________________
ને.
આભાસવાળા હતા. તેઓ તેમની એ યાતનાઓ વચ્ચે પણ શાંત સ્વસ્થ જેવા દેખાતા હતા. તેઓમાંના એક ઊંચા અને સફેદ રંગના જીવાત્માએ માથાની આસપાસ પટ્ટાનું બાંધણ બાંધેલું હતું અને તેના હાથમાં દંડ હતો. તે દેવો અને વીરો વિશે ગીત ગાતો હતો. નાનાં લીલા રંગનાં પિશાચો તેના હોઠ તથા ગળામાં લાલચોળ ધીકતા સળિયો ખોસતાં હતાં; છતાં હોમરનો એ આભાસ ગાયા જ કરતો હતો. પાસે જ ટાલિયો અને બુટ્ટો એનેક્ષેગોરાસ, કંપાસ વડે ધૂળ ઉપર આકૃતિઓ દોરતો હતો. એક રાક્ષસ તેના કાનમાં ઊકળતું તેલ રેડતો હતો, છતાં એ ચિંતક તેની એકાગ્રતામાંથી વિચલિત થતો ન હતો. એ અગ્નિમયી નદીના કાળા કિનારાની બાજુઓએ બીજા પણ કેટલાક જીવાત્માઓ વાંચતા હતા, કે ફરતા ફરતા વાતો કરતા હતા. ટિમોકિલસ એકલો એ બધાથી દૂર ખસી, માથું ધુણાવી નન્નો ભણતો હતો. એક રાક્ષસ તેની આંખો સામે સળગતી મશાલ હલાવી રહ્યો હતો, પણ ટિમોકિલસ જાણે એ રાક્ષસ કે એની મશાલને જોતો જ ન હતો.
આ દૃશ્યથી નવાઈ પામી, પૂંફનુશિયસે દિમૂઢ થઈને પોતાને અહીં ઉપાડી લાવનાર ફિકસ તરફ જોયું. તો તે સત્ત્વ તો ક્યારનું અદૃશ્ય થઈ ગયું હતું અને તેની જગાએ એક બુરખાધારી સ્ત્રી ઊભેલી હતી. તે સ્ત્રીએ ઑફશિયસને કહ્યું –
જો, અને સમજ! આ ગેર-ધર્મીઓની હઠીલાઈ એવી છે કે, નરકમાં પણ તેઓ પૃથ્વી ઉપર વિચરતી વખતના પોતાના ભ્રમોના જ શિકાર બની રહે છે. મૃત્યુ પણ તેમના ભ્રમો દૂર કરી શકયું નથી. આમ જેઓ જીવનકાળ દરમ્યાન સત્યથી વંચિત રહે છે, તેઓ હંમેશાં સત્યથી વંચિત જ રહેવાના. નરકના દૂતો આ જીવાત્માઓને ગમે તેટલી યાતનાઓ આપે, છતાં તેમને કશી અસર થતી નથી. સત્યથી વંચિત હોવાને લીધે, પોતાની અધોગતિને પણ તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org