________________
૩૪
તપસ્યા અને નિગાહ એક ગુલામે દરવાજો ઉઘાડ્યો. પણ મીનાકારીના ઊમરા ઉપર ખુલ્લા પગે ઊભેલા એક કંગાળ માણસને જોઈ, તેણે તરત તુચ્છકારપૂર્વક કહ્યું,–“હરામજાદા, બીજે ક્યાંક જઈને ભીખ માગ. અહીંથી ભાગ, નહિ તો પૂંછડા પર દંડો પડ્યો જાણ!”
ભાઈ, તું મને તારા માલિક નિસિયાસ પાસે લઈ જા, એટલી જ મારી માગણી છે.”
એ સાંભળી, પેલા ગુલામે પહેલાં કરતાં પણ વધુ ગુસ્સે થઈને કહ્યું, “મારા માલિક તારા જેવા રખડુ કૂતરાને મળવા નવરા નથી, સમજ્યો?”
બેટા, હું કહું છું તેમ કર; તારા માલિકને જઈને કહે કે, હું તેમને મળવા માગું છું.”
જવાબમાં પેલાએ તો ગુસ્સામાં આવી જઈ, પોતાનો દંડો ઉગામી સીધો તેને ફટકારી દીધો. ઑફિશિયસે પોતાના હાથ છાતી ઉપર અદબ વાળીને જ રાખેલા હોવાથી, એ ફટકો તેના મોં ઉપર જ વાગ્યો. પારાવાર વેદના થતી હોવા છતાં, ઑફનુશિયસે નમ્રતાથી એટલું જ કહ્યું
“બેટા, હું કહું છું તે પ્રમાણે કર.”
મારની પણ જેને પરવા નથી એવો આ માણસ તે કોણ હશે, એવા ડરથી ધ્ર જતો પેલો દરવાન તરત જ પોતાના માલિકને ખબર આપવા દોડ્યો.
નિસિયાસ હમણાં જ સ્નાન પરવારીને બહાર આવ્યો હતો. બે સુંદર ગુલામડીઓ તેના ખુલ્લા શરીરને કશીક ખરબચડી વસ્તુથી ઘર્ષણ કરતી હતી. નિસિયાસ પ્રસન્ન ચહેરાવાળો માણસ હતો તથા તેના મોં ઉપર માયાળુતા મિશ્રિત કંઈક હળવા કટાક્ષની રેખા વિલક્ષ્યા કરતી. ઍફનુરિયસને જોતાં જ તે ઊઠીને ઊભો થયો અને તેને ભેટી
પડવા હાથ પહોળા કરી, આગળ આવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org