________________
અલેકઝાન્ડ્રિયા તરફ
૨૫ પેલાએ માથું પણ હલાવ્યા વિના જવાબ આપ્યો, “અજાણ્યા પુરુષ, મને તારું કહેવું સમજાયું નહિ; મેં તારા પ્રભુ ઈશુ ખ્રિસ્તનું નામ સાંભળ્યું નથી.”
“હું! એ તે શી વાત છે? પેગંબરોએ તેમના આગમનની જાહેરાત કરી છે; સેંકડો શહીદોએ તેમના નામનું શરણ લીધું છે; સીઝર બાદશાહે પોતે તેમની સ્તુતિ કરી છે, છતાં તમે તેમનું નામ ન જાણતા હો, એ સંભવિત નથી.”
એ વસ્તુ સંભવિત તો શું, પણ નિશ્ચિતેય છે કે, મેં એ નામ સાંભળ્યું નથી.”
ઍફનુશિયસ એ માણસનું ન માની શકાય એવું અજ્ઞાન જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો, તેમ જ સાથે સાથે દિલગીર પણ થયો.
“જો તમે ઈશુ ખ્રિસ્તને ન જાણતા હો, તો તમારા બધાં ક્રિયાકર્મ નિરર્થક છે; અને તમે કદી શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકવાના નથી, એ નક્કી જાણજો.”
પણ ક્રિયા-કર્મ કરવાં કે ન-કરવાં, એ બધું જ નિરર્થક છે; – આપણે જીવીએ કે મરીએ એના જેટલું જ!”
હું, શું? તમારે શાશ્વત જીવન પ્રાપ્ત કરવું નથી? તો પછી તમે તપસ્વીઓની પેઠે આ રણ-વેરાનમાં ઝૂંપડી બાંધીને રહો છો શું કામ? તમે નગ્ન દશામાં, સુખ-સગવડનાં કશાં સાધન વિના, કંદમૂળ ખાઈને, બ્રહ્મચર્ય પાળતા આમ રહો છો, તો જરૂર મારી પેઠે જ શાશ્વત જીવનની પ્રાપ્તિ અર્થે, ઈશ્વર-પ્રીત્યર્થે જ એ બધું કરતા હોવા જોઈએ. સ્વર્ગનાં શાશ્વત સુખ મેળવવાની આશા તમને ન હોય, તો પછી આ સંસારના સારા સારા પદાર્થોનો ત્યાગ તમે શા માટે કર્યો હોય વા?”
ભલાદમી, હું શા માટે કોઈ પણ સારી વસ્તુને તજી દઉં? હ તો મારી જાતને શાબાશી આપું છું કે, મેં પૂરેપૂરો સંતોષ આપી શકે તેવી જીવન-પદ્ધતિ શોધી કાઢી છે. બાકી કોઈ પણ વસ્તુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org