SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ નિસિયાસ ઍફનુશિયસ હવે ઝડપી પગલે આગળ વધવા માંડ્યો. દસ વર્ષ બાદ અલેકઝાધ્યિામાં આવતો હોવા છતાં, તે આ શહેરના એકેએક પથ્થરને પિછાનતો હતો. એ દરેક પથ્થર જાણે તેના એક એક પાપની યાદ તેને આપતો હતો. સેરાપિસનું મહામંદિર ડાબી બાજુએ મૂકી, તે મોટી મોટી મહેલાતોથી શોભી રહેલા રસ્તા ઉપર થઈને આગળ ચાલ્યો. એ મહેલાતોની આસપાસના બગીચાઓનાં પુષ્પોથી એ રસ્તો મહેક મહેક થઈ રહ્યો હતો, અને તેમનાં અધ-ઉઘાડાં દ્વારોમાંથી આરસના ચબૂતરાઓ ઉપર ઊભાં કરેલાં કાંસાનાં મનોહર પૂતળાં દેખાતાં હતાં. આ એકાંત આવાસોને બહારનો કશો અવાજ કે ઘોંઘાટ પજવી શકે તેમ નહોતું. એ બધી મહેલાતોની અપેક્ષાએ કંઈક નાની પણ સુંદર સુઘટિત સ્તંભોવાળી અને સુપ્રમાણ એવી એક મહેલાત આગળ આવીને તે ઊભો રહ્યો. આસપાસથી તેને પ્લેટો, સૉક્રેટિસ, ઍરિસ્ટોટલ, એપિકયુરસ, ઝેનો વગેરેનાં કટી-લગ પૂતળાંથી સુશોભિત કરવામાં આવી હતી. ઍફનુશિયસ બારણા ઉપર મોગરીથી ટકોરો મારી, બારણું ઊઘડે તેની રાહ જોતો પેલા ફિલસૂફોનાં પૂતળાં તરફ જોઈને ગગણ્યો: આ જૂઠા ઋષિઓની ધાતુની મૂર્તિઓ બનાવી તેમને પ્રતિષ્ઠા આપવી, એ નરી મિથ્યા પ્રવૃત્તિ છે. એ લોકોએ પ્રવર્તાવેલાં જૂઠાણાં કેવળ બુદ્ધિભ્રંશ કરાવે છે, અને તેઓના આત્મા નરકમાં અધોગતિ પામેલા છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004993
Book TitleTapasya ane Nigraha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, C000, & C020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy