________________
ન્યારા રાહ! હવાડામાં ત્રણ વખત ઝબકોળી. ત્યાર બાદ તેના શરીર ઉપર તેલ ચોપડી, તેની જીભ ઉપર મીઠાની ગાંગડી મૂકવામાં આવી. નિતિદાએ હવે થાઈને કોરી કરી નાખીને, પોતે વણેલો સફેદ જન્મો તેને પહેરાવી દીધો.
૧૩ ન્યારા રાહ!
થાઈને નાનપણથી જ મોજ-મજા બહુ ગમતી; અને તે મોટી થતી ગઈ, તેમ તેમ તેના મનમાં અવનવી ઇચ્છાઓ પ્રગટ થવા લાગી. આખો દિવસ શેરીઓમાં તે છોકરા સાથે નાચ્યા કરતી તથા ગાયા કરતી. રાતે તે પોતાના બાપને ઘેર પાછી ફરતી, ત્યારે પણ તેના મોંમાં ગીતની કડીઓ ગુંજતી જ હોય! - હવે તેને અહમસ કરતાં જવાન છોકરા-છોકરીની સોબત વધુ ગમવા લાગી. એટલે સુધી કે, અહમસ ઘરમાં વારંવાર ગેરહાજર હોતો તે પણ તેના લક્ષમાં ન આવ્યું. ખ્રિસ્તીઓ ઉપરનો ત્રાસ કંઈક ઓછો થયો હોવાથી, તેઓ નિયમિત રીતે વારંવાર એકઠા મળતા. અહમસ તે મંડળીઓમાં ચીવટપૂર્વક હાજર રહેતો. તેનો ધગ્રહ હવે વધતો જતો હતો; કોઈ કોઈ વાર તે ગૂઢ ધમકીની
આગાહીઓ ઉચ્ચારતો કહેતો : “તવંગરો પાસે તેમની ધનસંપત્તિ રહેવાની નથી.' ગરીબ સ્થિતિના ખ્રિસ્તીઓ ખંડેરોમાં કોટડાંના ઓછાયામાં ભેગા થતા; ત્યાં જઈ તે શુભાશાની જાહેરાત કરતો કે, “બધા ગુલામો થોડા વખતમાં જ મુક્ત થઈ જશે; અને ઈશ્વરી ફેંસલાનો કયામત-દિન નજીક આવી રહ્યો છે.'
વળી તે કહેતો, “ઈશ્વરના રાજ્યમાં ગુલામો નવો દારૂ પીતા અને સ્વાદિષ્ટ ફળો આરોગતા ભોજન કરવા બેસશે; ત્યારે તવંગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org