________________
નાઈલ-કાંઠાના તપસ્વીઓ
સંત ઍન્થની* સો વર્ષથી વધુ ઉંમરના થતાં, પોતાના બે પ્રિય શિષ્યો સાથે કોઝિન પર્વત ઉપર ચાલ્યા ગયા. એટલે આખા પ્રદેશમાં સાધના-તપસ્યાની બાબતમાં પૅફનુશિયસ કરતાં વધુ વિખ્યાત કોઈ તપસ્વી રહ્યો નહિ.
ઍફનુશિયસ ઍન્ટિનોના મહંત તરીકે ઓળખાતી. બીજા મહંતોના અનુયાયીઓની સંખ્યા ભલે ઘણી મોટી હશે, અને પોતપોતાના મઠોની આધ્યાત્મિક અને ભૌતિક હકૂમતની બાબતમાં ભલે તેઓ પૅફનુશિયસથી વધુ પ્રભાવશાળી ગણાતા હશે; પરંતુ તપસ્યાની બાબતમાં પંફનુશિયસ તેઓથી કયાંય આગળ હતો. તે ઘણા આકરા ઉપવાસો કરતો અને ઘણી વાર તો લાગલગાટ ત્રણ દિવસ સુધી કશું મોઢામાં મૂકતો નહિ. તે વાળનું ઘણું ખરબચડું કુરતું પહેરતો, દેહદમન માટે સવારસાંજ પોતાની જાતને ચાબૂકથી ફટકારતો, અને જમીન તરફ મોં રાખી કલાકો સુધી (રુદન-મુદ્રામાં) પડી રહેતો.
તેના ચોવીસ શિષ્યોએ તેની ઝૂંપડીની પાસે જ પોતાની ઝુંપડીઓ બાંધી હતી. તેઓ પણ તેની તપસ્યાઓનું અનુકરણ કરતા. ઈશુ ખ્રિસ્તનાં સંતાનો તરીકે પૈફનુશિયસ એ સૌને વહાલપૂર્વક ચાહતો અને સત્કૃત્યો કરવા તેમને નિરંતર આગ્રહ કર્યા કરતો. તેનાં આધ્યાત્મિક સંતાનોમાં એવા માણસો પણ હતા, જેઓ વર્ષો સુધી નામીચા લુટારુઓ હતા; પરંતુ, આ પવિત્ર મહંતના ઉપદેશથી તેમણે સાધુજીવન સ્વીકાર્યું હતું, અને અત્યારે તો પિતાની સાધનાઓથી તેઓ પોતાના સાથીઓને પણ પ્રેરણારૂપ થઈ પડયા હતા.
* ઈજિપ્તને આ સંતપુરુષ ખ્રિસ્તી સંતમાળામાં મુખ્ય એક ગણાય છે. તેમને જન્મ ઈ.સ. ૨૫૧ આસપાસ મનાય છે. તપસ્યાની બાબતમાં આ સંતે હદ કરી હતી, એવી નામના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org