________________
૧૪૯
ભાગ્યો! “દૂર થા શયતાન, દૂર થા! હવે મેં તને ઓળખ્યો. તું જ ઈશુ ખ્રિસ્તને પહાડના શિખરે લઈ ગયો હતો અને ત્યાં તે તેમને આખા જગતનાં સામ્રાજ્યોનો લોભ દેખાયો હતો.”
આટલું બોલતાંમાં તો તે હતાશાનો માર્યો પથ્થર ઉપર બેસી પડ્યો, અને અફસોસ કરવા લાગ્યો:
અરેરે, મને આ વાતની જરા વહેલેથી ખબર કેમ ન પડી? આંધળા, બહેરા અને લકવાથી જડસડ બનેલા જેઓએ મારામાં વિશ્વાસ મૂકયો છે, તેમનાથી પણ હું વધુ નપાવટ છું. મારો પરમાત્મા સાથેનો સંપર્ક સદંતર છૂટી ગયો છે, અને હું મલિન સત્ત્વોનો જ મળતિયો બની રહ્યો છું. હું સ્વર્ગ તરફથી આવતા કે નરક તરફથી આવતા અવાજોનો પણ વિવેક નથી કરી શકતો. હું સંતાનના સાગરીતોનો કેવો હાસ્યાસ્પદ બન્યો છું! હવે હું સમજ્યો; સેતાન જ મને અહીં લઈ આવ્યો છે! મને આ સ્તંભ ઉપર ચડાવતી વેળા, ખરી રીતે, તેણે મને કામના અને ઘમંડની ટોચે જ ચડાવ્યો છે. ઈશ્વરથી તો હું એક જ વિખૂટો પડી ગયો છું. તેમની અપકદી મને મૂંઝવી રહી છે. ઈશ્વરનું જ શરણું મારે હોવું જોઈએ, તેને બદલે તે તો મને ક્યાંય રવડતો મૂકી દૂર ભાગી ગયા છે! મારે હવે તેમની જ પાછળ પડવું જોઈએ! આ સ્તંભ-શિલા તો હવે મને બાળી-પ્રજાળી રહી છે. હું તેને છોડી જલદી ઈકવરની પાછળ જ દોડું!”
આટલું ગણગણી, તેણે નિસરણીનો દાંડો પકડી નીચે ઊતરવા માંડ્યું. તે વખતે સ્તંભની ટોચ ઉપરનું સ્ત્રી-મુખ તેની સામે જોઈ જાણે વિકટ હાસ્ય હસ્ય. પેકનુશિયસને ખાતરી થઈ ગઈ કે, પોતે અત્યાર સુધી સેતાનના અને તેનાં હથિયારોના હાથમાં જ રમી રહ્યો હતો, તથા પોતાની કાયમી અધોગતિ જ સાધી રહ્યો હતો.
જલદી જલદી નિસરણીએથી ઊતરીને તે જમીન ઉપર આવી ગયો. તેના પગ ઊભા રહેવાનું કે ચાલવાનું જાણે ભૂલી ગયા હતા;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org