________________
થિયેટરમાં “પરંતુ, સ્ત્રી વળી પુરુષને સુખેય કયાં આપે છે? એ તો નર્યો ખેદ, કલેશ અને કાળી ચિંતાઓ જ આપે છે. આપણાં કારમાં અનિષ્ટોનું મૂળ કારણ સ્ત્રીનો પ્રેમ જ છે. જો સાંભળ, હું જ્યારે જવાન હતો ત્યારે ટ્રોઝેન તરફ પ્રવાસે ગયો હતો, ત્યાં એક જાતની મેંદીનું ઝાડ થાય છે, જેનાં પાન ઉપર અસંખ્ય છિદ્રો હોય છે. તેની કહાણી એવી છે કે, પોતાના ભાઈ પ્રત્યે અનુચિત પ્રેમ દાખવનારી ફિડા રાણી એ ઝાડ નીચે આવીને બેસતી અને પોતાનો કંટાબાભર્યો દિવસ પૂરો કરતી. તે વખતે સૂતી સૂતી તે, મનોરંજન અર્થે, પોતાના માથાના વાળમાંની સોનાની સોય કાઢી તે વડે આ ઝાડનાં પાનમાં કાણાં કર્યા કરતી. પછી પોતાના ભાઈને પોતાના અનુચિત પ્રેમથી બરબાદ કર્યા બાદ, તે પોતે પણ, નવોઢા માટે સજાવેલા શયનખંડમાં હાથીદાંતની એક ખીંટીએ પોતાનો સોનાનો કંદોરો ભેરવી, તેનો ફાંસો ખાઈને મરી ગઈ. તે દિવસથી આ મેંદીના વૃક્ષને નવાં પાન હજારો કાણાં પડેલી સ્થિતિમાં જ ફૂટે છે. મેં એ ઝાડનું એક પાન તોડી લીધું હતું. હું તે પાનને મારી પથારીને ઓશિકે મૂકી રાખું છું; જેથી, એના ઉપર નજર પડતાં જ સ્ત્રી પ્રત્યેનો કામાગ્નિ આપણી શી વલે કરે છે, એ યાદ આવ્યા કરે. ત્યારથી મેં એપિકયુરસના* સિદ્ધાંતનું શરણ લીધું છે અને હું દુ:ખ પરિણામી બધાં સુખોથી બચતો રહું છું.”
ઍફનુસિયસે પૂછયું, “ભાઈ ડોરિયન, તો તું હવે કયાં સુખો પસંદ કરે છે વારુ?”
* એક ગ્રીક ફિલસૂફ (ઇ. સ. પૂ. ૩૪૨ – ૨૭૦). સુખ ભોગવવું એ તેનો સિદ્ધાંત હતો; પરંતુ જે સુખ પરિણામે દુ:ખ આપે, એ સુખ તે વર્જ્ય ગણાવતો. આમ સુખવાદી હોવા છતાં, ઘણાં સુખો, તેના સિદ્ધાંત અનુસાર વર્ષ ગણાતાં હોઈ, તેના અનુયાયીઓ ચાલુ અર્થમાં વિલાસી ન હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org