________________
વળગાડના ઉતાર માટે
સ્વપ્ન દરમ્યાન ભાળેલી પોતાની ભ્રષ્ટતા અને પાપચર્યાનું પ્રાયશ્ચિત્ત કરવાના ખ્યાલથી પૈફનુશિયસે એ અપવિત્ર શય્યાવાળી પોતાની ઝૂંપડીનો ત્યાગ કરી, રણપ્રદેશમાં દૂર ભાગી જઈ, અતિ ઉગ્ર – અભૂતપૂર્વ તપશ્ચર્યા આદરવાનો નિરધાર કર્યો, અને તે વિષે, પ્રથમ પેલા બુટ્ટા પૅલેમૉનની સલાહ લેવાના વિચારથી, એ તેની પાસે પહોંચ્યો.
બુઢ્ઢો પેલેમોન પોતાની વાડીમાં શાકભાજીને પાણી પાતો હતો. સાંજનો સમય હતો; દૂર ભૂખરી ટેકરીઓની તળેટીમાં થઈને ભૂરી નાઈલ નદી વહી જતી હતી. બુઠ્ઠો બહુ ધીમેથી ડગલાં ભરતો હતો, જેથી તેના ખભા ઉપર આવીને બેઠેલું કબૂતર બનીને ઊડી ન જાય.
પૅફનુશિયસને જોઈ તેણે કહ્યું, “ભગવાન તારી સહાયમાં રહે. ભાઈ પૅફનુશિયસ, તે કેવો કૃપાળુ છે! જોને, તે આ બધાં પ્રાણીઓ મારી પાસે મોકલે છે, જેથી હું તેમની સાથે તેનાં ગુણગાન કરી શકું. આ કબૂતર તરફ તે જો! તેના ગળાના રંગ કેવા બદલાય છે! ભગવાનની એ કેવી સુંદર કૃતિ છે! પણ, ભાઈ પૈફનુશિયસ, તું પોતે જ એવી કોઈ ઈશ્વરસ્તવનની પવિત્ર વાત મને સંભળાવવા જ આવ્યો હશે. તે થોડી વાર હું મારો આ ઘડો નીચે મૂકી દઉં અને તારી વાત નિરાંતે સાંભળું.”
ઍફનુશિયસે ધીમેથી તે બુટ્ટાને પોતાની અલેકઝાન્ડ્રિયા સુધીની મુસાફરીની, ત્યાંથી પાછા ફર્યાની, તથા પછી પોતાની ઝૂંપડીમાં
૧૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org