________________
એટલે તે હવે મેદાનમાં કૂદી પડ્યો અને એ અંગે તેણે ખૂબ સાહિત્ય લખી લખીને બહાર પાડવા માંડ્યું. તેની કલમની તેજસ્વિતા અને ધાર બહુ તીવ્ર બનતાં ચાલ્યાં, અને લોકોનાં વિરોધી ટોળાંની ધાંધલથી ડર્યા વિના તે જુસ્સાદાર ભાષણ ઉપર ભાષણ આપવા લાગ્યો. આમ તેણે એ મુકદ્દમાની બાબતમાં બીજાઓ સાથે મળીને ભારે જંગ આદર્યો.
છેવટે ડ્રેફસને છોડી મૂકવામાં આવ્યો તથા તેને તેની જગાએ ફરી સ્થાપિત કરવામાં આવ્યો, એટલું અહીં ઉમેરતા જઈએ.
આનાતોલ ફ્રાંસની બાબતમાં આ મુકદ્દમો તેનું જીવન પલટી નાખનાર બન્યો. કારણ કે, અત્યાર સુધી માત્ર શંકાશીલ રહેનાર
સ્કેપ્ટિક' મટી તે પોતાની કોઈ પણ શ્રદ્ધા કે માન્યતા માટે ઝૂઝનાર પક્ષકાર ચોદ્ધો બની રહ્યો; તથા પોતાનું સુખ સંભાળીને બેસી રહેનાર સ્વાર્થી વ્યક્તિવાદી મટી, પોતાના માનવબંધુની પડખે ઊભો રહી લડનાર સમાજવાદી બની રહ્યો.
અને પહેલેથી જ સામાન્ય જનતા માટે તેના અંતરમાં પ્રશંસાભાવ અને પ્રેમ ભરેલાં હતાં. અને હવે તો તે પોતાની સાહિત્યકળાને પણ ‘કળા ખાતર કળા’ની વાત તજી, દલિત-પીડિત લોકોના પક્ષમાં વાપરવા ઉત્કંઠ થઈ ગયો; અને તે સોશિયાલિસ્ટ પાર્ટીનો સભ્ય બન્યો.
સરકારે તેની કનડગત કરવામાં બાકી ન રાખી; પરંતુ તેથી જરા પણ ગભરાયા વિના તે પોતાના કામમાં મંડયો રહ્યો. લશ્કરવાદ અને સામ્રાજ્યવાદનો તે કટ્ટર દુશમન બન્યો, અને “ગોરું સંકટ’ એવું નામ દઈ, તેણે ગોરાઓના સામ્રાજ્યવાદને અને એશિયા આફ્રિકામાં તેમણે ઉપાડેલી અમાનુષી પ્રવૃત્તિને વખોડી કાઢ્યાં.
અલબત્ત, ક્રાંતિકારીઓની પ્રવૃત્તિની પણ તે ટીકા નહોતો કરતો એમ નહિ. ‘રિવૉલ્ટ ઑફ ધ એન્જલ્સ' (૧૯૧૪) એ પુસ્તકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org