________________
મારાથી ભાગીને ક્યાં જઈશ? ૧૫૩ શાસ્ત્રાભ્યાસી છો, એટલે વસ્તુઓનું સ્વરૂપજ્ઞાન તમને હશે જ. વળી તમે ઘણી મુસાફરી પણ કરી છે; અને મુસાફરીથી માણસની સમજ ઘણી વધે છે. તમે સાંભળ્યું હશે કે, થાઈ પહેલાં આર્ગેસમાં હેલન નામે અવતરી હતી, અને પછી થીબ્ધ હેકેટપિલ રૂપે. થીષ્મની થાઈર હું જ હતી, એ તમે નથી જાણતા? જ્યારે હું જીવતી હતી ત્યારે આ દુનિયાનાં પાપોમાં મારો મોટો હિસ્સો હતો. અને હવે માત્ર છાયારૂપ બની રહી હોવા છતાં હજુ પણ, પ્રિય, હું તમારાં પાપોમાં હિસ્સો લઈ શકું તેમ છું. પ્રિયતમ! તમને નવાઈ કેમ લાગે છે? ખાતરી રાખજો કે, તમે જ્યાં જ્યાં જશો ત્યાં તમારી થાઈ હાજરાહજૂર હશે!”
પેફનુશિયસે ત્રાસના માર્યા પોતાનું કપાળ ફરસબંધી ઉપર પછાડયું, અને ભય-ત્રાસની કારમી ચીસ નાખી. પરંતુ દર રાતે પેલી વીણાધારિણી અંગના હવે ભીતથી ઊતરી તેની તદ્દન નજીક આવતી અને પોતાનો મધુર શ્વાસોશ્વાસ તેના કાને અથડાય એ નિકટતાથી પ્રેમગોષ્ઠી કરતાં તેને કહેતી –
“પ્રિયતમ, માની જાઓ! મને પ્રેમ કરો! ખૂબ ઉત્કટતાથી પ્રેમ કરો. તમે જ્યાં સુધી મને નકારશો, ત્યાં સુધી હું તમને જંપવા નહીં દઉં. મૃત સ્ત્રીની ધીરજ કેવી મોટી હોય છે, એની તમને ખબર નથી. જરૂર પડશે તો તમારા અંતકાળ સુધી પણ હું રાહ જોઈશ. અને હું તો માયાવિની છું, એટલે તમારા શબમાં પણ એવો પ્રાણ પૂરીશ, જે તમારા શરીરને પુનર્જીવિત કરશે; એટલું જ નહિ પણ, પછી હું જે માગીશ તે મને આપશે. અને પેફનુશિયસ, તમારો
૧. ગ્રીક દંતકથાની એક સર્વોત્તમ સુંદરી. તે પરણી હતી મેનેલૉસને; પણ પછી ટ્રૉયના રાજા પ્રિયામના પુત્ર સાથે ભાગી ગઈ હતી; એટલે ટ્રોજન યુદ્ધ થયેલું.
૨. આથેન્સની એક ગણિકા. (ઈ. સ. પૂ. ૪થું સૈકું). અલેકઝાન્ડર તથા ટૉલેમી-૧ની રખાત તે હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org