SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તપસ્યા અને નિગ્રહ સત્ત્વો છે, એમ ઍફનુશિયસ તરત જાણી જતો. તેમની સામે કુસમુદ્રા કરતાં જ તે બધી તરત ભાગી જતી. અઢારમે દિવસે તેણે તાડછાંની બનાવેલી એક તુચ્છ ઝૂંપડી દૂરથી જોઈ. આસપાસ દૂર સુધી કોઈ ગામ કે ગામડું ન હતું, અને રણના પવનથી ઊડી આવેલી રેતીમાં તે અધધધ દટાઈ ગયેલી હતી. એટલે, કોઈ પવિત્ર તપસ્વી તેમાં રહેતો હશે એમ માની, તે એ તરફ ગયો. ઓઘા જેવી તે ઝૂંપડીમાં – કારણ કે, તેને ઝાંપો કે બારણા જેવું કશું જ ન હતું,– એક ઘડો, ડુંગળીનું ઝૂમખું, અને સૂકાં પાંદડાંની પથારી –એટલાં વાનાં તેના જોવામાં આવ્યાં. એ ઝૂંપડીના તપસ્વીને મળી, તેને શાંતિ-ચુંબન કરી, તેની સાથે શાશ્વત તત્ત્વો અંગે વાર્તાલાપ કરવાના ઇરાદાથી, તે એ ઝૂંપડીની ચોતરફ ફરી વળ્યો; પણ તેના જોવામાં કોઈ ન આવ્યું. પછી સોએક ડગલાં આગળ ચાલતાં જ નદીકિનારે આસન વાળીને બેઠેલો એક માણસ તેણે જોયો. તે તદ્દન દિગંબર હતો; તેના માથાના વાળ તેમ જ દાઢી તદ્દન સફેદ હતાં; અને તેનું શરીર ઈંટ કરતાં વધુ રાતુંચોળ હતું. - પૅફનુશિયસે તપસ્વીઓ એકબીજાને મળે ત્યારે જે રીતે અભિવાદન કરે તે રીતે અભિવાદન કરતાં કહ્યું – બંધુ! તમને શાંતિ પ્રાપ્ત થાઓ! તથા સ્વર્ગના મધુર આનંદોના તમે ઉપભોક્તા બનો!” પેલાએ કંઈ જવાબ ન આપ્યો. તેને સમાધિસ્થ જાણી, ઍફનુશિયસ હાથ જોડી, ઘૂંટણિયે પડી, સૂર્યાસ્ત થતાં સુધી તેની બાજુમાં બેસી રહ્યો. છતાં પેલા ધ્યાનીને જરાય હાલતો ન જોઈ, પૈફનુશિયસે તેને કહ્યું, “પિતાજી, તમે જો હવે સમાધિમાંથી જાગ્રત થયા હો, તો મને આપણા પ્રભુ ઈશુ ખ્રિસ્તને નામે આશીર્વાદ આપશો ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004993
Book TitleTapasya ane Nigraha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, C000, & C020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy