________________
પૂર્ણકથા - ૨
૫૯
તરફ દોરી જઈશ. જેઓ તરસ વેઠે છે, તેઓને ધન્ય છે; કારણ કે તેઓને સ્વર્ગના ફુવારાઓનું જળ પીવા મળશે. જેઓ અહીં રડે છે, તેઓને ધન્ય છે; કારણ કે, હું તેઓનાં આંસુ ઇજિપ્તની સ્ત્રીઓના બુરખાના કરતાં પણ વધુ બારીક કાપડથી લૂછીશ !'
66
આ કારણે ગરીબો ઈશુને ચાહવા લાગ્યા અને અનુસરવા લાગ્યા. પરંતુ તવંગરો તેને ધિક્કારવા લાગ્યા; કારણ કે, તેમને ડર લાગ્યો કે, ઈશુ ગરીબોને તેમના કરતાં ઊંચા બનાવશે. તે જમાનામાં કિલયોપેટ્રા અને સિઝર આ પૃથ્વી ઉપર સત્તા ભોગવતાં હતાં. તે ઈશુને ધિક્કારતાં હતાં; અને તેમણે ન્યાયાધીશોને અને પુરોહિતોને હુકમ કર્યો કે, ઈશુને મારી નાંખો! ઇજિપ્તની એ મહારાણીના હુકમનું પાલન કરવા માટે સીરિયાના રાજવીઓએ ઊંચા પર્વત ઉપર ફૂસ ખોડયો અને ઈશુને તેના ઉપર ચડાવી દીધો. પરંતુ સ્ત્રીઓએ ઈશુના શબને નવરાવીને દાટી દીધું. પછી રાજકુમાર ઈશુ કબરનું બારણું તોડી સ્વર્ગમાં પોતાના પિતા મહા-પ્રભુ પાસે ચાલ્યા ગયા.
“અને તે દિવસથી માંડીને, ઈશુની આ વાર્તામાં જેઓ વિશ્વાસ રાખે છે, તે બધા પણ સ્વર્ગે જાય છે.
“ત્યાં મહા-પ્રભુ પોતાના હાથ લાંબા કરી તેમને આવકારે છે; અને કહે છે ‘તમે સૌ મારા પુત્ર રાજકુમાર ઈશુને ચાહો છો, માટે તમને હું આવકારું છું; આવો, અને સ્નાન કરી તમારે માટે મેં તૈયાર રાખેલું આ ભોજન જમવા બેસી જાઓ!'
“સુંદર સંગીતના સૂરો સાંભળતા સાંભળતા તે બધા પછી સ્નાન કરી લે છે, અને ભોજન કરવા બેસી જાય છે. તે વખતે સુંદર અપ્સરાઓ તેમની સામે નાચતી હોય છે. તેઓ કદી પૂરી ન થતી એવી સુ-વાર્તાઓ ત્યાં સાંભળ્યા કરે છે. તે બધાં મહા-પ્રભુને આંખની કીકીઓ કરતાં વધુ વહાલાં છે; કારણ કે, તેઓ મહા-પ્રભુનાં પ્રિય મહેમાનો છે; અને તેઓને તેમના સુંદર શેતરંજીઓવાળા રાજમહેલમાં રહેવાનું મળશે, તથા તેમના બગીચાનાં દાડમ ખાવા મળશે. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org