________________
૧૫૦
તપસ્યા અને નિગ્રહ એટલે એકદમ તો તેને લથડિયું આવી ગયું. પરંતુ તેને આ શાપિત સ્તંભના પડછાયાથી પણ દૂર ભાગવું હતું. એટલે તે પરાણે પરાણે પણ દાંત કચકચાવીને ત્યાંથી દોડવા લાગ્યો.
આસપાસનું બધું લોક ગાઢ નિદ્રામાં પડી જંપી ગયું હતું. એટલે કોઈની પણ નજરે પડ્યા વિના તે દુકાનો, વીશીઓ, શેરીઓ, રસ્તાઓ વગેરેને પાછળ છોડી, લીબિયન ટેકરીઓ તરફ ભાગ્યો.
એક કૂતરો ભસતો ભસતો તેની પાછળ પડયો, તે છેક રણના કિનારા સુધી આવીને થોભ્યો.
છેવટે ભૂખ, તરસ અને થાકથી લગભગ મૃતપ્રાય થઈને એક પ્રાચીન વિશાળ મૃત-નગર પાસે તે આવી પહોંચ્યો. તે નગર કબરોનું જ હતું. અલબત્ત, પ્રાચીન સમયની એ કબરો મોટી ઈમારતો જેવી જ હતીપરંતુ બધી ખંડેર બની ગયેલી હતી. કોઈ ઇમારતને બારણાં તો હતાં જ નહિ; અને અંદરના કેટલાય અંધારા કમરાઓમાં છુપાયેલાં જંગલી પ્રાણીઓ અને સરીસૃપોની ચમકતી આંખો તગતગતી દેખાતી હતી. એ મૃત-નગરમાંથી પસાર થતો થતો છેવટે તે તાડના ઝુંડ વચ્ચે આવેલી અને એક ઝરણાને કિનારે ઊભેલી ઇમારત આગળ આવીને ગબડી પડ્યો. આ કબર મૂળે ઘણી ઘણી રીતે સુશોભિત હશે. જોકે અત્યારે તેને કમાડ તો હતાં જ નહિ; એટલે બહાર પડ્યાં પડ્યાં જ તેની નજરે સુશોભિત ભીંતચિત્રોવાળો એક ખંડ પડ્યો.
ઍફનુશિયસ દીદી નિશ્વાસ સાથે બોલ્યો “આ સ્થળ જ હું મારા પ્રાયશ્ચિત્ત અને તપશ્ચર્યા માટે પસંદ કરું છું.”
જમીન ઉપર જ ઘસડાતો ઘસડાતો તે એ ખંડ તરફ આગળ વધ્યો. તેના ગણસારાથી કેટલાંય સાપ-ઘો વગેરેમાં નાસભાગ મચી રહી. થાકથી લગભગ બેહોશ બનીને અઢાર કલાક સુધી તે એ કમરાના ભોંયતળ ઉપર પડી રહ્યો. ત્યાર પછી ઊઠીને તેણે ઝરણા પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org