________________
૧૪૭
ભાગ્યો! પ્રતિનિધિમંડળો એની તરફ મોકલ્યાં અને ખ્રિસ્તી ધર્મ ઉપર કૃપાદૃષ્ટિ રાખનાર પવિત્ર સિઝર કૉસ્ટંટાઈને તેને એક પત્ર લખ્યો, જે બડી ધામધૂમપૂર્વક ત્યાં લાવવામાં આવ્યો.
પરંતુ, પરંતુ,-એ રાતે, સ્તંભની આસપાસ રોજ વિકસતું જતું એ શહેર જ્યારે ગાઢ નિદ્રામાં મગ્ન હતું, ત્યારે ઍફનુશિયસને એક અવાજ સંભળાયો
ભા
!
આકાશવાણી જેવા સંભળાતા એ ગેબી અવાજે પૈફનુશિયસને સંબોધીને કહ્યું –
“તારી વાણી અને તારાં કૃત્યોથી તું વિખ્યાત તથા પ્રતાપી બન્યો છે. ઈશ્વરે તને પોતાની સુખ્યાતિ અર્થે જ ઊંચો ઉઠાવ્યો છે. તેમણે જ તને ચમત્કારો કરવા, માંદાઓને સાજા કરવા, નાસ્તિકો અને પાપીઓનો હૃદયપલટો કરવા, તથા વિવિધ ખ્રિસ્તી-પંથોને એકત્રિત કરવા પસંદ કર્યો છે.”
ઍફનુશિયસે જવાબ આપ્યો – “ઈશ્વરનું ધાર્યું થાઓ!” ગેબી અવાજે પોતાની વાણી આગળ ચલાવી –
“અત્યારનો બાદશાહ પોતાના ભાઈ કૉસ્ટંટાઈનના ડહાપણને અનુસરવાને બદલે એરિયસ અને માર્કસ જેવાના ભૂલભરેલા સિદ્ધાંતો તરફ ઢળેલો છે. તેના મહેલમાં જઈને તેને મળ! તારા ગમન સાથે જ મહેલના કાંસાના તોતિંગ દરવાજા આપોઆપ ખૂલી જશે; બાદશાહના સિંહાસન સામેના સુવર્ણજડિત ભોંયતળ ઉપર તારા ચંપલના પડઘા પડશે, અને હું તેના હૃદયનો સદંતર પલટો કરાવી શકશે. પછી તો તું એકત્રિત થયેલા અને જંપેલા આખા ખ્રિસ્તી ધર્મસંઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org