________________
ભાગ્યો!
૧૫૧ જઈ ખોબા વડે પાણી પી લીધું અને થોડું ખજૂર ઉતારી તથા કમળના દાંડા ચાવી તેણે ભૂખ શમાવી.
તેણે હવે સવારથી સાંજ સુધી ફરસ ઉપર માથું ટેકવીને આડા પડી રહેવાની ઉગ્ર તપસ્યા આરંભી.
એક દિવસ તે આમ જ ઊંધે મોંએ પડેલો હતો, તેવામાં તેણે એક અવાજ સાંભળ્યો –
તું આ બધાં ચિત્રો તરફ નજર કર; જેથી તું કંઈક શીખી
શકે. ”
પેફનુશિયસે ભીંત તરફ મોં ઊચું કરીને જોયું. તેના ઉપર કોઈના ઘર-સંસારની વિવિધ-રંગી પ્રસંગો ચીતરેલા હતા. કદાચ અહીં દાટેલા રાજવીના જ હશે. ચિત્રો ઘણા પ્રાચીન સમયનાં હતાં, પરંતુ બધા પ્રસંગોને અદ્ભુત રીતે આબેહૂબ રજૂ કરતાં હતાં : રસોઇયાઓ ગાલ ફુલાવી ચૂલો ફેંકતા હતા; કેટલાક જુદાં જુદાં પ્રાણી-પંખી કાપીને ભૂજતા હતા અને રાંધતા હતા; થોડે દૂર કોઈ શિકારી બાણ વડે વધેલા હરણને ખભે લઈને આવતો હતો; એક ઠેકાણે ખેડૂતો વાવણી કરતા હતા, લણતા હતા, અને ખળામાં અનાજ ઊપણતા હતા. બીજા ચિત્રમાં સ્ત્રીઓ તંતુવાદ્યો અને બંસીઓની સંગતમાં નાચતી હતી. એક સુંદર યુવતી પારદર્શક કપડાં પહેરી વીણા વગાડી રહી હતી. તેનો કેશકલાપ સુંદર રીતે ગૂંથેલો હતો અને તેમાં ફૂલ-વેણીની મોહક રચના કરેલી હતી. તેનું મુખ અને આંખો બરાબર પોતાની સામે જ જોઈ રહ્યાં હોય એમ દેખાતું હતું, અને ઍફનુશિયસ એ ચિત્રની સજીવતા જોઈને હાડેહાડ કંપી ઊઠ્યો તથા આંખો નીચી કરી ગયો. તેણે પેલા અવાજને સંબોધીને કહ્યું –
તું મને આ ચિત્રો સામે જોવાનું શા માટે કહે છે? અલબત્ત, આ કબરમાં મારા પગ નીચેના કુવાને તળિયે કફન-પેટીમાં - પોઢેલા મૂર્તિપૂજકના જીવનપ્રસંગનાં એ ચિત્રો હશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org