________________
૧૫
અલેક્ઝાંડિયામાં પુનરાગમન
થાઈ અને લોલિયસનો અરસપરસ માટેનો આ પ્રેમ-મોહ છ મહિના ચાલ્યો; પણ પછી ધીમે ધીમે થાઈને લાગવા માંડ્યું કે, આ છતાં તેનું હૃદય પહેલાં જેવું જ ખાલી અને એકલવાયું રહ્યું છે. લોલિયસ પણ તેને પહેલાં જેવો પ્રિય કે અસામાન્ય લાગતો મટી ગયો. એટલે લોલિયસને તજી દઈ, બીજો કોઈ પુરુષ જો દિલમાં વસે, તો તેને તે શોધવા લાગી. પછી તો તે મોજશોખ અને ભોગવિલાસના ઘમસાણમાં શહેરના તવંગર કામુકો સાથે કૂદી પડી. મંદિરોમાં નગ્ન થઈને નાચતી દેવદાસીઓવાળા ધર્મોત્સવોમાં તથા નદીમાં જલવિહાર કરવા પડતી ગણિકાઓનાં વૃંદ સમક્ષ તે પોતાના પ્રિય મિત્રો સાથે હાજર રહેતી. મૂક અભિનયવાળા ખેલો
જ્યાં થતા, તથા જ્યાં ઉરોજના માટે ઉત્સુક એવા પ્રેક્ષકો ઊભરાતા, એવાં થિયેટરોમાં પણ તે ચીવટપૂર્વક હાજરી આપતી.
થિયેટરોમાં, થાઈ, જુવાન મનુષ્યો સાથે પ્રેમમાં પડેલી દેવીઓના વસ્તુવાળાં કરુણાન્ત નાટકોમાં, નદીઓનો અભિનય તથા ચેષ્ટાઓ લક્ષપૂર્વક નિહાળતી. એ નદીઓ કઈ ચેષ્ટાઓ અને અભિનયો વડે પ્રેક્ષકોને ખુશ કરે છે, એ તેની સમજમાં આવી ગયું. એમાંથી તેને લાગ્યું કે, તે પોતે એ નદીઓ કરતાં વધુ સુંદર હોઈ, એ અભિનયો વધુ સારી રીતે કરી શકે તેમ છે. એટલે નટમંડળીઓના વ્યવસ્થાપકને મળી તેણે પોતાને એ નાટકોમાં કાંઈક કામકાજ આપવા માગણી કરી. તેની અનોખી સુંદરતા તથા સુડોળતા જોઈને તેને તરત નાટયપ્રયોગમાં એકાદ નટીકાર્ય મળી ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org