મા તેની પાસે પહોંચી ન જાય.” Page #180 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ ઍફનુશિયસે માન્યું કે, એ પથારી પોતાના જ સ્વાગત માટે સ્વર્ગમાં તૈયાર થઈ રહી છે; એમ માનીને તે પરમાત્માનો મોટેથી આભાર માનવા લાગ્યો. પણ સંત ઍન્થનીએ તેને ચૂપ રહેવા ફરમાવ્યું અને પછી પૉલને આગળ બોલવા જણાવ્યું. સમાધિ અવસ્થામાં બોલતો હોય તેમ પૉલ બોલવા લાગ્યો – “ત્રણે કુંવારિકાઓ હવે મને કહે છે કે, એક સંત હવે પૃથ્વી ઉપરથી થોડા જ સમયમાં વિદાય લેશે;– તે છે, અલેકઝાંડ્રિયાનાં થાઈ! અમે તેમને આવકાર માટે આ શમ્યા તૈયાર કરી છે; કારણ કે, અમે ત્રણ તેમના ત્રણ ગુણોની મૂર્તિઓ છીએ–શ્રદ્ધા, ભીરુતા, અને ભાવના.” ઍન્થનીએ પૂછ્યું“બેટા, હવે બીજું શું તને દેખાય છે?” પૉલ ચોતરફ પોતાની શૂન્ય આંખ ફેરવવા લાગ્યો. અચાનક તેની નજર ઍન્ટિનોના મહંત પંફનુશિયસ ઉપર પડી. તેને જોતાં જ પૉલનો ચહેરો આવેશમાં આવી ગયો અને તેની આંખમાં અદૃશ્ય જવાળાઓનું પ્રતિબિંબ ઝળાંહળાં થઈ ઊઠયું. તે બોલ્યો ત્રણ પિશાચો પેલાને પકડવા માટે તત્પર થઈ ગયેલા મને દેખાય છે. તેમાંના એકના કપાળ ઉપર “ઘમંડ” નામ ડામેલું છે; બીજાના પેટ ઉપર કામવાસના’ નામ ડામેલું છે; અને ત્રીજાની છાતી, ઉપર “અશ્રદ્ધા' નામ ડામેલું છે. બસ, હવે મને કશું દેખાતું નથી.” આટલું બોલી રહેતાં જ પૉલ તેની ભાવસમાધિમાંથી પાછો પહેલાંની તેની ગાંડીઘેલી રીતભાતમાં આવી ગયો. Page #181 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર કે થાઈ ? ૧ પૅનુશિયસ માટેની આવી કારમી ભવિષ્યવાણી સાંભળીને તેના ઍન્ટિનો મઠના સાધુઓ ચિંતાભર્યા પ્રશ્નાર્થક ચહેરે સંત ઍન્થની તરફ જોવા લાગ્યા. તે જોઈ સંત ઍન્થનીએ તાકીદના સૂરે કહ્યું – પરમાત્માએ તેમનો છેવટનો ચુકાદો આપી દીધો છે; કશી ફરિયાદ કર્યા વિના તેની સમક્ષ માથું ઝુકાવો !” tr પરંતુ પૅનુશિયસના માથા પર વીજળી પડી હોય તેમ તે જડસડ થઈ ગયો : તે હવે આસપાસનું કશું દેખી કે સાંભળી શકતો નહોતો. તેના કાનમાં એક જ અવાજ રણકતો હતો: “થાઈ મરવાની તૈયારીમાં છે!” આજ સુધી આ વિચાર તેને કદી આવ્યો ન હતો! વીસ વર્ષથી મોતનું ચિંતન કર્યા કરતા આ સાધુને એ સૂઝયું જ ન હતું કે, એક દિવસ થાઈ પણ મૃત્યુ પામશે! “થાઈ મરવાની તૈયારીમાં છે! ખરેખર થાઈ આ પૃથ્વી ઉપરથી ચાલી જવાની હોય, તો પછી આ સૂર્ય, આ ફૂલ, આ ગ્રંથો – અરે આખી સૃષ્ટિ બાકી રહે તેનું શું પ્રયોજન?” અચાનક છલાંગ મારીને તે કૂદ્યો અને દોડવા લાગ્યો. તે કઈ તરફ વેગે દોડતો જતો હતો? તેને એવો કશો ખ્યાલ ન હતો; પરંતુ તેના પગ, અંત:સ્ફુરણાના દોર્યા, સીધા નાઈલ નદી તરફ જ ઊપડયા હતા. ૧૬૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા અને નિગ્રહ નદીનો આખો પ્રવાહ જાણે સઢોથી જ છવાઈ ગયો હતો. હબસીઓથી હંકારાતા એક જહાજ ઉપર તે કૂદીને ચડી ગયો અને આગળના ભાગ તરફ જઈ, બળતી આંખોએ શૂન્ય આકાશ તરફ જોતો જોતો, ક્રોધ અને શોકનો માર્યો પોકારી ઊઠયો– ૧૬૮ 9 6 “મૂરખ! મૂરખ ! હું કેવો મોટો મૂરખ છું કે, જ્યારે વખત હતો ત્યારે થાઈને મેં પ્રાપ્ત ન કરી! આખી દુનિયામાં તેના સિવાય પ્રાપ્ત કરવા જેવું બીજું શું હતું વારુ? અહા, હું કેવો ગાંડપણમાં અટવાઈ રહ્યો અને ‘ ઈશ્વર, ’ ‘મુક્તિ, શાશ્વત જીવન ’વગેરે મિથ્યા ખ્યાલોને વળગી રહ્યો! અને તેય એક વાર થાઈને નજરે નિહાળ્યા છતાં! એ સુંદરીને કરેલું એક ચુંબન લાખ લાખ શાશ્વતતાઓને પણ આંટી જાય! તેના વિના જીવનનો અર્થ જ શો? તેના વિનાનું શાશ્વત જીવન, એ તો એક શાપ જ ગણાય! અરે મૂરખા, તારા હાથમાં થાઈ આવી અને તું પરલોકનાં શ્રેયોના મૃગજળ પાછળ દોડતો રહ્યો ! ધત્ કાપુરુષ ! તેને નજરે નિહાળ્યા પછી પણ તું ઈશ્વરના ડરથી અટકી રહ્યો? ઈશ્વર, સ્વર્ગ,- એ બધું વળી શું છે? અને થાઈ આપી શકે એવા સુખના લવલેશવાળી કઈ ચીજ તેઓ આપી શકે તેમ છે? અરે મૂરખ, તારી આંખો ઉપર કોણે આવા અવળા પાટા બાંધી દીધા હતા? જેણે તને આવા પરમ સુખ પ્રત્યે અંધ બનાવ્યો, તેના ઉપર લાખ વાર લ્યાનત હજો ! અને ધારો કે, થાઈના સહવાસથી કાયમની અધોગતિ પ્રાપ્ત થવાની હોય, પરંતુ તે કિંમતેય તેના પ્રેમસુખની એક ક્ષણ પામનારો મહાલાભ જ ખાટયો ગણાય. અહા, થાઈએ હાથ પહોળા કર્યા, ત્યારે હું તેના હૃદય ઉપર કેમ ચંપાઈ ન ગયો? મારા અંતરમાંથી ઉદ્ભવેલા કયા દુશ્મન-અવાજને હું આજ સુધી અનુસરતો આવ્યો? હાય! હવે તો નરકમાં પણ સાથે લઈ જવાને માટે થાઈ સાથેના સહવાસની એક ક્ષણની સ્મૃતિય મારી પાસે નથી! એટલું ભાથું મારી પાસે હોત, તો હું ઈશ્વરને પણ બેધડક પડકારત : હે લૂખા પ્રાણી ! ભલે મારા શરીરને • . Page #183 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર કે થાઈ? ૧૬૯ નું અણુઅણુ કરીને બાળી નાખ– કાપી નાખ! મારાં બધાં હાડકાંનો તું ખાંડીને ચૂરો કરી નાખ! પરંતુ થાઈ સાથેના સુખની મારી પાસે કાયમની વસેલી યાદદાસ્ત તું નથી ખેંચવી શકવાનો! અને જ્યાં સુધી એ યાદદાસ્ત મારી સાથે હશે, ત્યાં સુધી મને હંમેશાં સુખ મળ્યા કરશે – આનંદામૃત મારા ઉપર ઝર્યા જ કરશે.” પણ હાય, હવે શું?– થાઈ તો મરવાની તૈયારીમાં છે! અરે, તેના મૃત્યુની વાત સાંભળીને જ મને પોતાને પણ મરી જવું કેટલું સહેલું લાગે છે? પણ મારા જેવો કસુવાવડથી અવતરેલો અધૂરો અધમ મનુષ્ય મૃત્યુનો સ્વાદ પણ શું માણી શકે? જેણે જીવનનો સ્વાદ માણ્યો હોય, તે જ મૃત્યુનો સ્વાદ પણ માણી શકે. “અરેરે, હું જીવન હારી ગયો! ઈશ્વર જેવી કોઈ વસ્તુ ખરેખર તો છે નહિ; છતાં મને જો તે નરકમાં કાયમની અધોગતિની સજા કરી શકતો હોય, તો હું તેવા ઈશ્વરને હવે માનવા તૈયાર છું – જેથી જીવન દરમ્યાન મેં દાખવેલી મૂર્ખતાની મને સજા થાય. હે કાળમુખા ઈશ્વર! તું જો ખરેખર હોય, તો તને છંછેડવાને માટે જ હું તારા મોં ઉપર ઘૂંકું છું; તારાથી થાય તેટલી કપરી સજા મને કર, હરામજાદા!” આટલું કહીને તે જોરથી તૂતક ઉપર ઘૂંક્યો. બીજે દિવસે ભળભાંખરું થતાં અધ્યક્ષ-માતા આલ્બિનાએ ઍન્ટિનો મઠના મહંતને આવકારતાં કહ્યું – પૂજ્ય પિતાજી, આવો, પધારો! તમે અમને ભેટ કરેલા સંતને આખરી આશીર્વાદ આપવા જ તમે વખતસર પધાર્યા છો. ઈશ્વરે કૃપા કરીને તેને પોતાની પાસે તેડાવી છે. અને દેવદૂતોએ રણપ્રદેશમાં સર્વત્ર પહોંચાડેલા તે સમાચારો તમને મળ્યા વિના તો કેમ જ રહ્યા હોય? Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ તપસ્યા અને નિગ્રહ તમે તેને પેલી કોટડીમાં પૂરીને બારણા ઉપર તમારી મુદ્રા લગાવીને ગયા, ત્યાર પછી મેં તેને નિયમિત ખોરાક-પાણી પહોંચાડ્યાં હતાં; તથા ઉપરાંતમાં તેના ધંધાવાળી સ્ત્રીઓ જેવી બંસી રાખે છે તેવી બંસી પણ મોકલાવી હતી, જેથી તે શૂન્યચિત્ત બની ન રહે, તથા મનુષ્યોના મનોરંજન અર્થે બતાવેલી કુશળતા જેટલી જ, અથવા તેથી પણ વધુ કુશળતા તે ઈશ્વર પ્રીત્યર્થે પણ દાખવે. અને એમ કરવામાં મેં ઠીક ઠીક ડહાપણ અને દીર્ધદૃષ્ટિ દાખવ્યાં હતાં, એમ મને પરિણામે જણાયું છે. કારણ કે, થાઈ એ બંસી ઉપર આખો દિવસ પરમાત્માની સ્તુતિ કર્યા કરતી; અને આસપાસની બધી સાધ્વી ઓને એમ જ લાગતું કે, જાણે સ્વર્ગના ઉપવનની કોકિલા જ નિરંતર કૂજ્યા કરે છે. આ પ્રમાણે થાઈએ સાઠ સાઠ દિવસ સુધી તપશ્ચર્યા કર્યા કરી; પછી તેની કોટડીના બારણા ઉપર તમે લગાવેલી માટીની મુદ્રા આપોઆપ ખરી પડી અને બારણું ઊઘડી ગયું. એ નિશાની ઉપરથી મને ખબર પડી કે, એના ઉપર તમે નાખેલી આકરી કસોટી પૂરી થઈ છે અને પરમાત્માએ એનાં બધાં પાપોની માફી બક્ષી દીધી છે. તે દિવસથી માંડીને થાઈને મારી બીજી સાધ્વીઓ સાથે જ સામાન્ય કામકાજ તથા પ્રાર્થનામાં મેં જોડાવા દીધી. તે દરમ્યાન પોતાની વાણી અને કૃત્યોમાં દાખવેલી નમ્રતાથી એ તેમને સૌને દૃષ્ટાંતરૂપ બની રહી. કોઈ કોઈ વાર, અલબત્ત, તે ખિન્ન બની જતી; પણ એ વાદળની ઘટા તરત જ વીખરાઈ જતી. જ્યારે મેં જોયું કે, તે શ્રદ્ધા, આશા અને પ્રેમભાવથી ઈશ્વર પ્રત્યે પૂરેપૂરી ખેંચાઈ છે, ત્યારે મેં તેની અભિનયકળાનો અને સૌંદર્યનો ઉપયોગ તેની બીજી ધર્મભગિનીઓના લાભાર્થે કરવાનું વિચાર્યું. મેં તેને ધર્મકથાઓ તથા ધર્મશાસ્ત્રોમાં આવતાં અધિકારી સ્ત્રીઓનાં વિશિષ્ટ ચરિત્રોનો અભિનય કરવાના કામે લીધી. પૂજ્ય પિતાજી, તમારું Page #185 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર કે થાઈ? ૧૭૧ તપસ્વી અંતર કદાચ આ નાટ્ય-અભિનયની વાતથી કંપી ઊઠશે; પરંતુ તમે પોતે જ જો એ બધી પવિત્ર કથાઓનો તેનો અભિનય નજરે જોયો હોત, તો પ્રભાવિત થયા વિના ન રહેત! લાંબા વખતથી હું સ્ત્રીઓના સંઘને સંભાળતી આવી છું; અને હું કદી તેઓની પ્રકૃતિની વિરુદ્ધ જવાનો પ્રયત્ન કરતી નથી. બધાં બીજોમાંથી સરખાં પુષ્પો જન્મતાં નથી; તેમ જ બધા અંતરાત્માઓના ઉદ્ધારનો માર્ગ પણ એક હોતો નથી. ઉપરાંત એ પણ યાદ રાખવું જોઈએ કે, થાઈ પૂર્ણ યૌવન- અને સ્વરૂપ- સંપન્ન હતી એ દશામાં જ ઈશ્વરને સમપિત થઈ હતી. એવું સમર્પણ અસામાન્ય કહેવાય. અરે, અત્યારે ત્રણ ત્રણ મહિનાથી તેને જે તાવ તાવી રહ્યો છે, તે પણ તેના એ સ્વાભાવિક સૌંદર્યને જરાય આંચ પમાડી શક્યો નથી! તાવ દરમ્યાન તે વારંવાર ખુલ્લા આકાશના દર્શનનું મન કર્યા કરતી, એટલે મેં રોજ સવારે તેને કૂવા નજીકના જૂના અંજીર-વૃક્ષ હેઠળ બહાર ખુલ્લામાં લઈ જવાની વ્યવસ્થા કરી છે. અત્યારે પણ તે ત્યાં જ છે. તમે મારી સાથે ત્યાં ચાલો અને તેને તમારા આખરી આશીર્વાદ આપો. કારણ કે, આજની રાત તે કદાચ નહિ દેખે!” ઍફનુશિયસ, ઉતાવળે પગલે તેમની પાછળ પાછળ વાડામ ગયો. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અંત ! થાઈને અંજીર-વૃક્ષની છાયામાં પથારી ઉપર સૂતેલી જોતાં જ પૅનુશિયસે ફાટેલા અવાજથી બૂમ પાડી — “થાઈ!” થાઈએ પોતાનાં પોપચાં ઊંચાં કર્યાં અને કીકીઓ વગરનો આંખનો સફેદ ભાગ, એ અવાજ આવ્યો તે તરફ ફેરવ્યો;— તેની આખર-ઘડી નજદીક આવી ગઈ હતી. આલ્બિનાએ પ્રભુકીર્તન કરતી આસપાસ ઊભેલી સાધ્વીઓને જરા દૂર ખસી જવા નિશાની કરી. 66 થાઈ!” પૅનુશિયસે ફરીથી બૂમ પાડી. 66 તેણે માથું ઊંચું કર્યું; તેના ફીકા હોઠમાંથી હળવો શ્વાસ નીકળ્યો : તમે પધાર્યા, પિતાજી!... તમને પેલો ઝરો યાદ છે? અને જે ખજૂર આપણે ચૂંટયાં હતાં તે? તે દિવસે, પિતાજી, પહેલી વાર મારા અંતરમાં પ્રેમ પ્રગટયો શાશ્વત જીવન માટેનો પ્રેમ.” પછી તે ચૂપ થઈ ગઈ અને તેનું માથું પાછું નીચે ઢળી ગયું. મૃત્યુ હવે તેને ઘેરી વળ્યું હતું; અને તેના કપાળ ઉપર અંતસમયની વેદનાનો પરસેવો વળ્યો હતો. એક કબૂતર કયાંકથી ઘૂઘવી ઊઠયું; અને સાથે સાથે જ કુંવારિકાઓનાં સ્તોત્રોમાં પૅફનુશિયસના નિસાસા ભળી ગયા. અચાનક થાઈ પથારીમાં બેઠી થઈ ગઈ. ફાટેલી આંખે દૂરની પર્વતમાળા તરફ હાથ કરતી તે બોલી ઊઠી ઃઃ ‘જુઓ, જુઓ! શાશ્વત પ્રભાતનાં ખીલેલાં ગુલાબ ! ” " ૧૭૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ અંત! ૧૭૩ તેના આખા ચહેરા ઉપર આછી લાલાશ છવાઈ રહી. તે જાણે ફરી પાછી સજીવન થઈ ગઈ હતી – હંમેશ કરતાં વધુ મધુર, હંમેશ કરતાં વધુ સુંદર! ઍફનુશિયસે તરત પોતાના લાંબા કાળા હાથ તેની આસપાસ વીંટાળી દીધા. હું તને ચાહું છું! તું મરી ન જતી ! સાંભળ, મારી પ્રિય થાઈ ! મેં તને છેતરી છે! હું કમતરીન મૂરખ છું! ઈશ્વર – સ્વર્ગ એ બધું મિથ્યા છે. આ ભૌતિક જીવન અને મનુષ્ય-પ્રેમ સિવાય કશું જ સાચું નથી. ઊઠ, મારી સાથે ચાલી આવ; આપણે બંને અહીંથી ભાગી જઈએ. હું તને મારા હાથમાં ઊંચકીને લઈ જઈશ! આપણે પ્રેમ કરીએ– ખૂબ પ્રેમ કરીએ! પ્રિયતમા, તારે મને એક વાર બોલ કે, “હું જીવીશ; મારે જીવવું છે.' થાઈ, થાઈ, ઊભી થા! તું મરી ન જતી; તું સુખની અમૂલ્ય ખાણ છે!” થાઈએ એની એક વાત સાંભળી ન હતી; – તેની આંખો અનંત તરફ મંડાઈ ચૂકી હતી. છેવટે તે એટલું ગણગણી – “સ્વર્ગના દરવાજા ખૂલી ગયા છે. દેવદૂતો, પેગંબરો અને સંતો મને આવતા દેખાય છે. આ બે દેવદૂતો તો મારી બહુ સમીપ આવી ગયા છે. અહા, મને ઈશ્વરનાં દર્શન થયાં!” ત્યાર બાદ એક આનંદભર્યો નિ:શ્વાસ નાંખી તે પાછી ઓશિકા ઉપર ગબડી પડી. પણ એ તેનું ખાલી ખોળિયું જ હતું. ઍફનુશિયસ તેને હતાશાના ગાઢ આશ્લેષમાં વળગી પડ્યો. વાસના, ક્રોધ અને કામભરી તેની આંખો થાઈને જાણે ભરખી રહી. આલ્બિનાએ ક્ષણમાં આ બધું સમજી જઈ ચિત્કાર કર્યો – “દૂર હઠ, નીચ પાપી!” Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તપસ્યા અને નિગ્રહ અને થાઈ પાસે જઈ અધ્યક્ષાએ હળવેથી પોતાની આંગળીઓ એ મૃત સ્ત્રીનાં પોપચાં ઉપર દાબી દીધી. ઍફનુશિયસ લથડિયું ખાતો પાછો પડયો. કુંવારિકાઓએ સ્તોત્ર આરંભ્ય, પણ અચાનક તેઓનો અવાજ તેમના ગળામાં જ રૂંધાઈ ગયો. તેઓની નજર પેલા સાધુના ચહેરા ઉપર પડી, અને તેઓ ભય-ત્રાસનાં માર્યા ચીસ પાડતાં નાઠાં – પિશાચ! પિશાચ!” અને સાચે જ ઑફનુશિયસનો ચહેરો છળી મરાય તેવો થઈ ગયો હતો. પોતાના મોં ઉપર હાથ ફેરવતાં ઍફનુશિયસને પોતાને પણ પોતાની આ વિદ્રપતાની ખબર પડી. થાઈ તરી ગઈ, એનો સાંઈ બનેલો સાધુ ડૂળ્યો! –૦ સમાપ્ત ... – Page #189 -------------------------------------------------------------------------- ________________ પરિવાર પ્રકાશને લે મિઝેરાગ્લ ઉર્ફે દરિદ્રનારાયણ અનુ. ગોપાળદાસ પટેલ ૧૨૦૦ (વિકટર હ્યુગે કૃત પ્રખ્યાત વિશ્વકથાનો સંક્ષેપ, સચિત્ર.) મેતીની માયા અનુ. ગેપાળદાસ પટેલ ૧૫૦ (નોબેલ પ્રાઈઝ-વિજેતા જોન સ્ટાઈનબેકની લખેલી લકથા “પર્લને સંક્ષિપ્ત અનુવાદ, સચિત્ર) કાતિ કે ઉત્ક્રાંતિ? અનુ. ગોપાળદાસ પટેલ ૫૦૦ (@ો કુત નવલકથા “નાઈન્ટી શ્રી વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.) કાઉન્ટ ઓફ મેન્ટેક્રિસ્ટ અનુ. ગોપાળદાસ પટેલ ૪.૦૦ (ઇતર વાચન માટે સરળ સંક્ષેપ, સચિત્ર) શ્રી મસ્કેટિયર્સ-૧ ચાને પ્રેમશૌર્યના શાહે ! અનુ. ગોપાળદાસ પટેલ ૮૦૦૦ (એલેકઝાન્ડર ડૂમા કૃત નવલકથાને સચિત્ર સંક્ષેપ) શ્રી મસ્કેટિયર્સ–ર યાને વીસ વર્ષ બાદ! અનુ. ગેપાળદાસ પટેલ ૮૦૦ (ડૂમા કૃત “વેન્ટી ઇયર્સ આફ્ટરને સચિત્ર સંક્ષેપ) શ્રી મટિયર્સ – ૩ યાને કામિની અને કાંચન અનુ. નેપાળદાસ પટેલ ૧૦૦૦ (ડૂમા કૃત “વાઈકાઉન્ટ દ બ્રાજલનને સચિત્ર સંક્ષેપ.) શ્રી મટિયર્સ-૪ ચાને પ્રેમપંક અનુદ ગેપાળદાસ પટેલ (પ્રેસમાં) [ મા કૃત “લઈઝા દ લ વાલિયેરને સચિત્ર સંક્ષેપ.] શ્રી મટિયર્સ-૫ ચાને દગા કિસીકા સગા નહિ! (પ્રેસમાં) અનુગેપાળદાસ પટેલ હૂિમા કુલ મૅન ઇન ધિ આયર્ન માસ્કને સચિત્ર સંક્ષેપ.] Page #190 -------------------------------------------------------------------------- ________________ લાફિંગ મૅન” યાને ઉમરાવશાહીનું પોત અને પ્રતિભા • અનુ॰ ગેાપાળદાસ પટેલ [વિકટર હ્યુગાની વિખ્યાત કથાના વિસ્તૃત સચિત્ર સંક્ષેપ.] ડોન ક્વિસટ સંપા॰ ગેાપાળદાસ પટેલ [સર્વાંત કૃત પ્રેમ-શૌર્યની એક અનાખી નમઁ-કથા, ચિત્ર.] લિવર ટ્વિસ્ટ ચાને એક અનાથ આળકની કહાણી ’ અનુ॰ ગેાપાળદાસ પટેલ [ડિકન્સ કૃત જાણીતી નવલક્થાના છાયાનુવાદ, સચિત્ર.] નિકાલસ નિહબી ચાને કરણી તેવી ભરી’ [ડિકન્સ કૃત નવલક્થાના વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] પિકવિક ક્લબ ચાને સૌ સારું, જેનું છેવટ સારું’ અનુ॰ ગેાપાળદાસ પટેલ [ડિકન્સ કૃત વિખ્યાત નવલકથાને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] ડીઓ ઍન્ડ સન યાને ‘તત્રંગરનું સંતાન ” અનુ॰ ગેાપાળદાસ પટેલ [ડિકન્સ કૃત નવલકથાને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] વેર અને ક્રાંતિ અનુ॰ બિપિનચંદ્ર ઝવેરી (ચાર્લ્સ ડિકન્સ કૃત વિખ્યાત નવલકથા એ ટેલ ઑફ ટૂ સિટીઝ”ના સચિત્ર સંક્ષેપ.) કુટુંબ-પરિવાર ચિંતનમણિમાળા સંપા॰ કમુબહેન પુ॰ છે!॰ પટેલ [‘ નવજીવન ’માસિકનાં વિચાર-પુષ્પાની ફુલગ્રંથણી, સચિત્ર. ] અનુ॰ ગેાપાળદાસ પટેલ ૧૦:૦૦ [શ્રી. ગુરુદૃત્ત કૃત નવલકથા ક્રુષ્ઠનના અનુવાદ. ] ૧૦૦ . ૮૦૦ સરસ્વતીચંદ્ર સંપા॰ કમુબહેન પુરુ ॰ પટેલ ૧૦.૦૦ [સાક્ષરથી ગેાવર્ધનરામ માધવરામ ત્રિપાઠી કૃત, ચાર મેટા ભાગામાં પ્રસિદ્ધ થયેલી, પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાને સરળ, વિસ્તૃત, સચિત્ર સંક્ષેપ. ] ૧૫૦ (પ્રેસમાં) ૧૨:૦૦ 3.00 અનુ॰ મુખહેન પુ॰ છે॰ પટેલ ૧૧૦૦૦ ૧૦૦ Page #191 -------------------------------------------------------------------------- ________________ મનનિકા [સંપાદક વાંચેલાં અનેક પુસ્તકાના સારરૂપ મૂળ ફકરા] મારી જીવનદૃષ્ટિ [ કેટલાક વિશ્વવિખ્યાત વિદ્વાના, વિજ્ઞાનીએ તથા સંશોધકોની પ્રેરક જીવનદૃષ્ટિ આલેખતું પુસ્તક, ફોટાઓ સહિત ] સત્યાગ્રહી બાપુ [ગાંધીજીના સત્યાગ્રહના પ્રસંગેાની રસિક વાર્તોએ, સચિત્ર.] સંપા॰ વિજયશંકર મં॰ ભટ્ટ ભારત પર ચડાઈ ગીતાનું પ્રસ્થાન સરદારશ્રીને વિનેદ સંપા॰ મુકુલભાઈ કલાથી; કલ્યાણજી વિ॰ મહેતા ૨૦૦ [બારડોલીની લડતના ૬૫ પ્રસંગેા સહિત.] મગનભાઈ દેસાઈ [ચીની આક્રમણના ખ્યાલ આપતી પુસ્તિકા, નકશા સાથે.] સંપા॰ વિજચશંકર મં॰ ભટ્ટ ૨૦૦ ૩૦મી જાનેવારી સંપા॰ રમેશ ડા॰ દેસાઈ .. [મહાભારતના યુધ્ધના મંડાણ પહેલાંની રસિક કથા.] ગીતાના પ્રબંધ [અષ્ટાદશાખ્યાયિની ગીતાના વિષયની ગાઠવણી અને રજૂઆત કેવી રીતે થઈ છે તેનું સળંગ નિરૂપણ. . મગનભાઈ દેસાઈ ૫.૦૦ [રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ – અગિયાર ફોટા-ચિત્રો સહિત. ૩.૦૦ નવી યુનિવર્સિટીઓ [યુનિના શિક્ષણ-વહીવટ અંગે માહિતી આપતી પુસ્તિકા; ગાંધીજીના ઉચ્ચ શિક્ષણને લગતા લેખ સહિત.] ગાંધીજીના જીવનમાર્ગ મગનભાઈ દેસાઈ ૨૦૦ મગનભાઈ દેસાઈ ૧૫૦ [ગાંધીજીએ જીવન-સાધનામાં આવશ્યક માનેલાં વ્રત-સાધનાની ઝણવટભરી પ્રમાણભૂત રજૂઆત.] 0.64 મિડલ સ્કૂલ : અદકેરું અંગ” મગનભાઈ દેસાઈ [અંગ્રેજી રાજ્ય હેઠળ પ્રાથમિક કેળવણીમાં અંગ્રજોએ શા હેતુથી મિડલ સ્કૂલ ’ની ફાચર મારી હતી, તેની ચર્ચા.] મગનભાઈ દેસાઈ ૧૨૫ મગનભાઈ દેસાઈ ૬.૦૦ ૧૦૦ Page #192 -------------------------------------------------------------------------- ________________ ખોરાક અને સ્વાશ્ય ઝવેરભાઈ પટેલ ૨૦૦૦ [આરોગ્ય અને રાક અંગે સમજ આપતી પુસ્તિકા...] નીલગંગાનાં નીર પુરુષોત્તમ ભેજાણી ૫૦૦૦ યુગાન્ડા જઈ વસેલા ગુજરાતી ભાવુક હૃદયમાં સ્ફરેલાં કાવ્યોનો સંગ્રહ, સચિત્ર.] સંત ક્રોસિસનું જીવનગાન અનુ. ધનજીભાઈ ફકીરભાઈ (પ્રેસમાં) (સંત ક્રાન્સિસના જીવન અને કાર્ય અંગે સમજ આપતું પુસ્તક.] તપસ્યા અને વિરહ અનુ. ગોપાળદાસ પટેલ (પ્રેસમાં) [વિખ્યાત ક્રેન્ચ લેખક આનાતોલ ક્રાંસની નવલકથા “થાઈ ને સંક્ષિપ્ત અનુવાદ.] પ્રેમાલિદાન અનુ. ગોપાળદાસ પટેલ (પ્રેસમાં) [વિકટર હ્યુગે ત નવલકથા “ટોઇલર્સ ઓફ ધ સી ને વિસ્તૃત સંક્ષેપ સચિત્ર.]. “હંચક આંક નેત્રદામ” ચાને વિષયવાસનાનું તાંડવ અનુ. ગોપાળદાસ પટેલ (પ્રેસમાં) [વિકટર હ્યુગે કૃત વિખ્યાત નવલક્થાને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] હૃદયપલટે અનુ. ગોપાળદાસ પટેલ (તૈયાર થાય છે) [ટોલ્સ્ટોય ત નવલકથા “રિઝરેકશન ને વિસ્તૃત સંક્ષેપ, સચિત્ર.] “ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ” અનુ. ગેપાળદાસ પટેલ (તૈયાર થાય છે) [દસ્તયેસ્કી કૃત વિખ્યાત નવલકથાનો વિસ્તૃત સંક્ષેપ.] આત્માધનમાળા સંપાકમુબહેન પુત્ર છે. પટેલ (પ્રેસમાં) [પ્રાચીન-અર્વાચીન મહાપુરુષનાં સુવાક્યોને સંગ્રહ.] અમરવેલ સંપા, કમુબહેન પુત્ર છે. પટેલ ૨૦૦ [દેશવિદેશના વિચારનાં સુભાષિતોને સંગ્રહ.] વિચારમણિમાળા સંપા. કમુબહેન પુછે છોક પટેલ (પ્રેસમાં) [‘સત્યાગ્રહ’ સાપ્તાહિકના બીજા વર્ષમાં રજૂ થયેલાં સુવાક્યો અને ફકરાઓને સંગ્રહ.] Page #193 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક વિષે સુપ્રસિદ્ધ ચ લેખક, નોબેલ-પ્રાઈઝ-વિજેતા ફ્રેંચ આનાતાલ ફ્રાંસ (૧૮૪૪-૧૯૨૪)ની આ ખૂબ જાણીતી નવલકથા છે. આ વાર્તાનું વસ્તુ ગીતાજીમાં (અ૦૨,૫૯) આવતું સુપ્રસિદ્ધ વાકચ છે કે, તપસ્યા- અને નિગ્રહ– પૂર્વક ઇંદ્રિયાને તેમના વિષયેાથી દૂર રાખીએ, તો તાત્પૂરતા વિષયા દૂર થયા હોય એમ લાગે, પરંતુ વિષયામાંના રસ તા કાયમ જ રહે છે. એ રસતે। વિષયાથી પર -ઉત્તમ એવા બ્રહ્મ-રસને જાણીએ તે જ દૂર થાય. -પ્રકાશકના નિવેદનમાંથી] કંસુબહેન પુ॰ છે પટેલ આ કથા એક ગણિકાના ઉદ્ધારની છેઃ ઉદ્ધારક ડૂબે છે પતિતા પાર તરી ાય છે! અધ્યાત્મ-સિદ્ધિ અને મુક્તિ કેવી ગુઢ અનુભવ-ગમ્યતા છે!. . . અંતરયામી સીતારામ’–પ્રભુ પતિતપાવન સાચા તારક છે...છતાં, નિમિત્ત બનતી વ્યક્તિ તે અભિમાન કરે તા? – આ કથા એનો જવાબ આપશે. પ્રસ્તાવનામાંથી ] મગનભાઈ દેસાઇ Page #194 -------------------------------------------------------------------------- ________________ મ.લે. આનાતોલ ફ્રાંસ (c) અનુ ગોપાળદાસ પટેલ