________________
સિદ્ધિનો વળગાડ લાવ્યો !
૧૩૧ પરંતુ, તેનો એ પ્રયાસ નિષ્ફળ નીવડતો હતો. તે પાઠ કરતો હોય, ધ્યાન કરતો હોય, કે ઉપાસના કરતો હોય, તથા જ્યાં જ્યાં તેની નજર જાય, ત્યાં તેને થાઈ જ પ્રેમયાચના કરતી સામે દેખાતી. તેને વધારે મૂંઝવણ એ વાતની થતી કે, થાઈના જે પોશાકો, જે માળાઓ, જે અલંકારો વગેરે શૃંગારસામગ્રી તેણે પોતાને હાથે પેલી અપ્સરા-ભવનની હોળીમાં હોમી દીધી હતી, તે બધી સાથે જ તે આકૃતિ દેખા દેતી!
એ પોતાનું કે તે તરફથી ફેરવી લેતો, તો પણ તેને લાગતું કે, થાઈ જાણે તેની પાછળ પ્રેમયાચના કરતી ઊભી જ છે. ઍફનુશિયસ માથું કટી પોકારી ઊઠયો – “અરે ભગવાન! જીવતી જાગતી થાઈનું શરીર જે ન કરી શકર્યું, તે હવે તેનો આભાસ કરશે શું? હું તો તારે ખાતર તેને તેનાં પાપોમાંથી છોડાવવા માટે ગયો હતો. તો પછી, મને એ બદલ આવો દંડ દેવો છાજે? આ આકૃતિ – આ પડછાયો- આ આભાસ જીવતી જાગતી પ્રત્યક્ષ થાઈ કરતાં વધુ સજીવ છે–વધુ મોહક છે! તો શું, હે પ્રભુ, આ પ્રબળ આભાસ મારો સર્વનાશ કરે એ તમે જોઈ રહેશો?”
ઍફનુશિયસ ઈશ્વરને સંબોધીને આ બધું કહેતો હતો; પણ ઈશ્વર કોણ જાણે તેની કશી વાત સાંભળતા જ ન હતા! પરિણામે તેની રાતો એક દી સ્વપ્ન જેવી બની રહી અને તેના દિવસો તેની રાતો કરતાં જરાય જુદા ન રહ્યા! એક સવારે તો તે લાંબા નિસાસા નાખતો પથારીમાંથી ઊઠીને ઝૂંપડીની બહાર ભાગ્યો: સ્વપ્નામાં તેણે એવું જોયું હતું કે, થાઈ દૂરથી લોહી નીંગળતા પગે તેની ઝૂંપડીમાં ચાલી આવી હતી અને તેની પથારીમાં આવીને સાથે સૂઈ ગઈ હતી.
ઍફનુશિયસને હવે ખાતરી થઈ ગઈ કે, પોતાની પાછળ પડેલું થાઈનું આ દૃશ્ય મલિન છે– સેતાને મોકલેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org