________________
અલેકઝાન્ડ્રિયા તરફ
૨૩ પ્રવાહને દબાવતી દૂર સુધી લંબાય છે. ઇજિશ્યનોએ પોતાની અસુરપૂજાના દિવસોમાં તે ખડકોમાં જ મોટી મોટી મૂર્તિઓ કોતરેલી હતી.
ઍફનુશિયસે જંગી નક્કર ખડકમાં કોતરેલી સિફસ-મૂર્તિ* જોઈ. હજુ તે મૂર્તિમાં જૂના આસુરી ભાવો કાયમ રહ્યા હશે, એમ માની તેણે ક્રૂસ-મુદ્રા કરી અને ઈશુ ખ્રિસ્તનું નામ લીધું. તરત જ એ રાક્ષસી મૂર્તિના કાનમાંથી એક ચામાચીડિયું બહાર ઊડી જતું તેણે જોયું. પૅફશિયસને ખાતરી થઈ કે, તેણે સૈકાઓથી એ મૂર્તિમાં પેસી રહેલ આસુરી તત્ત્વને હાંકી કાઢયું છે. તેનો ઉત્સાહ હવે ઓર વધી ગયો, અને તેણે એક મોટો પથ્થર ઉપાડી એ મૂર્તિના મોં ઉપર છૂટો માર્યો.
હવે તે આગળ ચાલ્યો. એ ખીણપ્રદેશ ધીમે ધીમે સાંકડો મટી પહોળો થવા લાગ્યો, અને એક જગાએ પ્રાચીન વિશાળ નગરીના અવશેષો તેણે જોયા. એક પ્રાચીન મંદિરનું ખંડેર સ્તંભ તરીકે ગોઠવેલી સ્ત્રી-મૂર્તિઓ ઉપર ખડું હતું. એ મૂતિઓનાં માથાં સ્ત્રીઓનાં હતાં, પણ તેમના ઉપર ઊંચાં ગાયનાં શીંગડાં કોરેલાં હતાં. એ સ્ત્રીઓએ ઍફનુશિયસ તરફ જાણે એવી લાંબી પલકે જોયું કે, તે એકદમ ફીકો પડી ગયો.
આમ તેણે સત્તર દિવસ સુધી મુસાફરી કરી. એ દિવસો દરમ્યાન તેણે થોડાં કાચાં કંદ-મૂળ જ ખાધાં હતાં અને રાતે પ્રાચીન ખંડેરોમાં જંગલી બિલાડીઓ અને ઉંદરો વચ્ચે વિસામો કર્યો હતો. ત્યાં કોઈ કોઈ વાર નીચેના અર્ધા ભાગમાં મોટાં ભીંગડાં સાથેની પૂંછડીઓવાળી સ્ત્રીઓ તેને દેખા દેતી. એ બધાં નરકનાં
* ગ્રીક પુરાણ-કથાનું એક પાત્ર: માથું સ્ત્રીનું અને શરીર સિંહણનું. ઇજિપ્તમાં પિરામિડો નજીક એની જંગી મૂર્તિ છે. રસ્તે જતા વટેમાર્ગુઓને એ પ્રશ્નો પૂછે, અને જેઓ જવાબ આપી ન શકે તેમને મારી નાંખે, એવી માન્યતા હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org