________________
બાહ્ય દેહ, એ બે મળીને સત્ય અને સૌંદર્યનો એવો સુસંવાદ ઊભો કરે છે, જેથી તે શિવ-તત્ત્વ-સભર બની રહે છે.
૧૯૧૪માં વિશ્વયુદ્ધ આવ્યું ત્યારે તેની ઉંમર ૩૦ વર્ષની હતી, છતાં તેણે સ્વયંસેવક તરીકે નામ નોંધાવ્યું. ફ્રાંસ દેશ જેવો સુંદર સંસ્કૃતિનો ધારક દેશ પશુબળથી નારાજ થઈ રહે, એ વસ્તુ જ તેનાથી સહન થઈ શકી નહિ.
પરંતુ ન્યાય, શાંતિ અને એકત્રિત યુરોપના તેના સ્વપ્નમાંથી વર્સોઇલ્સના કરારે તેને જગાડ્યો. આખા યુરોપને લશ્કરી વિનાશમાં ધકેલનાર આફત ઊભી કરનારા લોકોના હાથમાં જ બધી લગામ પાછી આવેલી જોઈ, તેને અત્યંત નિરાશા થઈ. અને તેથી રશિયાની સામ્યવાદી ક્રાંતિ તરફ તે કંઈક આશાની નજરે નિહાળવા લાગ્યો. તેને લાગ્યું કે, એ ક્રાંતિમાં ગમે તેવી ભૂલો કે હિંસા ભર્યા હશે છતાં, એ વસ્તુ આખા યુરોપને સુધરવા અથવા મટવા માટેના પડકારરૂપ તો નીવડવાની જ. એટલે તેણે ૧૯૨૧માં પોતાને મળેલા સાહિત્ય માટેના નોબેલ પ્રાઈઝની ૪૦,૦૦૦ ફૂાંક જેટલી રકમ રશિયાના પીડિત લોકોને રાહત માટે આપી દીધી.
અલબત્ત, તેનું સામ્યવાદ-તરફી વલણ જોઈ ફ્રેચ-અકાદમીએ નૉબેલ-પ્રાઈઝ મેળવવા બદલ તેનો જાહેર સત્કાર કરવાનું માંડી વાળ્યું. પરંતુ ૧૯૨૪માં ૮૦ વર્ષની ઉંમરે તે જ્યારે ગુજરી ગયો,
ત્યારે ફ્રાંસના પ્રમુખ અને વડા પ્રધાન પણ તેની કફન-પેટી આગળ વિદાય અર્પવા સવારથી સાંજ સુધી ચાલુ રહેલા દર્શનાર્થીઓમાં જોડાયા; અને તેની સ્મશાનયાત્રા નીકળી, ત્યારે પાંચ માઈલ સુધીનો રસ્તો, પાંચથી માંડી દશ માણસ સુધીની ઘેરી પંક્તિઓમાં ધીરજપૂર્વક રાહ જોતા ઊભા રહેલા હજારો લોકોથી છવાઈ રહ્યો હતો. વિકટર હૃગોના મૃત્યુ પછી કૂસે બીજા કોઈ પોતાના સપૂતને આટલું માન આપ્યું ન હતું, કે તેને માટે આટલું કલ્પાંત કર્યું ન હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org