________________
ત્યાર પછી બંને જણની ખરી કસોટી શરૂ થાય છે. પૈફનુશિયસ થાઈને તેની આત્મશુદ્ધિ માટે ઉગ્ર તપસ્યા કરાવવા આલ્બિના માતાના મઠમાં મૂકી આવે છે; પણ અવશે પોતે થાઈનું અને થાઈના સૌંદર્યનું સ્વપ્ન જ સેવ્યા કરે છે. પરિણામે સંગ-સંમોહ-વિભ્રમ આદિ ક્રમે તેનો બુદ્ધિનાશ થાય છે. ત્યારે થાઈ તો આલ્બિના-માતાની સુયોગ્ય દોરવણી હેઠળ, સાચી ઈશભક્તિના જળ વડે પોતાના અંતરનો મેલ ધોઈ કાઢે છે અને ખરેખર પરમકૃપાળુ પરમાત્માની કૃપા અને પ્રકાશ પ્રાપ્ત કરે છે.
એ આખો ભાગ આલેખવામાં નવલક્થા-કારે અભુત કલમકુશળતા દાખવી છે. તે જમાનાનો આબેહૂબ દેખાવ રજૂ કરવા માટે તેમણે બીજાં પણ પાત્રોને ખૂબીભેર કામમાં લીધાં છે. આમ તે જમાનાના આચાર-વિચારનું નિરૂપણ કરતી તે કથાને આપણી માતૃભાષામાં દિલચશ્ય રીતે વંચાય એ રીતે ઉતારવામાં સંપાદકશ્રીએ પણ ભારે કુશળતા દાખવી છે. “સત્યાગ્રહપત્રના વિદ્રાન તંત્રી શ્રી. મગનભાઈ દેસાઈના ઝીણવટભર્યા તથા સચોટ સુધારાવધારાનો પણ આ વાર્તાને ખાસ લાભ મળ્યો છે, એની નોંધ લેવી જોઈએ. એ રીતે સુધારેલીવધારેલી આ વાર્તા પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવા શ્રી. મગનભાઈ દેસાઈએ અમને પરવાનગી આપી, તથા એની રજૂઆત રૂપે “પ્રેમભક્તિની સંજીવની” આમુખ લખી આપવાની અમારી વિનંતી સ્વીકારી, એ બદલ અમે એમનાં કણી છીએ.
અંતે, નવજીવન ટ્રસ્ટના કાર્યકર્તાઓ તથા કલાકાર શ્રી. રજની વ્યાસનો ઉલ્લેખ કરવો ઘટે. તેમના ઉમળકાભર્યા સહકાર વિના આ પુસ્તક આવા સુરમ્ય સ્વરૂપે પ્રકાશિત કરી શકાયું ન હોત. ગુજરાતી વાચકને માનવ અંતરનાં ગૂઢ માનસિક પરિબળોનો સંઘર્ષ, ઉલ્લાસ અને વિકાસ નિરૂપતું આ સુંદર કથાનક વાંચતાં અપૂર્વ રસબોધ સાથે આત્મતૃપ્તિ થશે, એની અમને ખાતરી છે.
તા. ૧૫-૮-૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org