________________
૧૨
પૂર્વકથા – ૨
૧
થાઈ સાત વર્ષની થઈ એટલે અહમસે તેને ઈશ્વર વિષે વાતો કહેવા માંડી:
મહા-પ્રભુ સ્વર્ગમાં પોતાના બગીચાનાં ઝાડો હેઠળ અંત:પુરના તંબૂઓમાં રહે છે. તે સનાતનમાં સનાતન છે અને આ દુનિયા કરતાં ઘણા ઘણા પુરાણા છે. તેમને એક જ દીકરો હતો—રાજકુંવર ઈશુ. તેને તે ખૂબ ચાહતા; કારણ કે, સૌંદર્યમાં તે રાજકુમાર કુંવારિકાઓ અને દેવદૂતોને પણ ટપી જતો. મહા-પ્રભુએ રાજકુંવર ઈશુને એક વખત કહ્યું —
<c
‘મારા અંત:પુરને, મારા રાજમહેલને, મારાં ખજાર વૃક્ષોને અને વહેતાં ઝરણાંને તજીને તું નીચે પૃથ્વી ઉપર જા, અને મનુષ્યોનું કલ્યાણ કર. ત્યાં હું નાના બાળક જેવો તથા ગરીબોમાં પણ ગરીબ થઈને રહેજે. દુ:ખ-કષ્ટ એ જ તારી રોજની રોટી બનશે; અને તું એટલું બધું રુદન કરશે કે, તારાં આંસુઓની નદીઓ વહેશે, જેમાં થાકેલા ગુલામો સ્નાન કરીને રાજી થશે. જા, મારા પ્રિય પુત્ર!'
“રાજકુમાર ઈશુ તો મહા-પ્રભુનો હુકમ થતાં જ ચાલી નીકળ્યો અને પૃથ્વી ઉપર ભૂડિયા દેશના બેથલેહેમ ગામે આવી પહોંચ્યો. ત્યાં તેને ઘણા સાથી-સોબતી થયા. ખેતરોમાં અને ફૂલ-ઝાડ વચ્ચે ફરતાં ફરતાં તે પોતાના સાથીઓને કહેતો ~
““ જેઓ અહીં ( જીવતાં) ભૂખમરો વેંઠે છે, તેઓને ધન્ય છે; કારણ કે, હું તેઓને (મૃત્યુ બાદ) મારા પિતાજીના પીરસેલા ભાણા
૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org