________________
છે સરખા જ રાઓને નિદવા
૨૬
તપસ્યા અને નિગ્રહ આપણે નિશ્ચિતપણે “સારી” કે “ખોટી' શી રીતે કહી શકીએ? પોતાની મેળે કઈ વસ્તુ સત્ કે અસત્, ન્યાયી કે અન્યાયી, સુખયુક્ત કે દુ:ખમુક્ત, સારી કે ખોટી હોય છે? આપણે પોતે વસ્તુઓને જેવી માનીએ છીએ, તેવી તે આપણને લાગે છે.”
“તો પછી તમારે મતે નિશ્ચિત સત્ય જેવું કશું જ નથી એમ? કાદવમાં આળોટતા કતરાની જેમ તમે તો અજ્ઞાનમાં સબડતા લાગો છો!”
“ભલાદમી, કૂતરાઓને નિદવા કે ફિલસૂફોને નિદવા એ બંને વાનાં સરખાં જ નિરર્થક છે. કૂતરાઓ કોણ છે કે આપણે કોણ છીએ, એ બાબતમાં આપણે શું જાણીએ છીએ?”
તો તમે પેલા શંકાવાદીઓ-અજ્ઞેયવાદીઓના પંથના છો કે શું? એ પામર અજ્ઞો ગતિ અને સ્થિતિ, સૂર્યનો પ્રકાશ કે ઘોર અંધારું, એવી બધી બાબતોનો તફાવત પણ નિશ્ચિતપણે જાણી શકાય એમ નથી માનતા!”
મિત્ર, વસ્તુતાએ હું અજ્ઞેયવાદી જ છું. તને એ મત તુચ્છકારવા લાયક લાગે છે, પણ મને એ મત પ્રશંસાપાત્ર લાગે છે. કારણ કે, દરેક વસ્તુ જુદે જુદે વખતે અને દૃષ્ટિભેદે જુદી જુદી દેખાય છે, તે વસ્તુનું પોતાનું સાચું સ્વરૂપ શું છે, એ કોણ જાણી શકે છે? આપણે વસ્તુઓનો બાહ્ય દેખાવ જ જોઈ શકીએ છીએ. અને એ જ આપણે માટે સાચો છે.”
પણ તો પછી હું એમ પૂછું છું કે, તમે ખજૂર અને ડુંગળી ખાઈને રણમાં શા માટે પડી રહો છો? આવું દુ:ખકષ્ટ વેઠવાની શી જરૂર? હું તમારા જેટલાં જ દુ:ખકષ્ટ વેઠું છું, તથા નિર્જન સ્થળે રહી સંયમી તથા નિગ્રહી જીવન ગાળું છું, પરંતુ તે તો ઈશ્વરને પ્રસન્ન કરવા તથા ભવિષ્યમાં શાશ્વત જીવન પ્રાપ્ત થાય તે માટે કરું છું. પરંતુ એવા કશા ઇરાદા વિના નાહક આવાં દુ:ખકષ્ટ વેઠવા, એ તો મૂર્ખાઈ જ કહેવાય. “શરીરનાં દુ:ખકષ્ટ આત્માની મુક્તિ માટે આવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org