________________
ध्यायतो विषयान् पुंसः
૧૩
તેણે ક્રૂસ ઉપર ચડાવેલ ઈશુ ખ્રિસ્તને પોતાના ઇષ્ટ ધ્યાન-દેવ તરીકે સ્વીકાર્યા; અને તેમના નામ પર પોતાની બધી મિલકત વેચી નાખી, તથા ઊપજેલા પૈસા દાનમાં વહેંચી દઈ, સાધુજીવન સ્વીકાર્યું.
પછી તેણે માણસોથી દૂર દશ વર્ષ ગાળ્યાં; તે દરમ્યાન તેણે મિથ્યા સુખોના વેગમાં અટવાવાને બદલે, પશ્ચાત્તાપનાં રસાયણોમાં પોતાના શરીરને લાભદાયક રીતે તાવ્યું અને ગાળ્યું.
ध्यायतो विषयान् पुंसः
પોતાના નિત્ય નિયમ મુજબ, એક દિવસ પૅનુશિયસ, ઈશ્વરથી જુદાઈમાં પોતે ગાળેલા દિવસા યાદ લાવી લાવી, પોતાનાં પાપોને એક પછી એક તપાસતો હતો, જેથી એ પાપોની ભીષણતા ઉપર પોતે વધુ સારી રીતે પશ્ચાત્તાપ કરી શકે. એવામાં તેને યાદ આવ્યું કે, અલેક્ઝાન્ડ્રિયાના એક થિયેટરમાં તેણે થાઈ નામની એક અતિ સુંદર નટી જોઈ હતી. તે સ્રી કશા સંકોચ વિના જાહેર મેળાવડાઓમાં હાજર થઈ એવા નાચ કરતી, કે જે દરમ્યાન કુશળતાપૂર્વક દાખવેલી અંગભંગી પ્રેક્ષકોમાં કારમો કામોન્માદ ફેલાવી દેતી. કેટલીક વાર તો નાસ્તિકોની દેવીઓએ કરેલાં ભયંકર પાપી ચરિત્રોનો અભિનય પણ તે કરતી. કેટલાય સુંદર જુવાનિયાઓ કે તવંગર વૃદ્ધો કામવાસનાથી પ્રેરાઈ તેને બારણે પુષ્પમાળ લટકાવવા આવતા, ત્યારે તેમનું તે સ્વાગત કરતી અને પોતાનું શરીર તેમને સોંપતી. આમ, તે પોતાના અંતરાત્માનું અકલ્યાણ તો કરતી જ હતી; પણ સાથે સાથે બીજા કેટલાયની અધોગતિ સાધતી.
Jain Education International
9
For Private & Personal Use Only
www.jainelibrary.org