________________
૪૫
થિયેટરમાં તે સમજી ગયો કે, આ સ્વનું મેલાં સત્ત્વોએ મોકલેલું દુ:સ્વપ્ન જ હતું. પણ તો પછી પરમાત્માએ તેને આમ મલિન સત્ત્વોના હાથમાં કેમ સપડાવા દીધો છે? પોતે તો પરમાત્મા-પ્રીત્યર્થે થાઈ જેવા પતિત આત્માનો ઉદ્ધાર કરવાને કામે આવેલો છે! પરમાત્માને એ બદલ ઠપકો આપતો તે વિચારમાં ને વિચારમાં તણાતો આગળ વધતો હતો. તેવામાં તેને અચાનક લાગ્યું કે, પોતે અમુક દિશામાં વેગે ધસતા લોકોના ટોળામાં ખેંચાતો જતો હતો.
થિયેટરમાં પોતાની આસપાસના લોકોના પ્રવાહને એક જ દિશામાં વેગે ધસતો જોઈ, ઍફનુશિયસે પાસેના એક જણને પૂછયું, “આ લોકો આમ ક્યાં દોડી જાય છે, વારુ?”
વાહ! અજાણ્યા ભાઈ, તને ખબર નથી કે અત્યારે ખેલ થવાનો છે, અને થાઈ તેમાં ભાગ લેવાની છે? આ બધા નગરજનો તે તરફ જાય છે અને હું પણ જાઉં છું. તારે મારી સાથે આવવું છે?”
ખેલમાં ભાગ લેતી થાઈને જોવાથી, તેને સંસાર છોડાવવાના પોતાના નિરધારને ટેકો મળશે એમ માની, ઍફનુશિયસ એ અજાપ્યાની પાછળ પાછળ ચાલવા લાગ્યો. થોડી વારમાં તેઓ વિશાળ થિયેટરની નજીક આવી પહોંચ્યા. તેની ગોળાકાર તોતિંગ બાહ્ય દીવાલ ઉપર અસંખ્ય મૂર્તિ-શિલ્પ કોતરેલાં હતાં.
ટોળાની સાથે ઘસડાતા તેઓ એક સાંકડા પ્રવેશમાર્ગમાં થઈને અંદર દાખલ થયા. તેને છેડે પહોંચતાં જ અંદરનું જળાંહળાં થતું આખું વિશાળ ઍન્ફિથિયેટર તેમની નજર સમક્ષ પથરાઈ રહ્યું.
તેઓ એક બેઠક ઉપર જઈને બેઠા. ત્યાંથી પગથિયાંની હારમાળા વચ્ચેના રંગમંચ સુધી પહોંચતી હતી. પડદા વગરનો રંગમંચ ખાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org