________________
૧૪૬
તપસ્યા અને નિગ્રહ
""
બુદ્ધિ અને વિજ્ઞાન કરતાં કેટલાય ગણી વધુ પ્રબળ એવી બીજી શક્તિઓ છે જ, એની ના ન પાડી શકાય. “એ વળી કઈ શક્તિઓ?” કોટ્ટાએ પૂછયું. “જેમ કે, વહેમ, અજ્ઞાન અને મૂર્ખતા.
""
કોટ્ટાએ તરત જ જણાવ્યું, “ગમે તેવાં આશ્ચર્યજનક દૃશ્યોથી ખેંચાઈ જઈને કામગરા અને જવાબદાર માણસે કામકાજનો વખત જરૂર કરતાં વધારે બગાડવો ન ઘટે. માટે ચાલો, આપણે તો નહેરો તપાસવાના કામે પાછા લાગી જઈએ. તો આવજે, ભલા પૅનુશિયસ ! કોઈ વખત તું જમીન ઉપર નીચે ઊતરે અને અલેક્ઝાંડ્યા તરફ આવે, તો મને મળવા તથા મારી સાથે વાળુ કરવા જરૂર આવજે.
""
આસપાસ ઊભેલા જેમણે કોટ્ટાના આ છેલ્લા શબ્દો સાંભળ્યા, તેમણે એ શબ્દોને વિસ્તારીને ફેલાવવામાં જરાય ઢીલ કરી નહિ; અને થોડા વખતમાં જ ચોતરફ જાહેર થઈ ગયું કે, સ્તંભ ઉપરના સંતે નૌ-સેનાધિપતિ કોટ્ટાને ધર્માંતર કરાવી વિશ્વાસી બનાવી દીધો છે! કોટ્ટાએ વાળુ માટે આપેલું આમંત્રણ ઈશુ ખ્રિસ્તે શિષ્યો સાથે કરેલા છેલ્લા વાળુ સાથે સરખાવાઈને, તેનો કેવો કેવોય મહિમા ગવાવા લાગ્યો. અલબત્ત, જેઓએ એ વાતને નવી નવી વિગતો શોધી શોધીને વધારવા માંડી, તેઓ જ એ વાતોમાં માનનારા પ્રથમ શ્રાદ્ધાળુ હતા, એ કહેવાની જરૂર નથી.
*
પછી તો કોટ્ટાના રાજવૈદ્યનું તથા મહામંત્રીનું પણ ધર્માંતર સાધવામાં આવ્યું હતું, એ વાત પણ છૂપી ન રહી. લીબિયાનાં મુખ્ય દેવળોના અધ્યક્ષોએ ‘સાચી વાતો' તરીકે આ બધી વિગતોની નોંધ લીધી; કારણ કે, આ ચમત્કાર તો હજારો માણસોની રૂબરૂ જાહેરમાં સધાયો હતો.
પછી તો પૂર્વ અને પશ્ચિમના આખા ખ્રિસ્તી જગતની નજર ૉનુશિયસ તરફ વળી, અને સૌ કોઈ પોતાની ધર્મશ્રદ્ધાને આ સંતના પ્રતાપ વડે દૃઢીભૂત કરવા લાગ્યા. ઈટાલીનાં વિખ્યાત નગરોએ પોતાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org