________________
પ્રકાશકનું નિવેદન
‘સત્યાગ્રહ’ પત્રમાં હપ્તાવાર પ્રસિદ્ધ થયેલી આ સુંદર નવલકથા પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે.
આનંદ ખાસ તા એ વાતનો કે, ગાંધીજીના રહસ્ય-મંત્રી સ્વ૦ શ્રી મહાદેવભાઈ દેસાઈ આ કથા પર ભારે ખુશ હતા, અને ગુજરાતી ભાષામાં આ કથા ઊતરે એવી તેમની ખાસ ઇચ્છા હતી. એ ઇચ્છા પૂરી કરવાનો સંતોષ પરિવાર સંસ્થાને આટલાં વર્ષો બાદ પણ થાય છે. હમણાં થોડા દિવસ પર જ ગાંધીજીના આશ્રમના એક જૂના અંતેવાસી શ્રી. સુરેન્દ્રજી આ કથા પુસ્તક આકારે કયારે આપો છો તેની પૂછપરછ કરતા હતા. આ પરથી વાચક સમજી શકશે કે, પરદેશી લેખકની પરદેશી પાત્રોવાળી આ નવલકથા આઝાદીના એ તપસ્વી લડવૈયાઓને પણ કેવી આકર્ષતી હતી અને આકર્ષે છે.
સુપ્રસિદ્ધ ફ્રેંચ લેખક, નૉબેલ-પ્રાઇઝ-વિજેતા આનાતોલ ફ઼્રાંસ (૧૮૪૪-૧૯૨૪)ની આ ખૂબ જાણીતી નવલકથા છે.
આ વાર્તાનું વસ્તુ ગીતાજીમાં (અ૦ ૨, ૫૯) આવતું સુપ્રસિદ્ધ વાકય છે કે, તપસ્યા- અને નિગ્રહ- પૂર્વક ઇંદ્રિયોને તેમના વિષયોથી દૂર રાખીએ, તો તાત્પૂરતા વિષયો દૂર થયા હોય એમ લાગે, પરંતુ વિષયોમાંનો રસ તો કાયમ જ રહે છે. એ રસ તો વિષયોથી પર ––ઉત્તમ એવા બ્રહ્મ-રસને જાણીએ તો જ દૂર થાય.
લેખક, કોઈ હિંદુ કથાકારની અદાથી, એ શ્લોકમાંના પ્રથમ અર્ધ ભાગનું આબેહૂબ ભાષ્ય આ નવલકથા દ્રારા રજૂ કરે છે. પૅનુશિયસ નામનો ઉગ્ર તપસ્વી પોતાની કઠોર તપસ્યાઓથી સૌ તપસ્વીઓમાં માગ મુકાવે છે. પરંતુ, પોતે વિષયો ને ઈંદ્રિયોને પૂરેપૂરાં જીતી લીધાં છે, એવા ઘમંડમાં આવી જઈ, અલેક્ઝાંડ્રયાની ( પૂર્વાશ્રામમાં તેને જાણીતી એવી ) પરમ રૂપસુંદરી નતિકા થાઈ, તેનો ઉદ્ધાર કરવા તે નીકળી પડે છે.
થાઈ અતુલ વૈભવ અને સુખોપભોગમાં ગરક થયેલી હોય છે; પરંતુ, તેના બચપણના કંઈક સુસંસ્કારો જાગ્રત થતાં, તે પૅનુશિયસની પાછળ, બધું તને શુદ્ધ ભાવે નીકળી પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org