________________
૩૨.
તપસ્યા અને નિગ્રહ - ઑફિનુસિયસે હાથ વડે એ બુઠ્ઠીના માથા ઉપર તેનાં પાપોની વસૂલાત (ઈશુ ખ્રિસ્તના બલિદાન દ્વારા) થયેલી હોવાની મુદ્રા કરી અને કહ્યું, “ઈશ્વરનો જય!” - પરંતુ ત્યાંથી તે ભાગ્યે વીસેક ડગલાં આગળ વધ્યો હશે, તેવામાં છોકરાંઓનું એક ટોળું તેનો હુરિયો બોલાવતું અને તેના ઉપર પથરા ફેંકતું તથા કિલકારીઓ કરવું તેની પાછળ પડ્યું -
હરામજાદો સાધુડો! દાઢીવાળો બકરો ! કાળમુખો વાનર!”
અલ્યા તેને ઝાડે લટકાવી તેના મડદાનો ચાડિયો બનાવી દો. એટલે પંખીઓ ડરીને વાડીનાં ફળ ખાવા ન પેસે!” બીજું ટોળું બોલ્યું.
જો જો અલ્યા એમ કરતા! એ અક્કરમી જ્યાં હશે ત્યાં કરા વગેરેના ઉપદ્રવો જ ખેંચાઈ આવશે. તેને તો ગીધ-કાગડાને ફાડી ખાવા નાખી દો !” ત્રીજું ટોળું બોલ્યું.
“ભગવાન આ છોકરાંનું કલ્યાણ કરો!” ઑફનુશિયસ ગણગણ્યો; અને પછી પોતાને રસ્તે આગળ વધ્યો. તેને વિચાર આવ્યો, “પેલી બુઠ્ઠીએ મારું પૂજન કર્યું અને આ છોકરાં મારો તિરસ્કાર કરે છે. એક જ વસ્તુને માણસો પોતપોતાની સાચી-ખોટી દૃષ્ટિ પ્રમાણે કેવી જુદી જુદી જુએ છે! એ દૃષ્ટિએ આ બધા આસ્તિક ગણાતા મૂર્તિપૂજકો કરતાં પેલો નાસ્તિક ટિમોકિલસ વધુ સારો નહિ? કારણ કે, આ લોકો તો, પોતે જ સાચા અને બીજા બધા ખોટા, એમ માનીને વર્તે છે; ત્યારે પેલો તો એમ માનીને ચાલતો હતો કે, પૂરું સત્ય કોઈથી જાણી શકાતું નથી, માટે દરેક જણે પોતાનું સત્ય બીજા ઉપર ઠોકી બેસાડવા પ્રયત્ન કરવો ખોટો છે. ખરે જ, આ જગતનાં માન-પાન બધું મિથ્યા જ છે – ક્ષણભંગુર છે: એકલો ઈશ્વર જ અવિચળ – અવિનાશી છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org