________________
૨૨
તપસ્યા અને નિગ્રહ વળી ઢીલ કેવી ! થાક, ભૂખ કે તરસની પરવા કર્યા વિના સવારથી સાંજ સુધી તેણે ચાલ ચાલ કર્યું. જ્યારે ઊછળતી વિકરાળ નાઈલ નદી તેની નજરે પડી, ત્યારે સૂર્ય ક્યારનો ક્ષિતિજ ઉપર ઢળી પડયો હતો. સૂર્યના લાલ લાલ પ્રકાશમાં રાતાચોળ દેખાતા ખડકો વચ્ચે થઈને એ નદીનાં લોહી જેવાં લાલ પાણી ધસમસતાં વહેતાં હતાં.
નદીના કિનારાને જ વળગી રહી, પૅફનુશિયસ આગળ વધવા લાગ્યો. રસ્તામાં જે એકલદોકલ કે રડીખડી ઝૂંપડીઓ આવતી, ત્યાં
જઈ તે ઈશ્વરને નામે રોટી માગતો. ત્યાં અપમાન, નકાર કે ધમકીઓ જે કંઈ મળે, તે બધું એ પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લેતો. તેને લુટારુઓ કે જંગલી પ્રાણીઓની બીક લાગતી ન હતી, પરંતુ શહેરો કે ગામડાંથી દૂર રહેવાની તે ખાસ કાળજી રાખતો. કારણ કે, ઘર-આંગણામાં રમતાં છોકરાં પોતાની નજરે પડે, કે કૂવા આગળ ભૂરી સલવાર પહેરેલી પનિહારીઓ તેને જોઈ, ઘડા નીચે મૂકી, તેની સામે હસવા લાગે,– એ વાતની તેને બહુ બીક રહેતી.
તપસ્વીને ઘણી બાબતથી બીતા રહેવું પડે. ખાસ કરીને બીજા નાગરિકોનો સ્ત્રી-પુત્રાદિ સંસાર-વ્યવહાર જોઈને તેનું મન વિક્ષિપ્ત થઈ જાય તેનાથી.
આમ, તે નિર્જન માર્ગે જ પ્રવાસ કર્યા કરતો. જ્યારે સાંજ પડે અને વૃક્ષોમાં પવનનો ગુંજારવ તેને સંભાળાય, ત્યારે તે પોતાના માથા ઉપરનું ઢાંકણ આંખો ઉપર વધુ આગળ ખેંચી લાવતો, જેથી કુદરતનું મનોહર સોંદર્ય તેની નજરે ન પડે.
આમ, છ દિવસ ચાલ્યા પછી, તે સિલસિલી નામક સ્થાને આવી પહોંચ્યો. ત્યાં આગળ નદી એક સાંકડી ખીણમાં થઈને વહે છે; અને તેને બંને કિનારે મોટા મોટા ખડકોની બેવડી સાંકળ નદીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org