SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ • તપસ્યા અને નિગ્રહ અરે, ઍફનુશિયસને તો તેણે પોતાના મોહપાશમાં લગભગ ખેંચી જ લીધો હતો. એક દિવસ તે થાઈને ઘેર જઈ પહોંચ્યો હતો. પરંતુ તેના ઘરના ઊમરા આગળ જ તે થોભી ગયો: કંઈક તો પોતાની એક નાની ઉંમર (તે એ વખતે પંદર વર્ષનો હતો,)– તેને લીધે સ્વાભાવિક રીતે હોતા શરમાળપણાને લીધે; અને કંઈક પોતાની પાસે પૈસા ન હોવાથી પોતાને પાછો ધકેલી કાઢવામાં આવશે એ બીકે !– કારણ કે, તે ઉડાઉપણે બહુ ખર્ચ કરી ન નાખે, તેની તેનાં માબાપ પૂરી કાળજી રાખતાં. આમ, ઈશ્વરે પોતાની કૃપાળુતાથી તેને એક મહાપાપ કરતો આ બે બાજાએથી રોકી લીધો હતો. પરંતુ. ઍફનુશિયસે તે વખતે ઈશ્વરનો જરાય આભાર માન્યો ન હતો; કારણ કે, તે વખતે તો તે પોતાના સાચા હિત પ્રત્યે સદંતર અંધ હતો; અને તેને ખબર પણ ન હતી કે, મિથ્યા સુખોની કામના કરતો પોતે મહાપાપમાંથી બચી ગયો હતો. પણ અત્યારે તો પોતાની ઝૂંપડીમાં પવિત્ર ફૂસ-મૂર્તિની સામે ઘૂંટણિયે પડીને – કારણ કે, એ ક્રૂસમૂર્તિ આખા જગતને તેના મહા પાપભારમાંથી છોડાવવા ઈશુએ આપેલા મહાબલિદાનના પ્રતીકરૂપ હતી,-ૉફનુશિયસે થાઈનો વિચાર કરવા માંડયો. પોતાના પાપ અને અજ્ઞાનના દિવસોમાં, એ સ્ત્રીએ પોતાને ભયંકર તથા કારમાં ઇંદ્રિયસુખો પ્રત્યે લલચાવ્યો હતો, તે બીના ઉપર તેણે લાંબો વખત ચિંતન કર્યું. થોડો વખત એ રીતના ધ્યાન-ચિંતન બાદ, થાઈની આકૃતિ તેને સ્પષ્ટ અને ચોખ્ખી દેખાવા લાગી. પહેલાં જ્યારે થાઈએ તેને પોતાના સર્વાગીણ સૌંદર્યથી આકર્મો હતો, તે વખતે તેણે તેને જેવી જોઈ હતી, બરાબર તેવા જ આબેહૂબ સ્વરૂપે તે તેને અત્યારે પાછી દેખાવા લાગી. પેફનુશિયસ પોતાની છાતી કૂટતો બોલી ઊઠયો “હે ઈશ્વર! તમે સાક્ષી છો કે, મારું પાપ કેવું કરપીણ હતું, એનું જ હું અત્યારે ચિંતન કરી રહ્યો છું, કોઈ સ્ત્રીનાં મોહક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004993
Book TitleTapasya ane Nigraha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, C000, & C020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy