SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ તપસ્યા અને નિગ્રહ દેવી, એ તો નરી ક્રૂરતા કહેવાય. ઈશ્વર મને સાચી સલાહ અને માર્ગદર્શન આપે!” ઍફશિયસ રસ્તે રસ્તે ચાલ્યો આવતો હતો, એટલામાં તેણે એક હૂવર પંખીને પારધિએ રેતી ઉપર બિછાવેલી જાળમાં સપડાયેલું જોયું. તે માદા-પંખી હતું, અને તેનો નર જાળ ઉપર ઊડી ઊડીને એક પછી એક દોરીઓ કાપતો હતો. પંફનુશિયસે જોયું કે, પેલી માદા બહાર નીકળી શકે એટલું બાકોરું જાળમાં પડ્યું, ત્યાં સુધી નર-પંખી પોતાના પ્રયાસમાં મચ્યું રહ્યું. ઑફનુશિયસે આ બધું લક્ષપૂર્વક નિહાળ્યું. પોતાના સંતપણાને લીધે તેને કુદરતી બનાવો પાછળ રહેલું ગૂઢ , રહસ્ય સમજાઈ જતું; એથી આ દાખલામાં તેને લાગ્યું કે, આ જાળમાં સપડાયેલું પંખી તે ખરેખર થાઈ છે; તે પાપ રૂપી જાળમાં ફસાયેલી છે; અને નર-પંખીએ જેમ એ જાળની દોરીઓ પોતાની ચાંચ વડે તોડી નાખી, તેમ જ પોતે પણ થાઈ જે અદૃશ્ય બંધો વડે પાપમાં જકડાઈ રહી છે તે બધા, પોતાની વાણીની શક્તિ વડે, જરૂર કાપી નાખી શકશે. તેણે આ પારખાને માટે ભગવાનનો આભાર માન્યો, અને તે વડે પોતાના નિરધાર માટે ટેકો મળ્યો એમ માન્યું. પરંતુ આ શું? પેલા નર-પંખીના પગ જ હવે પોતે કાપેલી દોરીઓમાં અટવાઈ ગયા! માદાને છોડાવનારું તે નર-પંખી પોતે જ હવે એ દોરીઓમાં બંધાઈ ગયું. ઍફનુશિયસ ફરી પાછો અનિશ્ચયના વમળમાં ગળચવાં ખાવા લાગ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004993
Book TitleTapasya ane Nigraha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, C000, & C020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy