________________
૧૩૦
તપસ્યા અને નિગ્રહ છે. તરત જ ભયની ચીસ પાડીને તે જાગી ઊઠ્યો. તેને આખે શરીરે ઠંડો પરસેવો વળી ગયો. તેની આંખો તો હજુ ઊંઘે ઘેરાયેલી બંધ જ હતી, એટલામાં તેને પોતાના મોં ઉપર કોઈના ગરમ ગરમ શ્વાસનો સ્પર્શ થતો લાગ્યો. તેણે તરત આંખ ઉઘાડીને જોયું, તો એક નાનું શિયાળ, પોતાના બે પગ ખાટલી ઉપર માંડીને, પોતાનો ગંધાતો શ્વાસ તેના મોં તરફ જાય તે રીતે હાંફતું, સંતોષભરી મુદ્રા સાથે ઊભું હતું - પૅફનુશિયસને એ મલિન સર્વ જોઈને ભારે નવાઈ લાગી: તેનો આત્મવિશ્વાસ હવે સદંતર ડગી ગયો. થોડી વાર તો તે સૂનમૂન જેવો જ થઈ ગયો. છેવટે જ્યારે કંઈક વિચાર કરી શકે તેવી તેની અવસ્થા થઈ, ત્યારે તેની મૂંઝવણનો પાર ન રહ્યો. હવે તે વિચારવા લાગ્યો કે, થાઈનું દૃશ્ય ઈશ્વરે કંઈક જુદા જ હેતુસર મોકલેલું હશે, પણ પોતે પોતાની મલિનતાથી તેનો ઊંધો અર્થ કર્યો, એટલે પેલું સેતાની શિયાળ તેની ઉપર ચડી વાગ્યું હશે. પણ પછી તેને તરત જ બીજો વિચાર આવ્યો કે, પેલું દૃશ્ય ખરેખર સેતાને જ તેના પતન અર્થે મોકલ્યું નહિ હોય? અને જો એ દૃશ્ય સેતાન તરફથી આવેલું હોય, તો પછી થાઈ અંગેનાં શરૂઆતથી માંડીને આવેલાં બીજાં દૃશ્યો પણ સેતાન તરફથી જ તેને અવળે માર્ગે દોરી જવા માટે મોકલવામાં આવ્યાં હોય, એમ કેમ ન માનવું?
તેણે પ્રભુને આતુરતાપૂર્વક પ્રાર્થના કરવા માંડી તથા પૂછવા માંડ્યું, “ભલા ભગવાન, તારા સેવકોને દેખાતાં દૃશ્યો તેમને માટે જોખમરૂપ બની રહે, એ વળી કેવું? માટે તું કંઈક સમજાય તેવી નિશાની એવી મોકલ, કે જે વડે હું આ દૃશ્ય તારા તરફથી આવ્યું છે કે સેતાન તરફથી આવ્યું છે, તેનો વિવેક કરી શકું.” . પરંતુ ખેફનુશિયસને ઈશ્વર તરફથી કશી નિશાની મળી જ નહિં; અને છેવટે દ્વિધામાં પડી જઈ, તેણે થાઈનો વિચાર કરવાનું જ સદંતર માંડી વાળવાનું નક્કી કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org