________________
તારે અહીં જ સબડ્યા કરવું છે? ૧૦૭ પાપો ધોવાઈ ન જાય, ત્યાં સુધી તું આલ્બિનાની બીજી સુપુત્રીઓ ભેગી ભળે એ ઠીક ન કહેવાય. હું એ કોટડીના બારણાને સીલ લગાવીશ; અને પછી તને તારાં પાપની માફી બક્ષી છે એના પુરાવા તરીકે ઈશુ ખ્રિસ્ત જાતે આવી એ સીલ તોડીને તને મુક્ત કરે, ત્યાં સુધી તારે રાજીખુશીથી એ કોટડીમાં કેદ રહેવું, અને આંસુભરી આંખે ઈશુ ખ્રિસ્તના આવવાની રાહ જોવી. અને વહાલી થાઈ, ઈશુ ખ્રિસ્ત જાતે પધારશે એ વિશે મનમાં જરા પણ શંકા ન રાખીશ. તેમની પ્રકાશમય આંગળીઓ તારાં આંસુ લૂછવાને માટે તારી આંખો ઉપર ફરશે, ત્યારે તારો અંતરાત્મા સદેહે પુલકિત થઈ ઊઠશે!”
થાઈએ હવે ફરીથી કહ્યું –“પિતાજી, મને આલ્બિના માતાના મઠમાં તરત લઈ જાઓ.”
પંફનુશિયસનું આખું અંતર આનંદથી ઊભરાવા લાગ્યું. મોકળા મનથી તે હવે આસપાસ ફેલાઈ રહેલ સૃષ્ટિ-સૌંદર્યનો સ્વર્ગીય પ્રકાશ, ખુશનુમા પવન, તથા તેમાં લહેરાઈ રહેલી સુંદર વૃક્ષઘટાનો આનંદ માણવા લાગ્યો. અચાનક તેને યાદ આવ્યું કે, વૃક્ષોની એ ઘટા તો થાઈના મકાનની અંદર એકઠાં થયેલાં પાપોથી કલુષિત થયેલી હવામાં લહેરાઈ રહી છે. એટલે તરત તેણે સાબદા તથા કઠોર થઈને કહ્યું –
થાઈ, આપણે હવે પાછું જોયા વિના આગળ વધવું જોઈએ. પરંતુ તારા ભૂતકાળનાં પાપોની સાગરીત કહેવાય એવી તારી બધી સાધનસામગ્રી, જેવી કે, ભારે પડદા, મોટા પલંગો, ગાલીચા, ધૂપદીપ, વગેરે, – તેને તારાં અપકૃત્યોના સાક્ષી તરીકે પાછળ મૂકતા જવું એ ઠીક નથી. એ બધા પદાર્થોમાં જે મલિન સત્ત્વો વાસ કરી રહેલાં છે, તે તું રસપ્રદેશમાં જઈશ તોપણ તારી પાછળ આવી તને હેરાન કર્યા કરશે. એટલે તારી શરમ – તારાં પાપ જેમણે જોયાં છે, એ બધા પદાર્થોનો આપણે નાશ કરતાં જઈએ. અત્યારે આખું શહેર હજુ ઊંધે છે; તે દરમ્યાન તારા ગુલામોને હુકમ કરી, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org