________________
માનવ પ્રકૃતિ જો ન બદલાઈ, તો બીજું બહારનું કાંઈ બદલાય કે ન બદલાય તેથી શું ? કેળવણી સારાપણું નથી વધારતી; માત્ર ચાલાકી અને હોશિયારી જ વધારે છે. અને તેથી જ કેળવણી જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ ભ્રષ્ટાચાર અને છેતરપિડી જ જગતમાં વધતાં જાય છે, એમ તે માનતો.
રાજકારણમાં પણ તે સારા અને ખોટાની પંચાતમાં પડવાને બદલે, રૂઢિ અને પરંપરાને જ પોતાનાં માર્ગદર્શક માનીને વર્તતો અને તેમાં જ ડહાપણ માનતો.
પરંતુ ઈ. સ. ૧૮૯૫માં ફસ-કેસ આવ્યો. ફ્રેંચ લશ્કરના એક યહૂદી અમલદારે ગુપ્ત લશ્કરી માહિતી જર્મનીને વેચી હોવાનો આક્ષેપ તેના ઉપર મૂકવામાં આવ્યો. તેને સજા કરવામાં આવી અને ફ્રેંચ ગિયાનાના ‘ડેવિલ્સ આઇલૅન્ડ’ - ટાપુ ઉપર તેને દેશનિકાલ કરવામાં આવ્યો.
પરંતુ થોડા જ વખતમાં, એ અમલદારને ખોટી રીતે, બનાવટી કાગળો ઊભા કરીને જ સજા કરવામાં આવી છે, એવો પોકાર ઊઠ્યો; અને બહાદુર ફેંચ લેખક એમિલ ઝોલાએ ‘હું આરોપ મૂકું છું” (“આઈ ઍકયુઝ') નામથી લખાણ કરીને, એ બધા પયંત્ર સામે પડકાર કર્યો. અત્યાર સુધી, આનાતોલ ફ્રાંસ, ઝોલાની નવલકથાઓનો બહુ કડવો ટીકાકાર હતો. ઝોલાની શૈલીને સુરુચિનો ભંગ કરનાર માનીને, ફોજદારી ગુના કરતાં પણ વધુ કારમાં ગુના તરીકે તે તેને વખોડ્યા કરતો. એણે એક વખત તો એમ પણ લખેલું કે, ઝોલા જભ્યો જ ન હોત તો સારું થાત! પણ ડ્રેફસ-મુકદ્દમા બાબત ઝોલાએ જે વલણ લીધું, તે આનાતોલ ફ્રાંસને સાચું લાગ્યું, અને તે તરત તેના ટેકામાં ખડો થઈ ગયો.
ડ્રેફસને અન્યાય કરાવવામાં, ખ્રિસ્તી ધર્મતત્ર, લશ્કરી તંત્રને હાથમાં લઈ, પોતાની પહેલાંની સત્તા હાથ કરવા પ્રયત્ન કરેલો છે, એમ તેને લાગ્યું. અને એ વસ્તુ તેને ખતરનાક લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org