________________
તપસ્યા અને નિગ્રહ લોકો, તેમના હાથમાંથી નીચે પડતા એંઠા ટુકડાઓ જ વીણી ખાવા, કૂતરાની પેઠે, તેમના પગ પાસે આળોટતા હશે.”
અહમસનાં આ ધમકી-વચનો આખા શહેરમાં ગાજી રહ્યાં, અને માલિકોને ચિંતા પેઠી કે, અહમસ બધા ગુલામોને બળવો કરવાની ઉશ્કેરણી કરી રહ્યો છે કે શું?
અહમસનો માલિક અંતરથી અહાસને ધિક્કારતો હતો. એક દિવસ દેવોને પ્રસાદ ધરવાનું એક ચાંદીનું પાત્ર વીશીમાંથી ચોરાયું, અને તે ચોરવાનો આરોપ અહમસ ઉપર જ મૂકવામાં આવ્યો. કહેવામાં આવ્યું કે, તે પોતાના માલિકને અને તેના પૂજ્ય દેવોને ધિક્કારતો હતો, એટલે તે જ દેવપૂજાનું પાત્ર ઉપાડી ગયો છે. જોકે, એણે જ એ પાત્ર ચોર્યાનો પુરાવો કશો જ ન હતો; છતાં બળવો પ્રેરનાર તરીકેની તેની અપકીર્તિ દાઢમાં ઘાલીને, ન્યાયાધીશે તેને ક્રૂસ ઉપર ચડાવી દેવાની સજા કરી.
કેદખાનામાં મળેલા ત્રણ દિવસો દરમ્યાન અહમસે બધા કેદીઓને ધર્મશાસ્ત્રનો ઉપદેશ આપવા માંડયો; અને નવાઈની વાત એ બની કે, એ કેદીઓ તથા જેલર પોતે પણ પલળીને ઈશુ ખ્રિસ્તના બલિદાન-ધર્મના વિશ્વાસી બન્યા.
જે જગાએ થઈને બે વર્ષ પહેલાં અહમસ નાનકડી થાઈને તેના દીક્ષાવિધિ માટે રાતે ઊંચકીને લઈ ગયો હતો, તે મેદાનમાં જ અહમસને ક્રસે ચડાવવા લઈ જવામાં આવ્યો. જ્યારે તેના હાથ ક્રૂસ ઉપર જડી દેવામાં આવ્યા, ત્યારે તેણે મોંમાંથી એકે ઊંહકાર પણ કાઢયો નહીં. અલબત્ત, પછીથી નિસાસો નાંખી ઘણી વાર તે ગણગણતો ખરો કે, “મને તરસ લાગી છે.'
ફૂસ પર અહમસ ત્રણ રાત અને ત્રણ દિવસ રિબાયો. માનવ શરીર આટલો બધો સમય આવી તીવ્ર યાતના સહન કરી શકે, એવું કલ્પી ન શકાય! તેની આંખો ઉપર માખીઓનાં ઝુંડનાં ઝંડ વળગેલાં જોઈ, ઘણી વાર એમ માની લેવામાં આવતું કે, તેના પ્રાણ નીકળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org