________________
૧૦૦
તપસ્યા અને નિગ્રહ
તેમને ભ્રષ્ટ કરનારાં શરીરો અર્પવાની ભૂલ હું કરી બેઠી, તો હવે મારે પણ તેમના જેવું શરીર ધારણ કરી, તેમની વચ્ચે રહી, હંમેશ તેમના જેવી ભ્રષ્ટતામાં સાથે થવું રહ્યું.’
“આમ વિચારી યુનોઇયા પૃથ્વી ઉપર આવી, અને એક સ્ત્રીને પેટે હેલન તરીકે અવતરી. તે એવી સુંદર હતી કે, સૌ કોઈ તેની કામના કરતું. યુનોઇયાએ, એ શરીર મારફતે, માનવ સ્રીને જે કંઈ ભ્રષ્ટતા અને અત્યાચાર વેઠવા પડે તે વેઠ્યા કરવાનો નિરધાર જ કર્યા હતો; એટલે કામુક અને કઠોર પુરુષોને હાથે એ અત્યાચારો વેઠીને તેણે જગતભરની સ્ત્રીઓને વેઠવા પડતા અત્યાચારોનું પ્રાયશ્ચિત્ત કર્યું. અલબત્ત, તેને કારણે કેટલીય પ્રજાઓ અને કેટલાય વીરો બરબાદ થયાં અને હણાયાં, એ જુદી વાત.
‘છેવટે યુનોઇયા મરણ પામી: તેણે સ્કૂલ શરીર ધારણ કર્યું હોઈ, તે શરીર નાશ પામવું આવશ્યક હતું. પણ તે ફરી ફરીને નવું સ્રીશરીર ધારણ કરીને જન્મતી ગઈ અને અત્યાચારો વેઠતી ગઈ. આવું એનું પ્રાયશ્ચિત્ત નિરર્થક નહિ જાય: છેવટે તેનું એ પ્રાયશ્ચિત્ત તેનો પોતાનો તેમ જ આપણો સૌનો ઉદ્ધાર સાધશે જ, અને આપણે સૌ સ્વર્ગની અનંત શાંતિના ફરીથી ભાગી બનીશું.
""
કવિ કૅલિક્રેટસ હવે બોલી ઊઠયો, “આપણામાંનું કોઈ જાણે છે ખરું કે, અત્યારે હેલનનો અવતાર કયા દેશમાં કયા નામે કયા શરીરમાં થયેલો છે?”
ઝેનોથેમિસે જવાબ આપ્યો “એ રહસ્ય જાણનાર માણસ ખરેખર ભારે શાની હોવો જોઈએ. અલબત્ત, ખાલી શબ્દો અને પોકળ કલ્પનાઓમાં બાળકોની પેઠે રમતા કવિઓને એ જ્ઞાન હોવું સંભવિત નથી. જ!"
-
કૅલિક્રેટસ જરા છંછેડાઈને બોલ્યો, “ભાઈ, કવિઓ તો દેવોને વહાલા છે; એટલે કવિઓનું અપમાન કરીને દેવોનો અળખામણો ન બનીશ. કવિઓ તા ક્રાંતિદર્શી લોકો કહેવાય. કશી વાત તેમનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org