________________
૪૪
તપસ્યા અને નિગ્રહ જાણતા નથી. ઈશ્વર પોતે પણ તેઓને દુ:ખ વેઠવાની ફરજ પાડી શકતો નથી!” - “ઈશ્વર બધું જ કરી શકે, ”ફનુશિયસે વિરોધ કરતાં કહ્યું.
“ઈશ્વર પણ અઘટિત વસ્તુ ન કરી શકે; કારણ કે, તેમને સજા કરવી હોય, તો તેમને સાન-સમજ આપવી જોઈએ; અને એક વાર જો તેઓ સત્ય-વાન બને, તો પછી તેઓ જ્ઞાની-મુક્ત જેવા જ બની ગયા કહેવાય !”
ઍફનુશિયસે મૂંઝાઈને તથા ત્રાસીને ફરીથી એ કરાડ ઉપરથી નીચે ખીણમાં જોયું. આ વખતે તેને નિસિયાસનો જીવાત્મા દેખાયો, તેના માથા ઉપર ફૂલમાળા હતી; તે એક બળેલા ઝાડ નીચે બેસી, પોતાના સાથીદાર સાથે પ્રેમ અને ફિલસૂફીની વાતો કરી રહ્યો હતો. અગ્નિનો વરસાદ તે બંને ઉપર, જાણે તાજગીભર્યું ઝાકળ પથરાનું હોય તેમ પડતો હતો; અને ધરા ધીકતી હતી તોપણ તેઓએ કુમળા ઘાસ ઉપર મૂક્યા હોય તેમ પોતાના પગ નિરાંતથી ગોઠવ્યા હતા.
ઑફશિયસ એ દૃશ્ય જોઈ પોકારી ઊઠયો–
“હે પ્રભુ! હે પરમાત્મા! આ દુષ્ટને કારમી સજા કરો; એ તો નિસિયાસ છે! તે રડે– ચીસો પાડે તેટલી યાતના તેને આપો! તે બદમાશે થાઈ જોડે ભોગ ભોગવ્યા છે!”
તે જ ઘડીએ ઑફનુશિયસ ઊંઘમાંથી જાગી ઊઠ્યો. એક ખલાસીએ તેને હાથમાં પકડી લીધો હતો. તેણે કહ્યું, “સાંસતો થા, સાંસતો થા, ભાઈ! આમ ડક્કાની કિનારી ઉપર તે સુવાય? મેં તને પકડી ન લીધો હોત, તો તું પાણીમાં જ ગબડ્યો હોત. વખતસર આવીને મેં તારી જિંદગી બચાવી છે.” - “પરમાત્માનો આભાર માનું છું,” ઑફનુશિયસે જવાબ આપ્યો. પછી તે ઊભો થઈ, પોતે જોયેલા દૃશ્ય ઉપર વિચાર કરતો કરતો ત્યાંથી પાછો ફર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org