________________
૫
તેણે બધી ક્રાંતિઓની સંકુચિત અને ભૂલભરેલી બાજુઓને વખોડતું સરસ રૂપક લખ્યું છે; અને ક્રાંતિ જીતે તથા પરિણામે એકને બદલે બીજી સત્તા આવે, તોપણ ખરેખર કશું બદલાતું નથી – એવું દુ:ખ તેમાં તેણે પ્રગટ કર્યું છે.
-
૪
આનાતોલ ફ઼્રાંસ સાચા અર્થમાં તત્ત્વચિંતક-વિચારક-ફિલસૂફ હતો. છતાં તે માત્ર ફિલસૂફ કરતાં કે માનવમુક્તિના પક્ષમાં લડનાર એક યોદ્ધા કરતાં પણ વિશેષ હતો – તે એક જાદૂર હતો. એક કલાકાર તરીકે જ તે તેની પેઢીમાં – તેના જમાનામાં સર્વોચ્ચ પદે બિરાજ્યો હતો.
તેની કલ્પનાશકિત એવી અદ્ભુત હતી કે, ભૂતકાળની બીનાઓને તે પોતાની કલ્પના સમક્ષ બિલકુલ તાદૃશ કરી દેતો અને પછી પોતાની અનુપમ શૈલીમાં તે એવું નિરૂપણ કરતો કે, એ બાબતમાં કોઈ તેને પહોંચી જ ન શકે. પોતાના લખાણની દરેક લીટીમાં – દરેક પાનની અંદર તે પોતાના અંતરનો સઘળો પ્રેમ અને સઘળી કાળજી રેડી દેતો. એમ ન કરવું એને જ બલ્કે તે ફોજદારી ગુના જેવો અપરાધ માનતો. માનવજાત માટે પ્રેમ, અને સંપૂર્ણ સુંદર ગદ્યલેખન, એ જ તેને માટે ધર્મરૂપ બનેલી ચીજો હતી. શૈલીને જ તે વિચારને ધારણ કરનારું અને સાચવી રાખનારું સુવર્ણ-પાત્ર માનતો. નવા વિચારો સર્જવાના હોતા જ નથી; તે બધા તો જુગજૂના ચાલ્યા આવે છે; પરંતુ તેમને નવી શૈલીમાં રજૂ કરવા, એ જ એકમાત્ર સર્જન માણસ માટે બાકી રહે છે, એમ તે કહેતો.
આનાતોલ ફ઼્રાંસે પોતાના જમાનાના કોઈ પણ લેખક કરતાં સુંદર સાહિત્ય સર્જન કર્યું છે. તેની શૈલીની અનોખી મહેક પોતાના માદક જાદુથી આપણને એક પ્રકારના ઘેનમાં નાખી દે છે. શૈલીની અંદરના સૂક્ષ્મ વિચારને પણ એ નમણો દેહ આપે છે. આમ આંતરિક સૂક્ષ્મ વિચાર અને સુંદર શૈલીનો તેને મળેલો અનોખો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org