________________
કોટ્ટાનું ધમતર!
૧૪૫ કરવા જાય કે તરત લોકોને મન તે જુલમગાર બની રહે છે. ઉપરાંત, એ બધા પ્રાકૃતજનોના વહેમોથી પર થવું હોય, તો તેમને સમજવા પ્રયત્ન કરવો અને તેમને વેઠી લેવા, એ જ એકમાત્ર માર્ગ છે.”
પછી થોડું હાંફી લઈ તથા થોડું ખાંસી લઈ, તેણે પોતાના મંત્રીને ખભે હાથ મૂકી તેને લખાવ્યું –
બેટા, નોંધ કર કે, ખ્રિસ્તીઓના કેટલાક પંથોમાં વેશ્યાઓને ઉપાડી જવી અને થાંભલાઓ ઉપર વસવાટ કરવો, એ પ્રશંસનીય ગણાય છે. તું એમ પણ ઉમેરી શકે છે કે, આ બધા આચારો લિંગપૂજાના પ્રતીક છે. પરંતુ એ મુદ્દા ઉપર આપણે એ તપસ્વીને જ પૂછપરછ કરી લઈએ.”
એમ કહી તેણે પૅફશિયસ તરફ મોં ઊંચું કરીને તેને પૂછ્યું, “કેમ, પૅકનુશિયસ, તું એક વખત મારો મહેમાન બન્યો હતો એ તને યાદ હશે. તો હું પૂછું તેનો જવાબ આપ – તું આ સ્તંભ ઉપર શા માટે ચડ્યો છે, તથા ત્યાં જ શા માટે રહે છે? તારા મનમાં આ સ્તંભ કોઈ લિંગપૂજાનું પ્રતીક છે?”
પેક્નશિયસે કોટ્ટાને મૂર્તિપૂજક ગણી કાઢી, તેને કશો જવાબ ન આપ્યો; પણ તેના શિષ્ય પંડિત ફલેવિયને કોટ્ટાને કહ્યું, “માનનીય મહેરબાન, આ પવિત્ર પુરુષ આખી દુનિયાનાં પાપો પોતાની ઉપર ખેંચી લે છે તથા અનેકના રોગો મટાડે છે.”
કોટ્ટાએ તરત ડોકું ધુણાવીને પોતાના વૈદ્યને સંબોધીને કહ્યું, “જ્યુપિટરના સોગંદ, વૈદ્યરાજ! તમારા ધંધામાં આ તો તમારો કોઈ પ્રબળ હરીફ ઊભો થયો લાગે છે!”
વૈદ્ય જવાબ આપ્યો, “અમુક રોગો મારા કરતાં એ વધુ સારી રીતે મટાડી શકતો હશે એ શક્ય છે. દાખલા તરીકે, વાઇ-મૃગીનો રોગ. એ રોગનું મુખ્ય કારણ માનસિક હોઈ, આવા સાંકડા થાંભલા ઉપર રહેતા સાધુ, જરૂર, એ રોગીઓના નબળા મન ઉપર, ખલબત્તા સાથે ફરતા મારા જેવા કરતાં, વધુ તીવ્ર પ્રભાવ પાડી શકે. ત -૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org