________________
૮૧
તપસ્યા અને નિગ્રહ
કામ-દીપક ચેષ્ટા કરવા લાગી. બહારથી તો એવું જ લાગે કે, સંકોચ- અને લજ્જા- શીલ કોઈ મુગ્ધ બાળા, ઝરણાને કિનારે પાણીમાં પગ હલાવતી બેઠી હોય એમ બેઠી છે!
ઍફનુશિયસની નજર તેના ઉપર પડી; અને તેની ઊભા રહેવાની શક્તિ પણ ગળી ગઈ. તેની જીભ તેના મોંમાં જ સુકાઈ ગઈ, અને તેના કાનમાં ભયંકર પડઘમ ઠોકાવા લાગી. અચાનક તેની આંખે અંધારાં ફ્રી વળ્યાં. એથી તેણે એમ માન્યું કે, ભગવાન ઈશુ ખ્રિસ્તે કૃપા કરીને પોતાનો પ્રભાવશાળી પંજો તેની આંખો આડે ધરી દીધો છે, જેથી પેલી સ્ત્રી તેને દેખાતી બંધ થાય અને તેનું મોહનાસ્ર વિફળ બને. એ કલ્પનાને બળે, એ કામયુદ્ધમાં તેને ધારણ આવી ગઈ અને તે ધીર-ગંભીર વાણીમાં બોલ્યો –
“હું ઑનુશિયસ, ઍન્ટિનોનો મહંત, પવિત્ર રણભૂમિમાંથી ચાલ્યો આવું છું. રણ-તીર્થમાં રહેતાં રહેતાં જ મારી નજર સમક્ષ એક વાર તારી મૂર્તિ પ્રગટ થઈ; અને મેં જોયું કે, હું નરી ભ્રષ્ટતાથી અને પાપાચારથી ભરેલી હોઈ, મોત તારા તરફ પંજા ફેલાવી વેગે ધસી રહ્યું છે. તેથી તારા ઉદ્ધાર અર્થે હું તને પોકારીને કહેવા આવ્યો છું કે, ‘ ઊઠ ઊભી થા, અને આ કબરમાંથી બહાર નીકળી જા !” ”
મહંત પૅનુશિયસના આ આકાશવાણી જેવા શબ્દો સાંભળતાં જ, થાઈ એકદમ ભયની મારી ફીકી પડી ગઈ, અને વીંખાયેલા વાળ તથા જૉડેલા હાથે, રડતી પોકારતી અને ડૂસકાં ભરતી, તે લળી લળીને એ સંતનાં ચરણોમાં નમી પડી, તથા બોલી ~~
“મને શાપ ન દેશો! હું જાણું છું કે, રણપ્રદેશના તપસ્વીઓ મારા જેવી ભોગ-સ્ત્રીઓને ખૂબ ધિક્કારે છે. તમે પણ મને ધિક્કારો છો અને મને સજા કરવા માગો છો. ચાલ્યા જાઓ! તમારી શાપ દેવાની શક્તિમાં મને શંકા નથી. પરંતુ, હું ધિક્કારાવા કે તિરસ્કારાવાને પાત્ર નથી; કારણ કે, તમો તપસ્વી લોકોએ આપમેળે સ્વીકારેલી દરિદ્રતાની મેં કદી ઠેકડી ઉડાવી નથી. મારી ધનસંપત્તિને કે સૌંદર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org