________________
રંગમંચ ઉપર
૪૯ દાન ચડાવવામાં આવે એવી તેની ઇચ્છા છે. હે ગ્રીકો! એ વીરના પ્રેતાત્માને તૃપ્ત કરો, જેથી તે પાતાળલોકમાં સુખેથી રહે.”
પણ ઍગમેગ્નૉન પોલિકસેનાની બહેનનો પ્રિયતમ હતો. તેણે દલીલ કરી કે, પ્રિયામના વંશ ઉપર ઘણીય આફતો પડી છે; હવે તેના વંશનાં માણસોને ખમા કરવી જોઇએ – રાહત મળવી જોઈએ.
અલિસીસે પોલિકસેનાની બહેનની શધ્યાને ઍકિલીઝના ભાલાને બદલે વધુ વહાલી ગણવા બદલ ઍગમેગ્નૉનને ઠપકો આપ્યો.
બધા ગ્રીકોએ, પોતાનાં આયુધો ખખડાવીને, યુલિસીસના મતને ટેકો આપ્યો. એટલે પોલિકસેનાનું બલિદાન આપવાનું નક્કી થયું અને ઍકિલીઝનો પ્રેતાત્મા સંતુષ્ટ થઈ ચાલ્યો ગયો. સંગીત પણ આ બધાં પાત્રોના વિચારોને વ્યક્ત કરતું હોય તેમ ઊંચા-નીચા સૂરોથી સાથ આપવા લાગ્યું.
ઍફનુશિયસ આ જોઈ ધૃણાપૂર્વક બોલી ઊઠ્યો, “અહા! મિશ્યા દેવ-દેવીઓને પૂજનારા આ ગેર-ખ્રિસ્તી લોકો કેવા ક્રૂર હતા, એ આ દંતકથા ઉપરથી જણાય છે.”
“બધા ધર્મપંથો આવા આવા લોહી-ખરડયા ગુનાઓને જ જન્મ આપે છે. આમાં તો એપિકયુરસ જ, ગ્રીક હોવા છતાં, ડાહ્યો નીકળ્યો, કે જેણે માણસોને અજ્ઞાત ભયો અને મિથ્યા વહેમોમાંથી ઉગારી લીધા -” એમ ડોરિયન પોતાનું ડહોળવા લાગ્યો.
પરંતુ એટલામાં જ મંચ પર પોલિકસેનાની માતા હકૂબા, ચીંથરેહાલ દશામાં, પોતાના માથાના શ્વેત કેશ ફગફગાવતી, પોતાને જે તંબૂમાં કેદ રાખવામાં આવી હતી ત્યાંથી બહાર નીકળી આવી. તેને સ્વપ્નમાં એવી આગાહી મળી હતી કે, તેની પુત્રીને અને તેને પોતાને માથે આફત છે. તેની પુત્રીનું બલિદાન ચડાવી દેવામાં આવશે.
યુલિસીસે હકૂબા પાસે આવી પોલિકસેનાને રાજીખુશીથી સોંપી દેવા જણાવ્યું. એ સાંભળી દુ:ખની મારી તે બદ્રી સ્ત્રી પોતાના માથાના વાળ ખેંચવા લાગી, ગાલમાં નખ ભરવા લાગી, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org