________________
૧૭ મુલાકાત - ૨
ઍફનુશિયસે થાઈની પડકારભરી વાણીનો મક્કમતાપૂર્વક જવાબ આપતાં કહ્યું, “હે ભદ્ર ! આપણે જાણે એવા જુદા મુલકનાં રહેવાસી છીએ કે, આપણી ભાષા કે આપણા વિચારોમાં જરાય સામ્ય નથી! પરંતુ પરમાત્મા મારા સાક્ષી છે કે, હું તને મારા વિચારો અને ભાવો સાથે એકરૂપ કરવા આવ્યો છું, અને એમ નહિ થાય ત્યાં સુધી હું તને છોડીને અહીંથી પાછો જવાનો નથી. એ માટે મારામાં આગ જેવી વાણી પ્રભુ પ્રેરે, કે જેની ઉષ્મામાં નું મીણ પેઠે ઓગળી જાય, અને પછી મારી ઇચ્છા-અંગુલી પોતાની મરજી મુજબ તારું ઘડતર કરે ! કયા તપને બળે, હે પ્રિયતમ આત્મા, તું મારા હાથમાં સમપિત થાય?– જેથી મારામાં પ્રાણ પૂરી રહેલું ચેતન તારો નવેસર ઘાટ ઘડે અને તને એવું અપ્રતિમ નવીન સૌંદર્ય બક્ષે, કે જેથી આનંદની મારી / પોકારી ઊઠે કે, “હવે જ હું ખરેખર મારા સાચા સ્વરૂપે જન્મી!” હે ભદ્ર, આ ચિતામાં હું અત્યારે લીન છું.” થાઈનો ગુસ્સો, આ વાણી સાંભળી, એકદમ ઊતરી ગયો.
તેને વિચાર આવવા લાગ્યો-જરૂર આ કોઈ ચમત્કારી પુરુષ છે, અને વૃદ્ધાવસ્થા તથા મૃત્યુ નિવારવાના ગુપ્ત મંત્રો જાણતો હશે.” એવા લોભમાં, તેણે તેને વશ કરવા પોતાનું કામધનુષ્ય હાથમાં લીધું. તે જાણે તેનાથી બીતી હોય એવો અભિનય કરી થોડાં ડગલાં દૂર ચાલી ગઈ; અને ગુફા-મંડપના ખૂણામાં આવેલી કૂર્મ-શપ્યાની કિનારી ઉપર બેસી, પોતાની છાતી ઉપરનું વસ્ત્ર લાભિનયપૂર્વક ખેંચતી,
૮૧ ત.-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org