________________
અલેક્ઝાંડિયામાં પુનરાગમન શરૂઆતમાં તો પ્રેક્ષકોએ એ અજાણી નટી તરફ ખાસ કંઈ આકર્ષણ ન બતાવ્યું; પણ થોડા મહિના સુધી ઓછા મહત્ત્વના ભાગ ભજવ્યા પછી, તેની સુંદરતા અને અભિનયકુશળતાની એવી બોલબાલા થવા લાગી કે, આખું ઍન્ટિયોક શહેર તેનો અભિનય જોવા ગાંડું થતું ગયું. શાહી વહીવટદારો અને મુખ્ય નાગરિકો તો શું, પણ મજૂરો, હેલકરીઓ, ઝાડુવાળાઓ, અને ગોદી-કામદારો પણ એક ટંક ખાવાનું છોડી, નાટ્યશાળામાં પ્રવેશ મેળવવા પડાપડી કરવા લાગ્યા.
અને પછી તો કવિઓ તેની પ્રશંસાનાં કાવ્યો, ગીતો અને સ્તોત્રો રચવા તથા ગાવા લાગ્યા. જોકે, દાઢીવાળા ફિલસૂફો સ્નાનાગારો તથા વ્યાખ્યાનગૃહોમાં તેની સામે નિદાની ઝડી વરસાવવા લાગ્યા; અને ખ્રિસ્તી પાદરીઓ તેના માનાને આવતો જોઈ તરત માં ફેરવી લેતા. પરંતુ રોજ સવારે તેના મકાનનું આંગણું તેના પ્રશંસકોએ લટકાવેલી ફૂલમાળાઓથી ઊભરાઈ જવા લાગ્યુંતથા છાંટેલા લોહીથી ભીનું થઈ જવા લાગ્યું. નાણું તો તેને તેના પ્રેમીઓ તરફથી એટલાં બધું મળવા લાગ્યું કે, પછી તેને ગણવાનું બંધ કરી માપિયાથી માપીને જ સંતોષ માનવામાં આવતો. કેટલાય બુઢ્ઢા કંજૂસ બાપોએ ઉંમરભર મહેનત કરીને એકઠો કરેલો પૈસો, આમ, તેનાં ચરણોમાં ઠલવાતો ગયો.
કેટલાંક વર્ષો સુધી ઍન્ટિક-વાસીઓનાં માન-પૂજન ભોગવ્યા કર્યા પછી, થાઈને અલેકઝંડ્રિયા શહેરની મુલાકાત લેવાનું મન થયું; જેથી બાળક તરીકે પોતે એક કાળે જે નગરીમાં કંગાલિયત, ભૂખમરો અને ધૂત્કાર વેઠયાં હતાં, તે જ નગરમાં પોતાનાં દોરદમામ અને વિલાસવૈભવ દાખવી અહંતૃપ્તિ માણી શકાય.
અને એ સુવર્ણ-નગરીએ તો થાઈને અભિનંદવામાં આડો આંક વાળી દીધો ! રંગમંચ ઉપરના તેના પ્રથમ દર્શને જ લોક ગાંડું થઈ ગયું: તેના પ્રેમીઓ અને પ્રશંસકોની સંખ્યા હદ વટાવી ગઈ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org