SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ વળગાડના ઉતાર માટે ૧૩૩ દિવસે ને રાતે દેખાતાં દૃશ્યોની, અને છેવટના પેલા પાપી સ્વપ્નની બધી વાત માંડીને કહી સંભળાવી. પછી તેણે પૂછ્યું, “તો શું બાબા, મારે દૂર અગમ્ય રણપ્રદેશમાં જઈ, આકરી, કઠોર અને અસામાન્ય એવી તપશ્ચર્યાઓ કરી, એ શિયાળોના શિરોમણિ સેતાનને પણ માત ન કરવો જોઈએ?” પેલેમોને જવાબ આપ્યો, “હું તો એક કંગાળ પાપિયો માણસ છું; તથા મેં આખી જિંદગી આ રાનનાં હરણાં, સસલાં અને કબૂતરો વચ્ચે ગાળી હોઈ, માણસ વિશે મને બહુ ઓછું જ્ઞાન છે. છતાં મને લાગે છે કે, તારી આ ખિન્નતા ભારે ધમાલવાળા પ્રદેશમાંથી એકદમ આવા નિર્જન-નીરવ સ્થળમાં આવવાને કારણે થઈ હોય. આવાં સ્થળાંતર આત્માના આરોગ્યને બાધક નીવડે છે. તારી વલે, ભાઈ, એકદમ ગરમીમાંથી એકદમ ઠંડીમાં આવનાર જેવી થઈ છે. તેવા માણસને એક વાર તો શરદી ઉધરસ અને તાવ ધમધમાવી નાખે જ. એટલે, તારી જગાએ હું હોઉં તો, ઉતાવળે કોઈ ભયંકર વગડામાં ચાલ્યો જવાને બદલે, કોઈ સાધુ-તપસ્વીને છાજે એવાં મનોરંજનોથી મારા મનને થોડું બહેલાવવા પ્રયત્ન કરું. જેમ કે, હું પડોશના મઠોની યાત્રાએ નીકળી પડું. તેમાંના કેટલાક મઠો તો બહુ અદભુત છે. જેમ કે, ઍબટ-સેરાપિયાં મઠમાં ચૌદસો-બત્રીસ ખોલીઓ છે, એમ સાંભળ્યું છે, અને ત્યાંના સાધુઓની ગ્રીક બારાખડીના અક્ષરો પ્રમાણે ટુકડીઓ પાડેલી છે. ઉપરાંત, એ અક્ષરોના મરોડ-વળાંક અનુસાર સ્વભાવવાળા સાધુઓને જ તે તે અક્ષરની ટુકડીમાં મૂકવામાં આવ્યા છે. જેમ કે, '1' અક્ષરની ટુકડીના સાધુઓ સીધા પ્રમાણિક હોય છે; ત્યારે ‘z' અક્ષરની ટુકડીવાળા વક-કુટિલ હોય છે. ભાઈ, તારી જગાએ હું હોઉં, તો એ બધાની જાતે જઈને ખાતરી કરી આવું, તથા એવી અદ્ભુત વસ્તુ નજરે નિહાળ્યા વિના ન રહે. “ઉપરાંત, નાઈલ નદીને કિનારે વિખરાયેલી પડેલી વિવિધ સાધુજમાતોનાં ધારાધોરણોનો પણ હું અભ્યાસ કરી આવું. તારા જેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004993
Book TitleTapasya ane Nigraha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, C000, & C020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy