SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ १२ મુખ્યત્વે બે વ્યક્તિઓનો જીવનવિકાસ આ ક્થા આલેખે છે—થાઈ અને પૅનુશિયસ. મનોવિશ્લેષણની દૃષ્ટિએ જોતાં, થાઈનો વિકાસ એટલો સ્પષ્ટ નથી આલેખાયો,... જેટલો તેના તપસ્વી ગુરુ ૉનુશિયસનો. કારણ એ કહેવાય કે, એકનો વિકાસ બાહ્ય તપનો ચમત્કાર છે, થાઈનો વિકાસ પ્રભુભક્તિ ને આત્માનો ચમત્કાર છે. એકમાં અભિમાનની લીલા જોઈએ છીએ, બીજામાં પ્રેમભક્તિની સંજીવની મૂક રીતે કામ કરે છે. દુનિયાની નજરે, થાઈ પતિતા ભ્રષ્ટા છે, પૅનુશિયસ મોટો સાધુ છે. પરંતુ, છેવટે નીવડે છે સાધુ કોણ? अपि चेत् सुदुराचारो भजते माम् अनन्यभाक् । साधुरेव स मंतव्यः सम्यग् व्यवसितो हि सः ।। क्षिप्रं भवति धर्मात्मा शश्वत्-शांति निगच्छति । નાતેય વ્રતિનાનીર્દિ ન મે મતઃ પ્રશ્યતિ ॥ (૯-૩૦,૩૧) [મોટો દુરાચારી પણ જો અનન્યભાવે મને ભજે, તો તે સાધુ થયો જ માનવો. કેમ કે હવે એનો સારો સંકલ્પ છે. એ તુરંત ધર્માત્મા થાય છે ને નિરંતર શાંતિ પામે છે. હે કૌંતેય ! તું નિશ્ચયપૂર્વક જાણજે કે, મારો ભક્ત કદી નાશ પામતો નથી.] આ કથા ભગવાનની આ વાણીનો કેવો આબેહૂબ દાખલો છે! ગુજરાતીમાં આ નાનકડી અધ્યાત્મ જીવનકથા ઉતારવાને માટે સંપાદક પ્રકાશકને ધન્યવાદ. ૧૮-૮-’૬૬ મગનભાઈ દેસાઈ * જોકે, થાઈનો સાચો દીક્ષાગુરુ તો સંત થિયોડોર હતો, કે જેણે નાનપણમાં તેને પ્રેમ-પીયૂષ પાઈને અધ્યાત્મ-બીજનું સાચું સિંચન કરી મૂકયું હતું; તે જ છેવટે પ્રાદુર્ભૂત થઈને થાઈને ફળ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004993
Book TitleTapasya ane Nigraha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, C000, & C020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy